Saturday, July 16, 2016

Our eternal gratitude to the Friends Of VSSM….

Mittal Patel addressing a mass gathering organized
by Friends of VSSM andDharampur of socially enriched
people at Mumbai
VSSM is truly blessed to have remarkable group of friends who have redefined the term Friendship.. The Friends of VSSM 
and Dharampur play the role of torchbearers when it comes to mobilising the support required to carry our extensive activities…..


Our dear Pradeepbhai is a practicing Chartered Accountant. Inspite of his professional commitments he takes out time to get involved and provide  his unflinching support to the organisations needing help while also motivating others to do the same…He has a simple philosophy in life..  continue doing  good work and go easy with life…Its hard not break out in a hearty laugh  within first couple minutes of meeting Pradeepbhai, such is his wit and humour.. There is a Parsi gentleman in one Bollywood movie who kept saying  ‘majhani life’ (what a blissful life)   and that is how life is for everyone surrounded by Pradeepbhai’s care and affection…..

Shri Rashmin Sanghvi - a renowned CA, concerned Socialist
and a Member of Core Group of VSSM - addressing
the gathering
Dear Rashminbhai Sanghvi is also a practicing Chartered Accountant by profession but the moment he comes across someone in pain and suffering his immediate reaction is how to begin working so as to reduce the suffering. Write to him at 12 or 2 in the night  we receive and immediate response from him..Yes he is  a bit strict and perfectionist by nature but his insistence to achieve perfection has taught us a lot. We are trying our  best to meet up to his level of expectations and perfection. We are aware that because he cares for us  he has such high expectations from us….Seeing his compassion and dedication towards  the cause of the nomads and many more  makes us want to salute him….

Meenaben Shah is another near and dear friend who constantly worries about us. She too is a Mumbai based practicing Chartered Accountant. The donation cheques we receive from Mumbai reach Meenaben’s office. She takes responsibility of depositing  them in the bank and ensuring that the receipts reach the donors. 

The extremely humble and soft-spoken K. K. Zunzunwala  is a Chartered Accountant as-well. His politeness is so contagious, its hard not to fall for it.. K. K is always besides us, constantly assuring everything will be fine.. 

Respected Atulbhai Doshi is a practicing Chartered Accountant who along with his practice runs a hostel for tribal children. He too constantly supports VSSM in its endeavours. Same is with Manjunathji and Abhaybhai Bhagat. 

Atulbhai Ambavat is another dear Chartered Accountant friend of ours. His wisdom is beyond  age, at such a young age he has decided to lead a minimalist life so that he can donate to the causes dear to him. Atulbhai is a friend who always stands by VSSM.

Young and compassionate Hitesh is an architect who has designed VSSM’s Uvarsad Educational Enclave. He has poured his heart in designing the project along with the inputs from Rashminbhai. 

Such are our friends, VSSM’s friends who worry about us and constantly work together to support us. From  our smallest needs to the well-being of our team, their concern  for all of us is unparalleled...

Every year we meet our friends and donors and talk to them about the ongoing activities, challenges we faced, our accomplishments and failures.. This year too the core group organised the meeting and we met on the 18th of June at  Matunga, Mumbai. A large number of our well-wishing donors remained present in the program.We are grateful to have such strong presence of our friends in our lives…….Our sincere gratitude for their unflinching support…

The picture is of the Core Group and the program...

ફ્રેન્ડસ ઓફ vssm પ્રત્યે કૃતજ્ઞતા...

મિત્ર શબ્દનો અર્થ ચરિતાર્થ કરતું વિચરતી જાતિઓના કામોમાં હંમેશાં નિમિત્ત બનતું ગ્રુપ એટલે ફ્રેન્ડ્સ ઓફ vssm અને ધરમપુર. ગ્રુપને દિશાનિર્દેશ કરતા કોર ગ્રુપ સાથે સંકળાયેલા સ્વજનો પણ અદભૂત. પ્રિય પ્રદીપભાઈ શાહ વ્યવસાયે સી.એ. પણ વિવિધ સંસ્થાઓને પોતે મદદરૃપ થાય સાથે સાથે અન્યોને પણ મદદરૃપ થવા પ્રેરણા આપે. એમની સાથે બેસો અને બે મીનીટમાં તમે હસો નહીં તેવું બને જ નહીં. જીંદગીને હળવાશથી લેવાની અને સતકાર્યો કરવાના.. એક હીંદી ફિલ્મમાં પારસીબાવા બોલતા ‘મજાની લાઈફ’ બસ આવી અમારા પ્રદીપભાઈની સાથે રહેનાર સૌની મજાની લાઈફ.

પ્રિય રશ્મીનભાઈ સંઘવી પણા વ્યવસાયે સી.એ. કોઈ પણ વ્યક્તિનું દુખ જુએ અને તે કેમ કરીને દુર થાય તે માટે કાર્યરત થઈ જાય. રાતના બાર વારે કે બે વાગે લખો તો પણ તમને જવાબ આપે અને નાનામાં નાના માણસની ચિંતા કરે. થોડા કડક પણ ખરા. પણ તેમના કડક સ્વભાવ અને દરકે વસ્તુ પરફેક્ટ થાય તેવા આગ્રહના કારણે અમે ઘણું શીખ્યા છીએ. હજુ તેમની અપેક્ષા પ્રમાણે નથી કરી શકતા છતાં કોશીશ છે. પણ દીલથી અમને સૌને ખુબ પ્રેમથી સાંભળવાવાળા રશ્મીનભાઈની વંચિતો માટેની કરુણાને સલામ કરવાનું મન થાય

પ્રિય મીનાબહેન શાહ પણ સી.એ. મુંબઈમાંથી vssmના કામને મદદરૃપ થનાર સૌના ચેક મીનાબહેનની ઓફીસમાં જાય અને મીનાબહેન તેને બેંકમાં ભરાવવાથી લઈને રીસીપ્ટ પહોંચી કે નહીં ત્યાં સુધીની જવાબદારી નિભાવે અને કામોની સતત ચિંતા કરી મદદરૃપ થાય. 

પ્રિય કેકે ઝુઝુનવાલા તેઓ પણ સી.એ. ખુબ વિનમ્ર. સૌનું ખુબ ધ્યાન રાખે.. તેમની વાણી જ એટલી સૌમ્ય છે કે તેમને સાંભળીને સૌ તેમના પ્રેમમાં પડી જાય.. સદાય અમારી સાથે અને થઈ જશે તેવું કહેવાવાળા કે કે..

આદરણીય અતુલભાઈ દોશી પણ સી.એ. વ્યવસાયની સાથે સાથે આદિવાસી બાળકો માટે હોસ્ટેલ પણ ચલાવે અને vssmના કામને મદદરૃપ થાય. આવા જ બી.એન. મંજુનાથજી અને અભયભાઈ ભગત પણ.
પ્રિય અતુલ અંબાવત પણ સી.એ. પોતાની જરૃરિયાતો મર્યાદીત કરી શક્ય તેટલું સૌને આપવાનું એ કરે. ઉંમરમાં ઘણા નાના પણ સમજણ ઉત્તમ. vssmના કામની સતત ચિંતા કરી મદદરૃપ પણ થાય.

હીતેશ યંગ આર્કીટેક્ટ vssmની વિચરતી જાતિઓના બાળકો માટે ઉવારસદમાં બનનારી હોસ્ટેલની ડીઝાઈન હીતેશ કરે. ખુબ મનથી રશ્મીનભાઈની સાથે રહીને તેણે સરસ ડીઝાઈન કરી છે. 

ટૂંકમાં ફ્રેન્ડસ ઓફ vssmને ઉપર જણાવેલા તમામ પ્રિયજનો એક બીજા સાથે જોડી રાખે છે. વિચરતી જાતિઓની નાની જરૃરિયાતો અને સંસ્થાના નિષ્ઠાવાન કાર્યકરોની પણ આજ સ્નેહીજનો ચિંતા કરે છે.

મુંબઈમાં દર વર્ષે દાતાઓ સાથે તેઓ સંસ્થાના કામોનું વિવરણ મુકવા માટે કાર્યક્રમ કરે. આ વર્ષે 18 જુનના રોજ કોર ગ્રુપના ઉપરોક્ત સ્વજનો દ્વારા માટુંગામાં કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ઘણી મોટી સંખ્યામાં દાતાઓ ઉપસ્થિત રહ્યા. દાતાઓને તેમનું અનુદાન ક્યાં ખર્ચાઈ રહ્યું છે તેના લેખા જોખા આપવાનું કોર ગ્રુપના માધ્યમથી થાય છે. આવું સરસ કોર ગ્રુપ અમારી સાથે છે તેનો આનંદ છે.. સૌ પ્રત્યે કૃતજ્ઞતા..

કોર ગ્રુપ તથા કાર્યક્રમના ફોટો

Wednesday, July 13, 2016

Reaching out to the DGP once again as harassment of Dafer by police continues...

Dafer Community at DGP Office 
Once associated with some unlawful activities but now leading  completely changed and  clean lives after coming into contact with VSSM the Dafer families of Vijapur are a hard working group. Umarbhai Dafer who holds the community together is the leader of this Dafer settlement. He is a very righteous man and prohibits entry of anyone  associated with criminal or unlawful activities in the settlement.   
On 28th May 2016 and again on 6th June 2016 Head Constable Bharwad from SOG Mehsana along with other policemen arrived in this settlement. He made all the accompanying policemen surround the settlement. He started getting in the houses and began questioning - from where did you get this and that, from where does the money come etc. etc.?? The stick in his had was used to bang the vessels and intimidate the family members. Nor Umarbhai or VSSM’s Tohid were present in the settlement at the time.. 

The youth from the settlement are engaged in safeguarding the village and farm boundaries. This job requires them to move around the boundaries they guard and for this purpose many  men in the community have bought second-hand motor bikes. “So from where did you steal the bikes??You must be having guns as well, where do you get all this stuff from?” probed HC Bharwad very rudely. 

On hearing him accuse Kareemaben could not remain quite, “Saheb, take these right away, if you can find these bikes to be stolen!!” she gave him back. But that did not bother or change HC Bharwad’s attitude as he continued with his un-warranted march into the  homes of the Dafer. 

Even Dholabhai could not take all this crap any longer, “Saheb, in this settlement  you wouldn’t find any stolen article or a single person who is engaged in stealing!” But no one paid attention to these arguments. 

When VSSM’s Tohid reached the settlement he was greeted with a strong chorus. The community’s decision was unanimous, “we cannot tolerate such accusations and autocratic behaviour of police., how can someone enter our homes and harass us without any four faults…Tohid and Umarbhai decided to put this matter before the Director General of Police. On 29th June Tohid along with few leaders from the settlement reached the office of DGP and presented their case to Shri. D. H. Desai Staff Officer to DGP. He immediately spoke to the police officers in Mehsana and asked them to prevent such incidents in future.  

 So far, 10 days after we presented the issue to higher authorities, their is order in the situation. But how long will we keep running to the higher authorities for all the official notoriety that happens at the local level. It is very wrong on the part of the police to keep harassing families who have been leading decent lives for many years now. They have left their past and are working towards a better future for their coming generations. It is time that this ever-strained relationship of police with Dafer some to a stop, it is time the police officials go after the real criminals...

વિજાપુરમાં ડફેર પરિવારો રહે. વર્ષો પહેલાં ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા આ પરિવારોએ છેલ્લા કેટલાય વખતથી VSSMના સંપર્કમાં આવ્યા પછી ગુનાહીત પ્રવૃતિઓ બંધ કરી દીધેલી. બધા મહેનત કરે અને ગુજારો કરે. વસાહતના આગેવાન ઉમરભાઈ ડફેર બધાને એકસુત્રતાથી બાંધી રાખે. ખરાબ કે ખોટા ધંધા કરવાવાળા વ્યક્તિને વસાહતમાં પગ પણ ના મુકવા દે. 

આવી વસાહતમાં 28 મે 2016 અને 6 જુન 2016ના રોજ મહેસાણા એસ.ઓ.જી.માંથી હેડકોન્સ્ટેબલ ભરવાડ આવ્યા. સાથે બીજા પોલીસ કર્મીને પણ લઈ આવ્યા અને વસાહતની ચારે બાજુ બધાને ઊભા કરી દીધા. વસાહતમાં દાખલ થતા જ દરેક છાપરાંમાં ધુસીને આ ક્યાંથી લાવ્યા? ફલાણુ ક્યાંથી લાવ્યા? શું કરો છો? પૈસા ક્યાંથી આવે છે? વગેરે જેવા પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો સાથે સાથે હાથમાં રહેલી લાકડીથી વસ્તુઓને ઠોકવાનું, લોકોને ડરાવવાનું શરૃ કર્યું. ઉમરભાઈ બહારગામ હતા. VSSMના કાર્યકર તોહીદ પણ વસાહતમાં નહીં.

વસાહતના કેટલાક યુવાનો સીમચોકીનું કામ કરે એટલે જુનામાં બાઈક ખરીદેલા તેમના બાઈક જોઈને હેડકોન્સટેબલે કહ્યું, ‘બાઈકો ક્યાંથી ચોરી લાવ્યા? બંદુકો તો હશેને ક્યાં છે લાવો?’ એમની આ વાત સાંભળીને વસાહતમાં રહેતા કરીમાબહેને કહ્યું, ‘સાહેબ ચોરી કરીને લાવ્યા હોઈએ ને તો હાલ જ લઈ જાવ.’ છતાં હેડકોન્સટેબલ ભરવાડના તેવર બદલાયા નહીં અને દરેક ઘરની ઝડતી કોઈ પણ સર્ચ વોરન્ટ વગર ચાલુ રાખી. કંટાળીને વસાહતમાં રહેતા ઢોલાભાઈએ કહ્યું, ‘સાહેબ ચોરીનો કોઈ સામાન અમારી વસાહતમાંથી ના મળે ના ચોરી કરનારો કોઈ માણસ.’ પણ સાંભળે કોણ આખરે એ ગયા.

તોહીદ વસાહતમાં પહોંચ્યો એટલે બધા જ પરિવારોએ પોલીસની આવી જોહુકમી હવે નહીં સહીએ અમે ચોર નથી કે અમારા ઘેર આમ ધોળા દાળે પોલીસ આવે અને ઝડતી લે. તોહીદ અને ઉમરભાઈએ આ ઘટનાની રજુઆત પોલીસ મહાનિર્દેશકને કરવાનું નક્કી કર્યું અને વસાહતમાંથી કેટલાક આગેવાનોને લઈને તોહીદ 29 મે ના રોજ રજુઆત માટે ગયા અને ડી.એચ.દેસાઈ સ્ટાફ ઓફીસ ઓફ ડી.જી.પી.ને રજૂઆત કરી. તેમણે તુરત એસ.પી.મહેસાણાને આ ઘટનાની વાત કરી અને આ પ્રકારે ખોટી રીતે લોકોને હેરાન ના કરવા સ્પષ્ટ સુચના આપી. 

રજૂઆતના 10 દિવસથી શાંતી છે. પણ દરેક વખતે સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત માટે દોડ્યા કરવાનું યોગ્ય નથી લાગતું. જે વસાહતમાંથી એક પણ વ્યક્તિ કોઈ પણ ગુના સાથે સંકળાયેલું નથી ત્યાં પોલીસનું આમ અકારણ આવવું લોકોને હેરાન કરવું જરાય યોગ્ય નથી. ડફેર સમુદાયની આ ચોર પોલીસની રમત જલદી બંધ થાય અને દરેક પોલીસકર્મીને ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના..

ફોટોમાં રજૂઆત માટે ગયેલા ડફેર ભાઈઓ



Tuesday, July 12, 2016

VSSM pursues the long pending matters of ration card issuance….


The families who spent the entire day
in the government office
Once again we write about a  case that reflects utter disregard towards the plight of the nomadic families and Government notifications..

Since last 2 years VSSM is striving to get ration cards issued for  the nomadic families staying in the Vatva zone of Ahmedabad it. We have made numerous appeals appeals so far to all the concerned  authorities but have yet to be heard. Every time  the applicants when ever  go to the zonal office the Zonal Official sends they back  they go to to file applications at the zonal office. 15 individuals from these families once again went to submit their applications and the official in-charge once  again intimidated them saying the each application needs to be attached with required documents and if not so he won't accept the applications. 
Time limit specified for issuance of any type Ration Card
(As per the government resolutions)

A while ago the Department of civil supplies had passed a resolution asking its officials to treat the the Voter ID cards as the only identity and address proof while processing the ration card applications of nomadic families. While a lot of other districts are respecting this resolution the officials of Ahmedabad district are showing utter dis-regard towards such a notification from their higher authorities. We are facing challenges in each and every zone of Ahmedabad. This required us to write to the Chief Minister Smt. Anandiben Patel, who issued directions to the concerned departments. The State Civil Supplies department has directed the District Civil Supplies Department to  act and facilitate the entire process of issuance of Ration Cards to the applicants belonging to nomadic communities. A copy of the resolution was also sent across to the officials who presented to be unaware of it. And yet Zonal Officer Shri Hitesh Patel threw all the letters issued by the CM, the Additional Director of Civil Supplies Department, the copy of resolution etc into a dustbin when we approached him and showed his the issued letters!! He shooed away the applicants from his office saying it is not possible to get ration cards in such a manner...

The applicants have been totally hurt by such arrogant behaviour of Mr. Patel. It is possible that they’ll  refuse approaching him again. Instead they’ll search for agents who’ll do the work for them in return of some hefty fees. Such behaviour by the officials makes us wonder,  “is this what they actually want, these poor to  stop entering their office and  the agents to come and pay them part commission!!”

Almost a year and half back we filed 50 plus applications for ration cards in Maninagar Zone, the applications are yet to be processed….Ironically each zone needs to specify the stipulated time of processing such applications (as seen in the picture). So why mention time limits when they aren’t going to be met!!!

VSSM has time and again mentioned that it is an organisation that is committed to the cause of nomadic and de-notified communities, we  do not engage in any unlawful practices and do not allow others to do the same. We have been trying to explain this principle to the authorities (since past 2 years) and time and again fail to make them understand.  We know the ration card is to be used to buy ration and that is what these families want it for, it is stated on the cards as well, so why fear any other consequences and keep these extremely poor families devoid of a document that will help them have a proper meal at the end of the day….We are tired of such sloth-like approach of the officials. 

Agitated by the behaviour of Shri Patel, VSSM's Chaayaben reached the office of the Director of Civil Supplies to lodge her complaint, unfortunately since the seniors were busy in a meeting she could not meet them inspite of waiting their for the entire day. We have lost count of the man-days we have wasted since last 2 years on such insignificant issues..

We feel ashamed to have to write to the Chief Minister but we have written to her once again today, once again an email has reached from her office to Secretary Civil Supplies and  Ahmedabad District Collector. Let us see what happens next!!!

 vssm દ્વારા રેશનકાર્ડ માટે રજૂઆત

અમદાવાદ જિલ્લાના વટવા ઝોન  વિસ્તારમાં આવતા વિચરતી જાતિના પરિવારોને રેશનકાર્ડ મળે તે માટે vssm અને આ જાતિઓ છેલ્લા બે વર્ષથી રજૂઆત કરે છે. અરજદારો રેશનકાર્ડની અરજી લઈને જાય પણ ઝોનલ અધિકારી તેમને સાંભળવા જ તૈયાર નથી ના તેમના ફોર્મ લેવા. આજ રોજ વિચરતી જાતિના 15 પરિવારો સવારે રેશનકાર્ડની અરજી લઈને આપવા ગયા તો અધિકારીએ તેમની પાસેથી જાત જાતના પુરાવા આપવા પડશે અને આ પુરાવા વગર અરજી નહીં લઉં તેમ સંભળાવી દીધું. 

વિચરતી જાતિના લોકો પાસે બહુ બધા આધાર પુરાવા હોતા નથી આથી જ તો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગે આ પરિવારોને ફક્ત મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ આપવાનો ઠરાવ કર્યો છે. અમદાવાદમાં દરેક ઝોનમાં રેશનકાર્ડ મેળવવામાં તકલીફ થઈ રહી છે. આ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન પટેલને રજૂઆત કરી હતી તેમના તરફતી સ્પષ્ટ નિર્દેશ જતા અન્ન નાગરિક પુરવઠા વિભાગે પણ અમદાવાદ જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકને આ મુદ્દે પત્ર પાઠવ્યો અને કાર્યવાહી કરવા સૂચના આપી સાથે વિચરતી જાતિઓને કાર્ડ મળી શકે તે માટેનો ઠરાવ પણ જોડ્યો છતાં ઝોનલ અધિકારી શ્રી હીતેશ પટેલને જાણે આ બાબતમાં કોઈ રસ પડતો ના હોય તેમ ગાંધીનગરથી આવેલા પત્રો પણ જોવાની સ્પષ્ટ ના પાડી થોડુ જબરજસ્તીથી પત્ર બતાવવાની કોશીશ કરી તો મુખ્યમંત્રી શ્રી, નાયબ નિયામક શ્રી અન્ન નાગરિક પુરવઠાના પત્રો તેમણે ફેંકી દીધા અને આવી રીતે રેશનકાર્ડ કાંઈ મળે નહીં એમ કહીને અરજદારોને કાઢી મુક્યા. કેવું ઉદ્ધત વર્તન. અધિકારીઓના આવા વર્તનથી લોકો કચેરીનું પગથિયું ચડવાનું માંડી વાળશે નહીં તો એજન્ટો શોધશે. આ થવા દેવું કેટલું યોગ્ય છે. ક્યારેક તો અધિકારી આવું વર્તન કરીને ગરીબોને પોતાની કચેરીમાં આવવાની મનાઈ જ ઈચ્છતા હોય તેવું લાગે છે.

વળી માર્ચ 2015માં આ સંદર્ભે મણીનગર ઝોનમાં પણ 50 ઉપરાંતની અરજીઓ રેશનકાર્ડ મેળવવા કરી છે સવા વર્ષ થયું છતાં આ  અરજી અન્વયે પણ કોઈ કાર્યવાહી થઈ નથી રહી. જબકી દરેક ઝોનમાં અરજી કર્યાના કેટલા દિવસમાં કાર્ડ મળશે તેની સમયમર્યાદા લખી જે ફોટોમાં જોઈ શક્યા છે. ક્યારેક થાય આપવું જ નથી તો આવું લખાની શી જરૃર છે.

વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા નિષ્ઠાથી કામ કરનારી સંસ્થા છે. ખોટા કામમાં અમે હોઈએ નહીં અને અમારી જાણમાં ખોટુ થવા ના દઈએ આ વાત અધિકારીને સમજાવવાની છેલ્લા ત્રણ વર્ષથી કોશીશ કરીએ છીએ પણ કોઈ કામ થતું નથી. ના તેઓ કશું સાંભળવા રાજી થાય છે.

રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત રાશન માટે છે તેનો અન્ય ઉપયોગ શક્ય નથી તેવું કાર્ડમાં જ લખ્યું છે છતાં તેઓ અનાજ માટે રેશનકાર્ડ આપવાનું કેમ ટાળે છે તે સમજાતું નથી. વળી આવા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને લખવું પડે તે પણ શરમજનક છે. વહીવટીતંત્રની આવી શિથીલતાથી અમે અને આ જાતિઓ થાક્યા છીએ.
આજે આ પરિવારો રજૂઆત માટે વટવા ઝોન ગયા ત્યાં તેમની સાથે જે વર્તન થયું તેનાથી કંટાળીને સંસ્થાના કાર્યકર છાયાબહેન સાથે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી- લાલદરવાજામાં રજૂઆત માટે ગયા પણ અધિકારીઓ મીટીંગમાં ગયા હોવાથી કોઈ મળ્યું નહીં. સાંજે 5 વાગ્યા સુધી તેઓ બેસી રહ્યા આમ સવારના 10 વાગ્યાથી શરૃ થયેલી રેશનકાર્ડ મેળવવાની તેમની સફરનો આખો દિવસ ગયા પછી પણ અંત આવ્યો નહીં. આવા કેટલાય ધક્કા વિચરતી જાતિના પરિવારો છેલ્લા બે વર્ષથી ખાઈ રહ્યા છે છતાં કોઈને તેમની આ હાલાકી દેખાતી નથી.

આજ ફરી મુખ્યમંત્રીને લખ્યું છે અને તેમના ત્યાંથી ગાંધીનગર અગ્ર સચિવ અન્ન નાગરિક પુરવઠા અને કલેકટર અમદાવાદને આ પ્રશ્નનને હલ કરવા ઈમેલ પાઠવ્યા છે જોઈએ શું થાય છે. 

ફોટોમાં રજૂઆત માટે ગયેલા વિચરતી જાતિના પરિવારો આખો દિવસ તેઓએ કચેરીના ધક્કા જ ખાધા છે. કાશ તેમની સ્થિતિ અધિકારી સમજી શકતા હોત.. અને બીજા ફોટોમાં સમયમર્યાદામાં રેશનકાર્ડ ફાળવવાનું સમયપત્રક

Monday, July 11, 2016

VSSM helps Gaadaliya families acquire ration cards…

Gadaliya families with the newly acquired documents….
Few Gadaliya families engaged with  their traditional occupation of making iron tools have been staying in Surendranagar for many years. Inspite of their residing in the city for many years these families lacked their documents of entitlements. VSSM’s Harshadbhai helped these families obtain Voter ID cards and ration cards after they came into contact of VSSM. At the completion of the process 21 adult members from these families received Voter ID cards and 9 families received Ration cards. 

The concerned authorities were very supportive and expedited the entire process of document issuance. We are grateful to all the officials who have supported the process. 

vssmની મદદથી ગાડલિયા પરિવારોને મળ્યા રેશનકાર્ડ

સુરેન્દ્રનગરમાં ગાડલિયા પરિવારો રહે. તવી, તાવેતા, ચીપિયા વગેરે બનાવીને વેચવાનું કરે. વર્ષોથી સુરેન્દ્રનગરમાં જ રહે છતાં મતદારકાર્ડ, રેશનકાર્ડ જેવા કોઈ આધારો તેમની પાસે નહીં. vssmના કાર્યકર હર્ષદના સંપર્કમાં આવતા હર્ષદે 21 પુખ્તવયની વ્યક્તિના મતદારકાર્ડ માટે અરજી  કરી અને કાર્ડ મળી જતા 9 વ્યક્તિની રેશનકાર્ડ માટે અરજી આ કાર્ડ પણ તેમને ત્વરાથી મળ્યા.
વહીવટીતંત્ર આટલું સાબતું હંમેશાં રહે તેવું ઈચ્છીએ. આ કાર્યમાં મદદરૃપ થનાર સૌ અધિકારી ગણનો આભાર..

ફોટોમાં પોતાને મળેલા રેશનકાર્ડ સાથે ગાડલિયા પરિવારો..