Thursday, January 16, 2020

As rays of hope shimmer over the horizon….

Mittal Patel meets Bhadvana Sarpanch
Even after 13 years of  working with the nomads, one of the toughest and the most challenging  task for us  is  to integrate the Dafer community within our society. As our respected Shri Vinod Mall Sir often says, “if we could  settle the Dafer families at the centre of the village most of their issues shall find prompt resolution.

We too have  chanted the same for many  and awaited the moment when a Dafer Danga would be granted a permanent residency.  It calls for a strong willed and generous Sarpanch to make that happen as most villages aren’t prepared to accept Dafer as their fellow villagers.

Collector shri went to danga to hand over the plot order to
the nomadic families
Amidst such hostile attitude, Shri Kuldeepsinh Rana Sarpanch of Bhadwana village of Surendranagar’s Lakhtar block displayed willingness to settle Hakimbha’s family in Bhadwana. We all are aware of Shri Rajesh’s swift actions when it comes to administrative will to help the poor and marginalised families of Surendranagar. It is this district’s good fortune to be blessed with a collector like Shri Rajesh. In the meantime Shri Vijaybhai Patni joined as  Wadhvan’s Additional Collector. It was like the universe conspired and for the very first time the  Dafer families  were allotted residential plots.

The order to plot allotment
Recently, I happened to meet the Sanpanch, “they are poor families, we cannot gauge and examine their present on the basis of their past. If we integrate them with us, they will learn from us and give up their unlawful involvements if they are given the opportunities to interact with us. These families haven’t been in my village for years, but I have always wanted to settle poor families in my village. I am glad this dream has turned into a reality. I am sure their children will now study and have a better future. I am grateful to almighty for this opportunity.”

If the  Sarpanchs from all our villages showed similar compassion the poor from the villages might face fewer challenges.

Any offering is incomplete without the Tulsi leaf on the top. Similarly,  Collector Shri Rajesh’s  Diwali  gift of 501 residential plots to the nomadic families was incomplete without the allotment of a plot to Dafer.  This allotment has accomplished the task of a Tulsi leaf. We are grateful to Collector Shri Rajesh, the district administration, Sarpanch and the government. 

We also appreciate the efforts by our respected  Chief Minister to listen to the plight of these families. He has committed to work rigorously  and the work in that direction seems to have initiated. Grateful for the commitment he has shown towards these families. .


To Hakimbha and the Dafer families about to settle in Bhadwana, we wish you all the very best. You will soon be moving into a pucca house of your own, you too shall have an address of your own from where no one shall dare move you.

Images of the time we met Bhadvana Sarpanch, the order to plot allotment and a small video of Hakimbha talking. Collector Shri went to the Danga to hand over the plot orders to each family in person. VSSM’s Harshad’s hardwork pays off

આખરે સોનાનો સૂરજ ઊગ્યો..

વિચરતી જાતિઓ સાથે છેલ્લા 13 વર્ષથી કામ કરીએ. પણ આ 13 વર્ષમાં સૌથી મુશ્કેલ કામ ડફેર સમુદાયને સમાજમાં પ્રસ્થાપીત કરવાનું લાગે.

આદરણીય @vinodMall સર કહે એમ ડફેરને ગામવચાળે વસાવીએ તો એમના બીજા પ્રશ્નોનું સમાધાન આપો આપ આવી જાય.

અમે પણ વર્ષોથી આ રટણ કરતા અને ડફેરના ડંગાને ક્યાંક સ્થાયી સરનામુ મળી જાય એની રાહ જોતા. ડફેરના વસવાટ માટે સરપંચ જીગરવાળા અને ઉદારદીલ જોઈએ. મોટાભાગે ગામો આ સમુદાયને સ્વીકારવા બહુ રાજી નહીં એટલે ખાસ...

આવામાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભડવાણાગામના સરપંચ શ્રી કુલદીપસીંહ રાણાએ હીકમભાના પરિવારને વસાવવાની હામ દાખવી. તો કલેક્ટર શ્રી કે રાજેશની તો આ પરિવારોને મદદ માટેની તત્પરતા આપણે સૌ જાણીએ. એમના જેવા કલેક્ટર મેળવવા એ સુરેન્દ્રનગર જિલ્લાનું ભાગ્ય છે. એવામાં શ્રી વિજયભાઈ પટણી પ્રાંત કલેકટર તરીકે વઢવાણમાં તેમની સાથે જોડાયા. આમ સંજોગો સરસ નિર્માણ પામ્યા અને પહેલીવાર ડફેર પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા.

સરપંચ શ્રીને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું, ‘આ દુઃખી માણસો છે. કોઈ માણસનો ભૂતકાળ કેવો છે એ જોઈને એને મુલવવાનું નો કરાય. ઊલટાનું એને આપણા ભેગા ભેળવીએ તો એ માણસ આડા આવળા રસ્તા મેલી સીધો હાલવા માંડે. મારા ગામમાં આ પરિવારો કાંઈ વરસોથી રહેતા નહોતા પણ મારા મનની ઈચ્છા હતી આવા ગરીબોને મારા ગામમાં વસાવું. આજે એ સ્વપ્ન પુરુ થયું. ગામ હારે રહેશે તો એમના બાળકોય ભણશે. હું તો કુદરતનો આભાર માનુ છુ કે મને આ તક મળી.

આવા ઉમદા વિચારો દરેક સરપંચના થાય તો કોઈ ગામમાં ગરીબ માણસોના પ્રશ્નો રહે જ નહીં.

કલેકટર શ્રીએ તો દિવાળીની ભેટરૃપે વિચરતા વિમુક્ત સમુદાયના 501 પરિવારોને પ્લોટ ફાળવ્યા. જેમાં ડફેર સમુદાયને પ્લોટ ફાળવી ભગવાનને ધરાવાતા ભોગ કે પ્રસાદમાં 32 પકવાન ધરાવ્યા છતાં તુલસીપત્રને જો એ પ્રસાદમાં સ્થાન આપવામાં આવે નહીં તો ભગવાનને ધરાવેલો ભોગ અધુરો રહે છે. આ ડફેરને પ્લોટ ફાળવ્યા એ ભગવાનને ધરાવેલું તુલસીપત્ર છે. ભેટ સાચા સ્વરૃપમાં સ્વીકારાયી. આભાર કલેકટર શ્રી તેમજ તમામ વહીવટીતંત્ર, સરપંચ શ્રી તેમજ સરકારનો.

આદરણીય મુખ્યમંત્રી શ્રી એ આ સમુદાયો સાથે મોકળા મને કાર્યક્રમ કર્યો જેમાં તેમણે આ સમુદાયોને વિકાસની હરોળમાં લાવવાનું કામ ઘનિષ્ઠ રીતે કરવાની વાત કરી હતી. જેની શરૃઆત થઈ ગઈ છે. આભાર આપની કટીબદ્ધતા માટે..

હકીમભા અને ભડવાણામાં જે પરિવારો સ્થાયી થવાના એ બધાને ઘણી શુભેચ્છા. હવે તમે પાકા ઘરવાળા થશો, પોતાના સરનામાંવાળા થશો જ્યાંથી તમને કોઈ કાઢી નહીં શકે.

ભડવાણા સરપંચને મળ્યા તે વેળાની કેટલીક તસવીરો, પ્લોટ ફાળવ્યાનો હુકમ તેમજ સરપંચ અને હકીમભાની વાતો નાનકડા વિડીયોમાં... તથા કલેકટર શ્રીએ આ વસાહતમાં જઈને આ લોકોને પ્લોટની સનદ આપી.
કાર્યકર હર્ષદ આ બધા કામોમાં સતત આ પરિવારોની સાથે રહ્યો છે એની દોડાદોડી લેખે લાગી.
Vinod Mall CMO Gujarat

#humanrights #Dafer #denotifiedtribes #noamdictribes #nomadsofindia #society #community #dafercommunity #rights #entitlements #gujarat #raiseyourvoice #education #housing #livelihood #policeatrocity #police #NTDNT