બનાસકાંઠાના
દાંતીવાડા તાલુકાના ધનીયાવાડા ગામમાં નાથવાદી પરિવારો રહે છે. આ વસાહતમાં શાળાએ જઈ
શકે તે ઉંમરનાં ૬૧ બાળકો છે. અલબત દરેક બાળકનું નામ ગામની પ્રાથમિક શાળામાં ચાલે
પણ છે. પણ મુશ્કેલી આ વસાહતથી ગામ અને શાળા ૩ કી.મી. કરતા વધુ દૂર છે તે હતી. બાળકો
રોજ ચાલીને શાળાએ જતા. RTE (ફરજિયાત શિક્ષણ નો કાયદો) અમલી બન્યો એમાં વસાહતથી શાળાનું અંતર વધારે હોય તો
સરકારે વાહનની વ્યવસ્થા કરવી એવી જોગવાઈ છે. વળી જ્યાં ૩૦ બાળકોની સંખ્યા હોય
ત્યાં તો શાળા જ શરુ કરી શકાય તેવી પણ જોગવાઈ છે.
આ બન્ને જોગવાઈ નાથાવાદીની
વસાહતમાં લાગુ પડતી પણ બે વર્ષથી કઈ થતું નહોતું. ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ શિક્ષક દીન
નિમિતે આપણે મુખ્ય મંત્રી શ્રી,બનાસકાંઠા કલેકટર, જીલ્લા વિકાસ
અધિકારી અને શિક્ષણ અધિકારીને લેખીતમાં રજૂઆત કરી હતી. અરજીના અનુસંધાને આજે એટલે
કે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ બાળકોને શાળામાં લઇ જવા અને પરત લાવવા વાહન શરુ થઇ
ગયું છે...
No comments:
Post a Comment