|
Mittal Patel with Vadi-Madari Communities
|
“Sister, I am Amarat Vadi, do you remember me? I stay in Kakar. You have to do one thing. If you have seen Janata Hospital then kindly call the doctor.”
“what happened?” I asked.
“My brother fell down and he had a hemorrhage. I took him to the hospital. The doctor operated and saved him. But it cost eighty thousand rupees. From where should I get this amount of money? I had a card issued by the government which Naranbhai (VSSM worker) gave me so they forgave ten thousand rupees. The doctor said that if you still need a discount then you need another card. My brother is doing well now. But I had to take him with me to get the new card to get his thumb prints there. But the doctor is not cooperating. Can you please tell the doctor that I will bring him back to the hospital once his thumb prints get done.”
On the one hand, I felt like laughing and on the other hand, I was sad.
Laughter on the thought that man will not run away from the hospital and sorrow for trouble he is facing to get the card. We definitely helped and I talked to our worker Naranbhai and asked him to make the rest of the arrangements.
"But when Naranbhai runs behind you to get the card, you don't take care and now you are digging a well when there is a fire.” I said that with a few reprimands.
In reply Amratbhai said, "We are illiterate people, When you explain, we don’t understand but when a problem comes, we remember you”. What should I say to them? My anger disappeared in a moment.
We made representations to the government to link the snake charmers with the Snake Research Institute. They all agreed at the primary stage. A certain number of snake charmers, fulvadi, Lalvadi- madari will get licenses to catch snakes. Now it was time for a man to take care of the snakes in an institution. We said let's just involve the snake charmers in this work. We called a meeting with them and they said,
“Whatever you told is right. We will catch the snake and give it to them. But it is not possible for us to live in one place. For that we will do whatever you say.”
After explaining them with little anger, they agreed to involve the young in this work.
It is a little difficult to stabilize the people who keep on moving, moving and moving… It is a very difficult task to settle people like Amratbhai in one place. We always have to explain to these families the small things like we explain to the child.
'બેન હું અમરત વાદી.. ઓળખ્યો મન્? મુ કાકરમાં રહુ હુંં...તમાર એક કોમ કરવાનું હ્. જનતા હોસ્પીટલ જોઈ ક નઈ તો ફોન કરી દો ન ડોક્ટરન્'
'શું થયું?'
'મારો ભઈ ઊભો ઊભો પડી જ્યો ઈન હેમરેજ થઈ જ્યું. દવાખોને લઈ આયો. ડોક્ટેરે ઓપરેશન કરીન બચાઈ લીધો. પણ ખરચ થ્યો રૃપિયા એંસી હજાર. આટલા રૃપિયા ચોથી લાબ્બા? મારી પાસે સરકારનું નારણભઈ(VSSMના કાર્યકર) એ કાઢી આલેલું કાર્ડ હતું તે ઈમોં દસ હજાર માફ થ્યા. વધારે માફી કરાબ્બી હોય તો બીજુ કેડ કઢાબ્બુ પડ એવું ડોક્ટરે કીધુ. મારા ભઈન હવ હારુ હ્. પણ નવું કેડ કઢાબ્બા ઈન હારે લઈ જવો પડ્. તો કણ ઈનો અંગુેઠો અલાબ્બો પડ એટલ.. પણ ડોક્ટર મોનતા નહીં...તમે ડોક્ટરન્ કોન ઈન ઘડીકવાર મારી હારે મેલે.. અંગુઠો અલઈ જાય પસી પાસો મુકી જઈશ....'
સાંભળીને એક બાજુ હસવુ આવ્યુ ને બીજી બાજુ દુઃખ પણ થયું.
હસવું માણસ દવાખાનામાંથી ભાગી જાય નહીં એ માટે ડોક્ટરની ગોઠવણ માટે ને દુઃખ મા કાર્ડ કઢાવવા માટેની મથામણને લઈને.. મદદ તો કરવાની જ હોય અમારા કાર્યકર નારણભાઈ સાથે વાત કરીને બાકીની વ્યવસ્થા ગોઠવવા કહ્યું..
'પણ કાર્ડ કઢાવવા નારણભાઈ તમારી પાછળ ફરે ત્યારે તમે હાથમાં ન આવો ને હવે તરસ લાગે એટલે કૂવો ખોદવા બેસવાનું'
એવું થોડા ઠપકા સાથે મે કહ્યું તો જવાબમાં અમરતભાઈએ કહ્યું,
'અમે રીયા અણભણ મોણસ.. તમે હજમાવો ઈમ અમે ના હમજીએ પણ ભીંહ પડે ને તાર તમે યાદ આવો...'
શું કહેવાનું ગમે એટલો ગુસ્સો કરીએ તોય એમને સાંભળીએ ને બધો ગુસ્સો હવામાં...
સાપના ખેલ કરનાર વાદી, મદારીઓને સર્પ સંશોધન સંસ્થાન સાથે જોડવા અમે સરકારમાં રજૂઆત કરી. પ્રાથમિક તબક્કે હા થઈ ગઈ. સાપ પકડવાનું લાયસન્સ તો ચોક્કસ સંખ્યામાં ફૂલવાદી, લાલવાદી-મદારીને મળશે. હવે વાત હતી આ સંસ્થાનમાં સાપની દેખરેખ માટે માણસની. અમે કહ્યું આ કાર્યમાં સાપના ખેલ કરનારને જ જોડીએ. અમે એમની બેઠક બોલાવી તો કહે,
'આ તમે બહુ હારુ કીધુ. હરપ પકડી પકડીને દઈ દેવાનું અમે કરી લઈશું. પણ બાપલા એક જગ્યાએ રેવાનું અમારાથી ના બને.. ઈમોં તમાર જેમન્ રાખવા હોય ઈમન રાખો...'
પ્રેમથી સમજાવ્યા પછી થોડું ગુસ્સે થયા ત્યારે જતા યુવાનોને આ કાર્યમાં જોડ઼વા એ સહમત થયા..
પગમાં જેમના ભમરી એમને સ્થિર કરવા થોડા મુશ્કેલ ને વળી વ્યવસ્થામાં ગોઠવવા તો અમરતભાઈની જેમ સૌથી વધારે અઘરા....
હંમેશાં આપણને લાગતી નાની નાની બાબતો આપણે જેમ બાળકને સમજાવીએ એમ આ પરિવારોને અમારે સમજાવવાની...
#MittalPatel #vssm #vadicommunity
#NomadicTribe #No #denotifiedtribe
#help #helpinghands #helpingothers
#Real #stories #snake #snakecharmer