The condition under which the nomadic families survive during monsoon |
In the Indian sub continent the summers are gruesome and are increasingly becoming hotter. Every year after the scorching heat there is this unabated wait for the rain Gods to shower their mercy.. when the rains arrive it just does not drench the parched earth but baths the hearts and souls of people and uplifts the general mood in the air. The country side looks fresh, green and crisp. We who are blessed to enjoy the privileges of life can really enjoy the season in the comfort and luxury of our home sipping impinge hot tea and pakoras (our monsoon staples) but imagine the life of people who live in open, have to decent roof to cover their heads for who surviving the season becomes an issue.
The condition under which the nomadic families survive during monsoon |
As a result of the heavy rainfall and the grim situation it created, today I sent my sister-in-law Heema to survey the conditions of Saraniyaa families staying on the Palanpur-Deesa highway. The intention was to give the families food and supplies they needed. “Didi, the situation is very grim. A lot of homes are under water, there is no wood to burn and cook food, infact there is no food as most of the belongings have been washed away. One shade where the water is a bit less people are trying to cook by burning old chappals in a large tin pan. A lot of roofs have blown away by the strong winds,” said Heema, narrating the ground realities in area she was visiting. Heema purchased food and other articles from the nearby market and gave to the families but our concerns are for those families who are not reached yet.
These families that survive on daily wages suffer the most in such conditions because no work means no money and hence no food to feed the family at teh end of the day. They are left with no choice but to suffer from hunger!!!
The condition under which the nomadic families survive during monsoon can be seen in the picture….
વિચરતી જાતિના પરિવારો કે જે છાપરામાં રહે છે એમની વરસાદમાં શુ દશા છે??
વરસાદની રાહ સૌ જુએ અને પડે ત્યારે આપણે સૌ ઝૂમી ઉઠીએ.. શહેરમાં આપણને તુરત ભજીયા અને દાળવડા ખાવાનું મન થઇ જાય અને એ માટે વરસતા વરસાદમાં લાંબી કતારમાં આપણે ઉભા રહી જઈએ અને ઘરે આવીને મજાથી ટીવી સામે જોતા જોતા પરિવાર સાથે ખાઈએ.
પણ જે પરિવારો પાસે પોતાનું પાકું ઘર નથી. છાપરામાં રહે છે એમની સ્થિતિ શુ થતી હશે? આપણને કલ્પના પણ નથી આવતી. આજે પાલનપુરમાં ડીસા હાઇવે પર રહેતાં સરાણીયા પરિવારોની દશા જોવા માટે મારા ભાભીને મોકલ્યા. મૂળ તો જોઇને જે મદદની જરૂર હોય એ કરી શકાય એ માટે.. હિમા(ભાભી) એમણે કહ્યું, ‘સ્થિતિ ખરાબ છે. કેટલાક છાપરાં તો પાણીમાં જ છે વરસાદના કારણે લાકડા કે બીજું કંઈ સળગાવવા માટે નથી એટલે રસોઈ થઇ શકે એવી હાલત નથી. એક છાપરાંમાં જરા ઓછું પાણી પડે છે ત્યાં એક તબકડામાં ચંપલ બાળીને જે પડ્યું છે એમાંથી સૌ માટે રાંધવાની કોશિશ થઇ રહી છે.. કેટલાકના તો વાવાઝોડાના કારણે છાપરાં પણ ઉડી ગયા છે. દીદી હાલત ખરાબ છે..’ હિમા બજારમાંથી શક્ય ખાવાનું લઈને આ પરિવારોને આપશે. પણ જે પરિવારો પાસે કોઈ પહોચ્યું જ નથી ત્યાં શું?
રોજ કમાવીને રોજ ખાવાનું કરતા આ પરિવારો એક દિવસ મજૂરીએ ના જાય તો સાંજનો ચૂલો સળગે નહિ ત્યારે વરસતા વરસાદમાં ભૂખ્યા બેસવા સિવાય બીજો કોઈ આરો એમની પાસે રહેતો નથી.. આપણા જેવા કે જેમને ઘર અને જમવાનું નસીબ થયું છે એવા પરિવારોએ આવા વંચિત અને ઘરવિહોણા પરિવારોને ભૂખમાંથી ઉગારવા આગળ આવવું જોઈએ... અને આ કપરી ઘડી પસાર થઇ જાય એમ કરવું જોઈએ..
વિચરતી જાતિના પરિવારો ચોમાસામાં જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે