Thursday, August 26, 2021

Mittal Patel meets Hajjan Ma and Jagshi Kaka


Instances of female infanticide for the ‘centuries-old preference’ of a male child is a practice many follow.

Although prohibited and outlawed,  recently there were arrests made in Rajkot of personnel who performed gender determination tests.

“Sons will support us as we age, will perform our last rites and ….” The parents will list out many emotional and cultural reasons for them to prefer sons over daughters. 

I know many parents who have taken refuge in old age homes despite of having sons, of sons beating their parents… it makes me question the medieval mindsets and practices.

We provide ration to Hajjan Ma and Jagshi Kaka, who do have a son. VSSM does not provide ration kits to couples or individuals who have son/s, we compel the son to care for their parents.  “Their son does not even ask their well-being, their living condition is pitiable. They live like destitute.” Ishwarbhai had told us.

Hence, we began providing monthly rations to them. However, the question of why isn’t the son looking after them always bothered me.

I had the opportunity to meet the couple during my visit to Dungarsan. I inquired about their son, “he comes and sees us once in a year, doesn’t even support us financially. We have lost hope in him. This is our destiny.”

“What will he give, these people have to feed him when he is here! It is better…” Surdaskaka speaks after he overhears our conversation.

I decided to stop the conversation here. It was better to not put them through more pain.

But examples like these should be brought to light for the understanding of ‘son-crazy’ parents.

VSSM nurtures 185 such elderly in need by providing monthly ration kits and taking care of their needs.

If you wish to support, request you to call us on 90999- 36019  or  Paytm on 90999-36013 .

દીકરાની તમન્નામાં દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવાનું ઘણા કરે. 

રાજકોટમાં હમણાં જ આવી રીતે ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરનારા પકડાયા..

દીકરાની ઘેલછા રાખનાર વ્યક્તિઓને પુછીએ કે દીકરો કેમ જરૃરી તો કહે, ઘડપણની લાઠી, મરીએ ત્યાંરે કાંધ આપે વગેરે વગેરે...

હું કેટલાય માવતરોને મળુ છુ જેઓના દીકરા છે છતાં તેઓ વૃદ્ધા આશ્રમમાં જીવે છે. દીકરા મારતા હોવાનું પણ સાંભળુ છું અને રહી વાત કાંધ આપવાની તો ક્યા જમાનામાં જીવીએ છીએ એ પ્રશ્ન સતત થાય.

હજ્જનમા અને જગશીકાકાને અમે દર મહિને રાશન આપીએ. આ બેઉને દીકરો છે. દીકરો હોય તેમને અમે રાશન ન આપી. દીકરાને અમે મા-બાપની ચાકરી કરવા સમજાવીએ પણ અમારા કાર્યકર ઈશ્વરે કહ્યું, આ બેઉનો દીકરો તો ભાળ કાઢવાય આવતો નથી. ઓશિયાળા છે બેઉ.  હાલત પણ ખરાબ છે. 

એટલે અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું પણ દીકરો કેમ ચાકરી કરતો નથી એ પ્રશ્ન મને મૂંઝવતો.

ડુંગરાસણ ગઈ એ વખતે આ માવતરને મળવા ખાસ ગઈ ને દીકરા અંગે પુછ્યું, કાકા કહે, 'એ બારો રે. વરસે કોક દાડે યાદ આવે તો આવે. પણ પૈસા બૈસા કે ટેકો ન કરે. અમેય હવે આશા નથી રાખતા.. અમારા કરમ..'

અમારી વાતો ગામના સુરદાસકાકા સાંભળે તે એમણે કહ્યું, 'એ શું આપે? આવે તો એના ખવડાવવાની ચિંતા આમને કરવાની આના કરતા....'

કાકા- કાકી બેઉ દુઃખી હતા વધારે પુછીને એમને દુઃખી ન કરવાનું નક્કી કર્યું.

પણ દીકરા પાછળ ઘેલા મા-બાપ માટે આ દાખલો સમજવા જેવો છે.. 

ખેર આવા 185 થી વધુ માવતરોને અમે દર મહિને રાશન આપીએ. તેમની નાની મોટી જરૃરિયાતો પણ સાચવીએ... 

આપને મદદની ઈચ્છા હોય તો 90999- 36019 પર સંપર્ક કરવા વિનંતી. અથવા 90999-36013 પર પેટીએમ પણ કરી શકાય. 

#MittalPatel #vssm

Hajjan Ma and Jagshi Kaka with their monthly ration kit



Mittal Patel meets the couple during her visit to Dungarsan


No comments:

Post a Comment