|
Mittal Patel with the people of Chibhda village |
We started digging a lake in Chibhada village of
Banaskantha. We arranged a meeting with village people about the work. Entire village is happy with the lake digging work. Everyone said the work is pure. It is satisfying to hear it. But all the water we have exhumed through the bore-well, won’t be fulfilled in one go by desilting the lake once. We need to make a year long mission to gain the water levels back which are empty due to exhumation of water for thirty- forty years.
|
Chibhda Water Management site |
We are having new experiences with the people of the village too. People give money to organize a RamKatha and to build a temple in the village. “We have to give because it’s a charity work.” But lake- jalmandir is no less than a charity work. Moreover we have drawn all the water from the earth and did not recharge anything. Now we need to worry about what will we give to posterities. What will happen if I keep milking the cow without giving her fodder? Cow will die. This is only going to happen.
|
Lake Deepening work |
It’s time to wake up now. And why would we wait even for the government? We are not going to take a single glass of water from that lake. You are only going to get the benefit. Then why not make a contribution and start desilting the lake?
We better be awake and before the next generations curse us, we should give them the water levels filled as inheritance.
I request you to put your selsfishness aside and I give religious contribution.
We talked in this context in Chibhda. You can check the lake which is being dug in the photo. It had become a former lake. We don’t feel the requirement of lakes now so we don’t even desilt them. God bless all those near and dear ones who helped us dig this lake without expecting anything from the village or the village lake. But they helped only concerning about the living beings. And we became a medium in that. In Chibhda we talked about the contribution. They have told us that they will put the money in the lake desilting only. Let’s see what happens…
My sincere thanks and regards to our fieldworkers Mohanbhai, Naranbhai and Bhagwanbhai who are giving us services day and night in this scorching heat…
બનાસકાંઠાના ચીભડામાં તળાવ ખોદાવવાનું શરૃ કર્યું. ગામલોકો સાથે કામ બાબતે બેઠક થઈ. આખુ ગામ તળાવ ખોદકામથી રાજી. અસલ કોમ કીધુ એવું બધા કહે. સાંભળીને સંતોષ થાય. પણ જેટલી માત્રામાં ધરતીનું દોહન કરીને બોરવેલ વાટે પાણી લીધુ છે એ આમ કાંઈ એક વખત તળાવ ગાળીશું ને પેટાળ ભરાઈ જવાના છે એવું તો નથી થવાનું. ક્યાંક ચાલીસ તો ક્યાંક ત્રીસ વર્ષથી સતત કઢાયેલા પાણીથી ખાલી થયેલા તળ ઊંડા કરવા મહિના બે મહિનાના નહીં પણ આખા વર્ષના અભીયાન કરવા પડે તો જ પેટાળના પાણી ઠેકાણે આવે.
અવનવા અનુભવો ગ્રામજનો સાથેય થઈ રહ્યા છે. ગામમાં મંદિર બાંધવા કે રામકથા કરવા લોકો ઘર દીઠ ફાળો આપે. ધર્માદાનું કોમ એટલ આલવું પડ. પણ તળાવ – જળમંદિરને ધર્માદાના કામથી જરાય જુદુ નથી. વળી પેટાળમાં પડેલા સદીઓ જુના પાણીને આપણે ખેંચી કાઢ્યા ને પરત આપવાનું કર્યું જ નથી હવે ચિંતા પાછલી પેઢીને શું આપીને જઈશું તેની કરવાની છે. ગાયને ખીલે બાંધુ પણ ધાસ નાખ્યા વગર એને રોજ દોહ્યા કરુ તો શું થાય? ગાય બિચારી મરી જાય. બસ આવું જ તળાવોનું છે.
જાગવાનો સમય આવી ગયો છે. વળી સરકાર કરે એની વાટેય કેમ જોવી. મારુ ગામ એમાંથી સરકાર કે અમેય લોટો પાણી લેવા નથી આવવાના. તમને જ એનો ફાયદો છે તો ગામફાળો કરીને તળાવોને ગળાવવાનું કામ કેમ ના કરીએ?
આગળની પેઢી આપણને ભાંડે એ પહેલાં ચેતીને એમના માટે વારસામાં ધરતીના સાજા તળ – પાણી ભરેલા આપી જવા એય ભવ્ય વારસો આપ્યા જેવું છે.
સ્વાર્થ કોરાણે મુકી જળમંદિર - તળાવમાં ધર્માદુ કરવાની સૌને વિનંતી કરુ છુ.
ચીભડામાં પણ આ દીશામાં જ વાતો કરી.. હાલમાં ખોદાઈ રહેલું તળાવ ફોટોમાં જોઈ શકાય છે. આ જગ્યાએ એક હતુ તળાવ જેવું થઈ ગયું હતું. તળાવની જરૃર હવે રહી નથી એટલે એને વખતો વખત ગાળવાનું આપણે કરતા નથી. ભલુ થજો એ પ્રિયજનોનું જેમને આ ગામના તળાવમાંથી કે ગામ પાસેથી કશુંએ લેવાનું નથી પણ લોકહિતાર્થે સમગ્ર જીવસૃષ્ટિની ચિંતા કરીને તળાવ ખોદાવવામાં મદદ કરી. ને અમે આમાં નિમિત્ત બન્યા. ચિભડાગામ સાથે પણ તળાવ માટે ફાળો કરવાની ને એ ફાળો પોતાની મેળે જ તળાવગાળામાં વાપરવાની વાત મુકી છે. જોઈએ શું થાય છે...
ધોમધખતા તાપમાં દિવસ રાત સતત મથતા અમારા કાર્યકર મોહનભાઈ, નારણભાઈ અને ભગવાનભાઈની ખરી તપસ્યા એમની આ સેવાને પ્રણામ..
#MittalPatel #VSSM #Chibhada #Banaskantha #Water #Savewater