Showing posts with label nomadic communtities. Show all posts
Showing posts with label nomadic communtities. Show all posts

Monday, January 06, 2025

With the help from our well-wishers, Elderly destitute receives sweets during Diwali Festival...

600 elderly receives ration kit with the help of VSSM

 

"How to celebrate Diwali? Kaka and Dharmashikaka said, 'We don't have such conveniences. We like sweets, but we don't have the money to buy them. So, we make jaggery water and prepare small puris (called Suwaliya), which we call our sweet.'

Listening to this, my eyes filled with tears.

We provide monthly rations to 600 elderly destitute like Dharmashikaka. We also want their Diwali to be better. So, every year for Diwali, we give all the relatives sweets, jaggery, ghee, suji, whole wheat flour, gram flour, and also extra oil so they can prepare the sweets they like.

This year, many well-wishers helped with the task of giving sweets, and I am grateful to all of them.

With your help, you’ve not only made your own Diwali brighter, but you’ve also made the Diwali of these relatives shine. I thank you all for this.

Wishing everyone a sparkling Diwali.

To the 600 elderly people and to all those who are part of the many service activities through VSSM, I express my heartfelt gratitude. Wishing all of you a very happy Diwali.

May God bless you with great happiness, and may this happiness enable you to share joy with others, is my prayer.

Once again, warm Diwali wishes to all of you!"

દિવાળી કેવી રીતે ઊજવો કાકા ને ધરમશીકાકાએ કહ્યું, અમારી પાસે ક્યાં એવી સગવડ. મીઠાઈ ગમે ખરી પણ ખરીદવા પૈસા નહીં. એટલે અમે તો ગોળનું પાણી બનાવી એમાં સુવાળીઓ(પુરી) બનાવી હોય એને બોળી દઈએ. એ અમારી મીઠાઈ..

સાંભળીને આંખો ભીની થઈ ગઈ..

ધરમશીકાકા જેવા 600 માવતરોને અમે દર મહિને રાશન આપીયે. તેમની દિવાળી સુધરે એ પણ જોવાનું. એટલે દર વર્ષે દિવાળી નિમિત્તે તમામ માવતરોને મીઠાઈ, ગોળ, ઘી, સોજી, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટો અને દર મહિને આપીયે એના કરતા તેલ વધારે આપીયે જેથી એ એમને ગમતી મીઠાઈ બનાવી શકે...

આ વર્ષે મીઠાઈ આપવાના કાર્યમાં અનેક સ્વજનોએ મદદ કરી એ સૌની આભારી છું.

તમે તમારી દિવાળીની સાથે સાથે આ માવતરોની દિવાળી પણ ઝગમતી કરી એનો રાજીપો..

સૌને દિવાળીની ઝગમગતી શુભેચ્છા....

600 માવતરો અને VSSM થકી થતા અનેક સેવા કાર્યોમાં નિમિત્ત બનનારા આપ સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા.. ને તમને સૌ દિવાળીની શુભેચ્છા..

ઈશ્વર તમને ખુબ સુખ આપે ને એ સુખ તમે હરખભેર અન્યોને વહેંચી શકો એવી સમજણ પણ આપે તેવી પ્રાર્થના.... 

ફરી એક વાર દિવાળીની ઢગલો શુભેચ્છાઓ...

VSSM's mavjat intiative helps Elderly destitute to get
monthly ration kit



Under VSSM's mavjat initiative elderly people receives
monthly ration kit

Under VSSM's mavjat intiative elderly people receives
monthly ration kit



Thursday, October 15, 2020

VSSM provides ration kits to such elderly through its Maavjat, an initiative that aims to care for the destitute elderly...

Mittal Patel with Teji Maa at her shanty


 Recently, I happen to meet Teji Maa in Radhanpur’s Lotiya village

“Maa, I hope the ration kits reach you on time??”

“Oh yes!! I have enough ration now. But ever since I have the dal-rice in my house, it has been difficult to sleep.”

I was surprised at this co-relation. Once we have food in the house,  we are usually relieved but this was a reverse statement of Teji Maa losing sleep because of the food she has in the house now.

“Why have you lost your sleep?” I asked with intrigue.

“These rats!! They pay me a daily visit in the calm of night. Now they too have food to bite. All the groceries – the dal and rice you give is stored in plastic bags, the rats love to bite into it all. That sound of kat-kat, kat-kat keeps me awake.  I have to get up and keep moving the bags, but rats are very good at finding it all. The moment I lie down they are back and begin biting kat-kat…!!”

This did make me laugh!! “So tell me what should we do to free you from this problem?”

“Bring me some containers that the rats cannot bite into, it will help me sleep well!!”

“We sure will bring you containers, Maa!! Anything else that is bothering you, do let us know!!”

“Nothing else, what more can I ask for. You all are taking such good care of me. I was helpless as I could not work to buy daily meals. Now I do not need to stretch my arms for food!!”

Later, Teji Maa took me to see her shanty.  One look at the place and I remembered my previous question if she has any other issues!!

“You don’t have a house!?”

“How long do I have to live now?”

Teji Maa widowed at a very young age, brothers brought her back to maternal home along with her small daughter. The daughter grew was married off but her economic condition remained weak too. Whenever she comes to meet Teji Maa,  she gives her 100-200 rupees.

“Brothers brought me home, provided shelter. They too have families to look after with their weak economic conditions. I cannot expect more from them. They have always helped me, but I had there was this expectation from my side. I now do not have to expect anything from anyone.”

VSSM team remains in search of such destitute elders. Shankarbhai has been taking very good care of Teji Maa. VSSM provides ration kits to such elderly through its Maavjat, an initiative that aims to care for the destitute elderly.

It was getting late, I asked for her permission to leave.

“Don’t forget the containers!” Teji Maa said with a right our parents or family elders would instruct us.

It made me happy.

To age is difficult,  that too when one is  poor and destitute! It sure is tough.

તેજીમાં ને રાધનપુર પાસેના લોટિયાગામમાં મળવા જવાનું થયું. 

મે પુછ્યું 'મા, રાશન સમયસર મળી જાય છે ને?'

'હોવ રાશન તો મલી જાય. પણ બળ્યું તમે આ ચોખા ન દાળ ન એ બધુ આલ્યુ તાણથી આખી રાત ઊંઘી હકતી નહીં'

સાંભળીને નવાઈ લાગી. અનાજ ઘરમાં ભર્યું હોય તો કોઈની ઓશિયાળી વેઠવાની ન થાય એની જગ્યાએ તેજી માની ઊંઘ કેમ હરામ થઈ ગઈ છે?

'કેમ ઊંધ નથી થતી?'

'બળ્યુ આ ઉંદેડા? તમે ચોખા ન બધુ આલ્યુ એ બધુ કોથળીઓમોં ભર્યું હ્. આખી રાત ઉંદેળા એ કોથળીઓ કટકટ કર્યા કર. અવાજ આવ એટલ ઊભી થઈન કોથળી ઉપાડીન્ બીજે મેલું. પાસી આડી પડુ ક પાસુ કટ કટ... '

સાંભળીને હું હસી.. મે કહ્યું, 'તો આ પળોજળમાંથી મુક્ત કરવા શું કરીએ ક્યો?'

'મન ડબ્બા અલાઈ દો..એટલ મન નિરોત. હખેથી ઊંધી તો હકુ..'

ડબ્બા પહોંચાડી દઈશું માં. એ સિવાય કોઈ તકલીફ..'

'ના બાપલા ના બધી વાતનું સુખ.. આવુ ધ્યોન કુણ રાખ? મજૂરી થતી નતી. ખાવા પીવાની ઘણી ઓશિયાળી હતી પણ હવ્ કોઈ હોમે હાથ લોબો નહીં કરવો પડતો'

એ પછી તેજીમાં એમનું છાપરુ જોવા લઈ ગયા.. છાપરુ જોઈને તેજી માને પુછેલો બીજી કોઈ તકલીફવાળો પ્રશ્ન યાદ આવ્યો, 

એમણે કેમ ન કહ્યું, ઘર નથી! મે પુછ્યું તો કહે, 

તેજી મા કહે, 'હવ ચેટલું જીબ્બાનું...'

એષણા મુક્ત... તેજી મા... 

નાની ઉંમરે વિધવા થયા. એક દિકરી સાથે પીયરિયા એમને સાસરીમાંથી તેડી લાવ્યા. દીકરી મોટી થઈ એના લગ્ન કરાવ્યા. પણ એય એનું માંડ પુરુ કરે. વારે તહેવારે દીકરી આવે ત્યારે સો બસો તેજી માને આપી જાય..

પીયરિયા માટે તેજીમાં કહે, 'ભઈઓ લઈ આયા, આશરો આપ્યો એ ઘણું. એય ઈમનો વસ્તાર લઈન બેઠા, ઈમનુંય મોડ હેડ તો મારો બોજો.. તોય એ બધા થોડી ઘણી મદદ કરતા. પણ હવ માર કોઈનીયે ઓશિયાળી નઈ..'

આવા વડિલોને શોધવાનું અમારી ટીમ કરે. અમારા કાર્યકર શંકરભાઈ તેજીમાનું સરસ ધ્યાન રાખે.. 

vssm થકી આવા વડીલોને  દર મહિને રાશનકીટ આપવામાં આવે. આ કાર્ય બહુ સાતા આપે..

લોટિયામાં અમને ઘણું મોડુ થ્યું મે કહ્યું, રજા લઉં મા? એમણે કહ્યું, હોવ પણ ડબ્બાનું તમે ભૂલતા નઈ.. આ વાક્ય એકદમ અધિકારભાવથી એમણે કહ્યું. 

સાંભળીને રાજીથવાયું..

ઘડપણ... એય પાછુ નોંધારા વ્યક્તિનું.. 

કપરુ છે...

#MittalPatel #vssm#ntdntcommunity

#humanity #dignityforall #eldercare

#people #PeopleFirst #nomadic

#elderlypeople #RationDistribution

#food #foodsecurity #foodforall


Monday, May 18, 2020

Along with our well-wishing donors who make donations in lakhs we have our community members too sending their contributions to us...

VSSM's Co-ordinator Jayantibhai Bajaniya with
nomadic children

“Ben, please take this cheque!”

“Who has given this?”

“The living conditions of our families will still deteriorate. People are still shouting for food. This is my contribution to the same.”

As I accept the cheque of Rs. 5000, the early days of 2006 when Jayantibhai had voluntarily joined me in my work with nomadic communities came flashing back. An angry young man, Jayantibhai could never tolerate any wrong. It was much later that I could offer him a very small remuneration for the work he was putting in until then, he never brought up any mention of money. Even today his remuneration does not match the amount of hard work he pours in. And yet to have this strength and graciousness to give from whatever he has is a trait I applaud.

Ravjibhai Bajaniya handed over cheque to
Jayantibhai Bajaniya for providing ration kits

Ravji Bhagat Bajaniya conveyed, “Ben has helped us so much, it is our turn now. If we decide to not to take things for free, that too shall be of big help!!”

 These words uttered by Ravji Bhagat calms my mind. 

 Bharat and Sanjay, our children in one of the VSSM run hostel broke their piggy bank and transferred Rs 2500, all of their savings of previous many years to us via Paytm to help us buy some more ration kits for our families. 

 Ravjibhai Bajaniya runs a small business, he sells wood. He donated Rs. 5000 as well. 

 Along with our well-wishing donors who make donations in lakhs we have our community members too sending their contributions to us. It is easy to give for people who have but to be able to give and offer when one has little or nothing calls for a lot of courage and a very big heart. 

 Many have said, “Ben, we will borrow some money to pass this time. Once we being working will return the borrowed money. How long can we eat food given as charity? It is a big obligation on us. How do we pay forward?” 

 Salute to all of you who have shown sentiments. 

 “I hope COVID teaches people to save and plan for a secured future. I have to push them to get into a habit of savings once this emergency is over. ” Jayantibhai shared a very honest observation. 

 Jayantibhai is often referred to as VSSM’s 108 – a person you reach out during emergencies. I am glad that you are part of us. 

 The story comes alive through shared images and video clip….


'બેન આ લો ચેક'
'કોણે આપ્યો?'
'આપણા પરિવારોની સ્થિતિ હજુ વણસવાની. લોકો ખાવાનું આપોની રાવ કરી રહ્યા છે. તે મારુ અનુદાન..'
5000ની રકમના અનુદાનનો ચેક.. મે હાથમાં લીધો ને જયંતીભાઈ બજાણિયા મારી સાથે સેવાકાર્યમાં જોડાયાનો વખત યાદ આવ્યો.

કેવા ગુસ્સાવાળા. ખોટું જરા પણ ન ચલાવે એવા તડને ફડ કરવાવાળા જયંતીભાઈ 2006 થી સ્વંયમભૂૂ મારી સાથે આવ્યા.

નાનકડી સેવક સહાય તો બહુ પાછળથી આપવાની શરૃ કરેલી પણ ક્યારેય પૈસાને લઈને અમે કોઈ વાત કર્યાનું મને યાદ નથી.. આજેય એમને અમે કાંઈ બહુ મોટું ચુકવતા નથી. પણ એમની પાસે જે છે એમાંથીયે થોડું આપવાની ભાવના કેળવાવી એ મારે મન અગત્યનું.
રવજીભગત (બજાણિયા) કહ્યું, 'બેને આટલી મદદ કરી હવે આપણો વારો.. આપણે મફતનું લેવાનું નહીં કરીએ એય બેનને કરેલી મોટી મદદ છે..'

ભગતના આ શબ્દો મારા મનને શાતા પહોંચાડે છે..

અમારી હોસ્ટેલમાં ભણતા ભરત અને સંજયે પોતાની વર્ષોની બચત જેમાં ભેગી કરી રાખી હતી તે ગલ્લો ખોલ્યો અને તેમાંથી નીકળેલા 2500 રાશનકીટ માટે પેટીએમ થકી અમને મોકલી આપ્યા.

તો રાવજીભાઈ બજાણિયા લાકડાનો નાનો વેપાર કરે. એમણે 5001નું અનુદાન જયંતીભાઈને ફોન કરીને લઈ જવા કહ્યું.
આ દિવસોમાં લાખોનું અનુદાન આપનાર અમારા પ્રિયજનોની લાઈનમાં આ લોકો ઊભા છે..

હોય એમાંથી આપવાનું બધા કરી શકે પણ થોડું હોય એમાંથી થોડું કાઢી આપવા દીલેરી જોઈએ..
કેટલાક પરિવારો એવા પણ મળ્યા જેમણે કહ્યું, બેન ઊછીના પાછીના કરીને આ દિવસો નીકળે એની વ્યવસ્થા કરીશું. ધંધા શરૃ થશે એટલે એ બધુ ભરાઈ જશે પણ ધર્માદુ ખાઈને એને ક્યાં ચુકવવું?
આવી ઉત્તમભાવના વાળા આપ સૌને પ્રણામ..

જયંતીભાઈ કહે, કોરાનાની આ મહામારીમાંથી લોકો બચત અને આયોજન શીખે તો ઘણું. મારે તો આ બધા પછી આ બાબતમાં વધારે કામે લાગવું છે...

જયંતીભાઈ જેમને હું VSSMની 108 કહુ છુ. તમે સાથે છો એનો આનંદ વ્યકત કરુ છુ.
જે લખ્યું એ બધુંયે ફોટો અને વિડીયોમાં... સમજવા ખાતર..
#MittalPatel #VSSM #helpinlockdown
#helpincovid19 #coronaeffect #humanity
#pandemic #rationdistribution #needy
#needycommunity #support #fieldworker
#vssmteam #happyfaces #photostory