Wednesday, January 08, 2025

We hope that the government will listen to nomadic families’ concerns and quickly provide residential plots...

Nomadic communities welcomes Mittal Patel 

"Fear is not meant to be feared,

Fearlessness is the goal,

Those who are afraid, do not frighten them,

Such is the essence of our culture."

The words of poet Dula Bhaya Kaghani are very insightful. Many villages oppose the settlement of nomadic communities. In our village, they say, "You cannot settle here." It is painful to hear such things.

However, in between all this, there are some villages that accept these families with respect. Looking at the leaders of such villages gives us encouragement to keep working in this direction.

In the village of Devpura, Vijapur, in Mehsana district, Saraniya families have been living there for years. We have been able to gather identification proof. But now, the desire is to secure a permanent place for their residence. Currently, there is no electricity in the settlement, and snakes sometimes appear where they live. When we recently passed through Devpura, we met them. They requested us to make more efforts so that they could quickly get electricity and a plot for permanent residence.

Sometimes, it feels like these families have so much hope in us. We tell them that we will present their case to the government and will work sincerely. While we hope that the government will listen to these families’ concerns and quickly provide plots, we remain hopeful.

May God always be the cause of everyone’s well-being, and may good things happen for all.

ભય સે ભય પાના નહીં,

અભય મંગ નિરધાર,

ડરતે કો ન ડરાવના,

હૈ અપના સંસ્કાર..

કવિ દુલા ભાયા કાગની આ વાત કેવી સૂચક. વિચરતી જાતિઓના વસવાટ સામે ઘણા ગામો વિરોધ કરે. અમારા ગામમાં તમારો વસવાટ નહીં આવું કહે.. આ બધુ સાંભળીએ ત્યારે ઘણી પીડા થાય.

જો કે આ બધાની વચમાં કેટલાક ગામો આ પરિવારોને માનભેર અપનાવે પણ ખરા.. આવા ગામના આગેવાનોને જોઈને અમને આવા કાર્યોમાં મથતા રહેવાની હામ મળે..

મહેસાણાના વિજાપુરનું દેવપુરાગામ. સરાણિયા પરિવારો ત્યાં વર્ષોથી રહે. ઓળખાણ ના પુરાવા તો અમે કઢાવ્યા. પણ હવે ઈચ્છા કાયમી રહેણાંકની જગ્યા મળે તેની. હાલ વસાહતમાં વીજળી નથી. જ્યાં રહે ત્યાં સાપ પણ નીકળે. હમણાં દેવપુરા પાસેથી નીકળ્યા ત્યારે એમને મળ્યા. સૌએ વીજળી અને પ્લોટ ઝટ મળે એ માટે વધુ કોશિશ કરવા કહ્યું.

ક્યારેક થાય આ બધા પરિવારોને અમારા પર કેટલી આશા છે. અમે કહીએ અમે સરકારમાં રજૂઆત કરીશું ને પુરા મનથી મથીશું. જો કે સરકાર આ પરિવારોની રાવ સાંભળશે ને ઝટ પ્લોટ આપશે એવી આશા પણ છે..

બસ સૌના શુભમાં ઈશ્વર હંમેશા નિમિત્ત બનાવે તેવી શુભભાવના... 

The current living condition of nomadic communities

Saraniya families of Devpura village in Mehsana district

Mittal Patel tells these families that we have present their
case to the government and will work sincerely

No comments:

Post a Comment