Mittal Patel meets the Saraniya families of Himmatnagar |
"The canal was drying up, and the situation was worsening. Was there no way to help? No one was doing anything. But look, beside the canal, they dug deep with a JCB machine. The workers there said, 'The canal will be emptied, it will be fixed soon.' The sand from around Himatnagar was being removed and shifted elsewhere. But now, there’s no sand left, and we don’t have the money to rent equipment," said the Saraniya family residing in Himmatnagar with heavy hearts.
To help these families find land to settle on, our worker, Tohidbhai, has already taken action. The Collector has identified the location and prepared the map for the settlement. In a way, all that’s left is the order for the allocation of plots. However, time is passing, and the question these families have is where they will go once they vacate their homes. Therefore, we hope that this process will be completed quickly.
Sometimes, it happens that those in positions of power can bring happiness to many people. In the world, many people don’t even realize the purpose of their lives, while nature gives others the opportunity to live with a sense of purpose. If we understand this purpose, we can become instruments for the welfare of many lives. I travel across the country and meet the underprivileged; seeing their situation, it becomes clear that if everyone dedicates themselves, a lot can be achieved.
We hope that the families in Himmatnagar will also be treated with compassion, and their plots will be allocated soon.
"કેનાલ મોથે સાપરા નોખી પડ્યા'તા. હતુ ક ઓય કણ તો કુન નડવાના? કોઈ ખાલી નઈ કરાવ. પણ જુઓ ન આ કેનાલની બાજુમો જેસીબીથી કોક ઊંડુ કર તે અમન કેનાલ વાળા આઈન ખાલી કરવાનું કઈ જ્યાં. આખા હિંમતનગરમાં પહેલા જમી રેતી તે ઓમથી તેમ ઘૈઈક રખડ્યા. પણ હવ જમી નહીં અન ભાડુ ભરવાના અમારી કને પૈસા નઈ"
હિંમતનગરમાં રહેતા સરાણિયા પરિવારોએ ભારે હૈયે આ કહ્યું.
આ પરિવારોને રહેવા જમીન મળે તે માટે અમારા કાર્યકર તોહીદભાઈએ કાર્યવાહી કરી દીધી છે. અલબત કલેક્ટર શ્રીએ જગ્યા નક્કી કરી તેના નકશા તૈયાર કરી દીધા છે. એક રીતે કહુ તો પ્લોટ ફાળવણીનો બસ હુકમ થાય એની વાટ છે. પણ સમય જઈ રહ્યો ને છાપરા ખાલી કરીને ક્યાં જશુનો આ પરિવારોને પ્રશ્ન છે એટલે ઉતાવળે આ કામ થાય એવું ઈચ્છીએ.
ક્યારેક થાય અધિકારગણ પાસે સત્તા છે. એ ધારે તો અનેક લોકોને સુખ પહોંચાડી શકે. દુનિયામાં અનેક લોકોને પોતાના જીવનનો હેતુ ખ્યાલ નથી હોતો જ્યારે અનેક લોકોને હેતુપૂર્વકનુ જીવન જીવવાની તમામ તક કુદરતે આપે છે. આ હેતુ સમજી જઈએ તો અનેક જીવોના કલ્યાણ માં આપણે નિમિત્ત બની શકીએ. દેશભરમાં ફરી છું વંચિતોને મળી છું એમની સ્થિતિ જોઈને જ થાય કે સૌ પોતાની નિષ્ઠા અર્પે તોય ઘણું થઈ જાય...
આશા રાખીએ હિંમતનગરમાં રહેતા અમારા પરિવારો પ્રત્યે પણ કરુણાભાવથી જોવાશે ને સત્વરે પ્લોટ ફળવાશે...
The current living condition of nomadic families |
Mittal Patel visits Saraniya families living near Canal in Himmatnagar |
Saraniya families of Himmatnagar meets Mittal Patel |
No comments:
Post a Comment