Education is the most vital and fundamental tool that equips a person to lead a dignified life. It opens up the world of a whole new possibilities. And creating new possibilities for the nomadic and de-notified communities is what VSSM is striving for. VSSM, since last couple of years has initiated the mission to educate the children of nomadic and de-notified tribes. Igniting a hunger for learning amongst the people who had never been to a formal school system, who could not read or write was the most challenging task. Over the years we have learned, unlearned and relearned from our grassroots experiments in education. We have dreamt of educating as many number of children from these communities as possible and it does not seem a dream anymore. Gradually it is turning into a reality as the number of school going children in these communities is growing.
In 2013 we began a residential facility for the boys from nomadic communities at Doliya village in Sayla, Surendranagar. A girls hostel had already been functioning here since 2012. In the initial years we had to compel parents to send their children to Doliya while this year the admissions have created a new benchmark as 100 boys and 80 girls have taken admission in the hostel. The rush for admission was so much that we had to refuse, as it was impossible to accommodate any more children due to logistical constraints. We have promised them to make enough space to accommodate more number of children.
The entire Doliya initiative is supported by Shri. Chandrakantbhai Gogari and Giant Group of Central Mumbai. We are extremely grateful to them for their unflinching support.
ગુજરાતીમાં અનુવાદ નીચે છે...
વિચરતા સમુદાયના બાળકોને સ્વપ્ન જોતાં કરવાની ઝુંબેશ vssm ના કામોમાં સહાયભુત થતા સ્નેહીજનોની મદદથી આરંભાઈ છે. વિચરતી જાતિના બાળકોને શિક્ષણ આપવાની દિશામાં કામ શરુ કર્યું ત્યારે આ કામ ખૂબ મુશ્કેલ લાગ્યું હતું. જોકે આજે પણ મુશ્કેલ તો છે જ પણ હવે અમે સજ્જ થઇ ગયા છીએ. કોઈ પણ હિસાબે એમને ભણતા કરવાનું સ્વપ્ન અમે જોયું છે અને તે ધીમે ધીમે સાકાર થઇ રહ્યું હોય એમ લાગે છે.
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામમાં વિચરતી જાતિના બાળકો માટે ૨૦૧૩માં શરુ કરેલી હોસ્ટેલમાં આ વર્ષ એટલે કે ૨૦૧૪માં ૧૦૦ છોકરાં અને ૮૦ દિકરીઓના એડમીશન થયા. જગ્યાના અભાવે હવે એડમીશન માટે ના પાડવી પડી. ના પાડવી પડી એ ગમ્યું તો નથી પણ આવતા વર્ષે વધારે બાળકો રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કર્યું છે.
આ સમુદાયના વધુ ને વધુ બાળકો ભણતા થાય તે કરવાનું છે .. હાલ ડોળીયા હોસ્ટેલમાં ભણતા તમામ બાળકોના ખર્ચમાં આદરણીય શ્રી ચન્દ્રકાંતભાઈ ગોગરી અને જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ મદદરુપ થઇ રહ્યા છે.. જે માટે એમના આભારી છીએ.
ફોટોમાં હોસ્ટેલના બાળકો...