Saturday, July 08, 2017

ટંકારામાં રહેતા વિચરતી જાતિના પરિવારોને મદદરૃપ થવા આપ સૌએ હાથ લંબાવ્યો


Dear All,

Thank you for the overwhelming response to our call for providing help to nomadic families affected during the extremely heavy rains in Morbi’s Tankara. The support has helped us put-together a relief kit consisting of food-grains, snacks and spices. The team of VSSM worked beyond mid-night, our dear Jatinbhai- Divyaben offered their time and energy and our daughters staying in the hostel courageously pitched in when we were tired and helped us prepare the relief kits.
So far, we have received the following contribution (in rupees)….


Ahmedabad Sarvar Mandal – 6,590
Smita Pandya – 2,500
Angel Trust – 13,000
Purviben Shah – 6,500
Falgunbhai Desai – 13,000
Chainikaben Shah – 4,000
Abhigyaben – 9,100
Sanjay Raval – 6,000
Jayesh Raval – 2,000
Adarsh Ahmedabad Yoga Group – 8,500
Ishwarbhai Patel – 2,000
Nagjibhai Patel – 2,000
Bharat Desai – 6,000
Mardviben Patel – 10,000
Jatin Soni – 2,000
Hasmukhbhai Soni – 2,000
Sanjaybhai Joshi – 2000
Hemang Parikh – 13,000
Tarak Patel – 11,000
Sanjay Patel 1000
Ramdev Masala Group sent us spice packs for these families
Angel Trust sent dry snacks and
Adarsh Ahmedabad Yoga group arranged for clothes and vessels.

In all,  we received commitment for donations of Rs. 1,22,190.


Today morning, a truck with relief material has left for the affected regions, a task that would not have been possible without your support. We are extremely grateful for standing beside us during this emergency situation. 
The families have received tarpaulin from the government while the Mamlatdar has committed cheques of Rs. 3,000 each. 
Dear Kartikbhai, your tweet on the situation has also made a positive impact. The collector himself is monitoring the situation. Thank you so much. 
May we always enjoy the courage and capacity to stand by those in need, we will always wish that such … Once again, thank you all. 
We have received enough donations to help us mitigate the current emergency hence, we are no longer in need for any donations for the same. 
In the picture – the efforts that went in making the kits and the relief and joy of  receiving the kits..….

પ્રિય અને વહાલા એવા આપ સૌ,
તમે સૌએ ટંકારામાં રહેતા વિચરતી જાતિના પરિવારોને મદદરૃપ થવા હાથ લંબાવ્યો અને તેના કારણે જ આજે આ પરિવારોને અનાજની કીટ આપી શક્યા. 
VSSMની આખી ટીમે તા.4 જુલાઈના રાતના 1વાગ્યા સુધી જાગીને બધો જ સામાન પેક કર્યો. પ્રિય જતીનભાઈ દિવ્યાબહેન પણ આ કામમાં આર્થિકની સાથે સાથે શ્રમદાનમાં સહયોગી બન્યા.
અમારી હોસ્ટેલની નાની નાની દીકરીઓ હીંમત દાખવી. અમે થાક્યા ત્યાં એ બધી કામે લાગી.
નીચેની વિગતે આપ સૌ સહયોગી બન્યા...

અમદાવાદ સારવાર મંડળ- 6590, સ્મિતા પંડ્યા -2500, એંજલ ટ્રસ્ટ- 13000, પૂર્વીબહેન શાહ- 6500, ફાલ્ગુનભાઈ દેસાઈ – 13000, ચૈનીકાબહેન શાહ – 4000, અભિજ્ઞાબેન -9100, સંજય રાવલ – 6000
જયેશ રાવલ – 2000, આદર્શ અમદાવાદ યોગા ગ્રુપ- 8500, ઈશ્વરભાઈ પટેલ -2000, નાગજીભાઈ પટેલ- 2000, ભરત દેસાઈ -6000, માદર્વી પટેલ – 10,000, જતીન સોની -2000, હસમુખભાઈ સોની -2000, સંજયભાઈ જોષી – 2000, હેમાંગ પરીખ-13000, તારક પટેલ – 11000, સંજય પટેલ -1000, રામદેવ મસાલાએ ધાણાજીરુ, મરચુ, હળદ અને રાઈ આ પરિવારોને વિના મુલ્યે આપી..
કુલ- 1,22,190ની મદદ માટેનું કમીટમેન્ટ આવ્યું, તેમાંથી કેટલીક મદદ આવી પણ ગઈ. 
આ સિવાય એંજલ ટ્રસ્ટે સુકો નાસ્તો, આદર્શ અમદાવાદ ગ્રુપે વાસણ, કપડાં વગેરે પહોંચાડ્યું. આઈસર ભરીને સામાન આજે સવારે રવાના કર્યો.

સૌનો ખુબ ખુબ આભાર..
આપ સૌ ના હોત તો આ કામ શક્ય ના બનત.
સરકારે પણ તાડપત્રીનું વિતરણ કર્યું. સાથે સાથે સરકારી સહાય પેટે રૃા.3000ના ચેક આપવાનું વચન પણ મામલતદાર શ્રી આપ્યું. પ્રિય કાર્તીકભાઈ તમે કરેલી ટીવ્ટે આજે કામ શરૃ કર્યું. કલેક્ટર પોતે ઓલોઅપ કરી રહ્યા છે...આભાર..
સૌ સ્વજનોનો આભાર.. 
કુદરત સારા કાર્યોમાં સૌને નિમિત્ત બનાવે તેવી અભ્યર્થના...
આ આફત નિમિત્તે હવે પૈસાની જરૃર નથી. અને આગળ ક્યાંક આવી આફત ના આવે એવી કુદરતને પ્રાર્થના...
કીટ વિતરણ પહેલાંની મહેનત અને કીટ વિતરણ કર્યા પછીનું સુખ ફોટોમાં જોઈ શકાય છે. 

#VSSM

Thursday, July 06, 2017

ક્યાં રાખશું સરાણિયાને? પોતાના ગામમાં રાખવાની બધા ના પાડીશું તો ક્યાં જશે આ લોકો?

મતદાર અને રેશનકાર્ડ મળ્યા તેનો હરખ ફોટોમાં દેખાય છે...
આ હરખ વિરોધના કારણે વિલાઈ ગયો છે...
‘અમે દેવપુરાના હરોણિયા(સરાણિયા). વર્ષોથી ગોમમાં ચોમાસુ રેતા. પણ અમારા નામે કોઈ કાગળ પત્તર મળે નહીં. સંસ્થા(VSSM)ના તોહીદભઈએ બધુ કઢાઈ આલ્યું. સરપંચના હાથે કેડ અલાયા. સરપંચ અમારા ઓગણે આયા એટલ અમન ઈમ ક હવ પંચાયત પલોટ માટે ના નઈ પાડ્ પણ....’
VSSMએ સરાણિયા પરિવારોને પ્લોટ મળે તેની દરખાસ્ત તૈયાર કરીને કલેક્ટર કચેરીમાં આપી. પણ આ દરખાસ્ત જેવી પંચાયતમાં ખરાઈ માટે પહોંચી કે સરપંચનો ફોન આવ્યો, ‘તોહીદભાઈ મતદારકેડ અને રેશનકેડ હુદી બધુ ઠીક હતું પણ તમે તો ઓમને ગોમમાં ધાલવાની વાત કરો સો એ નઈ બન્. દેવપુરા આખુ ગોમ રાજપુતોનું. હરોણિયાન ગોમમાં ઘાલુ તો આખુ ગોમ વિફર. ભઈ સાબ આ બધુ રેવા દો’.

કલરકામ કરવા ઝાઝા પૈસા નહતા પણ નટ સમુદાયના યુવાનોએ કોઈપણ શરત વગર કલરકામ કરી આપવાની તૈયારી બતાવી...

વાત્સલ્ય હોસ્ટેલમાં નટ યુવાનો સાથે મિત્તલબેન
અમારા બાળકોની હોસ્ટેલમાં કલર કરાવવો પડે એમ હતો. કલરના ખર્ચ કરતા કલર કરવાનો ખર્ચ વધુ થાય. પાસે એવા પૈસા નહિ. 350 બાળકો ને સાચવવાનો તેમના ભણવા, જમવાનો ખર્ચ જ ખુબ મોટો એમાં કલર... શું કરવું? ડીસામાં રહેતા નટ યુવાનો કલર કામ કરે એનો ખ્યાલ. મેં કિશનકાકા નટ સાથે વાત કરી અને પાસે ઝાઝા પૈસા નથી. જમવા અને રહેવાની વ્યવસ્થા કરીશું એમ કહ્યું. એમણે કહ્યું બેન ચિંતા ના કરો હું છોકરાંઓને મોકલું છું. નટ યુવાનો આવ્યા, 15 દિવસથી કલરકામ કરે છે. પણ એકેય વખત પૈસાની વાત કરી નથી.
આજે હોસ્ટેલ ગઈ ત્યારે એમણે સાથે ફોટો પડાવવા કહ્યું. ને ફોટો પાડ્યો. મેં કહ્યું અમારાથી જે બનશે એ આપીશ. પણ હાલ કશું નથી. એમણે કહ્યું, ‘તમે કો ને બેન તો માથું આલી દઈએ. અને આ બધું અમારા બાળકો માટે જ તો છે. ઓછું ના લાવો...’ અદભુત છે આ લોકો અને એવો જ અદભુત છે એમના પ્રેમ.
મન છે આ યુવાનોને કામના પૈસા આપવાનું. બધું ગોઠવાશે એમ લાગે છે. બાકી એમની સાથે આપણે સૌ ફોટો પડાવીયે એવા પ્રેમાળ છે આ લોકો.
અને હા વ્યક્તિગત રીતે મેં અને મારી ટીમે આ પ્રેમ મેળવ્યો છે જેનો દુનિયાની ભાષામાં કોઈ હિસાબ નથી.

થેલેસેમિયા ગ્રસ્ત મહેશને લોહી ચડાવે એટલે થોડા દિવસ ઠીક રહે પછી એ ઢીલો થઈ જાય....

In the picture – Sajanben and Rachodbhai with son Mahesh at VSSM’s office.

“Sir, please save our son,  my wife and I are prepared to mop and clean your clinic our entire lives!!” was a heart wrenching plea Rachodbhai made to the doctor attending his son Mahesh. Rachodbhai Vadee had travelled from Patan to Ahmedabad to find a cure for his 3-year-old son Mahesh who is a Thalassemia major. Mahesh is third child of Sajanben and Ranchodbhai.  Their son born with Mahesh died within 10 days of his birth. Ever since they learnt about Mahesh’s medical condition when he was 10 months old, the couple has been making monthly rounds to hospitals for blood transfusion.

“It is so painful to see needles piercing his frail and tiny body!” Sajanben was in tears when she narrated the pain of witnessing the plight of her small child.

The family is enduring the financial challenge of getting Mahesh treated at a private hospital as they believe private facilities are better than government hospitals.

Rachodbhai has spent his entire life struggling to make two ends meet. The traditional occupation of bamboo basketry wasn’t rewarding enough hence he made a shift to trading plastic houseware. The family took a loan from VSSM to expand the business. The seed capital helped them increase their earning capacity. Gradually, Ranchodbhai began trading seasonal products. Like during the potato season he began taking laborers to factories, this helped him earn well. Once the season was over he would move on to his original business. Once the initial loan was paid off he applied for a bigger loan from VSSM and as he was investing in procuring material in bulk Mahesh’s illness worsened forcing him to spend some of the loan amount on his treatment.

The current condition of Mahesh is such that Rachodbhai is required to remain at home for day together. This has also affected family’s financial health.

“Ben, the doctors here are saying it will take Rs. 12 lakh to save Mahesh. I don’t have that kind of amount right not, if you can manage the money I promise I will repay single penny, trust me!!”

We have spoken to organizations working on Thalassemia, they have committed us to take the case to doctors working on this medical condition. But until that happens we are making sure Mahesh receives good treatment and care from Civil Hospital of Palanpur. If required VSSM’s team member Mahesh will accompany the couple to the hospital.

For now, we have been able to provide relief to Rachodbhai and Sajanben. The anxiety they had in the morning has subsided and  were pretty relaxed when they left office to go back home.

We are going to try our best to make sure Mahesh walks out of his medical condition. We pray for that little bit of luck and love from the almighty.


‘સાહેબ હું અન મારી વહુ આખી જીંદગી તમાર દવાખોનામ પોતુ મારસુ પણ મારા સોકરાંન બચાઈ લો.’ પોતાના વહાલસોય દીકરા મહેશને લઈને પાટણ અને અમદાવાદના ડોક્ટરો પાસે છેલ્લા બે વર્ષથી ધક્કા ખાતા રણછોડભાઈ વાદીએ કાકલુદી કરતા ડોક્ટરને કહ્યું.
થેલેસેમિયા મેજરથી પીડાતો ત્રણ વર્ષનો મહેશ, રણછોડભાઈ અને સાજનબહેનનું ત્રીજુ સંતાન. મહેશ સાથે જન્મેલો ભાઈ તો દસ જ દિવસમાં મૃત્યુ પામ્યો. મહેશની બિમારીનો ખ્યાલ દસમાં મહિને આવ્યો. ત્યારથી તેને મહિનામાં કેટલીયે વાર લોહીની બોટલો ચડે છે. 
‘ઈના આવડા શરીરમાં હોયો ભોંકાતી જોવાતી નહીં પણ...’ આટલું બોલતા સાજનબહેનની આંખો ભીની ગઈ. ખાનગી ડોક્ટરો સારી સારવાર કરે તેવું સૌ માને એટલે રણછોડભાઈ પણ મહેશની સારવાર ખાનગી દવાખાનામાં કરાવે. રણછોડભાઈ વાંસવાદી ડીસામાં છાપરુ કરીને રહે. બાપાની જેમ આખી જીંદગી રઝળપાટ જ કર્યો. વાંસના ટોપલાં બનાવીને જીંદગી જીવાય એમ નહોતી એટલે પ્લાસ્ટીકના તગારાં વેચવાનું શરૃ કર્યું. ધંધો વધારવા VSSMએ પહેલાં પંદર હજારની લોન આપી. વેપાર સરસ ચાલ્યો. જાત મહેનતથી કમાવવાના રસ્તાય ઘણા જડ્યા. બટાકાની સીઝનમાં ફેકટરીમાં કામદારો લઈ જવાનું શરૃ કર્યું એમાંય સારા પૈસા મળે. બટેકાની સીઝન પતે એટલે તબકડાં વેચે. બચત પણ ઠીક ઠીક થઈ. ફરી ધંધામાં મોટુ રોકાણ કરવાનું વિચાર્યું. VSSM રણછોડભાઈ જેવા જ માણસોની સંસ્થા, કાર્યકર મહેશ સાથે ફરી ત્રીસ હજારની લોન આપવા તેમણે વાત કરી. સંસ્થાએ લોન આપી. થોડા તગારાં વગેરે લાવ્યા ત્યાં દીકરાની બિમારી વધી એમાંય થોડા પૈસા વપરાયાં. મહેશને લોહી ચડાવે એટલે થોડા દિવસ ઠીક રહે પછી એ ઢીલો થઈ જાય ત્યારે રણછોડભાઈ એની સાથે  ઘરે જ રહે. 
‘બેન અમદાવાદના ડોક્ટરે મહેશને હાજો કરવા 12 લાખનો ખર્ચો કીધો. મારા સોકરા ન બચાઈ લો. હું દૂધે ધોઈન પૈસા આલી દઈશ. અતાર મારી આગળ ફદિયોય નહીં પણ વિસવાહ રાખો.. ’
દીકરા મહેશની સારવાર પાલનપુર સિવીલમાં મફત થશે અને તે માટે જ્યારે જરૃર પડે કાર્યકર મહેશ તેમની સાથે જશે તેવો સધિયારો અમે આપ્યો. સાથે તેના બધા જ રીપોર્ટ થેલેસેમિયા દર્દીઓ સાથે કામ કરતી સંસ્થાના લોકોને કહ્યા. તેમણે ઓપરેશન માટે પોતે જ હોસ્પીટલ સાથે ગોઠવણ કરી આપશે તેવી વાત કરી, હાલ પુરતી રાહ જોવા કહ્યું અને જે દવા ચાલે છે તે ચાલુ રાખવા કહ્યું. 
સવારે રણછોડભાઈ ઓફીસ આવ્યા ત્યારે ભારે હૈયે હતા પણ ઓફીસથી જતા હળવા થઈને ગયા. 
મહેશને સારુ થઈ જાય તે માટે શક્ય કોશિશ કરવી રહી બસ કુદરત પણ મદદ કરે તેમ ઈચ્છીએ...

Monday, July 03, 2017

Tharad’s Aasodar village was selected for the water conservation efforts


The alarming situation of the ground water levels should send shock waves, yet we as a society have decided to largely ignore the current and impending water crisis. The rampant exploitation of ground water across Gujarat has left our ground water tables in extremely sorry state. The situation is so bad that if not addressed on urgent basis we will be running out of water much much sooner than expected.


VSSM has been working with thousands of nomadic families across Gujarat. The northern areas of Gujarat have fairly large concentration of these communities. Water and the scarcity of it is one of the most pressing issues of this region, the scarcity of it is experienced across communities. Vast spans of barren arid land are the usual landscape we get to see here. The water table in Banaskantha, one of the largest districts of Gujarat has depleted up to 1200 feet. The traditional sources of water like lakes and wells lie ignored as water is now sourced from bore wells and canals. The regular repair and upkeep of common sources of water is remains non-existent. The neglect has gravely deteriorated the health of common property resources in most villages and towns across the landscape. The ground-water issues and looming water crisis in Banaskantha made us take the decision to initiate water conservation works in the Tharad. VSSM received the required support from its well-wishers and friends based in Mumbai and Ahmedabad. In the initial year we began with deepening two lakes in Tharad.

The entire effort is led under expert advice and monitoring of respected Shri. Rashminbhai Sanghvi. Our dear and respected shared the desire to support the lake deepening works of one village by donating Rs. 10 lakhs in loving memory of his departed daughter, Amita.

Tharad’s Aasodar village was selected for the water conservation efforts, we had already excavated two lakes and decided to go ahead with deepening another 5 lakes which had lost its depth to floods of July 2015. “We had forgotten these lakes, but now realize the importance. The water will seep in and help in raising the ground water table,” expressed the residents of Aasodar. It is too much to expect, the water levels won’t rise so soon as the annual rainfall in this region is also very low. All we can hope and pray for is a good monsoon.…..we are hopeful that nature will support us in our sincere endeavors.

We are grateful to Shri Pradipbhai, his better half Smt. Kokilaben and their daughter Nanditaben for taking the memory of dear Amita forward through such a precious and noble cause……


બનાસકાંઠાના ઉત્તરે થરાદ વિસ્તારમાં પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા ગયા. પરંપરાગત જળસ્ત્રોતો જેવા કે, તળાવ, કુવા વગેરેનું પહેલા સારકામ થતું પણ નહેર અને બોરવેલથી પાણી મળવા લાગ્યા એટલે આ સારકામ બંધ થયું. VSSM વિચરતી જાતિઓ સાથે કામ કરે. પણ થરાદ વિસ્તારમાં ભૂગર્ભજળની આ સ્થિતિ જોયા પછી ત્યાં જળવ્યવસ્થાપનના કામો કરવા જરૃરી લાગ્યા અને તળાવો ઊંડા કરવાનું શરૃ કર્યું. મુંબઈ અને અમદાવાદમાં બેઠેલા સ્વજનોનો સહયોગ મળવા લાગ્યો એટલે એક ગામમાં બે તળાવ ખોદાવવાનું કર્યુ. 

આદરણીય પ્રદિપભાઈ શાહ જેઓ VSSMના શુભચિંતક અને સેવાકાર્યોમાં હંમેશાં અગ્રેસર. આદરણીય રશ્મીનભાઈ સંઘવી કે જેમના માર્ગદર્શન હેઠળ તળાવ ઊંડા કરવાના કામો VSSM દ્વારા થાય. પ્રદિપભાઈએ તેમને એક આખા ગામના તમામ તળાવો ઊંડા કરવા મદદરૃપ થવા વાત કરી અને તે માટે તેમની વહાલી દીકરી અમીતાની યાદીમાં રુપિયા 10 લાખનું અનુદાન આપ્યું. 
થરાદનું આસોદર ગામ અમે પસંદ કર્યું. જ્યાં VSSM સાથે સંકળાયેલા શુભેચ્છક સ્વજનોની મદદથી બે તળાવો ખોદી ચુક્યા હતા ત્યાં અમે બીજા પાંચ તળાવ ખોદવાનું તેને શક્ય પહોળા અને સરખા કરવાનું કર્યું. જુલાઈ 2015માં આવેલા પુરથી અમુક તળાવો તો પુરાઈ ગયા હતા જેને અમે ખોદ્યા. 
આસોદરગામ તો ખુબ રાજી છે. ગામલોકો કહે છે, ‘અમે તળાવો ભુલી જ ગયા હતા પણ એની મહત્તા હવે સમજાય છે. જમીનમાં પાણી ઉતારવું છે જેથી ફરીથી તળ ઊંચા આવે.’ વાત અઘરી છે. અને આમ ઝટ તળ ઊંચા આવવાના પણ નથી. પાછો વરસાદ પણ આ વિસ્તારમાં ઓછો પડે. પણ મનોરથ સેવ્યા છે તો કુદરત મદદ કરશે તેવી શ્રદ્ધા પણ છે. 
સ્વ.વહાલી દીકરી અમીતાની યાદને જળમંદીરના રૃપમાં અમર કરવાની ભાવના વાળા આદણીય પ્રદિપભાઈ તેમના પત્ની કોકીલાબહેન અને તેમની દીકરી નંદીતાબહેનને સલામ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા..