Mittal Patel with the people of Shihori |
“The government sunk borewell in our village for water supply to neighbouring towns of Radhanpur and Santalpur. Now that the Narmada waters reached us and the borewells have fallen quite. We farmers too sunk borewells to irrigate our crops and continued drawing waters until we emptied the belly of mother earth. The groundwater levels have depleted to 800 -1000 feet. If we do not realise it now we are going to reach a point of no return very soon, we will have no water to drink or farm. It is time we wake up and perform our role….”
Shihori Water Management Site |
Vipulbhai from Shihori, Banaskantha narrated the above while appealing us for deepening the lake in their village. We had stated our preconditions, i.e. to ferry the excavated soil and collect a contribution from each and every family to build a corpus for managing community water sources.
Lake Deepening work |
We have experienced that many times the tractors arrive until good quality topsoil is been excavated, once the quality of soil changes the tractors stop. Hence, It was also mentioned that the tractors to ferry the soil should not stop mid-way but arrive until the entire task is finished.
Vipulbhai and the farmers who have land around the lake had assured all the above would be followed and they did. Our experience in Shihori has been very encouraging. We were in the village to monitor the ongoing lake deepening work, and were impressed by the disciplined manner it was been carried out. They were grateful for the support VSSM and financial assistance from Fine Organic Industries Pvt. Ltd.
Mittal Patel meets the people of Shihori Village |
We thanked them for their awareness and their proactiveness. “Ben, we have many visitors through the day who come to witness this work and they do tell us that they would be contacting you soon. How wonderful it would be if everyone woke up to this need, the earth will once again be alive and beautiful!!” Vipulbhai shared.
We are delighted with the acceptance and recognition the water conservation efforts are receiving. Hope this village leadership competes with each other and races to deepen as many lakes possible. It sounds like a perfect race, where everyone will win!!
The images share glimpses of Shihori before the works began and the ongoing efforts and the youth behind these efforts.
અમારા વિસ્તારમાં સરકારે બોરવેલ કર્યા અને અહીંયાથી પાણી લઈને અછતવાળા વિસ્તારો -રાધનપુર, સાંતલપુરમાં ખુબ આપ્યું. હવે નર્મદા આવીને બોરવેલ બંધ થયા. આ સિવાય અમે ખેડૂતોએ પણ ખેતી માટે બોરવેલ કર્યાને પાણી કાઢે રાખ્યું. એટલે અમારા તળ 800 થી 1000 ફૂટ પહોંચ્યા. હવે નહીં જાગીએ તો શહેરમાં જઈને મજૂરી કરવા'વારો આવવાનો એટલે ભઈ'સાબ હવે જાગો...'
બનાસકાંઠાના શિરોહીગામમાં રહેતા વિપુલભાઈએ આ વાત એમના ગામનું તળાવ ગાળવાની વિનંતી કરતી વખતે કરેલી.
અમે કહેલું માટી ઉપાડવા ટ્રેક્ટર મુકવા ઉપરાંત નાનો ફાળો ભેગો કરવો પડશે તો તળાવનું કામ કરીશું. પાછુ ટ્રેક્ટર ખોદકામ થાય ત્યાં સુધી સતત આવવા જોઈએ.
વિપુલભાઈ અને શિહોરીનું જે તળાવ ખોદાઈ રહ્યું છે તે તળાવ આસપાસના ખેડૂતોએ આ વાતની ખાત્રી આપી અને એ ખાત્રી બરાબર પાળી.
ઘણી જગ્યાએ ફળદ્રુપ માટી હોય ત્યાં સુધી ટ્રેક્ટર આવે પછી કોઈ તકવાય આવે નહીં. અમારા આવા ઘણા અનુભવ છે માટે જ લખુ છું. પણ શિરોહી અનુભવ નોખો હતો.
અમે તળાવનું કામ કેવું ચાલે છે તે જોવા ગયા તો એકદમ સીસ્તબદ્ધ કામ થઈ રહ્યું હતું.
સૌએ સંસ્થા અને આ તળાવ જેમની મદદથી થાય છે તે ફાઈન ઓર્ગેનીક ઈન્ડ્રસ્ટ્રીઝ પ્રા. લી.નો આભાર માન્યો.
અમે ગામનો આભાર માન્યો. મૂળ તો જાગૃત થયા એ માટે. જો કે વિપુલભાઈએ કહ્યું, 'આપણા આ તળાવને જોવા ઘણા લોકો આવે છે અને પોતાના ગામના તળાવો ઊંડા કરાવવા માટે સંસ્થાનો સંપર્ક કરાવવા કહે છે..બેન બધા જાગી તો કેવું રૃડુ થઈ જાય નહીં?'
ચાલો સારુ થઈ રહ્યું છે..
જ્યોત સે જ્યોત જલે... ની જેમ હકારાત્મક તળાવ ગળાવવાનો વાદ સૌ લઈ રહ્યા છે એનો રાજીપો...
શિહોરીના તળાવની ખોદકામ શરૃ કર્યા પહેલાંની દશા.. હાલ ખોદાઈ રહ્યું છે અને ગામના જે યુવાનો આ કાર્યમાં સક્રિય છે તે સૌની સાથેના ફોટો....