Thursday, December 23, 2021

VSSM provides monthly ration kit to Shivakaka and Ashokkaka through its Mavjat initiative...

Mittal Patel meets Shivakaka and Nanuma

Mittal Patel meets Ashokkaka

“She went away, leaving me alone,” having lost his wife just 15 days ago, Ashok kaka was in tears as he uttered these words. Kaka lives in Surendranagar and sold datan to make a living. But as age progressed, both Kaka and Kaki’s health deteriorated. They could not go out for work. The neighbours would help as much as possible, but that could not be an everyday affair. Also, neighbours are not family; they cannot care how a family does. Kaka-kaki depended on each other, and Kaki’s demise had left Kaka mentally broken. 

Surendranagar’s Shivakaka and Nanuma shared similar plight. They have no children of their own, and despite financial constraints, their nephew does help in whichever way he can. Kaka-kaki are aware of his financial limitations, so they try to sustain themselves on the ratio they get through their ration card. 

VSSM’s Harshadbhai’s compassionate and persistent efforts identified these elderly individuals. 

“We do not like to extend our hands, but we are helpless. The ration you provide us is a great help.” Shivakaka and Ashokkaka told me when I had met them recently. 

VSSM has been a support to numerous such elderly. Many of our well-wishers have adopted these elderly, the reason we can continue extending help to the ones in need. Today there are 205 elderly who receive monthly ration kits from VSSM. Usually, parents are our caretakers, but with these elderly, society needs to step up and take up the role of caretakers. Do reach us on 9099936013 if you wish to adopt an elderly!!


 એ તો જતી રઈ.હું એકલો થઈ ગ્યો, આટલું કહેતા સુરેન્દ્રનગરમાં રહેતા અશોકકાકા રડી પડ્યા

એમના પત્નીનું દેહાંત 15 દિવસ પહેલાં થયું. કાકા સુરેન્દ્રનગરમાં દાતણ વેચતા. પણ ઉંમર થતા કાકા કાકી બેયની તબીયત નરમગરમ રહેવા માંડી.

કામ બંધ થયું. પડોશીઓ શક્ય સાચવવા કોશીશ કરે પણ કાયમ સાચવવું મુશ્કેલ વળી  પરિવારમાં સાચવી શકે તેવું કોઈ નહીં. કાકા કાકીને એકબીજાનો સહારો હતો પણ કાકી જતા કાકા મનથી ભાંગી પડ્યા. 

આવા જ નોંધારા શીવાકાકા ને નાનુમા. એય સુરેન્દ્રનગરમાં રહે. તેમને સંતાન નહીં તેમનો ભત્રીજો તેમને શક્ય મદદ કરે. મૂળ એ ભાઈએ કલરકામ કરી પેટિયું રળે.  કાકા કાકીને સાચવવાની એ ના ન પાડે પણ એમનીય સ્થિતિયે ઠીક. કાકા ને કાકી બેઉ રેશનકાર્ડ પર મળતા અનાજ પર નભવા કોશીશ કરે. 

આ બેઉને અમારા હર્ષદે ખોળી કાઢ્યા. મૂળ એય લાગણીવાળો ને આ બધા કાર્યોમાં પાછો સતત લાગેલો રહે. 

અશોકકાકા ને શીવાકાકાને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું, તમે રાશનની મદદ કરી શકો તો સારુ. માંગવું ગમે નહીં પણ શું કરીએ...

અમે આવા નોંધારા માવતરોનો આધાર બનવાની કોશીશ કરીએ. આવા માવતરોને ઘણા પ્રિયજનોએ દત્તક લીધા છે ને એટલે આ કાર્યો થઈ શકે છે.. માવતરોની સંખ્યા 205 ઉપર પહોંચી.. જેમને દર મહિને અમે રાશનકીટ આપીએ... 

આમ તો મા-બાપ પાલક હોય પણ અહીંયા સમાજે એમના પાલક બનવું રહ્યું....

આ કાર્યમાં સહયોગ માટે 9099936013 પર વાત કરી શકાય..

#MittalPatel #vssm

Monday, December 20, 2021

Working as a Board member is an experience in itself...

Mittal Patel meets Administartor of Dadranagar Haveli, Diu

Recently I had the opportunity to meet individuals belonging to the Katholi community in Dadra Nagar Haveli. The community members lead an itinerant lifestyle and migrate in search of livelihood. Most of them work in brick kilns or engage in mud excavation work. There were around 200 families in 5 villages. Of course, the community faces similar challenges all migrant communities face, including a lack of education among their children.  

We had an extensive discussion with the Administrator of Diu, and Dadra Nagar Haveli respected Shri Prafulbbhai Patel and Secretary Shri Puja Jain regarding the welfare of Dhodiya and Mahyavanshi (Vankar) communities of the region. 

Shir Prafulbhai ensured that some recommendations would be implemented with immediate effect. 

We will be sharing the recommendations in writing to the administration and the Central Government. 

Working as a Board member is an experience in itself. I am grateful to Prime Minister Shri Narendrabhai Modi for entrusting me with this responsibility. 

દાદરના નગર હવેલીમાં રહેતા કાથોડી સમાજના લોકોને મળવાનું થયું. આમ થોડું ઘણું જીવન વિચરતી જાતિ જેવું. ખાડા ખોદવાનું ને ઈંટોના ભઠ્ઠામાં એ લોકો કામ કરે. લગભગ પાંચેક ગામમાં એમના 200 જેટલા ખોરડાની વસતિ. સ્થળાંતર પણ ખરુ. શિક્ષણનું પ્રમાણ ઓછુ ને અન્ય સ્થિતિ પણ ઠીક.

દીવ દમણ અને દાદરા નગર હવેલીના Administrator આદરણીય શ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ સેક્રેટરી શ્રી પુજા જૈન સાથે પણ ત્યાં રહેતા ધોડિયા અને માહ્યાવંશી (વણકર) સમુદાયોના કલ્યાણ અર્થે વધારે સારુ શું થઈ શકે તે અંગે વિસ્તારથી વાત થઈ.

આદરણીય પ્રફુલભાઈએ તો કેટલીક ચીજોનું અમલીકરણ તેઓ તત્કાલ કરાવશેનું કહ્યું.. 

સૂચનો લેખિતમાં ત્યાં ને ભારત સરકારને પણ આપીશું...

બોર્ડના સદસ્ય તરીકે કામ કરવાનો એક નોખો જ અનુભવ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઘણો આભાર તેમણે મારા પર ભરોષો મુકી આ જવાબદારી સોંપી.



 Mittal Patel meets individuals belonging to the Katholi
 community in Dadra Nagar Haveli

Mittal Patel with the administrative team of Diu, and
 Dadra Nagar Haveli 

The current living condition of these families