Friday, September 27, 2013

I AM AN ARTIST AND IT IS MY DUTY IS TO GO ON ……..

The advent of cinema, television and other modern means of entertainment have absolutely ruined the indigenous means of entertained that existed during the earlier times. Performing artists from Bhavaiyaa, Bajaniyaa Nat, Bahooroopi, Vadee-Madaree have lost their means of livelihood as a result of this shift.
VSSM, since last couple of years has been striving to restore some of this ancient entertainment practices. It conducts capacity building workshops for these artists at regular intervals. On 17th August a one-day workshop was organized at Ahmedabad office. The performers of Deesa block were led by Kishankaka a very respected and loving gentleman from Nat community. At the age of 70 he has been relentlessly striving to bring various performing communities on a single platform and improve theirfate. VSSM held a special place in his heart.
‘Why aren’t you joining us for lunch, Kishankaka?’ I inquired

‘I am not hungry, ben.’  He replied with tears in his eyes.
‘What is the matter, Kishankaka?’ I asked

‘Ben, his grand-daughter died this morning’, replied person sitting next to him.
There was a momentary silence. Kishankaka had tears in his eyes.

‘You should have been with your family, not here Kishankaka!!’  I replied.
‘Those who have gone are not coming back, we need to look ahead and we come together for the future of these communities, for the betterment of these communities. The organization is like a mother to us, a child cannot disobey his mother he has to come when mother calls.  After all for the true artist the show must go on come what may……….. it is our duty to keep going and what I have done is performed my duty.’

After hearing this from Kishankaka, there was nothing left for me to say.
Read in Gujarati.
મેં તો કલાકાર તરીકેનો નૈતિક ધર્મ બજાવ્યો છે...
ટેલિવીઝન, સીનેમા વગેરે જેવા મનોરંજનના સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે સમાજને મનોરંજન પુરું પાડવાનું કામ વિચરતા સમુદાયમાંના નટ, બજાણિયા, વાદી, ભવૈયા, બહુરૂપી વગેરેએ કર્યું છે. પરંતુ આ સમુદાયના વ્યવસાયો આજે ચાલે તેવી સ્થિતિમાં નથી. દા.ત. મોરલીએ ખુબ સારું વાધ્ય છે પરંતુ, મોરલી સાપના ખેલ સાથે જોડાયેલી છે. સાપના ખેલ પર વાઈલ્ડ લાઈફ પ્રોટેકશ એકટ થી પ્રતિબંધ આવી ગયો. આમ સાપ અને તેની સાથે જોડાયેલી મોરલી પણ ધીમે ધીમે સમાજમાંથી ગાયબ થઇ રહી છે. વળી પહેલાની ભવાઈ કે નટ – બજાણીયાના ખેલ આખી રાત ચાલતા પણ હવે ટી-૨૦ ક્રિકેટ મેચના જમાનામાં કોઈને આખી રાતનો સમય નથી. ટૂંકમાં વિચરતા સમુદાયના કલાકારોને આજના જમાનાની જરૂરિયાત પ્રમાણે તાલીમ આપી તેમને નિયમિત કાર્યક્રમો મળે તે માટેના પ્રયત્નો વિ. એસ. એસ. એમ. કરે છે.
તા. ૧૭ ઓગષ્ટ ૧૩ના રોજ અમદાવાદમાં કલાકારોની એક દીવસીય શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં બનાસકાંઠાના ડીસા ગામમાં રહેતા નટ સમાજના આગેવાન કીશાનકાકા પણ આવ્યા હતા. કીશાનકાકાની ઉમર લગભગ ૭૦ વર્ષ. ખુબ પ્રેમાળ. વિ. એસ. એસ. એમ. માટે એમને ખૂબ લાગણી. કલાકારોને એકત્રિત કરી એક મંચ પર લાવવા કીશાનકાકા ખૂબ મથે.
અમારી શિબિરમાં ભોજનવિરામ પડયો. સૌ જમવા ગયા પણ કિશનકાકા ન આવ્યા એટલે અમે પૂછયું કે, જમવા ચાલો..એમણે કહ્યું, મારે જમવાનું નથી. એમ કહેતા એમના આંખમાં ઝળઝળીયા આવી ગયા. મે પૂછ્યું શું થયું કાકા?
કંઈ નહિ બેન,
ત્યારે કિશનકાકા સાથે આવેલા બીજા એક નટ ભાઈએ કહ્યું, બહેન આજે વહેલી સવારે કિશનકાકાની પૌત્રીનું અવસાન થઇ ગયું..
તો પછી શિબિરમાં કેમ આવ્યા? તમારે ત્યાં હોવું જોઈતું હતું!
કિશનકાકાએ કહ્યું, ના બેન ગયેલું કોઈ પાછુ નથી આવતું. સમાજના ભવિષ્ય માટે આપણે સૌ ભેગા થયા છીએ. એ વખતે હુ વડીલ તરીકે ન આવું તો કેવું લાગે! સંસ્થા અમારી મા છે અને અમારી મા અમને ગમે ત્યારે બોલાવે ત્યારે અમારે કોઈ પણ સંજોગોમાં હાજર થવું જ જોઈએ.. જો નથી થતા તો માના બોલને ઉથામીએ છીએ એવું કહેવાય!.. વળી સાચો કલાકાર એ કહેવાય જે કોઈ પણ સંજોગોમાં એણે નક્કી કરેલા કામોમાંથી પરત ના ફરે. અમારા કલાકારોનો તો આ નૈતિક ધર્મ છે, મે તો બસ એ ધર્મ બજાવ્યો છે.
 

No comments:

Post a Comment