Monday, December 19, 2022

VSSM will continue to persevere to get such homeless families their safe places...

Mittal Patel meets raval
families mitha dharva village

 “No one was willing to marry their daughters with our sons!”

“Why?” I had wondered as you would after hearing this statement.

“We  lacked  pucca houses to stay in; who wants to send daughters to impoverished mud houses with tethered roofs?”

The Raval families of Patan’s Mitha Dharva village have been staying here on government wasteland in houses built of mud and straw. The families lack funds to buy land they could own. VSSM’s Mohanbhai was in contact with these families and understood their apathy. He helped them file applications for allotment of residential plots. The district Collector of Patan, Shri Anand Patel, is very compassionate human being; he immediately sanctioned plots for these families.

“We have been requesting for years, have rubbed off numerous  soles of our footwear, but the plots remained elusive.” Harjibhai shared.

It took constant follow-ups on the part of VSSM’s Mohanbhai, who would visit the collector’s office regularly. The administration was also sensitive toward these families, and the Sarpanch remained proactive. However, it took all these collective efforts for the Raval families to receive plots and aid to build houses over the plots.

As we always convey, the Rs. 1.20 lacs the government sanctions for the construction of a house is insufficient to support the construction cost of a decent home.

“Building a house happens once in a lifetime; hence we want to build a good one!” Harjibhai and others from the settlement opined. So the families began building their homes by drawing money from their savings or borrowing when they did not have enough. There would also be a time when the construction would pause because their reserves ran dry. But they managed to finish the construction and build houses big enough to meet the needs of growing families. It felt good to see the constructed, thoughtfully finished homes.

We will continue to persevere to get such homeless families their safe places. A home is a cocoon that one needs to rest a tired soul and rejuvenate to keep going.

We are grateful for our team, which does terrific work in their respective regions. For example, in Patan, Mohanbhai works hard to find needy families and link them with government welfare schemes.

I am grateful to Shri Pratulbhai Shroff for his generous support in keeping our team running; it wouldn’t have been possible any other way.

'અમારા છોકરાંઓને છોકરીઓ આપવા કોઈ રાજી નહોતું..'આ વાક્ય સાંભળીને આવું કેમ એ પ્રશ્ન સૌ કોઈને થાય.. મનેય થયો.. જેની ચોખવટ કરતા હરજીભાઈએ કહ્યું;  'રહેવા પાક્કુ ઘર નહીં, છાપરાંમાં કે માટીના કાચા બનાવેલા ઘરમાં રહીએ એમાં છોકરી દેવાનું કોણ કરે?'

વાત છે પાટણના મીઠા ધરવા ગામની. વર્ષોથી રાવળ પરિવારોગામની સરકારી જમીન પર રહે. પોતાની માલીકીની જમીન ખરીદવા તેમની પાસે પૈસા નહીં. 

અમારા કાર્યકર મોહનભાઈ આ પરિવારોના સંપર્કમાં. એમણે આ પરિવારોની ઘર નહોવાની દુવિધા સમજી અને રહેણાંક અર્થે પ્લોટ ફળવાય તે માટે કલેક્ટર શ્રી આનંદ પટેલને અરજી કરી.

આનંદભાઈ એકદમ સંવેદનશીલ એમણે તુરત ..... પરિવારોને પ્લોટ ફળવાયા. 

હરજીભાઈ કહે, 'આ ઈતિહાસ હતો બેન. અમે વર્ષોથી પ્લોટ મળે તે માટે રજૂઆત કરતા પણ અમારા ચંપલ ઘસાઈ ગયા.'

VSSMના કાર્યકર મોહનભાઈનુ કલેક્ટર કચેરીમાં સતત ફોલોઅપ ને અધિકારીઓની પણ લાગણી, માટે આ પ્લોટ મંજૂર થયા. ને મકાન બાંધવા સહાય પણ મળી. ગામના સરપંચે પણ આમાં ઘણી મદદ કરી. 

મકાન સહાય તો 1.20 લાખ મળે આમાં સરખુ ઘર કેવી રીતે બંધા?. હરજીભાઈ ને વસાહતના અન્ય કહે, ઘર એક વખત જ બાંધવાનું. આમ પોતાની બચત ક્યાંક ઉછીના પાછીના ક્યાંક થોડા પૈસા ભેગા થાય ને થોડુ ઘર બાંધે પૈસા ખુટે એટલે વિરામ લે અને વળી પાછા પૈસા ભેગા થાય એટલે પાછુ શરૃ કરે. આમ ધીમે ધીમે આ પરિવારોએ ઘર બાંધવાના શરૃ કર્યા. 

પણ એમણે બાંધેલા ઘર જોઈને રાજી થવાય. લાંબુ વિચારીને એમણે ભવિષ્યમાં દિકરા વહુ આવે તો એમના માટે અલગ આયોજન થઈ શકે એ રીતે બાંધ્યા. હમણાં મીઠા ધરવા જવાનું થયું. બંધાઈ રહેલા અને ક્યાંક બંધાતા ઘરો જોઈને રાજી થવાયું. ઘર એ પગને વિશ્રામ આપે. આગળ વધવાની ધગશ પણ એનાથી થાય. બસ આવા ઘરવિહોણા મહત્તમ લોકોને ઘર મળે તે માટે આગળ પણ મથ્યા કરીશું. અમારા કાર્યકર મોહનભાઈનો આભાર. આવા જરૃરિયાતવાળા માણસોને શોધી તેમને સરકારીની યોજનાઓ સુધી પહોંચાડવાનું કરવું પણ બહુ અગત્યનું.આવા કાર્યો કરી શકીએ તે માટે મદદ કરનાર આદરણીય પ્રતુલભાઈ શ્રોફની આભારી છું. તેઓ અમારી ટીમની દોડતી રાખવામાં મદદ કરે..

#MittalPatel #vssm #housing #wellset #ownahome #happy



Mitha Dharva Raval Settlement

Mittal Patel visits Mitha Dharva Raval
Settlement

Harijbhai Sharing his feelings
with Mittal Patel