Monday, February 12, 2024

VSSM thanks government officials for providing Ration Card to 35 families of Kheda...

Mittal Patel meets nomadic families of Kheda withe their
newly allotted ration card

" We visited the office many times for our Ration Card but were not successful in getting it"

The villagers of Bidaj in Kheda District said this. The administration of Kheda helped them a lot and we also got involved with them. Finally more than 35 families got the ration cards.

The Deputy Collector came to the settlement of nomads and handed over the ration card with his own hands to the families. He also said that those families that have not yet got the ration card or who need their ration cards to be split because the family member has separated should come to him and the administration would help them. It is a nice feeling when an officer is proactive. We are thankful to the collector Shri Bayani . It was because of him that this became possible,

One 70 year old lady from Vanzara community said that she is seeing the ration card for the first time in her life.

The utility of ration cards is multiple. Not only for getting the ration, it is also helpful in availing the various benefits of the government. VSSM continuously strives to help these people get the ration cards. 

Our associate from Kheda District Shri Rajnibhai works hard on this front. We got the support of a leader Shri Mukeshbhai in Bidaj which helped to get the work done faster.

We are thankful to all the officers and to all who helped us in this work.

'રેશનકાર્ડ માટે કચેરીના ઘણા ધક્કા ખાધા પણ મેળ પડતો નહોતો.'

ખેડાના બીડજમાં વર્ષોથી રહેતા પરિવારોએ આ કહ્યું. ખેડાનું તંત્ર અમને ઘણી મદદ કરે એટલે અમે આમાં મથવાનું નક્કી કર્યું ને એક સાથે 35 થી વધારે પરિવારોના રેશનકાર્ડ બન્યા. 

નાયબ મામલતદાર વસાહતમાં આવ્યા ને સૌ પરિવારોને પોતાના હસ્તે રેશનકાર્ડ આપ્યા. એમણે કહ્યું, હજુ જે પરિવારોના કાર્ડ બાકી હોય, જેમના કાર્ડનું વિભાજન થતું ન હોય તેવા પરિવારો પણ અમારી પાસે આવજો અમે એમાં મદદ કરીશું.

અધિકારી આવી પહેલ સામેથી કરે એનાથી રાજી જ થવાય. કલેક્ટર શ્રી બાચાણી સાહેબનો ઘણો આભાર એમના કારણે આ શક્ય બન્યું. 

વણઝારા સમુદાયના પરિવારોમાંથી એક માડીએ તો કહ્યું, કે મારી ઉંમર સીત્તેરની થઈ. રેશનકાર્ડ બાપગોતરમાં ભાળ્યું નહોતું આજે પહેલીવાર મળ્યું. 

રેશનકાર્ડનો ઉપયોગ માત્ર રાશન માટે હોય એ ખરુ પણ સરાકરની વિવિધ યોજનાઓની મદદ માટે પણ રેશનકાર્ડ અગત્યનું VSSM આવા વંચિત પરિવારોને સરકારની મદદ મળે તે માટે સતત પ્રયત્ન કરે. 

અમારા ખેડાના કાર્યકર રજનીભાઈ આ બધા માટે ખુબ મથે.. આગેવાન મુકેશનભાઈનો બીડજમાં સાથ મળ્યો એટલે કામ ઝડપથી થયું..

અધિકારગણનો ઘણો ઘણો આભાર... ને આ કાર્ય માટે મદદ કરનાર અમારા સ્વજનોનો પણ આભાર... 

#mittalpatel #vssm #RationCard #poorpeople  #realneed #HungerFree

Nomadic women with their ration card

Mittal Patel handed over the ration card to nomadic families

Mittal Patel meets nomadic families of Kheda district

Nomadic families with their ration card


VSSM's tree plantation programme is successful with remarkable participation of the village...

Mittal Patel with Shri Pratulbhai Shroff

"Plant trees in our village. We will nurture & take proper care".

"First,arrange for the water supply where you want to plant the trees. Then we will talk about tree plantation."

This was the talk with the villagers of Kanai in Sabarkantha District almost 3 years back. The year in which we talked about their arranging for water supply, they dug a borewell but unfortunately it did not yield any water.

In Kanoi village, the black stone is found upto 100-125 feet depth. Thus most borewell projects are not successful in Kanoi.

Every farmer has his Well and in that he manages to farm and take care of his animals,

In order that water remains in the Well, the farmer himself digs the Well deeper. Seeing their enthusiasm, since the last 3 years even we at VSSM have been helping them.

Two lakes in the village have been de-silted with the help of the local villagers.

The villagers contribute a lot in desilting the lakes.  Seeing the love for lakes , we call the village a "Lake Hungry Village".

Since the lakes are quite deep, the surrounding areas of the lake also started getting water. The villagers then decided to dig a borewell in the area where they wanted to plant the trees. But unfortunately the borewell did not yield any water.  They did not lose hope. They initiated digging borewells at 4 places. At last they were successful. and from the fourth borewell they could get water. All the expenses for all 4 borewells was done by Kanai Villagers.

After that , with the help of Dr K R Shroff Foundation we planted more than 6500 trees. That too with the determination to nurture them till they grow big. Most of the trees that were planted were fruit bearing trees. Their intention was that they should earn some income by selling the fruits so that they can improve the grasslands & plant some trees there. They would not need any financial help from any other organisation or from the government.

Kanai is an extremely enlightened village. They will be able to put to use the income from fruits to a good use.

Respected Partulbhai Shroff who helped in tree plantation in Kanai visited the village. Dr K R Shroff Foundation has helped VSSM in planting around 1.70 lakh trees in last 2 years. We are extremely thankful to them for this.

VSSM has since the year 2019 been instrumental in planting 8.80 lakhs trees. 

We wish good for all.  

'અમારા ગામમાં તમે વૃક્ષો વાવો અમે બરાબર ધ્યાન રાખીને એને ઉછેરીશું.'

'જ્યાં વૃક્ષો વાવવાની ઈચ્છા છે ત્યાં પ્રથમ પાણીની વ્યવસ્થા કરો પછી આગળ વાત કરીશું..'

સાબરકાંઠાના કનઈગામના લોકો સાથે ત્રણ વર્ષ પહેલાં આ વાત થયેલી. જે વર્ષે આ વાત થઈ એ વર્ષે એમણે વૃક્ષો ઉછેરવા જે જગ્યા પસંદ કરી ત્યાં બોરવેલ કર્યો. પણ એમને પાણી ન મળ્યું. કનઈની જમીનમાં કાળો પથ્થર લગભગ 100 -125 ફૂટે લાગી જાય. આમ ત્યાં પાણી મેળવવા કરેલા મોટાભાગના બોરવેલ સફળ ન પણ થાય. 

દરેક ખેડૂત કુવા કરે અને કુવાથી તેમની ખેતી અને પશુપાલન થાય.

કુવામાં પાણી ભરાઈ રહે એ માટે તેઓ ગામના તળાવને ઊંડા કરવા જાતે મથે. છેલ્લા ત્રણેક વર્ષથી અમે પણ એમની ધગશ જોઈને મદદ કરીએ.

ગામના બે તળાવો પ્રમાણમાં સારા એવા ઊંડા VSSM સાથે સંક્ળાયેલા સ્વજનોની મદદથી અમે કર્યા.

ગામલોકોની પણ એમાં ઘણી મોટી ભાગીદારી. તળાવ માટે તેમની લાગણી જોઈને આ ગામને અમે તળાવ ભૂખ્યું ગામ પણ કહીએ. 

તળાવો થયા એ પણ સારા એવા ઊંડા જેના લીધે આજુબાજુની જમીનમાં પાણીના ઝરા ફુટ્યા. ગામલોકોએ ફરી જ્યાં વૃક્ષો ઉછેરવાની ઈચ્છા રાખી ત્યાં બોરવેલ કર્યો. પણ પાણી ન મળ્યું. પણ એમણે હિંમત ન હારી. ચાર જગ્યાએ બોરવેલ માટે હોલ પાડ્યા. આખરે કુદરતે તેમની મનછાની કદર કરી અને ચોથા બોરવેલમાંથી પાણી મળ્યું. આ બધો ખર્ચ ગામલોકોએ પોતે કર્યો. 

એ પછી અમે ડો કે.આર.શ્રોફ ફાઉન્ડેશની મદદથી ત્યાં 6500 થી વધારે વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરવાના સંકલ્પ સાથે.. મોટાભાગના વૃક્ષો તેમણે ફળાઉ વાવ્યા. એમનો આશય આ ફળાઉ વૃક્ષોમાંથી ભવિષ્યમાં આવક થાય તો એ આવકમાંથી ગામની અન્ય ગૌચર જગ્યાઓને સુધારી શકાય. એમાં વૃક્ષો વાવી શકાય.  જેથી કોઈ સંસ્થા કે સરકારની મદદની એમને જરૃર ન પડે. 

કનઈ જાગૃત ગામ છે. એટલે વૃક્ષોની આવકનો આવો સારો ઉપયોગ થશે એ પણ નક્કી છે. 

આદરણીય પ્રતુલભાઈ શ્રોફ કે જેમણે કનઈમાં વૃક્ષો  વામાં મદદ કરી તેમણે ગામની ખાસ મુલાકાત લીધી. KRSF સંસ્થાએ VSSMને છેલ્લા બે વર્ષમાં 1.70 લાખ વૃક્ષો ઉછેરવામાં અમને મદદ કરી. તેમની આ લાગણી માટે આભારી છીએ. 

જ્યારે VSSM 2019 થી અત્યાર સુધીમાં સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી 8.80 લાખ વૃક્ષો ઉછેરમાં નિમિત્ત બન્યું છે.. 

સૌનું શુભ થાવ તેવી શુભભાવના... 

#MittalPatel #vssm #treeoflife #TreePlantationDrive #સાબરકાંઠા  #કનઈ #વૃક્ષો #ઉછેર



Shri Pratulbhai Shroff visites kanai tree planattaion site

Mittal Patel discusses tree plantation with the villagers

Villagers at Kanai tree plantation site

Mittal Patel , Shri Pratulbhai Shroff and others at Kanai
tree plantation meeting

Villagers gathered for tree plantation meeting

Villagers at tree plantation site

Respected Partulbhai Shroff who helped in tree plantation
 in Kanai visited the village