Wednesday, November 17, 2021

VSSM offered moral and economic support to help Balubhai overcome the financial crunch...

Mittal Patel with Somiben and Balubhai

Somibahen, whom we know through her son Balubhai.

Balubhai is an enthusiastic and self-motivated young man, always eager to volunteer with VSSM whenever some need emerges. His father who made living through weaving cane baskets not only educated Balubhai but also instilled important life lessons in him.

Balubhai set up an independent printing press but couldn’t expand the business due to a lack of funds. He knew about VSSM’s interest-free loan program but hesitated to take the organisation’s money. “One has to give to an organisation, not take from it!” his intentions were noble as our good old Devabhai’s. 

Balubhai would take the initiative and would walk along  VSSM whenever it needed community volunteers hence,  we knew the challenges he faced in expanding his business. We convinced him to take VSSM’s support, which he did and eventually expanded his business.

Balubhai's family lives in a kuccha house, but he is saving up for a pucca house he dreams to move into. “I will build the house from the money I earn, I do not wish to build one on borrowed funds,” Balubhai believed.

While we fought the first wave of the pandemic, Balubhai’s father succumbed to brief illness and the entire family was infected during the second wave. Somibahen was also infected and faced breathing issues. They could not find her a bed in any government hospital hence was admitted to a private hospital. Somibahen’s recovery took longer than expected, her stay in the hospital was prolonged and the medical bills mounted. Balubhai did not think twice about incurring expenses on his mother’s treatment. VSSM learnt about his condition and offered moral and economic support to help Balubhai overcome the financial crunch. With financial aid from our dear Krishnakant Mehta uncle and Dr Indira Mehta auntie, we extended support to Balubhai and prayers helped Somiben recover well.

When Balubhai learnt that we were going to pass by their Dangiya village in Banaskantha,  they insisted we visit them. We stopped by and relished a good cup of tea. “Your support provided strength to push me to recover well,” Somibahen mentioned. Everything is destined, the ones who had to help you did so, we just played our role.” I opined.

“I will put in hard work to build one, you have done enough. We are glad to have your support…” it felt good to hear this.

I have come across many individuals working in the welfare sector who expect something in return for the work they do for others, but then I meet individuals like Baluhai, Devabhai, Pratap and a few others whose selflessness is like sunshine. Their firm belief that we cannot accept charity is a characteristic that sets them apart. I wish for such righteous thoughts to spread across widely.  

 સોમીબહેન... 

આમ તો એમનો પરિચય એમના દીકરાના લીધે..બલુભાઈ સ્વબળે ઊભા થવા મથતા તરવરિયા યુવાન.. અમારા સેવાકાર્યોમાં મદદ માટે સદાય તત્પર...એમના પિતાએ વાંસના સૂડલાં ટોપલા બનાવી વેચ્યા ને એમને ભણાવ્યા સાથે સમજણના પાઠ પણ ભણાવ્યા. 

બલુભાઈએ પ્રિન્ટીંગનો સ્વતંત્ર ધંધો શરૃ કર્યો. પણ બાપીકી એવી કોઈ મૂડી પાસે નહીં તે ધંધો વધારી શકે.. VSSM વગર વ્યાજે લોન આપે એવી ખબર પણ સંસ્થા પાસેથી મદદ લેવાય? સંસ્થાને તો આપવાનું હોય એવી એમની ભાવના. અદલ નેકનામના અમારા દેવાભાઈ જેવી.. 

બલુભાઈ સંસ્થાના દરેક સેવાકાર્યોમાં ખડે પગે.. વળી એ માટે એમને કહેવું પણ ન પડે... એટલે એમના પર ધ્યાન તો જાય જ..અમે સમજાવીને લોન આપી.. ધંધો થોડો વધ્યો... હાલ રહેવાનું અસ્થાયી ઘરમાં. સમણું પોતાનું પાક્કુ ઘર થાય એ માટેનું ને એ માટે મહેનત પણ ખુબ કરે. પૈસા ભેગા થશે તો જાતે ઘર બનાવી લઈશ. કોઈની ઓશિયાળી મારે નથી વેઠવી એવી ઉમદા ભાવના..

આવામાં તેમના પિતા બિમાર પડ્યા ને માંદગી પછી દેવલોક પામ્યા. આ ઓછુ હતું ત્યાં કોરોનાની બીજી લહેરે તેમના આખા ઘરને ઝપેટમાં લીધું. 

સોમીબહેન બિમાર પડ્યા. શ્વાસ લેવામાં ભયંકર તકલીફ થવા માંડી. સરકારી દવાખાનામાં જગ્યા ન મળી. આખરે ખાનગી હોસ્પીટલમાં એમને દાખલ કર્યા. ખાનગી હોસ્પીટલના મસમોટા બીલ. પણ બલુભાઈ શ્રવણ જેવા દીકરા. માની સેવા ચાકરીમાં પાછા ન પડે. સોમીબેનને સાજા કરવા માથે દેવું કર્યું. પણ હોસ્પીટલમાં રહેવાનો સમય વધ્યો તબીયતમાં સુધારો ન થાય. આ બાબતનો અમને ખ્યાલ આવ્યો. હિંમત તો આપવાની જ હોય.. સાથે આર્થિક રીત એ ભાંગી ન પડે તે માટે અમારા પ્રિય ક્રિષ્ણકાંત મહેતા(અંકલ) ને ડો.ઈન્દારા મહેતા(આંટી)ની મદદથી મદદ કરી.સૌની પ્રાર્થનાથી એ સાજા થયા..

સોમીબહેન ને બલુભાઈનું રહેવાનું બનાસકાંઠાના ડાંગિયાગામમાં તે ત્યાંથી પસાર થવાનું થયું. અમારા કાર્યકર નારણભાઈએ એમને તેમના ગામમાંથી પસાર થઈ રહ્યાનું કહ્યું તે એમણે ઘરે આવવા ખાસ આગ્રહ કર્યો.એંમના ઘરે સરસ ચા તો પીધી.. સાથે સોમીબહેનને પણ મળ્યા. એમણે કહ્યું. 'તમે હિંમત ને મદદ આપી તે આજે જીવતી છું'મદદ કરવાવાળાએ કરી અમે તો નિમિત્ત હતા. બાકી બધુયે નિશ્ચિત હોય છે એવું સોમીબહેનને અમે કહ્યું...

ડાંગિયાથી નીકળતા બલુભાઈને ઘર માટે શું વિચાર્યું એવું પુછ્યું તો એમણે કહ્યું, 'જાત મહેતનથી કરી લઈશ બેન.. તમે ઘણું કર્યું. તમે સાથો છો એ અમારે મન ઘણું...' સાંભળીને રાજી થવાયું..

સેવા કાર્યોમાં ઘણાય લોકોને હું જોવું છું. જેમને કોઈ આપે એની જ એષણા હોય, લાલચો હોય પણ બલુભાઈ, દેવાભાઈ, પ્રતાપ, ચતુર વગેરેને જોવું છું ત્યારે મને ઘણો આનંદ થાય.. ધર્માદાનું અમને ના ખપે...

આવા સુંદર વિચાર સૌનામાં રોપાય તેવી શુભભાવના....

ફોટોમાં સોમીબહેન ને બલુભાઈ....

#MittalPatel #vssm

No comments:

Post a Comment