Thursday, May 15, 2014

Life takes a refreshing turn for this young couple….

A freak accident has left Merubhai with a lifelong challenge. Almost three years back Merubhai Devipujak from Deesa in Banaskantha had met with an accident. The bones in one of his legs were shattered. The injury required surgery. However after the surgery he could not stand for more than half an hour. With such medical condition earning a living for the family became difficult. His wife Sita stepped out of home to earn for the family. In the meantime the couple gave birth to a son,  Mukesh. Sitaben also has a medical condition. She suffers from epilepsy. Once while cooking for the family Sitaben suffered a  convulsion and fell on burring stove. She suffered serious burns from neck to waist. Working to earn living was just not possible for Sitaben, now.  She took up begging  while Merubhai stayed back to take care of young Mukesh. 

VSSM happened to know about this family during a meeting with the community members at the settlement a few months ago. The medical conditions of both the earning members of the family had left them reeling under sever poverty. It was cold and the family did not have sufficient clothing to protect themselves from the chill. 

VSSM proposed to support him to start his own small kiosk. Instead of begging this certainly was a good option. Initially Merubhai rented a hand card and began selling potatoes and onions. On his request a shopkeeper permitted him to park the cart in front of his shop. The earning was good and he was gradually picking up  business skills.  Merubhai asked for a loan from VSSM. On receiving  Rs.  5500  loan Merubhai bought his own cart. He has now started selling fresh vegetables took and the earning is also good. He makes a profit of Rs. 150 daily from which he repays the loan with an EMI of Rs. 500.

We are grateful to our supporters who have helped us spread joy in lives of Sitaben, Merubhai and little Mukesh.

Read in Gujarati

મેરૂભાઈ અને સીતાબેનનું બદલાયું જીવન...
બનાસકાંઠા જીલ્લાના ડીસામાં રહેતા મેરૂભાઈ દેવીપૂજકને ૩ વર્ષ પહેલાં અકસ્માત થયો. તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. મૂળ તો પગના હાડકાં ભાંગી ગયેલા. ઓપરેશન પછી તેઓ ચાલતા તો થયા પણ અડધા કલાકથી વધારે ઊભા રહેવાનું અને ચાલવાનું તેમના માટે મુશ્કેલ બન્યું. એમની પત્ની સીતાબેન છુટક મજુરી કરે અને એમનું ઘર ચાલે. આ સ્થિતિમાં મુકેશનો જન્મ થયો. સીતાબેનને વાઈની બીમારી એક દિવસ એ ચૂલા પર રસોઈ બનાવતા હતા અને એમને વાઈ આવી. એ ચૂલામાં પડ્યા. ગળાથી લઈને કમર સુધી એ ખૂબ દાઝ્યા. એમની સારવાર થઇ પણ એ ઘણું દાઝ્યા હોવાથી મજૂરી કરવાનું જેમાં ખાસ કરીને શારીરિક શ્રમનું કામ એ કરી શકે એ સ્થિતિ ના રહી. છેવટે સીતાબેન ભીખ માંગવા જાય અને મેરૂભાઈ અને મુકેશનું ભારણ પોષણ કરવા માંડ્યા.
vssm દ્વારા ડીસામાં વિચરતી જાતિઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક પછી લગભગ રાતના વિચરતી જાતિની વસાહતમાં જવાનું થયું. વસાહતમાં રહેતા લોકો સાથે એક બેઠક કરી. જેમાં સીતાબેન એમના દીકરા મુકેશને લઈને આવ્યા. શિયાળો હતો. ખૂબ ઠંડી પણ. પણ સીતાબેને કંઈ ઓઢયું નોહતું. ના મુકેશે પુરા કપડાં પહેર્યા હતા આવામાં ગરમ કપડાં તો ક્યાંથી હોય. ત્યારે એમની સ્થિતિ વિષે ખ્યાલ આવ્યો.
તે પછી મેરૂભાઈને બોલાવ્યા અને ‘ભીખ માંગવા કરતા એક જગ્યા પર બેસીને કામ થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો કામ કરવાની ઇચ્છા છે?’ એ અંગે પૂછ્યું. એમણે હા પાડી. અમે શાકભાજીની લારી કરવા મદદરૂપ થવા કહ્યું. અમે એમને ભાડેથી લારી લાવીને આપી અને શરૂઆતમાં બટેકા અને ડુંગળી વેચવા કહ્યું. ડીસાના બજારમાં એક ભાઈ સાથે મેરૂભાઈને પોતાની દુકાન સામે ઊભા રહેવા દેવા વિનંતી કરી. એમણે હા પાડી. ધીમે ધીમે મેરૂભાઈ વેપાર કરતા શીખ્યા. તેઓ દરરોજના રૂ.૧૦૦ થી ૧૫૦ કમાવવા માંડ્યા છે. હવે એમણે vssm પાસેથી રૂ.૫૫૦૦ની લોન લઇ પોતાની લારી લીધી છે અને લીલું શાકભાજી વેચે છે. તેઓ રોજના રૂ.૧૫૦ કમાય છે અને દર મહીને vssmને રૂ. ૫૦૦નો હપ્તો લોન પેટે ચૂકવે છે.
મેરૂભાઈ અને સીતાબેનના જીવનમાં ઊજાસ પાથરવામાં મદદરૂપ થનાર દાતાઓનો આ ક્ષણે આભાર વ્યક્ત કરીએ છીએ. 
નીચે ફોટોમાં ઘરે થી લારી લઈને નીકળેલા સીતાબેન- મેરૂભાઈ