Tuesday, December 13, 2022

My second book, "… pun sukh nathi aavtu"...

Mittal Patel with her two books

 My second book, "… pun sukh nathi aavtu"

Navjivan published my first book, 'Sarnama Vina na Manviyo'; I was insistent it publishes my next book too. So I am grateful that Shri Vivekbhai Desai agreed to do so!

I had the opportunity to talk about the book at Navjivan yesterday. Numerous well-wishers and friends graced the occasion.

Ram Mori conducted the entire talk. It is always a joy to meet Ram and a delight to listen to him talk. 

Respected Pareshbhai Nayak, Kishor Gaud (Bapu), Bharatbhai Patel, Kashmirabahen Patel, Kantibhai Patel,  Imran Ibrahim, and many other close friends attended the event. The invite shared on our Facebook and Instagram feeds also led many friends to this book event. I am sorry for not being able to spell out every name; I am honored to receive such warmth and love. I am fortunate for the same.

Thank you, Shipaben  Desai, for beautifully capturing the entire talk. 

1500 copies of Pun Sukh Nathi Aavvtu are nearly sold off. The book is scheduled to go for reprint soon. I consider this a huge achievement. Although I am not a writer, I choose to share all I have experienced and witnessed, human stories that have touched my heart. It is the warmth and love of the readers that both my books have been widely accepted.

Once again, my heartfelt gratitude to Navjivan for publishing my book. I am also thankful to everyone who ensured this book came to life.

To purchase the book, call on 90999-36013  between 10 to 6 or visit Navjivan Press at Ashram Road, Ahmedabad.

"...પણ સુખ નથી આવતું"

મારુ બીજુ પુસ્તક. #નવજીવન આ પુસ્તક પ્રકાશીત કરે તેવો મારો આગ્રહ. પ્રિય વિવેકભાઈ દેસાઈએ એ આગ્રહને સ્વીકાર્યો ને સરનામાં વિનાના માનવીઓ પછી આ બીજુ પુસ્તક પણ નવજીવનમાં છપાયું.

પુસ્તક વિષે વિગતે વાત કરવાનો અવસર ગઈ કાલે નવજીવનમાં મળ્યો. ખુબ બધા સ્વજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 

વહાલા રામે (રામ મોરી) કાર્યક્રમનું સંચાલન કર્યું. રામને જોઈને જ એક અલગ ઉમળકો આવે, એના પર વહાલ આવે એમ એની ભાષા પણ મીઠી લાગે..

આદરણીય પરેશભાઈ નાયક, કિશોર ગૌડ (બાપુ), ભરતભાઈ પટેલ, કાશ્મીરાબહેન પટેલ, કાન્તીભાઈ પટેલ, ઈમરાન ઈબ્રાહીમ વગેરે પ્રિયજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા. કેટલા બધા સ્વજનો ફેસબુક અને ઈન્ટાગ્રામ પર મુકેલા આમ્ંત્રણને જોઈને આવ્યા. તમારા સૌના નામ નથી લખી શકી એ માટે માફી. પણ તમારા સૌનો પ્રેમ મે માથે ચડાવ્યો. આવા વહાલ માટે મારી જાતને સદભાગી માનુ છું.

શિલ્પા દેસાઈએ વાર્તાલાપની પ્રત્યક્ષ ક્ષણને કેમેરામાં કંડારી. આપ સૌની આ લાગણી માટે આભારી છું.

... પણ સુખ નથી આવતુ પુસ્તકની 1500 નકલ પૂરી થવામાં છે. પુસ્તક ઝડપથી રીપ્રીન્ટ થશે. 

મારે મન આ મોટી ઉપલબ્ધી.. હું કાંઈ લેખક નથી પણ જે જોયુ અનુભવ્યું એ લખ્યું. પણ વાચકોના પ્રેમના લીધે આ પુસ્તક ને સરનામાં વિનાના માનવીઓ આટલું વંચાયું.. 

ફરી નવજીવનનો ઘણો આભાર ને આ પુસ્તક થાય એ માટે મદદ કરનાર સૌની હુ ઋણી....

પુસ્તક મેળવવા 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય. અથવા નવજીવન પ્રેસ, આશ્રમરોડ, અમદાવાદનો પણ સંપર્ક કરી શકાય. 

#MittalPatel #VSSM #પણ_અહીંયા_સુખ_નથી_આવતુ #સરનામાં_વિનાનાં_માનવીઓ

Mittal Patel had an opportunity to talk about her book at
Navjivan

Numerous well-wishers and friends graced the occasion.



Mittal Patel with Ram Mori

Mittal Patel meets her well-wisher after the event

Mittal Patel with Imran Ibrahim 

Numerous well-wishers and friends graced the occasion.

Mittal Patel meets her well-wishers after the event

To purchase the book, call on 90999-36013  between 10 to 6
or visit Navjivan Press at Ashram Road, Ahmedabad.

Mittal Patel at Navjivan Trust

Mittal Patel talks about her book

Mittal Patel talks about her book

Numerous well-wishers and friends graced the occasion.

Numerous well-wishers and friends graced the occasion.

Mittal Patel with Ram Mori 



The community support at Tharad has bloomed in form of the trees...

Plantation of 6000 trees at the Tharad Graveyard

"Bahen, we want to plant and raise trees at our graveyard!" Tharad's Hanifbhai called to share their collective intent. Such calls are always music to my ears.

Later, we made a site visit to comprehend the work involved. It is a vast graveyard that could easily host 6000 plus trees. Hanifbhai and others contributed wholeheartedly to cleaning and fencing the site and drilling a borewell for the water required to raise the to-be-planted trees. Apart from these, the group also contributed to our remuneration to the Vriksh Mitra. The collective efforts led to the plantation of 6000 trees at the graveyard. 

Hanifbhai and the group replaced the trees that did not take root, not once did they tell us to bring replacements or come complaining. Apart from it, they also voluntarily spent on miscellaneous expenses that popped up at regular intervals. Any community-supported work flourishes only when we take ownership; it is not ideal to depend on the government or others to accomplish little needs; one can never reach desired goals with such an attitude.

This year we have carried out tree plantation drives at numerous villages but have yet to come across anyone like Hanifbhai and his team, who are proactive toward raising trees. Achvadiya is one such village; we are growing 7000 trees here. However, the community never calls us up for any minor issues. So are the villages of Surana, Mandla, Makhanu, Dama, Ludra, Bepun, etc.

If each village takes up the responsibility, we can significantly increase our work's efficiency. VSSM wishes to plant a maximum number of trees next year; if you are one of those supportive community do get in touch with us.

અમારા કબ્રસ્તાનમાં વૃક્ષો વાવી ઉછેરવા છે બેન...થરાદથી હનીફભાઈનો ફોન આવ્યો.  અમને તો ભાવતુ'તુ ને વૈદે કીધા જેવું થયું. એ પછી કબ્રસ્તાનની મુલાકાત લીધી. બહુ મોટુ કબ્રસ્તાન 6000 થી વૃક્ષો આવી જાય એવું.હનીફભાઈ અને અન્ય સ્વજનોએ પણ પૂરી ભાગીદારી દાખવી. સ્મશાનમાં સફાઈ કરવાથી લઈને દિવાલ, દિવાલ પર ફ્રેન્સીંગ, પાણી માટે બોરવેલ એમણે બનાવી આપ્યો. સાથે વૃક્ષમિત્રને અમે જે પગાર આપીયે તેમાં એ લોકોએ પોતે પણ ચોક્કસ રકમનો ઉમેરે. આ કાર્ય માટે અમને અમારા ડો. અલીમ અદાતિયાએ મદદ કરી. આમ સહિયારા પ્રયાસથી કબ્રસ્તાનમાં 6000 થી વધુ વૃક્ષો વાવ્યા. 

વાવેલા વૃક્ષોમાંથી વૃક્ષો બળ્યા તો એમણે અમને બીજા વાવોનું ન કહ્યું જાતે જઈને નવા ખરીદી આવ્યા. એ સિવાય નાનો મોટો ખર્ચ પણ એ લોકો પોતાની રીતે કરી લે.

પોતાનું છે એમ માની રસ લઈને કામ કરીએ તો કામ સફળ જરૃર થાય. પણ નાની નાની વાતોમાં સરકાર કે અન્ય પર આધારિત રહીએ તો ઈચ્છીત પરિણામ સુધી ન પહોંચાય.

અમે આ વર્ષે ઘણી જગ્યાએ વૃક્ષો વાવ્યા પણ હનીફભાઈની ટીમ જેવા વ્યક્તિઓ ઘણા ઓછા મળ્યા જે અમારી સાથે પોતે પણ વૃક્ષો ઉછેરવા મથે... અછવાડિયા અમારુ એવું જ ગામ.. 7000થી વૃક્ષો ત્યાં ઉછરે. સફાઈ માટે કે અન્ય જરૃરિયાત માટે ગામ એમને ફોન ન કરે. આવુ જ સુરાણા, માંડલા, મખાણુ,દામા, લુદ્રા બેણપ વગેરે ગામોનું પણ ખરુ...બસ આવી રીતે દરેક ગામ પોતાની જવાબદારી સમજી લે તો કેટલું સરસ થઈ જાય... આવતા વર્ષ માટે વધારે વૃક્ષો વાવવા છે બસ જેમને ભાગીદારી સાથે કાર્ય કરવામાં રસ હોય તે સંપર્ક જરૃર કરે. 

#MittalPatel #VSSM



Mittal Patel meets Hanifbhai and his team atTharad
Tree Plantation Site

Tharad site before Tree Plantation site

Tharad Tree Plantation Site


VSSM's tree plantation programme is successful with remarkable participation of the village...

Mittal Patel meets local leaders of Morali
 at the village crematorium

In its urgency to plant and raise trees, VSSM, in partnership with the local community and forest department in some instances, has planted 4,92,000 trees in Banaskantha. The effort does not stop at planting trees; we also ensure each tree is looked after to grow into a healthy tree. It is a delight to witness rising awareness amongst the rural communities who now take proactive steps towards tree plantation.

The Sarpanch of Morali village had been requesting to carry out a tree plantation; the community had cleaned the land and created a water facility. As a result, we decided to plant 7000 trees and made pits for it, but now that the rains are gone, we will first install a drip irrigation facility before proceeding with the plantation.

We are grateful to Shri Partulbhai Shroff of the Dr. K. R. Shroff Foundation for supporting the tree plantation at Morali village. And a deep appreciation for the Sarpanch of the village for his awareness and proactiveness. We hope each village's local leadership and community portrays such enthusiasm and plans to raise a minimum of 15000 trees in their respective village. I am sure Banaskantha will go back to its greener times, and rains, too, will have no choice but to shower its blessings across the region.

The image is of our meeting with local leaders of Morali at the village crematorium, the plantation spot.  VSSM's Naranbhai, Maheshbhai, and others play a crucial role in increasing awareness and need for this tree plantation campaign.

વૃક્ષો ઉછેરવાની તત્પરતા..બનાસકાંઠામાં અમે કુલ 4,92,000 વૃક્ષો વાવ્યા એ પણ ઉછેરના સંકલ્પ સાથે..લોકો હવે વૃક્ષો પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અનો રાજીપો..મોરીલાગામના સરપંચ પોતાના ગામની સ્મશાનભૂમીમાં વૃક્ષો ઉછેરવા વારંવાર કહ્યા કરે. એમણે સરસ સફાઈ પણ કરી આપી..ગામનો ઉત્સાહ સરસ વળી પાણીની સગવડ પણ કરી આપી. આમ અમે 7000 થી વૃક્ષો વાવવાનું ત્યાં નક્કી કર્યું અને ખાડા થઈ ગયા. વરસાદ ગયો એટલે એમ જ વાવવાનું નહીં કરીએ. પ્રથમ ડ્રીપ કરીને પછી વૃક્ષો વાવવાનું આયોજન કરીશું..

મોરીલામાં વૃક્ષો ઉછેરવા માટે અમને ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશને મદદ કરી. પ્રિય પ્રતુલભાઈ શ્રોફનો ઘણો આભાર. સાથે ગામે પણ તત્પરતા દાખવી એ માટે ગામનો ને જાગૃત સરપંચનો આભાર..બસ દરેક ગામ આવી રીતે જાગૃત થાય ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 15,000 થી વધુ વૃક્ષો વાવી જંગલો ઊભા કરે તો બનાસકાંઠો હરિયાળો થશે ને પછી વરસાદને પણ પડવા મજબૂર થવું પડશે.. 

મોરીલાનું સ્મશાન જ્યાં અમે વૃક્ષો વાવી ઉછેરવાના તે તેમજ ગામના વડિલો સાથે ચાય પે ચર્ચા....અમારા કાર્યકર નારણભાઈ, મહેશભાઈ અને અન્યની ભૂમિકા પણ મહત્વની તેઓ ગામોને વૃક્ષો માટે તૈયાર કરે..

#MittalPatel #vssm



Morali Tree Plantation Site

Mittal Patel, VSSM's Coordinator Naranbhai , Maheshbhai and
others play crucial role for our tree plantation program