Mittal Patel meets jinadada in Amreli |
Dada do you cook yourself.
Of course I do but I cook only once for both times.
You learnt after your wife expired
No, I used to cook even when she was there as she was quite indisposed.
You must now be feeling quite lonely?
Yes.. though she was indisposed there was someone to talk to.
Zinadada stays in Bagsara village of Amreli. Zina in Gujarati means tiny. Like his name he is quite small. He has no children. He got a small house constructed from Government aid. He lived his whole life labouring in the fields.Obviously this was not enough to provide for even his basic needs.
He became old. Now he cannot work. Even if he wants to, no one will take him to work. Seeing his helpless condition, our associate Rameshbhai thought of giving him our ration kit every month. ZinaDada has been getting the ration kit for the last 4 years. He now lives a relaxed life.
He says that with proper food he can spend time praying to God. He believes that VSSM is taking care of him because of some divine connection. He says that in the present times one cannot expect one's own to take care.
We at VSSM have been helping 600 such helpless and dependent old parents. You can join us in this noble activity by contacting us on 90999-36013 between 10AM to 6PM.
'તે દાદા તમે જાતે રાંધો?'
'હાસ્તો. પણ બે ટંક નથ રાંધતો. બપોરના બે ટંકનું ભેગું રાંધી નાખું.'
'કાકી ગ્યાં પછી શીખ્યા?'
'ના રે ના ઈ હતી તોય રાંધવાનું તો મારા ભાગે જ. એ બચારીને તો મંદવાડ હતો, તે એણે તો ઘણા વર્ષોથી ખાટલો પયકડેલો. એનેય હું જ રાંધીને ખવડાવતો.'
'એ નથી તો હવે એકલું લાગતું હશે ને?'
'હાસ્તો ભલે માંદી તો માંદી પણ એ બેઠી હોય તો વાતનો વીહામો રે'તો.'
ઝીણાદાદા અમરેલીના બગસરાના સાપરમાં રહે. નામ પ્રમાણે એમનું કદ એકદમ ઝીણું. એમને કોઈ સંતાન નહીં. વર્ષો પહેલાં સરકારી સહાયમાંથી બનેલા નાનકડાં ઘરમાં એ રહે.
આખી જીંદગી ખેતમજૂરી પર નભ્યા. પણ એમાં કાંઈ બે પાંદડે ન થવાય. બચત પણ ક્યાંથી થાય?
ઘડપણ આવ્યું. કામ થાય નહીં ને કરવું હોય તોય કોઈ લઈ ન જાય. લાચારી વેઠતા ઝીણાદાદાની સ્થિતિનો અમારા કાર્યકર રમેશભાઈને ખ્યાલ આવ્યો ને અમે એમને દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું. છેલ્લા ચાર વર્ષથી રાશન મળતા દાદાના જીવને નિરાંત છે.
એ કહે, 'રુપાળુ ખાઈ પીને હરી ભજુ. કાંક લેણું હશે એટલે જ તમે આમ હાચવો. બાકી આજે તો પોતાનાય નથ કરતા..'
આવા 600 નિરાધાર માવતરોને અમે દર મહિને રાશન આપીયે. તમે પણ આ સતકાર્યમાં સહભાગી થઈ શકો. એ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય.
#MittalPatel #vssm #mavjat #oldagecare #amreli
Jinadada's expired wife |
Jinadada receives Ration kit with the help from VSSM under its mavjat initiative |
VSSM's coordinator helped Jinadada to receive monthly ration kit |
Mittal Patel with VSSM coordinator Rameshbhai and Jinadada |