Sunday, October 24, 2021

VSSM, with support from Sparsh gifted these uniquely designed chula to nomadic families living in Sabarkantha district...

Nomadic families with their uniquely designed chula
 

A wood fired stove/chula designed to consumes less wood and emit less smoke yet cooks faster.

VSSM, with support from Sparsh gifted these uniquely designed chula to nomadic families living in Sabarkantha’s Himmatnagar and Aravalli’s  Bhiloda regions.

It is a small yet priceless gift for the homemakers who need to spend hours collecting wood and cooking after a tiring day at work. It would also be convenient for these families who keep wandering to pack and move with this chula.

Maharshibhai  and Rutu through Sparsh have been supporting VSSM help these deprived families. This Diwali, they chose to gift these chula.

We are thankful to our team member Tohid for identifying the deserving families and bringing them the chula/stoves.

Thank you Maharshibhai and Rutu and especially Sparsh for your continued support. 

અનોખી ડીઝાઈનવાળો ચુલો. 

જેમાં ધુમાડો ન થાય, બળતણ ઓછુ વપરાય ને ખાસ તો ઝડપથી રસોઈ થાય.

સાબરકાંઠા ને અરવલ્લીના હિંમતનગર અને ભીલોડામાં રહેતા વિચરતી જાતિના પરિવારોને સ્પર્શની મદદથી અમે આવા ચુલા આપ્યા.

આમ તો નાનકડી ભેટ ગૃહિણી માટે અમુલ્ય.

ગામે ગામ લબાચા લઈને રઝળતા પરિવારો માટે આ ચુલાને લઈને ફરવુંયે પાછુ સહેલું.

મહર્ષીભાઈ અને ઋતુ સ્પર્શ સંસ્થા થકી VSSMને શક્ય મદદ આ વંચિત પરિવારોના કલ્યાણમાં કરે.. 

ચુલા એ દિવાળી નિમિત્તની આવી જ નાનકડી ભેટ..

અમારા કાર્યકર તોહીદે આવા પરિવારોને શોધ્યા અને તેમના સુધી મદદ પહોંચાડી. આભાર..

આભાર મહર્ષીભાઈ અને ઋતુ... અને ખાસ માધ્યમ તરીકે સ્પર્શ પ્રત્યે કૃતજ્ઞતા..

#MittalPatel #vssm Maharshi K Dave


Nomadic families with their uniquely designed chula

Nomadic families with their uniquely designed chula

A wood fired stove/chula designed to
consumes less wood and emit less 
smoke yet cooks faster



Nomadic families with their uniquely designed chula


VSSM became instrumental in helping the elderly couple realise their dream...

Mittal Patel meets Dahyakaka and Manjuben


I was seating near the shanties near the highway leading to Surendranagar, when a frail looking Dahyakaka,  bent from waist downwards came and sat next to me.

“We have to visit Dahyakaka’s home, we provide him monthly ration kit and he wanted to meet you, ” Harshad, my teammate  tells me.

I was at this Vansfoda settlement to interact with the community leaders. Harshad, Pravinbhai and other leading community members had worked hard to ensure this families receive residential plots form the government. The hard work paid off, the plot got sanctioned. The families are now awaiting government aid to being construction of houses.

After the completion of the meeting, I followed Dahyakaka to what he called his house. A shanty in middle of puddles and pot-holes that he called home.

“Wake-up,  Ben is here,” Kaka woke up his wife Manjuben who was asleep on the charpoy.

“I cannot see well, nor can she,” Kaka tells us.

“So who cooks for you from the ration we give you?” I inquired.

“Both of us cook together!”

“Is the ration enough?”

“Oh yes, it is more than enough. You have served us in the true sense, May God Bless you!!” Kaka generously showered his blessings.

Kaka-Kaki are destitute elders, it would benefit them if they got Antyoday card. Kaka receives pension under elderly pension scheme but Kaki doesn’t receive anything, “It would be better if I also got some money, we wouldn’t have to stretch our hands before someone.”

The couple has received a plot at Mulchand village, Kaka dreams to move into his own house before he breathes his last.

We are glad to be instrumental in helping him realise his dream.

The government assistance for house construction is Rs. 1.20 which is insufficient to build a decent house hence, we will top up the government assistance. Because it is about bringing their last wish to life.

VSSM provides a monthly ration kit to destitute elders, we also take care of their medical needs. VSSM considers itself blessed to be able to do so, if you wish to share the joy do choose to sponsor an elder. Call 9099936013.

Kaka’s blessings are not limited to us, they have reached all who have helped us help them.

સુરેન્દ્રનગરમાં રોડની બાજુમાં આવેલા છાપરાંના એક ભાગમાં હું બેઠી હતી ત્યાં કમરેથી વાંકા વળી ગયેલા ડાહ્યાકાકા મારી સામે આવીને બેઠા.

અમારા કાર્યકર હર્ષેદ કહ્યું, 'આપણે ડાહ્યાકાકાના ઘરે જવાનું છે. આપણે એમને રાશનકીટ આપીએ છીએ. એ મળવાનું કહેતા હતા'

વાંસફોડા પરિવારોની આ વસાહત. તેમને રહેવા પ્લોટ મળે તે માટે અમારા હર્ષદ અને વસાહતના આગેવાન પ્રવિણભાઈ તેમજ અન્યોએ ઘણી મહેનત કરેલી. પ્લોટ ફળવાયા પણ મકાન સહાય હજુ મળી નથી. તે અંગે પરિવારો સાથે વાત કરવાની હતી.

અમારી બેઠક પુરી થઈ પછી હું હાહ્યાકાકાની પાછળ એમના ઘરે જવા ચાલી. આમ તો ઘર કહેવા કરતા રોડની બાજુમાં કાદવ કિચડની સામે આવેલું છાપરુ કહેવું વધારે ઉચીત.

કાકાએ એમના પત્ની મંજુકાકીને જે ખાટલામાં સુતા હતા તેમને ઉઠાડ્યા.

'ઉઠ બેન આઈવા સે..'

મંજુકાકીને આંખે ભળાતુ નથી. કાકા કહે, 'મને પણ ઝાંખુ દેખાય'

'ત્યારે કાકા અમે જે રાશન આપીએ એમાંથી રસોઈ કોણ બનાવી આપે?'

'અમે બેય મળીને બનાવીએ'

'રાશન ચાલી રહે છે કાકા?'

'હા બાપલા તમે સાચી સેવા કીધી ભગવાન તમારુ ધ્યાન રાખશે..' એવી કાંઈ કેટલીયે દુવા કાકાએ આપી.

કાકા કાકી નિરાધાર એમને અંત્યોદય કાર્ડ મળે તો પણ રાશનમાં વધારો થાય. બાકી વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત કાકાને પેન્શન મળે જ્યારે કાકીને નથી મળતું. કાકી કહે, 'પેન્શન મળે તો થોડો ટેકો રહે, કોઈ પાહે હાથ લાંબો કરવો નો પડે'

એમને મુળચંદગામમાં રહેવા પ્લોટ મળ્યો છે. કાકાની ઈચ્છા મરતા પહેલાં પોતાના પાકા ઘરમાં રહેવાની છે.

અમને રાજીપો છે આવા કાર્યોમાં નિમિત્ત બનવાનો.

સરકારની 1.20 લાખની સહાયમાંથી કાકાનું ઘર નહીં બંધાય અમે જરૃર પડે પૈસા ઉમેરીશું. મૂળ વાત જીવનના અંતીમ પડાવમાં આવેલા દંપતીનું સ્વપ્ન પૂર્ણ થાય એની છે.

અમે આવા નિરાધાર માવતરોને દર મહિને રાશન ને બીજી જે જરૃર હોય તે પુરી કરીએ.. જો કે કોઈ આપે એ અમારે પહોંચાડવાનું પણ આનું સુખ મોટુ..

તમેય આવા સુખમાં ભાગીદાર બની શકો. માવતરોને માસીક રાશન આપવાનું કરીને તેમને દત્તક લઈને.. સંપર્ક 9099936013

બાકી કાકાના આશિર્વાદના હકદાર મદદ કરનાર સૌ...

સૌને પ્રણામ

#mittalpatel #vssm #mavjat

#elderlycare #elderlypeople

#ration #RationDistribution

#humanity #HumanityFirst