Monday, November 06, 2023

VSSM helps destitute elderly like Valu Ma with ration kit and also decided to repair the house ...

Mittal Patel meets Valu Ma during her field visit to Amreli

"I cannot beg. I do not like it."

Then how do you survive ?

"Neighbours out of kindness & sympathy come & give food."

What did you eat now ?

"I have some wheat flour, just enough for one meal, which I will cook in the evening."

From this conversation, I could sense the condition of the family. I did not ask any more questions because it would make them sad.

 This is the condition of Valuma  from the village Machiyala in Amreli District. She had two sons. One got married and had 3 children. His wife expired when the youngest daughter was only 2 years old. Valuma took care of all the 3 kids & brought them up. Then the son also expired in 2021. He was the earning member of the family The second son renounced the world & became a Sadhu. Sadhu took care of the family. There was sorrow in the family but it seemed that it would be possible to survive. Then the other son also expired. 

This was just too much for Valuma & she broke down. She was old and had developed a big tumour in the throat. When we asked her about this , she said there is pain but she does not have the money to go to the hospital. She was also concerned that in case the diagnosis is serious who will take care of the kids she was now single handedly taking care of.

When we asked her how we can help her, she replied that she doesn't like to ask for help. She added that whatever we felt at heart was right we can do.

Seeing us the neighbour said that the whole family of Valuma is in trouble because there is heavy leakage in the whole house. The neighbour requested that along with repairing the house if we can even build a toilet inside it would be a big relief to Valuma & family.

We decided to repair the house along with giving the food kit. 

Smt. Poonam Gohel from Maharashtra and Namrata Rathod from UK agreed to bear the entire cost of repairs.

For a food kit you all can also help.

When we left Valuma's house we saw in the surroundings several concrete houses.If all staying in these buildings would have wished, it would have been easily possible to help Valuma. 

Like our Malabhai & Parthibhai said, it is not in everyone's destiny to help the needy. We are thankful to our well-wishers for helping in this noble work.

We are also thankful to Kanubhai who was instrumental in taking us to Valuma. We were happy to see Valuma's neighbour helping in the best way she could.

Our associate Rameshbhai will now take care of Valuma. We will try to get funds from the government under the guardian scheme. We will also help in getting the "antyodaya" card.

To help in such noble causes you can GPay your contribution to 99090 49893.

There are so many such families who need help & support. It is practically impossible for us to reach out to all. You on your own also can help such families. To help improve the lives of others is the biggest satisfaction & joy one can get.

 'માંગવાનું હું નો કરુ. મને ઈ નો ગમે..'

'તો ઘર કેમ હાલે?'

'આજુબાજુમાં કોઈને દયા આવે તો દઈ જાય.. '

'અત્યારે શું જમ્યા?'

'એક ટંક ચાલે એટલો લોટ સે તે હાંજેકના રાંધશું!'

આટલી વાતથી પરિવારની દશા સમજાઈ ગઈ. એમને વધુ પુછીશું તો દુઃખ પહોંચશે એમ માની આગળ પુછવાનું ટાળ્યું. 

અમરેલીના માચીયાળાના વલુમા. એમને બે દિકરા હતા. એમાંના એકને પરણાવ્યો. એને ત્રણ બાળકો થયા ને એમની ઘરવાળી ગુજરી ગઈ. એ વખતે સૌથી નાનો દિકરો તો બે જ વર્ષનો. વલુમાએ જ આ ત્રણેયને ઉછેર્યા. બીજો દિકરો ભગત થઈ ગ્યો. ત્રણ સંતાનોના પિતા 2021માં ગુજરી ગયા. ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિ જતો રહ્યો. ભગતની જેમ રહેતા દીકરાએ ઘરની જવાબદારી સંભાળી.. દુઃખ હતું પણ જીવી જવાશે એમ લાગતું હતું. ત્યાં વલુમાનો ભગત દિકરો પણ ગુજરી ગયો.

વલુમા હવે ભાંગી પડ્યા. એમની ઉંમર ઘણી. ગળામાં મોટી ગાંઠ હતી. અમે પુછ્યું. 'બા શું થયું છે?'

જવાબમાં એમણે કહ્યું, 'એ પીડા થયા કરે પણ દવાખાને બતાવવાના પૈસા ક્યાં? અને બતાવી દઉં ને કાંક ભારે નીકળે તો પછી આ છોકરાંઓનું કોણ?'

અમે શું મદદ કરીએ એવું પુછ્યું તો કહે, 'મને માંગવું નથ ગમતું. તમને હૈયે બેહે ઈ કરો.'

અમને જોઈને પડોશમાં રહેતા એક બહેન અમારી પાસે આવ્યા ને એમણે કહ્યું, ચોમાસામાં આખો પરિવાર બહુ હેરાન થાય. ઘરમાં બધેથી પાણી પડે. જો ઘર રીપેર ને સાથે ટોયલેટ બાથરૃમ જેવું થઈ જાય તો એમને સાતા થઈ જાય.

રાશનની કીટ આપવાની સાથે ઘર રીપેરીંગનું કામ કરવાનું અમે નક્કી કર્યું.

રાશન માટે તમે સૌ પણ મદદ કરી શકો.. 

વલુમાને મળીને અમે નીકળી રહ્યા હતા ત્યારે જોયું તો વલુમા જ્યાં રહેતા તેમના ઝૂંપડાં આસપાસ ઘણા મજબૂત અને મોટા મકાનો બાંધેલા હતા. આ દરેક ઘરના વ્યક્તિએ ઈચ્છ્યું હોત તો વલુમાનું ઘર સરખુ કરવાનું આરામથી થઈ શક્યું હોત.

ખેર અમારા માલાભાઈ કે પરથીભાઈ કહે એમ, સદકાર્યોમાં નિમિત્ત બનવાનું સુખ બધાના નસીબમાં નથી હોતું... અલીમભાઈ એમાં નિમિત્ત બન્યા એ માટે આભાર.

વલુમા સુધી અમને કનુભાઈ લઈ ગયા. એમનો પણ આભાર. ને વલુમાના પડોશમાં રહેતા બહેન એમનાથી થતું કરે એ જોઈને રાજી થવાયું.

અમારા કાર્યકર રમેશભાઈ હવેથી વલુમાનું ધ્યાન રાખશે... બાળકોને પાલક માતા પિતા યોજના અંતર્ગત સહાય મળે તે માટે પણ કોશીશ કરીશું. સાથે અંત્યોદય રાશનકાર્ડ મળે તેમ પણ કરીશું.

આવા સદકાર્યોમાં  સહયોગ GPay 9909049893 પર મદદ મોકલી શકાય.

પણ આવા કેટલાય પરિવારો છે જેમને આપણા ટેકાની જરૃર છે. અમે બધે નથી પહોંચી વળવાના. તમે પણ તમારાથી થાય તે ટેકો આવા પરિવારો દેખાય તો કરજો.. કોઈને સુખ આપવામાં નિમિત્ત બનવું એ સુખ બહુ મોટું..

#MittalPatel #vssm #amreli #Gujarat #careforelderly #humanity #support #helpinghands

Mittal Patel with VSSM Coordinator Rameshbhai, Kanubhai 
Valuma with her grand kids



Valu Ma took care of all the three kids and brought them up

Mittal Patel visits Valu Ma's home 

The current living condition of ValuMa 


Like Nanduma, we cater to the needs of such 600 elderly people...

Nandu Ma showers love and affection on Mittal Patel

 "Please sit here, I will order Soda for you"

Why Soda ?

"I love you , that's why "

Who would not like to hear these words?. I also liked it when 80 year old Nanduma said this to me. From the village of  Sapar in Amreli, a very content Nanduma has no desire to acquire anything more. Stays alone and spends most of her time in the service of the temple.

Our associate Shri Rameshbhai arranges to send her our food kit every month. Nanduma had a lot of affection for Rameshbhai & when he fell ill, Nanduma asked her neighbour to take her to Rameshbhai's home to check on his health.

It was Nanduma's wish to meet us all in Ahmedabad who worried about her and took care of her. Whenever Rameshbhai went to give her the food kit, she would enquire about me. It made me visit her and after meeting her got a fresh energy. She had no complaints with her life and her condition.  She believed that as long as she was fit, she could work and take care of herself, now that she has become old god has sent us to help her. Then why should she worry?

Like Nanduma, we cater to the needs of such 600 old people. You too can be a guardian to such deserving old parents. We get requests for help from so many such dependents. To help each one is not possible without your support. If we all can join hands then the task becomes easier.  To help in this cause just call us on 90099-36013 between 10:00AM to 6:00PM.

Thank you for your support.

'તમે આંયા બેહો, તમારી હાટુ સોડા મંગાવું.'

'કેમ સોડા?'

'મને તમારી માથે પ્રેમ થ્યો સે..'

આ શબ્દો સાંભળીને મજા પડે ને? મને પણ એંસી વર્ષીય નંદુમાના શબ્દો સાંભળી મજા પડી.. અમરેલીના સાપરના નંદુમા એકદમ સંતોષી. વધારાનું મેળવી લેવાની કોઈ ઝંખના નહીં. એકલા રહે અને પોતાનો ઘણો ખરો સમય મંદિરમાં સેવા આપવામાં પસાર કરે.

અમારા કાર્યકર રમેશભાઈ એમને દર મહિને રાશન પહોંચાડે. તે રમેશભાઈ પર એમને ઘણું હેત. રમેશભાઈ બિમાર પડ્યાની ખબર પડે કે ખબર પુછવા લઈ જવાનું પડોશીને એ કહે..

નંદુમાની ભાવના અમદાવાદમાં બેસીને એમની ચિંતા કરનાર અમને સૌને મળવાની. જ્યારે પણ રમેશભાઈ રાશન આપવા જાય ત્યારે પુછે, બેન ક્યારે આવશે..એટલ જ એમને મળવા ખાસ ગયા ને એમને મળ્યા પછી એક ઊર્જા આવી ગઈ.

પોતાના જીવન સામે કોઈ ફરિયાદ નહીં. નોંધારી હતી પણ ભગવાને થતું ત્યાં સુધી કામ કરાવ્યું ને હાથપગ ભાંગ્યા ત્યારે તમને મોકલી આપ્યા.. પછી મારે શું ચિંતા એવું એ કહે.

ઈશ્વર પર એમને ગજબ શ્રદ્ધા... 

નંદુમા જેવા  600 માવતરોને અમે દર મહિને રાશન આપીયે. તમે પણ આવા માવતરોના પાલક બની શકો. નીત કેટલાય નિરાધાર વ્યક્તિઓના મદદ માટે ફોન આવે. બધે પહોંચવું આપ સોના સહયોગ વગર અશક્ય. પણ તમે સૌ સાથે આવશો તો આ બધુ કરવું મુશ્કેલ પણ નથી. મદદ માટે  90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરવા વિનંતી. 

તમારા સૌના સહયોગ માટે આભાર...

Mittal Patel with VSSM Coordinator meets Nandu Ma



The current living condition of Nandu Ma


VSSM request's to the authorities in Amreli to identify such homeless people and provide them with homes...

Mittal Patel meets nomadic families of Amreli

Who does not aspire to have their own home ? We have been nomads for centuries. Our work required us to be nomads but now we want to settle down at one place".

This is the feeling of the nomadic tribe of Vadiya village in Amreli District. Some of them stay in tin roofed dwellings.

Many do not have Ration Cards. There is no guarantee that they will get food grains though some have ration cards. With the help of our associate Shri Rameshbhai many got "Antyoday" card. 

Most believed that it is not possible to get Ration Cards without bribing . We told them to be patient & keep faith. We could get Ration Cards for them which would entitle them to food grains. They also want a piece of land to build their home. We had a meeting with these families. Everyone wanted to have a home. We will sincerely try to get them one. Our earnest request to the authorities in Amreli to identify such homeless people and provide them with homes.

પોતાની જગ્યા મળેની હોંશ તો કોને ન હોય? અમે સદીઓ રઝડ્યા. અમારા વ્યવસાયો એવા હતા એટલે. પણ હવે ઠરીઠામ થવું છે.' 

અમરેલીના વડિયામાં વિચરતી વિમુક્ત જાતિના ઘણા પરિવારો છાપરાં બાંધીને રહે. તેમની આ લાગણી કે માંગણી. 

રેશનકાર્ડ પણ ઘણા પાસે નહીં. જેમની પાસે છે એમાંના ઘણા પાસે અનાજ મળે એવું નહીં.

અમારા કાર્યકર રમેશભાઈની મદદથી કેટલાક પરિવારોને અંત્યોદયકાર્ડ મળ્યા. 

આમ તો વસાહત ઘણી મોટી પણ તેમાં રહેનાર સૌને સરકારમાં વગર પૈસે કામ થાય તેવો ભરોષો નહીં. ્અમે ભરોષો કરવા કહ્યું ને જે થોડા પરિવારોએ કર્યો. એમના રેશનકાર્ડ બન્યા. 

હવે દરેક પરિવાર અનાજ મળે એવું રેશનકાર્ડ તેમજ પોતાની જમીન પણ ઈચ્છે. જેથી ત્યાં પાક્કુ ઘર બાંધી શકાય. 

અમે આ પરિવારો સાથે બેઠક કરી. 

સૌની માંગણી રહેવા પોતાની જગ્યા મળે તે માટે. અમે એ માટે કોશીશ કરીશું. અમરેલી વહીવટીતંત્ર અને સરકારને પણ આવા પરિવારોને સત્વરે શોધી તેમને ઘરવાળા કરવા વિનંતી..

#MittalPatel #vssm #RashanCard #amreli #Vadiya

Mittal Patel told nomadic families to be patient and keep faith

Mittal Patel meets nomadic families of Vadiya village
and ensures them that we will provide their human rights

Nomadic families of Amreli district

Mittal Patel meets nomadic families of Vadiya village


VSSM began providing a monthly ration kit to Chaku Ma ...

Mittal Patel meets Chaku Ma

Will you eat our food ?

Why not ?

Not all have food prepared by us.

There is no one to take care of Chakuma , a resident of Kolda village in Kukavav of Amreli District. Her house is in dilapidated condition. The whole roof leaks in monsoon. She goes to the neighbour's foyer to sleep. She being alone, we at VSSM provide her with a food kit every month. At least her food requirement is met and she doesn't have to worry about it. Being alone , she is mentally tired. When we went to meet her, she said with a heavy heart    "How can one go away leaving someone all alone ? What to cook for a single person ? I have no desire to eat. When he was there at least I had someone to talk to. Now with whom to talk. I am tired of life" Saying this Chakuma started to cry.

Whether alone or having someone to talk to, the discussion would be about the leakages in the house when the rain comes. 

"In this old age why should one have any attachment with the house? But in monsoon it creates a lot of inconvenience. If you can get it repaired it will be of great help to me" said Chakuma. I said we will definitely try. She asked whether I would like to have Soda. I said I don't like Soda & asked for water instead. Speaking of water, she asked whether we can have food at her home.

When I hear that one cannot have food at someone's place I feel  ashamed. It is so inhuman. Can understand not having food at a place which is not clean & hygienic but to decide on the basis of caste & creed is so wrong & unjustified. When will we come out of this mind set ?

We will get Chakuma's home repaired. You, our well wishers, can join us in this mission. For that please contact us on 90999-36013 any time between 10:00AM to 6:00 PM

તમે અમારા ઘરનું ખાવો?'

'કેમ ન ખાઈયે?'

'ના બાપલા બધા ન ખાય!'

અમરેલીના કુકાવાવના કોલડાગામના ચકુમાની સંભાળ રાખનાર કોઈ નહીં. ઘર પણ જર્જરીત. ચોમાસામાં આખા ઘરમાં દંદુડા પડે. તે પડોશીની ઓશરીમાં બા સુવા જાય.

ચકુમાના સાવ એકલા. રાશન અમે આપીયે તે એનાથી એમને ખાવા પીવામાં શાંતી. છતાં એકલવાયું જીવન મનથી એ થાકી ગયા. અમે મળવા ગયા ત્યારે ભારે હૈયા એમણે કહ્યું,

'આમ એકલા મુકીને કોઈ જતું હશે? એકલા હાટુ હું રાંધવાનું? ખાવા પીવાનું કશુંયે મન નો થાય. એ હતા તો વાતનો વીસામો હતો. હવે કોની પાહે વાતો કરવાની.. થાકી ગઈ છું.'

ચકુમા આટલું કહેતાકહેતા રડી પડ્યા. 

જો કે નોંધારા ને એકલા રહેનાર દરેકના મનની આજ સ્થિતિ. ભારેખમ વાતાવરણ બદલાય એટલે અમે ઘરમાં પાણી ક્યાં પડે વગેરે વાતો કરી.

એ કહે, 'આમ ઘૈડેઘડપણ હવે આ ઘરની માયા શું?  પણ ચોમાસામાં હેરાન થવાય. તમે થોડું હરખુ કરી આલો તો જરા ઠીક કરે.

ચોક્કસ પ્રયત્ન કરીશુંનું કહ્યું, ત્યાં એમણે કહ્યું, ટસોડા મંગાવું.' અમે કહ્યું, 'સોડા નથી ભાવતા, પણ તમે સોડાનું નામ કહ્યું એટલે પાણી આપી દો'

પાણીનું સાંભળી એમણે તમે અમારા ઘરનું ખાવોનું પુછ્યું.

આમનું ખવાય ન ખવાય આવું જ્યારે સાંભળું ત્યારે શરમ આવે.. હજુ પણ આ અમાનવીય પ્રથા? 

ગંદકી હોય ત્યાંનું કશું ખાવું પીવું ન ગમે પણ એકદમ ચોખ્ખાઈવાળા પરિવારજનોના ત્યાં ખાલી નાત, જાતના વાડાને લઈને ખાવાનું કે પાણી પીવાનું ન કરવું...અરુચીકર લાગે... ક્યારે આ બધામાંથી બહાર નીકળીશું?

ખેર ચકુમાનું ઘર પણ સરખુ કરી આપીશું... આપ સૌ સ્વજનો પણ અમારા આવા કાર્યોમાં સહભાગી થઈ શકો એ માટે 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકો. 

#MittalPatel #vssm #mavjat  #elderlycare #oldagecare

Chaku Ma shares her condition with Mittal Patel



The current living condition of Chakuma

ChakuMa is thankful to Mittal Patel for giving ration kit
every month