Water Management Site |
Water Management site |
Once while I was there the village sarpanch came to meet me and speak about deepening of the village lake in Kakar. We agreed and deepened one of the lakes. Fortunately, soon after the lake was deepened it got filled with the waters from Narmada. The lake did remain filled with water for a long time, resulting in the rising of the groundwater tables. The villagers could comprehend the benefit of this effort. Now they have come up with a request of deepening the second lake in the village.
The lake we were shown was almost non-existent. Looked more of a puddle than a lake. But the village map and official documents did mention that it was a lake.
Ongoing lake deepening work |
It was decided to deepen the lake according to VSSM’s protocol. The excavated mud had to be lifted by the community. The JCB expenses are supported by donations made by VSSM’s well-wishers. There was government support too. As seen in the pictures, the work has begun.
The first deepened lake that has received Narmada waters last year |
Watching the neatly lined up tractors waiting for their turn to be filled up with soil does spark a sense of cheer within, not long ago there was a time when no one was willing to initiate the water conservation works in their village. It should be noted that the topsoil of the lake is useless and villagers are not willing to allow the tractors to be unloaded near their farms.
As a community, we have forgotten to take care of our water resources. We thought it was ok to keep sink borewells and keep drawing water from underneath. It might have been the only option but to be able to continue taking water from the ground we do need to replenish it. The lakes were crucial for the health of our underground reservoirs. Hope we understand the need to replenish and recharge our groundwater resources or else we should be prepared for worst times.
The last image is of the first deepened lake that had received Narmada waters last year.
કાકરગામમાં ફૂલવાદી પરીવારોના વસવાટના લીધે અવાર નવાર ગામમાં જવાનું થાય..
ગામનો ફૂલવાદીઓ માથે મીઠો હાથ..
એક દિવસ ગામના સરપંચે આવીને તમે તળાવો ઊંડા કરવાનું કામ કરો તે અમારા ગામનું તળાવ પણ ઊંડુ કરોની વાત કરી. અમે ગામતળાવ ઊંડુ કર્યું. નસીબ સારા તે આ તળાવ ગળાયા પછી નર્મદાનું પાણી એમાં નંખાયું. પાણી સતત ભરાયા રહેવાના કારણે ગામના પાણીના તળ ઉપર આવ્યા. લોકોને ફાયદો દેખાયો..
હવે વાત આવી ગામમાં આવેલા બીજા તળાવને ગાળવાની..
ગામે એ તળાવ બતાવ્યું પણ સરકારી કાગળ પર તળાવ બાકી તળાવ જેવું હતું જ નહીં. ખાબોચિયું જ જણાય..
અમે તળાવ ગળાવવાનું નક્કી કર્યું અને માટી ઉપાડવાની શરત ગામે કબૂલ રાખી..
સરકારના સૂજલામ સુફલામ અભિયાનમાં અંતર્ગત લોકભાગીદારી થકી આ તળાવ ઊંડુ કરવાનું નક્કી કર્યું. સરકારનો ફાળો ઉપરાંત સંસ્થા સાથે સંકળાયેલા શુભેચ્છકોએ પણ આર્થિક મદદ કરી અને તળાવ ગાળવાનું શરૃ કર્યું.. જે ફોટોમાં દેખાય છે..
એક વખત હતો તળાવ ગળાવવા કોઈ રાજી નહોતું.. આવામાં માટી ઉપાડવાની વાત તો ક્યાં આવે..
આજે માટી માટે ટ્રેક્ટરની લાઈનો જોવું ત્યારે રાજી થવાય છે.. (આ વિસ્તારમાં તળાવમાં ફળદ્રુપ માટી મોટાભાગે નથી નીકળતી સ્થાનીક ભાષામાં રેફડો કહેવાય એ નીકળે)
તળાવોની જાળવણી કરવાનું આપણે ભૂલ્યા છીએ.. બોરવેલનું શરણું આપણે લીધુ છે સંજોગો મુજબ બોરવેલ જરૃરી હતા. પણ બોરવેલમાં પાણી આવે એ માટે પણ તળાવો ગળાય એ જરૃરી. પાણી તળાવો થકી જ ભૂગર્ભમાં ઊતરશે અને તળ રીચાર્જ થશે...
દરેક ગામ પાણીની મહત્તા સમજે નહીં તો આવનારો વખત વધારે કપરો આવશે.
છેલ્લી તસ્વીર પહેલા ખોદાવામા એ તળાવની છે. જયા નર્મદાનુ પાણી ભરવામા આવ્યુ હતુ.
#Savewater #Savetheplanet