The meeting with Saraniya families |
Since past couple of months VSSM has received frequent requests from numerous regions having large concentrations of nomadic families to reach these regions and help the nomadic families living in these regions acquire their citizenry documents. The communities asking VSSM’s support were Nat, Saraniya, Gadaliya, Devipujak from Amreli district’s Bagasara, Savarkundla and Amreli regions. Almost 600 families are struggling to obtain their identity proofs and documents of entitlements.
A Saraniya community leader, after tireless efforts managed to get a ration card but the authorities had issued only one ration card between him and his six sons all of whom were married and living seperately. Also the ration card did not include the names of his wife, his sons’ wives and their children. Such a ration card holds no ground if applications for residential plots were to be processed based on it. The authorities who are always on a lookout of a rhyme or reason to not consider such requests would find a perfect reason to allot one residential plot between 7 families.
An organisation name Balmandir is working with the children of these families but it considers itself inexperienced in tackling the local bureaucracy on such matters and the families too are absolutely ignorant on such matters. Subsequently, VSSM has decided to send its three well equipped and experienced team members (experienced to work with the administrative authorities) to these settlements where they would complete the task of filing applications for these families. They will be with these families for 3 days from 23rd to 25th July.
We shall be putting all our efforts to help these families, we are hoping for the best.
vssm જે વિસ્તારોમાં કામ કરે છે અને તેના પ્રયત્નોથી જે પરિવારોને મદદ મળી છે અને જીવનમાં જે ફેરફાર આવ્યા છે તેને જોઈને આપણે જે વિસ્તારમાં કામ નથી કરતા ત્યાં રહેતા પરિવારો પણ આપણને તેમના વિસ્તારમાં મદદરૃપ થવા વિનંતી કરે છે.
તાજેતરમાં જ અમરેલી જિલ્લાના બગસરા, સાવરકુંડલા અને અમરેલીમાં રહેતા નટ, સરાણિયા, ગાડલિયા, દેવીપૂજક સમુદાયના લોકોની વારંવારની રજૂઆતના કારણે તેમને મળવા જવાનું થયું. લગભગ 600 જેટલા પરિવારો પોતાની ઓળખના આધારો મેળવવા માટે રીતસર વલખાં મારતા હોય તેવો ઘાટ છે. સરાણિયા આગેવાન વખાભાઈએ પોતે ખુબ મહેનત કરીને રેશનકાર્ડ કઢાવ્યાનું જણાવ્યું પણ તેમનું રેશનકાર્ડ જોતા એક સાથે 6 અલગ અલગ રહેતા કુટુંબના નામ એક રેશનકાર્ડ હોવાનું જણાયું અને તે પણ વખાભાઈ અને તેમના છ દીકરાના જ નામ. બાકી દીકરાના દીકરા દીકરાની પત્ની તે ત્યાં સુધી કે તેમની પત્નીનું પણ તેમાં નામ નહીં. આ પરિવારોની પ્લોટ માટેની અરજી કરવી છે પણ આવા રેશનકાર્ડ પર અરજી પણ ના કરી શકાય. નહીં તો એક પરિવાર માની પાણીમાંથી પોરા કાઢનાર અધિકારીઓ 7 કુંટુંબ વચ્ચે એક જ પ્લોટ આપી દેશે.
ખેર મુશ્કેલી ખુબ છે અને વહીવટીતંત્ર સાથે કામ કેમ પાર પાડવું તેની સમજ આ પરિવારોને નથી. ત્યાંની સંસ્થા બાલમંદિર તેમના બાળકો સાથે કામ કરે છે તેમને પણ વહીવટીતંત્ર સાથે કામ કરવાનું ફાવતું નથી. અમે vssmના ત્રણ કાર્યકરો જેઓ સરકારી વિભાગો સાથે માથાકુટ કરવામાં માહેર છે તેમને તા.23 થી 25 જુલાઈ સુધી આ વિસ્તારમાં મોકલવાનું નક્કી કર્યું છે અને તમામ અરજીઓ એક સાથે થાય તેવું આયોજન છે.
અમારાથી શક્ય કોશીશ સૌને મદદરૃપ થવાની કરીએ છીએ સફળ થઈશું તેવો વિશ્વાસ પણ છે.
ફોટોમાં સરાણિયા પરિવારો સાથે થયેલી બેઠક