Friday, September 27, 2013

I AM AN ARTIST AND IT IS MY DUTY IS TO GO ON ……..

The advent of cinema, television and other modern means of entertainment have absolutely ruined the indigenous means of entertained that existed during the earlier times. Performing artists from Bhavaiyaa, Bajaniyaa Nat, Bahooroopi, Vadee-Madaree have lost their means of livelihood as a result of this shift.
VSSM, since last couple of years has been striving to restore some of this ancient entertainment practices. It conducts capacity building workshops for these artists at regular intervals. On 17th August a one-day workshop was organized at Ahmedabad office. The performers of Deesa block were led by Kishankaka a very respected and loving gentleman from Nat community. At the age of 70 he has been relentlessly striving to bring various performing communities on a single platform and improve theirfate. VSSM held a special place in his heart.
‘Why aren’t you joining us for lunch, Kishankaka?’ I inquired

‘I am not hungry, ben.’  He replied with tears in his eyes.
‘What is the matter, Kishankaka?’ I asked

‘Ben, his grand-daughter died this morning’, replied person sitting next to him.
There was a momentary silence. Kishankaka had tears in his eyes.

‘You should have been with your family, not here Kishankaka!!’  I replied.
‘Those who have gone are not coming back, we need to look ahead and we come together for the future of these communities, for the betterment of these communities. The organization is like a mother to us, a child cannot disobey his mother he has to come when mother calls.  After all for the true artist the show must go on come what may……….. it is our duty to keep going and what I have done is performed my duty.’

After hearing this from Kishankaka, there was nothing left for me to say.
Read in Gujarati.
મેં તો કલાકાર તરીકેનો નૈતિક ધર્મ બજાવ્યો છે...
ટેલિવીઝન, સીનેમા વગેરે જેવા મનોરંજનના સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે સમાજને મનોરંજન પુરું પાડવાનું કામ વિચરતા સમુદાયમાંના નટ, બજાણિયા, વાદી, ભવૈયા, બહુરૂપી વગેરેએ કર્યું છે. પરંતુ આ સમુદાયના વ્યવસાયો આજે ચાલે તેવી સ્થિતિમાં નથી. દા.ત. મોરલીએ ખુબ સારું વાધ્ય છે પરંતુ, મોરલી સાપના ખેલ સાથે જોડાયેલી છે. સાપના ખેલ પર વાઈલ્ડ લાઈફ પ્રોટેકશ એકટ થી પ્રતિબંધ આવી ગયો. આમ સાપ અને તેની સાથે જોડાયેલી મોરલી પણ ધીમે ધીમે સમાજમાંથી ગાયબ થઇ રહી છે. વળી પહેલાની ભવાઈ કે નટ – બજાણીયાના ખેલ આખી રાત ચાલતા પણ હવે ટી-૨૦ ક્રિકેટ મેચના જમાનામાં કોઈને આખી રાતનો સમય નથી. ટૂંકમાં વિચરતા સમુદાયના કલાકારોને આજના જમાનાની જરૂરિયાત પ્રમાણે તાલીમ આપી તેમને નિયમિત કાર્યક્રમો મળે તે માટેના પ્રયત્નો વિ. એસ. એસ. એમ. કરે છે.
તા. ૧૭ ઓગષ્ટ ૧૩ના રોજ અમદાવાદમાં કલાકારોની એક દીવસીય શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં બનાસકાંઠાના ડીસા ગામમાં રહેતા નટ સમાજના આગેવાન કીશાનકાકા પણ આવ્યા હતા. કીશાનકાકાની ઉમર લગભગ ૭૦ વર્ષ. ખુબ પ્રેમાળ. વિ. એસ. એસ. એમ. માટે એમને ખૂબ લાગણી. કલાકારોને એકત્રિત કરી એક મંચ પર લાવવા કીશાનકાકા ખૂબ મથે.
અમારી શિબિરમાં ભોજનવિરામ પડયો. સૌ જમવા ગયા પણ કિશનકાકા ન આવ્યા એટલે અમે પૂછયું કે, જમવા ચાલો..એમણે કહ્યું, મારે જમવાનું નથી. એમ કહેતા એમના આંખમાં ઝળઝળીયા આવી ગયા. મે પૂછ્યું શું થયું કાકા?
કંઈ નહિ બેન,
ત્યારે કિશનકાકા સાથે આવેલા બીજા એક નટ ભાઈએ કહ્યું, બહેન આજે વહેલી સવારે કિશનકાકાની પૌત્રીનું અવસાન થઇ ગયું..
તો પછી શિબિરમાં કેમ આવ્યા? તમારે ત્યાં હોવું જોઈતું હતું!
કિશનકાકાએ કહ્યું, ના બેન ગયેલું કોઈ પાછુ નથી આવતું. સમાજના ભવિષ્ય માટે આપણે સૌ ભેગા થયા છીએ. એ વખતે હુ વડીલ તરીકે ન આવું તો કેવું લાગે! સંસ્થા અમારી મા છે અને અમારી મા અમને ગમે ત્યારે બોલાવે ત્યારે અમારે કોઈ પણ સંજોગોમાં હાજર થવું જ જોઈએ.. જો નથી થતા તો માના બોલને ઉથામીએ છીએ એવું કહેવાય!.. વળી સાચો કલાકાર એ કહેવાય જે કોઈ પણ સંજોગોમાં એણે નક્કી કરેલા કામોમાંથી પરત ના ફરે. અમારા કલાકારોનો તો આ નૈતિક ધર્મ છે, મે તો બસ એ ધર્મ બજાવ્યો છે.
 

Wednesday, September 25, 2013

ભારતભરના ૩૦૦૦ ઉપરાંત નટ ડીસામાં એકત્રિત થયા..

હાથમાં વાંસ લઇ દોર ઉપર સમતોલન બનાવી ખેલ કરે એ નટ. સરકસમાં ખેલ કરનાર વ્યક્તિના રક્ષણ માટે જમીનથી થોડે ઉપર જાળી બાંધી હોય પણ નટ તો એમ જ ચોવીસ હાથ ઊંચા વાંસ પર ખેલ બતાવે.


આવા બહોશ નટ સમાજના કુળદેવી ગોમા સતીના મંદિરનો ધ્વજારોપણ કાર્યક્રમ ડીસા મુકામે તા.૧૮-૧૯ સપ્ટેમ્બર 2013 ના રોજ યોજાઈ ગયો. જેમાં સમગ્ર ભારતમાંથી ૩૦૦૦ નટ ઉપસ્થિત રહ્યા હતા.
ગોમા સતી પાછળની કથા જોઈએ તો, ‘સદીઓથી પોતાના વ્યવસાયના ભાગ રૂપ વિચરતી જાતિના લોકો ગામે ગામ ફર્યા કરતા. નટ સમાજના કેટલાક પરિવારોએ આજથી ૩૦૦ વર્ષ પહેલા બનાસ નદીના પટમાં રાજપુર પાસે આવીને દંગો નાખ્યો અને કુંપટ ગામમાં ખેલ કરવા ગયા. ચોવીસ હાથ ઊંચા વાંસ પર ખેલ કરતા નટ કલાકારે અચાનક સમતોલન ગુમાવ્યું અને નીચે પટકાયો અને મૃત્યુ પામ્યો. નટની પત્ની ગોમા પતિના મૃતદેહને પોતાના ખોળામાં લઇ રાજપુર ગામમાં જ્યાં મંદિરનો ધ્વજારોપણ કાર્યક્રમ થયો ત્યાં સ્વેચ્છાએ સતી(સમાધી લીધી) થયા. હાલ સમગ્ર ભારતમાં રહેતા તમામ નટ દોર ઉપર કે વાંસ પર ચડતા પહેલા ગોમા સતીનું સ્મરણ કરીને પછી જ પોતાની કળા બતાવે છે. એમને પૂરી શ્રધ્ધા છે કે નટ જયારે ખેલ કરતો હોય ત્યારે માં ગોમા સતી તેમની સાથે જ હોય છે અને એમનું રક્ષણ કરે છે.’ આમ તો આ કથા પોતાના પતિ માટેના અપાર પ્રેમની છે પણ નાના સમાજની આવી કથાઓ એમના સમાજ પુરતી જ પ્રચલિત બની રહે છે....
શુભ પ્રસંગે ઉપસ્થિત નટ સમાજ અને પોતાના સમાજમાં પોતાની કલાનો કરતબ બતાવતા નટ ભાઇઓ
Read in english...
It is their sheer grit, determination and unshakable faith in their deity that keeps them performing such awe-inspiring acrobatics. The Nats or the acrobats are one of the most prominent performing community amongst the Nomadic Tribes. Since centuries the Nats have been wandering around to give performances that leave us spellbound. Some 300 hundred years back a number of these families settled on the banks of river Banas near the town of Rajpur. While performing a routine act a Nat from this settlement lost balance and fell off the rope. He died on the spot. His wife Goma became Sati near a temple in Rajpur. Since than Goma has become the deity that protects all the performing Nats when they enact deadly acts. A small prayer before the performance, for the deity Goma is a ritual they follow. They believe it is this faith in their deity that keeps them safe while performing.
Recently on 18th and 19th September some 3000 Nats gathered at Rajpur for a religious ceremony at the temple of deity Goma.
 

હમ હુએ કમિયાબ...

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ધનીયાવાડા ગામમાં નાથવાદી પરિવારો રહે છે. આ વસાહતમાં શાળાએ જઈ શકે તે ઉંમરનાં ૬૧ બાળકો છે. અલબત દરેક બાળકનું નામ ગામની પ્રાથમિક શાળામાં ચાલે પણ છે. પણ મુશ્કેલી આ વસાહતથી ગામ અને શાળા ૩ કી.મી. કરતા વધુ દૂર છે તે હતી. બાળકો રોજ ચાલીને શાળાએ જતા.  RTE (ફરજિયાત શિક્ષણ નો કાયદો) અમલી બન્યો એમાં વસાહતથી શાળાનું અંતર વધારે હોય તો સરકારે વાહનની વ્યવસ્થા કરવી એવી જોગવાઈ છે. વળી જ્યાં ૩૦ બાળકોની સંખ્યા હોય ત્યાં તો શાળા જ શરુ કરી શકાય તેવી પણ જોગવાઈ છે.


આ બન્ને જોગવાઈ નાથાવાદીની વસાહતમાં લાગુ પડતી પણ બે વર્ષથી કઈ થતું નહોતું. ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ શિક્ષક દીન નિમિતે આપણે મુખ્ય મંત્રી શ્રી,બનાસકાંઠા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને લેખીતમાં રજૂઆત કરી હતી. અરજીના અનુસંધાને આજે એટલે કે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ બાળકોને શાળામાં લઇ જવા અને પરત લાવવા વાહન શરુ થઇ ગયું છે...

સંવેદનશીલ અધિકારીની વંચિતો માટેની સંવેદના...

ડીસા તાલુકાના ખૂબ સવેદનશીલ મામલતદાર શ્રી ગીલવા એ વિચરતી જાતીમાંના સરણીયા જેઓ છરી ચ્પ્પાને ધાર- કાઢીને પોતાનું ગુજરાન ચલાવે છે એવા ૨૨ પરિવારોને તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ BPL રેશનકાર્ડ આપ્યા.
આ વસાહતના લોકોનો આગ્રહ હતો કે, કાર્ડનું વિતરણ vssm ના કાર્યકરના હાથોથી જ થાય. તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ અમે રાતના ડીસા પહોચ્યા. સરણિયા પરિવારો જ્યાં રહે છે ત્યાં લાઈટની સુવિધા નથી. એટલે ગાડીની લાઈટથી આ પરિવારોને કાર્ડ વિતરણ કર્યા.
વિચરતા સમુદાયના કલાકારોને એક મંચ પર લાવવામાં મદદરૂપ થતા આદરણીય શ્રી લાલભાઈ રાંભિયાએ કાર્ડનું વિતરણ કર્યું.
આ પરિવારોની સ્થિતિ સમજી એમને મદદરૂપ થઇ રહેલા મામલતદાર શ્રી ગીલવાનો vssm અને સરાણીયા પરિવારો આ ક્ષણે આભાર વ્યક્ત કરીએ છીએ.
The Mamlatdar of Deesa shri gilva gave away BPL ration cards to 22 saraniyaa families..
 mamammlatdar of Deesa Shri The Mamlatdar of Deesa Shri Gilva gave away BPL ration cards to 22 Saraniyaa fam

Tuesday, September 24, 2013

વિચરતી જાતીમાંની મીર બહેનો દ્વારા બનાવવામાં આવેલી જ્વેલરી

વિચરતી જાતીમાંની મીર બહેનો દ્વારા બનાવવામાં આવેલી જ્વેલરી.
જ્વેલરી ખરીદવા નીચેના સરનામે ૧૦:૩૦ થી ૦૬:૦૦ દરમ્યાન સંપર્ક કરી શકાશે.
vssm, સદવિચાર પરિવાર કેમ્પસ, ઇસરોની સામે, રામદેવ નગર ટેકરા,અમદાવાદ - ૧૫, ફોન નં.૦૭૯-૨૬૮૬૦૩૭૮
Buy these beautiful, handcrafted jewellery from Vicharta Samuday Samarthan Manch, Sadvichaar Parivaar campus, Opp. Isro, Ramdev nagar Tekra, A'bad - Phone - 079-26860378. Timing - 10.30 am to 6 pm.









 

Monday, September 23, 2013

JIWO Exhibition માં vssm

Jain Internation Women Orgenization દ્વારા ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ World trade center – Mumbai માં એક Exhibition નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં vssm સાથે સંકળાયેલી બહેનો દ્વારા મોતીમાંથી બનાવેલી જ્વેલરી અને Patchwork કરીને બનાવેલી Bed sheetsને વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
Exhibitionમાં ભાગ લેવાની પ્રેરણા મુંબઈમાં રહેતા અને vssm ના શુભેચ્છક શ્રી નીતિનભાઈ સોનાવાલાએ આપી. અલબત stall એમણે જ book કરાવ્યો. JIWO એ stall ની ૮૦ ટકા રકમ ભરી અને બાકીની શ્રી નીતિનભાઈએ. vssm સાથે સંકળાયેલા શુભેચ્છક મિત્રો stall ની મુલાકાતે આવ્યા અને બહેનોએ બનાવેલી વસ્તુઓ હોંશે હોંશે ખરીદી. શ્રી રશ્મિનભાઈ સંઘવી બે દિવસ એમના તમામ કામ પડતા મૂકી અમારી સાથે રહ્યા. શ્રી પ્રદિપભાઈ શાહે vssm ના કામોમાં મદદરૂપ થઇ શકે એવા દાતાઓ સાથે અમને મેળવ્યા.. શ્રી ક્લ્પાબેન, શ્રી મીનાબેન, શ્રી કૃષ્ણકાંતજી, રાહુલ વગેરેએ ખુબ મદદ કરી. આ બધાએ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ આ કામો માટે સમય કાઢ્યો એ માટે સૌના આભારી છીએ..
 
JIWO Exhibition માં vssm નો સ્ટોલ ...
Read in English...
VSSM, recently participated in an exhibition organised by Jain International Women Organisation- JIWO at Mumbai’s World Trade Centre on 21st September 2013. Hand made products made by women from various Nomadic communities were on display and sale. Since past couple of months VSSM is engaged in evolving various income generation models with various community groups of Nomadic Tribes. Hand made ethnic jewellery, appliqué bed spreads were some of the products on sale.