Thursday, August 26, 2021

VSSM has helped file applications along with an appeal to the district collector of Rajkot with a request to expedite the allotment...

Mittal Patel with the Kangasiya families of Rajkot

The Kangasiya families of Rajkot survive under conditions the shared images depict. When we first came in their contact, they possessed no identity proof. With the support VSSM provided and compassion, the officials showed they could acquire identity proof.

The pressing issue was to help them obtain residential plots. Our Prime Minister has pledged to provide housing to all by 2022.

 “Ben, when will we have a place to call our own, a place we will not ask to vacate?” the families invariably inquired whenever I visited them.

VSSM has helped file applications along with an appeal to the district collector of Rajkot with a request to expedite the allotment. We would also like to request the ever-supportive respected Chief Minister Shri Vijaybhai Rupani to kindly help us with this matter. 

રાજકોટના કુવાળવાગામમાં કાંગસિયા સમુદાયના પરિવારો ફોટોમાં દેખાય એ હાલમાં રહે.

આ પરિવારોને અમે પહેલીવાર મળ્યા ત્યારે એમની પાસે ઓળખના એકેય આધારો નહોતા. અમે મદદ કરી અધિકારીએ લાગણી રાખી એટલે આધારો તો થઈ ગયા.

હવે મુખ્ય મુદ્દો તેમને સ્થાયી રહેણાંક અર્થે પ્લોટ મળે તે. 

આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન 2022 સુધીમાં ઘરવિહોણા પરિવારોને ઘર આપવાનું. 

જ્યારે પણ આ પરિવારોની વસાહતમાં જવું ત્યારે પુછાતો પ્રશ્ન બેન ક્યારે અમને અમારી જગ્યા મળશે જ્યાંથી અમને કોઈ ખાલી ન કરાવે. 

રાજકોટ કલેક્ટર શ્રીને પ્લોટ ફાળવવા અરજી તેમજ દરખાસ્ત કરી દીધી છે. બસ તેમને ઝટ પ્લોટ ફળવાય તે માટે વિનંતી... 

આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ પણ અમારા કાર્યમાં ઘણી મદદ કરે તેમને પણ આ બાબતે મદદરૃપ થવા વિનંતી...

#MittalPatel #vssm

The current living condition of Kangsiya families

The current living condition of these families

Nomadic Settlement of Rajkot




Mittal Patel meets Hajjan Ma and Jagshi Kaka


Instances of female infanticide for the ‘centuries-old preference’ of a male child is a practice many follow.

Although prohibited and outlawed,  recently there were arrests made in Rajkot of personnel who performed gender determination tests.

“Sons will support us as we age, will perform our last rites and ….” The parents will list out many emotional and cultural reasons for them to prefer sons over daughters. 

I know many parents who have taken refuge in old age homes despite of having sons, of sons beating their parents… it makes me question the medieval mindsets and practices.

We provide ration to Hajjan Ma and Jagshi Kaka, who do have a son. VSSM does not provide ration kits to couples or individuals who have son/s, we compel the son to care for their parents.  “Their son does not even ask their well-being, their living condition is pitiable. They live like destitute.” Ishwarbhai had told us.

Hence, we began providing monthly rations to them. However, the question of why isn’t the son looking after them always bothered me.

I had the opportunity to meet the couple during my visit to Dungarsan. I inquired about their son, “he comes and sees us once in a year, doesn’t even support us financially. We have lost hope in him. This is our destiny.”

“What will he give, these people have to feed him when he is here! It is better…” Surdaskaka speaks after he overhears our conversation.

I decided to stop the conversation here. It was better to not put them through more pain.

But examples like these should be brought to light for the understanding of ‘son-crazy’ parents.

VSSM nurtures 185 such elderly in need by providing monthly ration kits and taking care of their needs.

If you wish to support, request you to call us on 90999- 36019  or  Paytm on 90999-36013 .

દીકરાની તમન્નામાં દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવાનું ઘણા કરે. 

રાજકોટમાં હમણાં જ આવી રીતે ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરનારા પકડાયા..

દીકરાની ઘેલછા રાખનાર વ્યક્તિઓને પુછીએ કે દીકરો કેમ જરૃરી તો કહે, ઘડપણની લાઠી, મરીએ ત્યાંરે કાંધ આપે વગેરે વગેરે...

હું કેટલાય માવતરોને મળુ છુ જેઓના દીકરા છે છતાં તેઓ વૃદ્ધા આશ્રમમાં જીવે છે. દીકરા મારતા હોવાનું પણ સાંભળુ છું અને રહી વાત કાંધ આપવાની તો ક્યા જમાનામાં જીવીએ છીએ એ પ્રશ્ન સતત થાય.

હજ્જનમા અને જગશીકાકાને અમે દર મહિને રાશન આપીએ. આ બેઉને દીકરો છે. દીકરો હોય તેમને અમે રાશન ન આપી. દીકરાને અમે મા-બાપની ચાકરી કરવા સમજાવીએ પણ અમારા કાર્યકર ઈશ્વરે કહ્યું, આ બેઉનો દીકરો તો ભાળ કાઢવાય આવતો નથી. ઓશિયાળા છે બેઉ.  હાલત પણ ખરાબ છે. 

એટલે અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું પણ દીકરો કેમ ચાકરી કરતો નથી એ પ્રશ્ન મને મૂંઝવતો.

ડુંગરાસણ ગઈ એ વખતે આ માવતરને મળવા ખાસ ગઈ ને દીકરા અંગે પુછ્યું, કાકા કહે, 'એ બારો રે. વરસે કોક દાડે યાદ આવે તો આવે. પણ પૈસા બૈસા કે ટેકો ન કરે. અમેય હવે આશા નથી રાખતા.. અમારા કરમ..'

અમારી વાતો ગામના સુરદાસકાકા સાંભળે તે એમણે કહ્યું, 'એ શું આપે? આવે તો એના ખવડાવવાની ચિંતા આમને કરવાની આના કરતા....'

કાકા- કાકી બેઉ દુઃખી હતા વધારે પુછીને એમને દુઃખી ન કરવાનું નક્કી કર્યું.

પણ દીકરા પાછળ ઘેલા મા-બાપ માટે આ દાખલો સમજવા જેવો છે.. 

ખેર આવા 185 થી વધુ માવતરોને અમે દર મહિને રાશન આપીએ. તેમની નાની મોટી જરૃરિયાતો પણ સાચવીએ... 

આપને મદદની ઈચ્છા હોય તો 90999- 36019 પર સંપર્ક કરવા વિનંતી. અથવા 90999-36013 પર પેટીએમ પણ કરી શકાય. 

#MittalPatel #vssm

Hajjan Ma and Jagshi Kaka with their monthly ration kit



Mittal Patel meets the couple during her visit to Dungarsan


Tuesday, August 24, 2021

"Please give me poison I do not wish to live any longer!” pleads Ranjitbhai to his father Devrajbhai...

Devrajabapa with his younger son visits VSSM office


"Please give me poison I do not wish to live any longer!” pleads Ranjitbhai to his father Devrajbhai after making constant rounds of various clinics for the last seven months. Ranjitbhai lives in Lodhiyana village of Amreli and earned his living from applying sequins on sarees. Seven months ago, a truck hit him while he was on his way to Una. One of his legs suffered a severe injury and had to be operated on to insert a rod. The family spent their savings on this surgery. While recuperating he developed some infection in the same leg, once again he was making rounds of hospitals in Rajkot, Junagadh, Mahuva… but no one could treat his condition and severe pain persisted. Finally, when they learnt about a free treatment program in Timbi, the father-son duo reached Timbi.

Pareshbhai from Timbi Hospital administration department called me up with a request to help Ranjitbhai receive treatment from Ahmedabad Civil Hospital. Ranjitbhai had no money to travel to Ahmedabad hence, Pareshbhai arranged for an ambulance while Kiran took care of the formalities for his admission into Civil Hospital.

Now it was a matter of waiting and being patient. Ranjitbhai’s wound was dressed daily, the doctor made daily visits but would not talk much to the patient. The father-son duo was very confused with this approach. It made them restless. Why are they operating Ranjitbhai when other doctors had advised the same? The question bothered them. But how to find an answer to the same!?

In the meanwhile,  cyclone Tauktae blew away the roof over their house in their hometown and their livelihood also suffered.

VSSM’s Kiran would regularly visit the father-son duo at the hospital. One day the father requested Kiranbhai, ‘Please get us relieved from here. It is better for Ranjit to be amidst the family instead of dying a lonely death here at the hospital.”

Kiran mentioned this to me, I called Devrajbapa to the office. Ranjit’s younger brother who was visiting him also accompanied his father to the office.

Devrajbapa was in tears describing the silence of the doctors and the condition of their cyclone ravaged house. Ranjit was much better but the men had lost hope, primarily because the doctor would not provide regular updates on Ranjit’s medical condition and they were not confident to speak to the doctor on their own.

I spoke to Shri Kamleshbhai Upadhyay who works at Civil Hospital, he spoke to the doctors treating Ranjitbhai. The doctors asked for  Devrajbapa to meet him. Kiran accompanied Devrajbapa and his younger son to meet the doctor. Devrajbapa asked all the questions that bothered him about Ranjitbhai’s condition, and the doctor patiently replied and resolved to each one of them.

“Now we will be here for as long as it takes for Ranjit to fully recover…” a relieved Devrajbapa tells us.

We provided the younger son with a tarpaulin and some cash while assuring him of support to start some business. Devrajbapa was at peace by now.

The reason for my sharing this rather insignificant story here is to draw your attention to the improving conditions of public hospitals and the need for them to pay attention to matters like so, to improve the communication with the patients and their relatives and ease their worries.

Yesterday the doctors performed plastic surgery on Ranjitbhai’s wound that had finally healed, he will be able to leave for Lundhiya in the next few days.

 'મને ઝેર દઈ દ્યો મારે હવે નથી જીવવું..'

છેલ્લા સાતે મહિનાથી એક દવાખાનામાંથી બીજે ને ત્યાંથી ત્રીજે ધક્કા ખાતા રણજીતભાઈએ પોતાના પિતા દેવરાજભાઈને આ કહ્યું.મૂળ અમરેલીના લોંધિયાગામના વતની રણજીભાઈ દેવીપૂજક સાડીઓમાં ટીલડીઓ લગાડવાનું કરે. સાત મહિના પહેલાં ઉના જતા ટ્રકે અડફેટે લીધા. ઢીંચણથી નીચેના ભાગમાં ફેક્ચર આવ્યું. ઓપરેશન થયું સળિયા નંખાયા. બચત ખર્ચાઈ ગઈ. ઘરે આવ્યા પછી પગમાં રસી થઈ. ફરી દવાખાનાના ધક્કા, દેવરાજાબાપા કહે, જુનાગઢ, રાજકોટ, મહુવા વગેરે કાંઈ કેટલાય દવાખાને ધક્કા ખાધા પણ દરદ મટે નહીં. છેવટે ટીંબીમાં મફત સારવારની જાણ થઈ. તે પહોંચ્યા ટીંબી.

ટીંબી હોસ્પીટલના સંચાલનમાં પરેશભાઈ કાર્યરત એમણે મને ફોન કર્યો ને રણજીતભાઈને સીવીલમાં સારવાર કરાવવામાં મદદ કરવા કહ્યું. અમદાવાદ આવવા પૈસા નહીં તે પરેશભાઈએ એમ્બ્યુલન્સ બાંધી આપી. અહીંયા આવતા વેત અમારા કાર્યકર કીરણે એમને દાખલ કરાવી દીધા. હવે મુદ્દો હતો ધીરજનો. રોજ ડ્રેસીંગ થયા. ડોક્ટર આવે ફટાફટ રજીભાઈને જોઈને જતા રહે. પણ દેવરાજબાપા કે રણજીતભાઈ સાથે ઝાઝી વાત ન થાય. બીજા ડોક્ટરોએ તો ઓપરેશનનું કહેલું ત્યારે અહીંયા એમાનું કેમ કરતા નથી તે પ્રશ્ન પણ થાય. પણ પુછી ન શકે. 

તૌકતે વાવાઝોડુ એમના ગામમાં આવીને ગયું અને એમનું છાપરુ ઊડી ગયું. રોજગારના  પણ કોઈ ઠેકાણા નહીં.  

માનસીક રીતે ભાંગી પડેલા રણજીભાઈ અને બાપાના હાલચાલ પુછવા અમારો કિરણ નિયમીત જાય. તે એક દિવસ એમણે કિરણને કહ્યું, 'અમને રજા દઈ દ્યો. ઘીરે અમારા બધાની વચમાં રણજીત મરશે તો ચાલશે પણ આંયા...'

કીરણે મને વાત કરીને અમે દેવરાજાબાપાને ઓફીસે બોલાવ્યા. તેમનો નાનો દીકરો પણ ખબર પુછવા આવેલો તે બાપ દીકરો બેઉ ઓફીસે આવ્યા. 

ડોક્ટર કાંઈ કહેતા નથી ને ઘરની સ્થિતિ તો બોલતા બોલતા દેવરાજબાપાની આંખમાં આસુ આવી ગયા. રણજીતભાઈને ઘણું સારુ હતું છતાં આ લોકો હિંમત હારી ગયેલા. મૂળ પ્રશ્ન ડોક્ટરે તેમની સાથે વાત નહોતી કરી. ક્યાંક આ લોકો ડોક્ટરને પુછી ન શક્યા.

આખરે સીવીલમાં કાર્યકરત અને ખુબ સંવેદનશીલ શ્રી કમલેશભાઈ ઉપાધ્યાયને આ વાત કહી. તેમણે વિભાગના ડોક્ટરને વાત કરી. ડોક્ટરે કહ્યું કાકાને મોકલી આપો હું વાત કરીશ. અમે કીરણ સાથે દેવરાજાબાપાને તેમના નાના દીકરાને સીવીલ મોકલ્યા. બાપાએ ડોક્ટરને ઘણા પ્રશ્નો પુછ્યા ને ડોક્ટરે દરેક વાતનું સમાધાન આપ્યું. કાકાના જીવને શાંતિ થઈ એ પછી એમણે કીરણને કહ્યું, 'હવે જેટલા દી રાખશે એટલા દી રેશું ને રણજીતને હાજો નરવો લઈને આંયાથી જશું..'ગામડેથી આવેલા એમના નાના દીકરાને તોરપોલીન ને થોડા પૈસા આપ્યા. સાથે નવો ધંધો કરવા મદદ કરવા કહ્યું. કાકાને જીવને હવે સાવ શાંતિ થઈ. 

આ વાત સાવ નાનકડી છે.. મૂળ સારવારની સાથે ક્યાંક વાત કરવાનું થાય તો શું પરિણામ આવે એ દર્શાવવા આ લખ્યું. 

સરકારી હોસ્પીટલોમાં પહેલાં કરતા સુવિધા ઘણી સરસ થઈ છે. એમાં આવી વાતો પર ધ્યાન દેવાય તો સોને પે સુહાગા જેવું થઈ જાય.  ખેર ગઈ કાલે જ રણજીતભાઈને પગમાં જ્યાં પસ થયું હતું તે લાંબા સમયના ડ્રેસીંગ પછી સારુ થયું ને એમની પ્લાસ્ટીક સર્જરી પણ થઈ ગઈ. બે ચાર દિવસમાં હવે એ લુંધિયા જઈ શકશે.. 

#MittalPatel #VSSM