Wednesday, November 17, 2021

VSSM offered moral and economic support to help Balubhai overcome the financial crunch...

Mittal Patel with Somiben and Balubhai

Somibahen, whom we know through her son Balubhai.

Balubhai is an enthusiastic and self-motivated young man, always eager to volunteer with VSSM whenever some need emerges. His father who made living through weaving cane baskets not only educated Balubhai but also instilled important life lessons in him.

Balubhai set up an independent printing press but couldn’t expand the business due to a lack of funds. He knew about VSSM’s interest-free loan program but hesitated to take the organisation’s money. “One has to give to an organisation, not take from it!” his intentions were noble as our good old Devabhai’s. 

Balubhai would take the initiative and would walk along  VSSM whenever it needed community volunteers hence,  we knew the challenges he faced in expanding his business. We convinced him to take VSSM’s support, which he did and eventually expanded his business.

Balubhai's family lives in a kuccha house, but he is saving up for a pucca house he dreams to move into. “I will build the house from the money I earn, I do not wish to build one on borrowed funds,” Balubhai believed.

While we fought the first wave of the pandemic, Balubhai’s father succumbed to brief illness and the entire family was infected during the second wave. Somibahen was also infected and faced breathing issues. They could not find her a bed in any government hospital hence was admitted to a private hospital. Somibahen’s recovery took longer than expected, her stay in the hospital was prolonged and the medical bills mounted. Balubhai did not think twice about incurring expenses on his mother’s treatment. VSSM learnt about his condition and offered moral and economic support to help Balubhai overcome the financial crunch. With financial aid from our dear Krishnakant Mehta uncle and Dr Indira Mehta auntie, we extended support to Balubhai and prayers helped Somiben recover well.

When Balubhai learnt that we were going to pass by their Dangiya village in Banaskantha,  they insisted we visit them. We stopped by and relished a good cup of tea. “Your support provided strength to push me to recover well,” Somibahen mentioned. Everything is destined, the ones who had to help you did so, we just played our role.” I opined.

“I will put in hard work to build one, you have done enough. We are glad to have your support…” it felt good to hear this.

I have come across many individuals working in the welfare sector who expect something in return for the work they do for others, but then I meet individuals like Baluhai, Devabhai, Pratap and a few others whose selflessness is like sunshine. Their firm belief that we cannot accept charity is a characteristic that sets them apart. I wish for such righteous thoughts to spread across widely.  

 સોમીબહેન... 

આમ તો એમનો પરિચય એમના દીકરાના લીધે..બલુભાઈ સ્વબળે ઊભા થવા મથતા તરવરિયા યુવાન.. અમારા સેવાકાર્યોમાં મદદ માટે સદાય તત્પર...એમના પિતાએ વાંસના સૂડલાં ટોપલા બનાવી વેચ્યા ને એમને ભણાવ્યા સાથે સમજણના પાઠ પણ ભણાવ્યા. 

બલુભાઈએ પ્રિન્ટીંગનો સ્વતંત્ર ધંધો શરૃ કર્યો. પણ બાપીકી એવી કોઈ મૂડી પાસે નહીં તે ધંધો વધારી શકે.. VSSM વગર વ્યાજે લોન આપે એવી ખબર પણ સંસ્થા પાસેથી મદદ લેવાય? સંસ્થાને તો આપવાનું હોય એવી એમની ભાવના. અદલ નેકનામના અમારા દેવાભાઈ જેવી.. 

બલુભાઈ સંસ્થાના દરેક સેવાકાર્યોમાં ખડે પગે.. વળી એ માટે એમને કહેવું પણ ન પડે... એટલે એમના પર ધ્યાન તો જાય જ..અમે સમજાવીને લોન આપી.. ધંધો થોડો વધ્યો... હાલ રહેવાનું અસ્થાયી ઘરમાં. સમણું પોતાનું પાક્કુ ઘર થાય એ માટેનું ને એ માટે મહેનત પણ ખુબ કરે. પૈસા ભેગા થશે તો જાતે ઘર બનાવી લઈશ. કોઈની ઓશિયાળી મારે નથી વેઠવી એવી ઉમદા ભાવના..

આવામાં તેમના પિતા બિમાર પડ્યા ને માંદગી પછી દેવલોક પામ્યા. આ ઓછુ હતું ત્યાં કોરોનાની બીજી લહેરે તેમના આખા ઘરને ઝપેટમાં લીધું. 

સોમીબહેન બિમાર પડ્યા. શ્વાસ લેવામાં ભયંકર તકલીફ થવા માંડી. સરકારી દવાખાનામાં જગ્યા ન મળી. આખરે ખાનગી હોસ્પીટલમાં એમને દાખલ કર્યા. ખાનગી હોસ્પીટલના મસમોટા બીલ. પણ બલુભાઈ શ્રવણ જેવા દીકરા. માની સેવા ચાકરીમાં પાછા ન પડે. સોમીબેનને સાજા કરવા માથે દેવું કર્યું. પણ હોસ્પીટલમાં રહેવાનો સમય વધ્યો તબીયતમાં સુધારો ન થાય. આ બાબતનો અમને ખ્યાલ આવ્યો. હિંમત તો આપવાની જ હોય.. સાથે આર્થિક રીત એ ભાંગી ન પડે તે માટે અમારા પ્રિય ક્રિષ્ણકાંત મહેતા(અંકલ) ને ડો.ઈન્દારા મહેતા(આંટી)ની મદદથી મદદ કરી.સૌની પ્રાર્થનાથી એ સાજા થયા..

સોમીબહેન ને બલુભાઈનું રહેવાનું બનાસકાંઠાના ડાંગિયાગામમાં તે ત્યાંથી પસાર થવાનું થયું. અમારા કાર્યકર નારણભાઈએ એમને તેમના ગામમાંથી પસાર થઈ રહ્યાનું કહ્યું તે એમણે ઘરે આવવા ખાસ આગ્રહ કર્યો.એંમના ઘરે સરસ ચા તો પીધી.. સાથે સોમીબહેનને પણ મળ્યા. એમણે કહ્યું. 'તમે હિંમત ને મદદ આપી તે આજે જીવતી છું'મદદ કરવાવાળાએ કરી અમે તો નિમિત્ત હતા. બાકી બધુયે નિશ્ચિત હોય છે એવું સોમીબહેનને અમે કહ્યું...

ડાંગિયાથી નીકળતા બલુભાઈને ઘર માટે શું વિચાર્યું એવું પુછ્યું તો એમણે કહ્યું, 'જાત મહેતનથી કરી લઈશ બેન.. તમે ઘણું કર્યું. તમે સાથો છો એ અમારે મન ઘણું...' સાંભળીને રાજી થવાયું..

સેવા કાર્યોમાં ઘણાય લોકોને હું જોવું છું. જેમને કોઈ આપે એની જ એષણા હોય, લાલચો હોય પણ બલુભાઈ, દેવાભાઈ, પ્રતાપ, ચતુર વગેરેને જોવું છું ત્યારે મને ઘણો આનંદ થાય.. ધર્માદાનું અમને ના ખપે...

આવા સુંદર વિચાર સૌનામાં રોપાય તેવી શુભભાવના....

ફોટોમાં સોમીબહેન ને બલુભાઈ....

#MittalPatel #vssm

VSSM's medical assistance helped shivo to save his leg...

Mittal Patel voiced her thoughts to Shivo and Madhuben

Shivo, the sole support to Madhuben’s existence. He was just 10 months old when his father left for heavenly abode. The community they belong to permits second marriages but Madhuben decided to remain single and raised Shivo with great challenges. As a result she could not educate him well. Madhuben sold vegetables on her hand cart, as Shivo grew he became her helping hand.

One day while cleaning the windows of their house, Shivo fell down and injured his leg. Initially,  they ignored the injury but as the pain in the leg grew the mother-son duo consulted a doctor. “The leg is decaying from inside, to stop it from progressing further we have no option but to amputate it,”  doctor’s diagnosis left Madhuben devastated. They started consulting private doctors and sinking into debt.

When we got to know about the situation, we got them to Civil Hospital in Ahmedabad. The doctors operated upon him and saved his leg.

VSSM’s Kiran moves through the most interior villages and brings seriously ill patients to Civil hospital and ensures they receive proper treatment. If needed VSSM also helps them financially.  

All our health interventions become possible because of support from our dear Krishnakant Uncle and Dr. Indira Auntie.

Shiva and his mother were at our office after getting discharged from the hospital. We also provided them financial support to help them ease their debt. “In today’s times even our own choose to look the other way in times of need, while you helped us all the way!” They said expressing their gratitude. During the conversation, we learnt that the handcart they use is rented for Rs. 30 per day. We assured them to help with buying a handcart. This brought them great joy.

“You are blessed to have a mother like her, remember to care for her during her silver years!” I voiced my thoughts as the duo left.

“I will do my best!” Shiva replied with a smile.

Krishnakant Uncle and Indira Auntie, we are immensely grateful to you for providing us the opportunity to work for such noble cause.

Our gratitude always. 

નામ એનું શીવો..

મધુબહેનનો જીવવાનો એકમાત્ર આધાર.

દસ મહિનાના શીવાને મુકીને એના બાપા ગુજરી ગયેલા. મધુબહેને પેટે પાટા બાંધી એને મોટો કર્યો. આમ તો આવડી નાની ઉંમરે વિધવા થયેલા મઘુબહેન જે સમાજમાંથી આવતા એમાં બીજા લગ્નો થતા. પણ એમણે એ ન કર્યા.

જો કે એ શિવાને બહુ ભણાવી ન શક્યા. મધુબહેન ભાડાની લારી લઈ શાકભાજી વેચે. શીવો પણ મોટો થતા એમની મદદે લાગ્યો. 

એક દિવસ ઘરની બારી સાફ કરતા શીવો નીચે પડ્યો ને પગમાં વાગ્યું. પણ એ વખતે ઈજા પ્રત્યે ઝાઝુ ધ્યાન ન ગયું. મહિનાઓ વિત્યા ને પગમાં દુખાવો વધ્યો.

ડોક્ટરને બતાવ્યું ને ડોક્ટરે સડો થઈ ગયાનું ને સડાને આગળ વધતો અટકાવવા પગ કપાવવા કહ્યું. મધુબહેનના માથે આભ ફાટ્યું. 

ખાનગી દવાખાનાઓ ફરવાના શરૃ કર્યા. માથે દેવાનો ડુંગર થયો...

અમને ખ્યાલ આવ્યો. સિવીલમાં સારવાર શરૃ થઈ. ડોક્ટરે ઓપરેશન કર્યું ને શીવાનો પગ બચી ગયો. 

અમારો કીરણ દૂરના ગામડાંઓમાંથી કે શહેરમાંથી ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા દર્દીઓને સીવિલ સુધી પહોંચાડી ત્યાં તેમની સરખી સારવાર થાય તે માટે મથે.. જરૃર પડે VSSM થકી અમે આર્થિક મદદ પણ કરીએ. 

આરોગ્ય સંદર્ભનું આખુ કાર્ય અમારા વહાલા ક્રિષ્ણકાંત મહેતા ને ડો.ઈન્દિરા મહેતાની મદદથી ચાલે. 

શીવાને રજા આપી પછી અમારી ઓફીસે મા- દિકરો ખાસ મળવા આવ્યા. દેવું થયું હતું તેને ઓછુ કરવા અમે નાનકડો ટેકો પણ કર્યો. 

કળયુગમાં આવા સમયે પોતાનાય મોઢું ફેરવી લે એવા ટાણે તમે મદદમાં ઊભા રહ્યા એમ કહીને તમણે આભાર માન્યો.. 

તેમની સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે, તેઓ શાકભાજીની લારી દૈનિક 30 રૃપિયાના ભાડે લે છે. અમે એમને માલિકીની લારી લઈ આપવાનું વચન આપ્યું. 

શિવો ને મધુબહેન બેય રાજી... અમારી વિદાય લઈને અમારા પ્રાંગણમાંથી વિદાય લઈ રહેલા શીવાને મે આવી મા મળવી એ સદનસીબ. એની સેવા કરજે ને ઘડપણમાંય એને સાચવજેનું કહ્યું...

શીવાએ સ્મિત સાથે કહેવું ના પડે બેન એમ કહ્યું....

ક્રિષ્ણકાંત અંકલ અને આન્ટી તમારો આભાર તમારા લીધે આવા સતકાર્યોમાં અમે નિમિત્ત બની શક્યા..

તમારી આ લાગણીને અમારા પ્રણામ....

તમારા ધ્યાને આવા કોઈ પેશન્ટ હોય ને સિવીલમાં સારવાર કરાવવા તૈયાર હોય તો અમારા કીરણ - 84017-26987નો સંપર્ક કરવા વિનંતી.

#MittalPatel #vssm

We request you all to become a part to spread light in the lives of these elderly...

Elderly with their ration kit provided
by VSSM

Even our family doesn’t care for us the way you do!! May God Bless you with abundance.

VSSM’s, one of the many initiatives for the upliftment of poor and destitute includes a program to provide care and protection to the elderly. In an effort to enable the identified elderly spend their sliver years with dignity, VSSM provides them a monthly ration kits and takes care of their medical emergencies. Just as a child looks up to a parent, these elderly reach out to find solutions to their big and small needs.

“I was waiting for you! When will Ben come to meet us? I wanted to meet you at least once before I die…” such warmth does overwhelm me at times.

This Diwali, along with the monthly ration kits we also shared Mithai with our elderly. The sight of a mithai box set their eyes gleaming. Many told us, who cares for us like you do?

Well, as I always say, it is your support that helps us be instrumental in spreading cheer and joy in the lives of many. To us, bringing well-being in the lives of these elderly gives us great happiness. “I had told God to give me Bajra flour instead of wheat, but he doesn’t listen…” along with blessing, they also complain…To them we are the family they have hence rightfully complain too.

We request you all to become a part to spread light in the lives of these elderly. This new year do take a pledge to adopt an elderly and spare Rs. 1200 a month to bring them a ration kit. 

પોતાનાય ન સાચવે એવું સરસ તમે સાચવો છો.. ભગવાન તમને સુખી રાખે ને ખુબ આપે...

VSSM ઘણી સેવાકીય પ્રવૃતિઓ કરે એમાંની એક નિરાધાર, વડિલ માવતરોની સાર સંભાળની. દર મહિને તઓ સ્વમાનભેર જીવી શકે તે માટે રાશન આપવાનું ને જરૃરી અન્ય સુવિધા જેમ કે મારા ચશ્મા તૂટી ગયા. મને આંખે ઝાંખુ દેખાય. પેટમાં તકલીફ થઈ, પગમાં સોજા ચડી ગ્યા વગેરે જેવી શારિરીક તકલીફોનું સમાધાન પણ કરી આપવાનું. 

મા-બાપ પોતાના બાળકોને તકલીફો કહે એમ આ માવતરો તકલીફ કહે, ક્યાંક તો તમારી રાહ જોતી'તી.. તો ક્યાંક બેન ક્યારે આવશે. મરતા પહેલાં એકવાર મળવું છે વગેરે...

આવું વહાલ.. સાંભળીને હૈયુ ભરાઈ આવે..

આવા માવતરોને દિવાળીના પર્વ નિમિત્તે રાશનની સાથે સાથે મીઠાઈ આપવાનું પણ કર્યું.. મીઠાઈનું ખોખુ જોઈને જ એમની આંખોમાં જુદી રોનક આવી.. આવું ધ્યાન કોણ રાખે? એવું 195 માવતરોમાંથી ઘણાએ કહ્યું...

ખેર હું હંમેશાં કહુ છુ, આપવાવાળા આપે અમે તો નિમિત્તમાત્ર...

પણ સાચુ કહુ તો આ માવતરોના જીવને સાતા પહોંચાડવાનું સુખ સૌથી મોટુ.. કેટલા આશિર્વાદ ને ક્યાંક તો ફરિયાદ પણ ખરી.. 'મને ઘઉંના લોટની જગ્યાએ બાજરી જોતી'તી મે ભગવાનને કીધેલું. પણ કાંઈ હાંભળતો જ નથી...'

પોતાના પર કરે એવો હક... 

આવા માવતરોના જીવનમાં ઊજાસ પાથરવામાં નિમિત્ત બનવા સૌને વિનંતી.. 

નવા વર્ષના દિવસે આપણે સૌ શુભસંકલ્પ કરીએ આ શુભસંકલ્પમાં આવા માવતરોને દત્તક લેવાનું કરી શકીએ. દત્તક એટલે માસીક 1200 રૃપિયા એમના રાશન નિમિત્તે જુદા કાઢવાના..

#MittalPatel #vssm



Elderly receives ration kit from VSSM

Elderly receives ration kit from VSSM


Elderly receives ration kit from VSSM


Elderly receives ration kit from VSSM


Elderly receives ration kit from VSSM


Elderly receives ration kit from VSSM


Elderly receives ration kit from VSSM


Elderly receives ration kit from VSSM