Monday, January 06, 2025

With the help from our well-wishers, Elderly destitute receives sweets during Diwali Festival...

600 elderly receives ration kit with the help of VSSM

 

"How to celebrate Diwali? Kaka and Dharmashikaka said, 'We don't have such conveniences. We like sweets, but we don't have the money to buy them. So, we make jaggery water and prepare small puris (called Suwaliya), which we call our sweet.'

Listening to this, my eyes filled with tears.

We provide monthly rations to 600 elderly destitute like Dharmashikaka. We also want their Diwali to be better. So, every year for Diwali, we give all the relatives sweets, jaggery, ghee, suji, whole wheat flour, gram flour, and also extra oil so they can prepare the sweets they like.

This year, many well-wishers helped with the task of giving sweets, and I am grateful to all of them.

With your help, you’ve not only made your own Diwali brighter, but you’ve also made the Diwali of these relatives shine. I thank you all for this.

Wishing everyone a sparkling Diwali.

To the 600 elderly people and to all those who are part of the many service activities through VSSM, I express my heartfelt gratitude. Wishing all of you a very happy Diwali.

May God bless you with great happiness, and may this happiness enable you to share joy with others, is my prayer.

Once again, warm Diwali wishes to all of you!"

દિવાળી કેવી રીતે ઊજવો કાકા ને ધરમશીકાકાએ કહ્યું, અમારી પાસે ક્યાં એવી સગવડ. મીઠાઈ ગમે ખરી પણ ખરીદવા પૈસા નહીં. એટલે અમે તો ગોળનું પાણી બનાવી એમાં સુવાળીઓ(પુરી) બનાવી હોય એને બોળી દઈએ. એ અમારી મીઠાઈ..

સાંભળીને આંખો ભીની થઈ ગઈ..

ધરમશીકાકા જેવા 600 માવતરોને અમે દર મહિને રાશન આપીયે. તેમની દિવાળી સુધરે એ પણ જોવાનું. એટલે દર વર્ષે દિવાળી નિમિત્તે તમામ માવતરોને મીઠાઈ, ગોળ, ઘી, સોજી, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટો અને દર મહિને આપીયે એના કરતા તેલ વધારે આપીયે જેથી એ એમને ગમતી મીઠાઈ બનાવી શકે...

આ વર્ષે મીઠાઈ આપવાના કાર્યમાં અનેક સ્વજનોએ મદદ કરી એ સૌની આભારી છું.

તમે તમારી દિવાળીની સાથે સાથે આ માવતરોની દિવાળી પણ ઝગમતી કરી એનો રાજીપો..

સૌને દિવાળીની ઝગમગતી શુભેચ્છા....

600 માવતરો અને VSSM થકી થતા અનેક સેવા કાર્યોમાં નિમિત્ત બનનારા આપ સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા.. ને તમને સૌ દિવાળીની શુભેચ્છા..

ઈશ્વર તમને ખુબ સુખ આપે ને એ સુખ તમે હરખભેર અન્યોને વહેંચી શકો એવી સમજણ પણ આપે તેવી પ્રાર્થના.... 

ફરી એક વાર દિવાળીની ઢગલો શુભેચ્છાઓ...

VSSM's mavjat intiative helps Elderly destitute to get
monthly ration kit



Under VSSM's mavjat initiative elderly people receives
monthly ration kit

Under VSSM's mavjat intiative elderly people receives
monthly ration kit



No comments:

Post a Comment