Ramjibhai shared how they tackled the onslaught of covid's devastating second wave with Mittal Patel |
Bharkawada is one unique village that did not register a single hospitalization or death during the Covid second wave.
While rarely has a village escaped the onslaught of Covid's second wave, this narration by Ramjibhai of Bharakwada astounded me. Bharkawada had 3-4 cases and the infected recovered well. How did no one require hospitalization?
“The village youth took up the responsibility of sensitizing individuals who were hesitating to take the vaccine. We also took advantage of our village WhatsApp group to share information on the benefits of vaccination,how vaccinated people escaped with minor symptoms etc. In short, vaccination saved them from facing severe consequences of the second wave. Apart from this the ones who were still awaiting vaccination took good care of themselves.” Ramjibhai shared how they tackled the onslaught of covid’s devastating second wave.
There are many misconceptions making waves about the side effects of the vaccine. Many told me how they ran to the fields when the vaccination team visited their homes.
‘Infact, vaccination saved us, just like the polio eradication campaign, the 2 drops that have made polio cases almost non-existent, similar has to happen with Covid-19” shares Ramjibhai.
Bharkawada is a village with a population of 2200 to 2500 people. VSSM is undertaking tree plantation drive in the village with the assistance of Rosy Blue (India) Pvt. Ltd. The village youth has been enshrined the responsibility of undertaking plantation drive. Apart from the crematorium, VSSM plans to plant trees on either side of the lane leading from Palanpur Highway to the village’s main entrance. This would provide the much needed green shade to those walking into the village.
Hope like Bharkawada other villages too wake up to the needs of current times….
ભરકાવાડા એક એવું ગામ જ્યાં કોરોનાની બીજી લહેરમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું ના કોઈને હોસ્પીટલમાં દાખલ થવું પડ્યું.
ગામના રામજીભાઈની વાત સાંભળી નવાઈ લાગી.. મૂળ કોરોનાની બીજી લહેરમાં ભાગ્યેજ કોઈ ગામ #કોરોના મુક્ત રહ્યું હશે. ત્યારે #ભરકાડાવાડામાં બે પાંચ લોકોને ખાલી કોરોનાના લક્ષણો દેખાયા વળી એ લોકો ઘરે જ સાજા થયા. હોસ્પીટલના દ્વારે કોઈને જવું જ ન પડ્યું. આવું કેવી રીતે થયું?
રામજીભાઈએ કહ્યું, 'કોરોનાની રસી માટે ગામમાં યુવાનો જે લોકો રસી ન લે એને ઘરે જઈને સમજાવીએ. અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ ચાલે એમાં અમે રસીકરણના ફાયદા જેમને રસી લીધી હોય તેમને કોઈ નુકશાન નથી થયું વગેરે વાતો મુકીએ એના પ્રતાપે સૌને હિંમત આવી. આ રસીકરણે એમને બચાવ્યા. આ સિવાય રસી માટે જેમનો વારો નહોતો આવ્યો તેમણે પોતાની કાળજી બરાબર કરી'
રસીને લઈને કેટલી ગેરમાન્યતા લોકોમાં ફેલાયેલી છે. ઘણા લોકોએ કહેલું કે, બેન રસી વાળા આવે એટલે અમે ખેતરમાં ભાગી જઈએ. રસી લઈએ તો મરી જઈએ.. આ થાય ફલાણું થાય...
પણ રામજીભાઈ કહે, 'રસી લઈએ તો જીવી જવાય. જેમ #પોલીયો નાબુદ કરવા બાળકોને રસીના બે ટીપા પીવડાવાય ને એના લીધે પોલીયોના કેસ હવે ક્યાંય જોવા નથી મળતા બસ આવું કોરોનાનું છે'
ભરકાવાડા 2200 થી 2500ની વસતિવાળુ જાગૃત ગામ..અમે આ ગામના સ્મશાનમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી વૃક્ષો વાવના છીએ.. ગામના નિવૃત ફોરેસ્ટ અધિકારી આ વૃક્ષોની માવજતની જવાબદારી યુવાનોની ટીમ સાથે નિભાવાના છે..અમે સ્મશાન સિવાય #પાલનપુર હાઈવેથી ગામમાં પ્રવેશવાના રસ્તેથી છેક ગામ સુધી વૃક્ષો વાવવાનું આયોજન પણ કર્યું છે. જેથી રાહદારી રસ્તો લીલોછમ બને..
ભરકાવાડાની જેમ અન્ય ગામો પણ જાગૃત થાય એમ ઈચ્છીએ..
#MittalPatel #vssm Galav Dairy
#vaccination #vaccinationday2021
#vaacine #COVID19 #Covid19India
#coronavirus #TreePlantation
Tree Planttaiopn site |
Mittal Patel meets the villagers of Bharkawada village |
Bharkawada village sign board |