Showing posts with label marginalizedcommunity. Show all posts
Showing posts with label marginalizedcommunity. Show all posts

Monday, October 26, 2020

Extremely grateful to respected Mehsana District Collector and Banaskantha District Collector for their thoughtfulness…

A meeting at Mehsana Collector Office

“The Almighty has given you a unique opportunity, that satisfaction this opportunity will provide if used to help the poor and needy will be second to none. Hence, let us work towards resolving the matters within a specific time frame…” the Mehsana  District Collector Shri H K Patel while addressing a meeting of officials,insisted on finding solutions instead of getting tangled in paperwork whilst responding to fundamental issues of nomadic and other marginalised communities.

Similarly, the Banaskantha Collector Shri Anand Patel too instructed the officials to finish the matters within the given time frame.

As did Additional District Collector of Deesa,  Shri Hirenbhai during a meeting he had summoned to instruct his officials to quickly resolve the housing, water, ration cards issues of the nomadic communities.

A meeting at the office of Additional
Collector Deesa

Both, the Chief Minister of Gujarat Shri Vijaybhai Rupani and Pradesh Chief Shri C. R. Patil have put tremendous emphasis on ensuring that the primary benefits reach these poorest of the poor families.

“Let us know of the regions where the issues don’t get resolved, we will prioritise and get them solved,” respected Vijaybhai himself assured.


Mittal Patel meets Mehsana Collector 

I am grateful for this thoughtfulness.

It is one of the greatest joy to be instrumental towards the welfare of these marginalised communities who still struggle to realise their basic needs.

The images shared are from the meeting at Mehsana Collectors Office and that of a  meeting at the office of  Additional Collector Deesa. 

'ઈશ્વરે તમને તક આપી છે.. અને આ ગરીબ માણસોનું કામ થશે ને તો એનો સંતોષ બીજા બધાય કામ કરતા વિશેષ હોવાનો... એટલે નિશ્ચિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાનું આપણે કરીએ...'

ખાલી કાગળિયા નહીં પણ ઉકેલ લાવવાની નિસ્બત સાથે કાર્ય કરવાની વાત મહેસાણા કલેક્ટર શ્રી એચ કે પટેલે વિચરતી જાતિઓના પાયાના પ્રશ્નોના ઉકેલ સંદર્ભે આયોજીત બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીગણ સાથે કરી.

સાંભળીને રાજી થવાયું..

મહેસાણા #કલેક્ટર શ્રીની જેમ જ #બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલે પણ જિલ્લાના તમામ અધિકારીને સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા તાકીદ કરી..

જે સંદર્ભે પ્રાંત કલેક્ટર ડીસા શ્રી હીરેનભાઈએ પણ પોતાના તાબા તળેના અધિકારી સાથે બેઠક કરીને આ વંચિત પરિવારોને ઘર, પીવાનું પાણી, રાશનકાર્ડ વગેરે મુદ્દાનો સત્વરે ઉકેલ લાવવા સૂચના આપી..

આપણા #મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી નો પણ આગ્રહ આ વંચિતો સુધી તમામ સુવિધા પહોંચે એવો. એમની આ  સજાગતાને પ્રણામ..

આદરણીય વિજયભાઈએ તો કહ્યું પણ ખરા, જ્યાં પ્રશ્નોનો ઉકેલ નથી આવતો મારુ ધ્યાન દોરો આપણે પ્રાથમિકતા આપીને એ કાર્યો પૂર્ણ કરાવીશું..

આપ સૌની આવી લાગણી માટે આભારી છું...

વંચિતોનું કલ્યાણ થાય એમાં નિમિત્ત બનવાનું સુખ મોટુ... આશા છે, આ પરિવારો જે પ્રાથમિક અધિકારો માટે ઝઝૂમે છે એ એમને સત્વરે મળે...

મહેસાણા કલેક્ટર શ્રીની અધ્યક્ષતા હેઠળ આયોજીત બેઠકમાં જવાનું થયું. આ સિવાય પ્રાંત કલેક્ટર શ્રી ડીસા દ્વારા આયોજીત બેઠક... બેય બેઠકના ફોટો...

Sunday, July 19, 2020

Savita Ma gets food with the help of VSSM...

VSSM provides ration kits to elderly woman 

Savita Ma has been living on her own for years, selling trades plastic ware for old clothes and sells those clothes to poor. It was an occupation that enabled her to earn a dignified living. Savita Ma’s son has tuberculosis and stays in a separate house, with his wife takes care of his needs. Living on the banks of a river in Amreli’s Bagasara Savita Ma has never felt the need to ask for support or help as the earning was enough to sustain this lone soul, however, as age catches up her ability to step out and earn has diminished drastically. Age has made her dependent on others for meals.


VSSM provides ration kits to elderly woman

VSSM decided to launch an initiative to support such dependent elderly and destitute individuals in the regions it has been working. The initiative includes providing ration kits to these people. Rameshbhai takes care of 11 such individuals in Bagasara, his compassion and sensitivity reflects in the care he provides to the people under his watch.


For the elderly, surviving with not support is an extremely traumatic experience. Thanks to your help in terms of donations, we have this opportunity of providing support to 80 elderly like Savita Ma.  Grateful for your generosity and faith in us!!

VSSM provides ration kits to elderly individuals

સવિતા માએ વર્ષો સુધી જુના કપડાં ખરીદી ગરીબ માણસોની વચમાં વેચવાનું કર્યું. દીકરો ટીબીનો દર્દી, સવિતા માથી એ જુદો રહે અને તેની પત્ની એની જવાબદારી નિભાવે.

સવિતા મા બગસરામાં નદી કિનારે છાપરાંમાં રહે અને પોતાનો ગુજારો કરે. હાથ પગ ચાલ્યા ત્યાં સુધી એમણે કોઈ સામે હાથ લાંબો ન કર્યો પણ હવે સ્થિતિ બદલાઈ. હવે એમનાથી કામ થતું નથી.
આવા સવિતા મા ને આજુ બાજુ રહેતા માણસો ખાવા આપી જાય તો ખાય એવી સ્થિતિ હતી.
VSSM એવા નિરાધાર વ્યક્તિઓ કે જેમને ખાવાની તકલીફ છે તેમને દર મહિને રાશન આપવાનું કરે.
VSSM provides ration kits to elderly individuals

બગસરામાં રહેતા સવિતા મા જેવા જ બીજા 11 માવતરોને સાચવવાનું અમાર કાર્યકર રમેશભાઈ દ્વારા થાય.


રમેશભાઈ પોતે લાગણીવાળો એટલે આ માવતરોની પૂરી કાળજી રાખે..


પણ ઘડપણ લાઠી વગર ખરેખર કપરુ.. અમે આવા માવતરની લાઠી બનવાનું અમારા પ્રિયજનોની મદદથી કરી રહ્યા છીએ. 80 માવતરોની લાઠી બન્યા છીએ એનો આનંદ.. આમ તો અમે નિમિત્ત માત્ર....
#Mittalpatel #vssm #Mavjatprogram #Foodsecurity
#Rationdistribution #marginalizedcommunity
#Nomadiccommunity #Denotifiedcommunity
#Humanright #Equality #livewithdignity
#વિચરતા #વિંમુકત #માવજતકાર્યક્રમ #માવતર