Mittal Patel visits Ramsan tree plantation site |
"Do visit our crematorium once!"
If one isn’t aware of our work, such an invite to visit a crematorium can create a stir. But the community leaders of Ramsan village were inviting us out of their love, to showcase the beautiful place it had become.
However, eight months ago if there was a death in the village, 8-10 family members would first visit the crematorium to clean it, following which the body was brought for cremation. The place was briming with the wild growth of gando baval and litter all around. With the support from UNI Design Jewellery Pvt. Ltd and the local community, we planted 3500 trees, and almost all of them have taken roots and flourished.
The region's groundwater tables have dropped to alarming rates, and the communities have leased 4500 hector land to solar companies. But, unfortunately, the installation of solar plants means the trees had to give their sacrifice. The reason the land was leased is that it had no water, but if we plant trees and create an environment that helps attract rains, people will not be forced to give up their land but farm on it. This is the reason everyone now wishes to plant more trees.
We hope Ramsan can inspire other villages to play their part; each village roughly needs to plant 20 to 25 thousand trees. This is the dire need for a sufficient water future.
If you wish to plant trees in Banaskantha and work in partnership with us, do call us at 9099936035, VSSM's Naranbhai would be happy to help.
#MittalPatel #VSSM
'તમે એક વખત અમારા સ્મશાનમાં આવો!'
સ્મશાનમાં આવવા કોઈ આગ્રહ કરે અને અમારા કામથી પરિચીત ન હોય તો ઝઘડો જ થઈ જાય. પણ અમને તો પ્રેમવશ રામસણના આગેવાનો પોતાના સ્મશાનમાં આમંત્રણ આપી રહ્યા હતા.
આઠેક મહિના પહેલાં ગામમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો સૌથી પહેલાં દસ પંદર લોકો સ્મશાન સાફ કરવા આવે અને સફાઈ થયા પછી ડાઘુઓ મૃતદેહને લઈને સ્મશાનમાં આવે. એવું ગાંડાબાવળ અને ગંદકીથી ભરેલું આ સ્મશાન.
જ્યાં ગામની ભાગીદારી અને અમારા સ્વજન યુની ડીઝાઈન જ્વેલરી પ્રા.લી.ની મદદ થી અમે 3500 વૃક્ષો વાવ્યા. આ વાવેલા વૃક્ષો જબરા ઉછર્યા.
આ વિસ્તારમાં પાણીના તળ ભયજનક સ્થિતિએ પહોંચ્યા છે. ગામની લગભગ 4500 હેક્ટર જમીન લોકોએ સોલારકંપનીઓને ભાડે આપી દીધી છે. સોલાર પ્લાન્ટ નંખાય એટલે વૃક્ષો કપાય. સાથે આ જમીનો આપી દેવાનું કારણ તળમાં પાણી નહીં. જો વૃક્ષો વવાશે તો વરસાદ આવશે ને તળ ઉપર આવશે. લોકો ફરી ખેતી કરતા થશે એવી ખેડૂતોને આશા છે. એટલે વૃક્ષો માટે સૌને હવે મમતા થવા માંડી છે.
રામસણ પાસેથી અન્યગામો શીખે ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 20 થી 25 હજાર વૃક્ષો ઉછેરે. આ થવું આવનારા સમય માટે ઘણું જરૃરી.
તમે પણ બનાસકાંઠામાં વૃક્ષો ઉછેરવા માંગતા હોય અને તમારી ભાગીદારી માટે તૈયાર હોવો તો અમને સંપર્ક કરો સાથે મળીને સુંદર રીતે વૃક્ષો ઉછેરીશું એ માટે 9099936035 પર અમારા કાર્યકર નારણભાઈનો સંપર્ક કરશો.
#MittalPatel #VSSM #TreePlantation #vruksh #smshan #villagelife
Community leaders of Ramsan village greets Mittal Patel |
Mittal Patel with community leaders, villagers and VSSM team members |
Mittal Patel was invited by community leaders of Ramsan village to showcase the beautiful tree plantation site |
Mittal Patel discusses tree plantation with villagers |
VSSM planted 3500 trees and almost all of them have taken roots and flourished. |
Ramsan tree plantation site |