Mittal Patel with Vruksh Mitra Chandubhai and his wife at Surana tree plantation site |
We planted 4500 trees at Surana’s crematorium. Henceforth, I will not mention ‘with the pledge to raise’ because planting and raising are woven together; it cannot be any other way.
Chandubhai has been appointed as the Vriksha Mitra. I wouldn’t be exaggerating if I said both Chandu and his wife toil through the day to ensure that the trees are well looked after. Whenever we are in the area and go to meet the trees, Chandu would be found quietly working with them, replaying only to the questions asked.
We are raising trees at 52 sites and I have visited all of them after the monsoon. I was required to tell the Vriksha Mitra at all the sites to keep the sites clean but not to Chandubhai. He had already ensured the sites he maintained were clean. The two sites he nurtures aren’t compact. The crematorium has 3000 trees growing while the school site has 1500 trees. Of course, Chandu has the support of the villagers.
The trees at both these sites are being raised with support from Rosy Blue Diamonds (Pvt) Ltd.
This year we have decided to raise 1.5 lac trees but managed only 1.3 lac trees. Next year we plan to increase the number to 3.5 lac trees. We hope the village leadership are prepared to spare land in their villages and facilitate such woodlands. Their participation and contribution will also ensure we succeed in establishing more ‘Tree-Temples’
સુરાણાગામના સ્મશાનમાં અને ગામની નિશાળામાં અમે 4500 વૃક્ષો વાવ્યા. હવે ઉછેરવાના સંકલ્પ સાથે એવું નહીં લખું.. ઉછેરવાનું તો એની સાથે વણાયેલું જ છે.
આ વૃક્ષોને સાચવવા અમે વૃક્ષમિત્ર તરીકે ભાઈ ચંદુને રાખ્યો. તેની પત્ની અને તે રીતસર કાળી મજૂરી કરે એમ કહેવું કાંઈ ખોટું નથી.
જ્યારે પણ વૃક્ષોને મળવા જવું ત્યારે ચંદુ સ્મશાનમાં કામ કરતો જ હોય એય ચુપચાપ. પુછુ એટલાનો જ જવાબ આપે.
અમે કુલ 52 સાઈટ પર વૃક્ષો ઉછેરી રહ્યા છીએ.. ચોમાસા પછી આ બધી સાઈટની મુલાકાતે ગઈ તે બધી સાઈટ પર સફાઈ કરવા વૃક્ષમિત્રોને કહેવું પડ્યું. પણ સુરાણામાં ચંદુને આ બાબતે કોઈ જ ટકોર કરવી ન પડી. એણે પોતાની રીતે સફાઈ શરૃ કરી દીધેલી. વળી સ્મશાનની સાઈટ કાંઈ નાની નહીં એમાં ત્રણ હજાર વૃક્ષો ઉછરે...ને નિશાળામાં 1500..
ચંદુને ગામનો સહકાર તો હોય જ...
VSSM ને આ બેય સાઈટમાં વૃક્ષો ઉછેરવા મદદ કરી. રોઝી બ્લુ ડાયમન્ડસ (ઈન્ડિયા) પ્રા.લી.
આ વર્ષે 1.5 લાખ વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર હતો પણ 1.30 સુધી જ અમે પહોંચી શક્યા.. આવતા વર્ષે 3.5 લાખ ઉછેરવાનો સંકલ્પ છે એ માટે ગામો સજ્જ થાય ને પોતાની ગામની જગ્યાઓ આપે. સાથે ભાગીદારી નોંધાવવા તૈયારી પણ દાખવે તો જ વધારે વૃક્ષમંદિરો સ્થાપી શકીશું...
સુરાણામાં વૃક્ષમંદિરો ઊભા થાય તે માટે મદદ કરનાર ગ્રામજનો, વનવિભાગ અને રોઝી બ્લુનો ઘણો આભાર ને વિશેષ આભાર ચંદુને તેની પત્નીનો કે જે મન લગાવી વૃક્ષોનું જતન કરી રહ્યા છે...
#MittalPatel #vssm #Surana
Surana tree plantation site |
VSSM had plantet 4500 trees at Surana tree plantation site |
Mittal Patel visited tree plantation site |
The trees at both these sites are being raised with support from Rosy Blue Diamonds (Pvt) Ltd. |
The Vruksh Mitra Chandubhai toil through the day to ensure that the trees are well looked after |
Mittal Patel visited tree plantation site |