Friday, September 03, 2021

VSSM is striving to achieve its goal of making Banaskantha green and water sufficient through a massive tree plantation campaign...

Mittal Patel visits tree plantation site

 

The Rain Gods are upset with us…

When rains fail, it is the farmers who face the worst impact.

“Ben, there is hardly any water left for our borewells to draw out.” The farmers complained. It was tough to watch such pathetic condition of individuals who grow our food. The regions where the water of Narmada has reached through the Sardar Sarovar Canal are not undergoing any turmoil but regions like Lakhni, Tharad, Disa, Dhanera are struggling for water.

Farmers from numerous regions are appealing to the government to make provision for the Narmada water to reach their village. VSSM will do the needful and appeal to the government but until that happens we need to plan for our greener future, we are planting trees that help bring rain. VSSM is striving to achieve its goal of making Banaskantha green and water sufficient through a massive tree plantation campaign.

We are planting 7500 trees in Achwadiya village with the support of our dear and respected Krishnakant uncle and Indira auntie. To ensure that each planted tree survives and grows well, we will also appoint a Vriksha Mitr for three years.

Despite changing climate, rising temperatures and dwindling natural resources,  we haven't to value the significant role they play in our existence. It is our responsibility to pass on a planet that is environmentally healthy and blooming with an abundance of natural resources. We need to rewire our environmental priorities and remain committed to achieving those. 

 વાત અછવાડિયાથી...

મેઘરાજા રુઠ્યા...

ખેડૂતોએ ત્રાહીમામ પોકાર્યું...

બેન અમારા બોર ડચકા લે છે તો કોઈ કહે, અમારા બોરવેલ ફેઈલ થઈ ગયા.. જગતના તાતની આ દશા સાંભળી દુઃખ થાય.

બનાસકાંઠામાં મા રેવાના પાણી પહોંચવાથી ઘણા વિસ્તારને ફાયદો થયો. પણ લાખણી, થરાદ, ડીસા, ધાનેરા વગેરે વિસ્તારો પાણી ઝંખી રહ્યા છે. નર્મદાના પાણી પહોંચે એ માટે ગામે ગામથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. 

સરકારના કાને એ વાત નાખીશું ને નક્કર કામ થાય તે માટે પ્રયત્નો પણ કરીશું પણ ત્યાં સુધી વરસાદ લાવવામાં ઉપયોગી વૃક્ષોનો ઉછેર થાય તે માટે અમે મથી રહ્યા છીએ.

અછવાડિયાગામના સ્મશાનમાં અમે આદરણીય ક્રિષ્ણકાંત અને ઈન્દિરા મહેતા અમે પ્રેમથી અંકલ આન્ટી કહીએ તેમની અને ગામની મદદથી 7500 વૃક્ષો ઉછેરવાનું કરી રહ્યા છીએ. 

વાવેલા વૃક્ષો ઉછરે એ માટે ત્રણ વર્ષ સુધી પગારદાર માણસ પણ રાખીશું. 

દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણને પાણી અને વૃક્ષોનું મહત્વ વધારે સમજાય છે. પણ મારા ખ્યાલથી આપણે આ દિશામાં ઘણું કરવાનું બાકી છે. આપણી આવનારી પેઢીને સાબદા પાણીના તળ આપવાની સાથે સાથે સૌ સુખેથી રહી શકે તેવું ઓક્સિજન યુક્ત જગત આપવા માટે આપણે કટીબદ્ધ થવાની જરૃર છે. 

#MittalPatel #vssm #અછવાડિયા



Mittal Patel plants a tree sapling

Tree Plantation site

Achwadiya tree plantation site

Mittal Patel with the farmers and villagers of Achwadiya
village

Mittal Patel discuss environment conservation with the villagers


VSSM brings peace to numerous individuals like Kantama...

Mittal Patel meets Kantama

Kantama resides in Dungrasan village, she bears the responsibility of being caregiver to her only mentally unstable son. Her self-esteem prevents her from reaching out for help. It was the very humble Surdas Kaka who introduced Kantama to VSSM’s Ishwarbhai.

“It would be a great relief if you could give me some ration!” Kantama had replied when asked what can we do to ease her work load. VSSM began providing monthly ration kit to her.

Recently, I had the opportunity of meeting her. “I am at peace, life feels good now. I do not have to stretch my hands for help. The ration kit reaches me on time every month,” Kantama shared. The peace was visible on her face.

We are grateful to all our well-wishing donors who are responsible for bringing this peace to numerous individuals like Kantama.

કાંતામા ડુંગરાસણગામમાં રહે. તેમને એક દીકરો જેની માનસીક અવસ્થા નબળી. 

આમ દીકરાની જવાબદારી કાંતામાને શીરે. 

કાંતામા ખુદ્દાર કોઈ પાસે હાથ લાંબો કરવો ગમે નહીં.

ગામના એકદમ ભલા સૂરદાસ કાકાએ અમારા કાર્યકર ઈશ્વરને કાંતામા સાથે મેળવ્યા. 

મા તમારા માટે શું કરીએ એવું પુછતા એમણે, 

રાશન આપો તો રાહત રહે એવું કહ્યું ને અમે એ આપવાનું શરૃ કર્યું.



હમણાં હું એમને મળી એમણે કહ્યું, મારા જીવને હવે સાતા છે.. કોઈ સામે હાથ લાંબો નથી કરવો પડતો ટેમ ટુ ટેમ મને આ રાશન મળી જાય છે...

હાશકારો એમના મોંઢા પર હતો...

આભાર સ્નેહજનોનો જેઓ આ કાર્યમાં મદદ કરે છે...

#MittalPatel #vssm

VSSM strives to ensure these families are allotted residential plots and assistance to build their first homes...

Mittal Patel with the nomadic families

 Radhaben, a resident of Ahmedabad’s Anesan has been requesting for electricity connection to her shanty under the government’s scheme of providing power to hutments and shanties. Yes, Radhaben in struggling to bring electricity to her house. “We are particularly afraid during monsoons. We fear being stung by snakes and scorpions.”Radhaben has shared her woes of surviving monsoons without electricity. Recently her worst fears came to life when Radhaben’s son was bitten by a snake, they could save him with great difficulty.

Only homeless families like these can value the importance of roof, power and water. Basic facilities of power and water do not exist on the wastelands the nomads set up their settlements. The women and girls of these communities have to bear the brunt of these fundamental deficiencies. VSSM strives to ensure these families are allotted residential plots and assistance to build their first homes. Apart from the government assistance, the families also receive support from our well-wishing donors.

We are in the process of constructing a settlement for the nomadic families at Rajkot’s Rampara. There have been tremendous challenges to avail water and power. Our dear Nileshbhai Munshi’s support has helped us get an electricity connection to the settlement.

VSSM purchased water worth Rs. 4 lacs for the construction of this settlement. But “if we cannot have drinking water in the settlement, the purpose behind these efforts would be lost,” we wrote to our Chief Minister Shri Vijaybhai Rupani.

As a result of his instructions and continuous follow up by Shri Ashwini Kumar Sir, WASMO has agreed to work in the settlement. The community’s contribution of Rs. 1.4 lacs has been supported by Shri Piyushbhai Kothari of Jewelex Foundation,  as a result we had a ‘Nal se Jal’ like situation even before the construction of houses was accomplished. The settlement now has 50,000 litres tank and taps at each house.

Our heartfelt gratitude towards the government and Piyushbhai.

The shared image reflects the joy of having water at the doorstep… 

અમદાવાદના એણાસણમાં રહેતા રાધાબહેન વર્ષોથી પોતાનું ઝૂંપડું જે સરકારી જમીન પર છે ત્યાં વીજળીની માંગણી કરી રહ્યા છે. સરકારની ઝૂંપડાં વીજળીકરણ યોજના ખરી પણ રાધાબહેનને લાઈટ નથી મળતી. રાધાબહેન કહે, બેન ચોમાસાની રાતે બહુ બીક લાગે ક્યાંક સાપ, એરુ ડંખી જાય તો..

એમનો ભય સાચો ઠર્યો.એમના જુવાન દીકરાને હમણાં સાપ કરડ્યો. એ માંડ માંડ બચ્યો. 

ખુલ્લામાં રહેનાર આ પરિવારોને ઘર, વીજળી અને પાણીનું મહત્વ વધારે સમજાય.જ્યાં વિચરતી જાતિના આ પરિવારો ડેરા નાખે ત્યાં પાસે પાણી ન હોય. બહેન દીકરીઓ માટલાં ઉપાડી ઉપાડીને થાકી જાય.આવામાં અમે આ પરિવારોને સરકાર રહેવા પ્લોટ ને પ્લોટ પર ઘર બાંધવા મદદ કરે તે માટે મથીએ. ઘર બાંધવા સરકારી સહાય ઉપરાંત અમારી સાથે સંકળાયેલા દાતાઓ પણ મદદ કરે. 

રાજકોટના રામપરામાં અમે વિચરતી જાતિના પરિવારોની કોલોની બાંધી રહ્યા છીએ. પાણી અને વિજળી મેળવવા ઘણી હાલાકી વેઠી. વીજળી માટે તો પ્રિય નિલેશભાઈ મુનશીએ મદદ કરી ને વીજળી આવી.

 બાંધકામ માટે અમે 4 લાખનું વેચાતું પાણી લાવ્યા. પણ પીવા માટે પાણી ન મળે તો આ ઘરનો અર્થ નહીં રહે તેવી  રજૂઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને અમે કરી. તેમની સૂચના અને આદરણીય અશ્વીની કુમાર સરનું સતત ફોલોઅપ થવાના કારણે વાસ્મોએ આ કામ માટે હા પાડી. 

લોકફાળો 1.4 લાખ ભરવાનો હતો. જે અમારા પીયુષભાઈ કોઠારી - જ્વેલેક્ષ ફાઉન્ડેશને ભર્યો ને જુઓ મકાન પૂર્ણ થાય એ પહેલાં નલ સે જલ યોજના જેવું થઈ ગયું. 50,000 લીટર પાણીનો ટાંકો અને ઘરે ઘરે નળ આવી ગયા..

સરકાર અને પિયુષભાઈ બેઉ પ્રત્યે રાજીપો....

ફોટોમાં ખુશી દર્શાવતા સૌ...

#MittalPatel #vssm



Ongoing new home construction

Ongoing new home construction

Rajkot Ramparabeti Settlement


If the government can allot plots to poor and homeless who do not feature as nomads, it can certainly allot plot to these families...

Mittal Patel with Mal-Makwana community members

 “Ben, we do not want much from the government, all we need is plots and some assistance to build our homes. These Madaris have got it all, but despite of us staying right next to them we continue to be homeless. The officials tell us we cannot benefit because we haven’t been censused accordingly. Badiyu…”

A lady from Kheda’s Kapadwanj was sharing her woes with us. I have never liked asking anyone their caste or creed, but I was left with no choice here, “What is your caste?”“Mal-Makwana,” she replied.

I know there is no Mal-Makwana community under the OBC category. I could comprehend this was the reason these families could not receive  government benefits.  But I also know that it would be a long process to bring this community under government’s records.

How strange are the issues of such humble human beings. It is a fact that it takes years to redress the issues of poor and humble human beings.

Shri P.L. Deshpande’s ‘Bhat Bhat ke Log’ crossed my mind.  

If the government can allot plots to poor and homeless who do not feature as nomads, it can certainly allot plot to these families. We request the government to do the needful!

'બેન અમારે સરકાર પાહેથી ઝાઝુ નથી જોતું અમને રહેવા પ્લોટ ને ઘર માટે થોડી ઘણી મદદ મળી જાય તો ઘણું. પણ આ મદારીઓને બધુ મળ્યું અમે એમની બાજુમાં જ બેઠા છીએ પણ અમને આ બધુ ના મળે એવું અધિકારી કે છે.. એ લોકો કે છે તમે ગણતરીમાં નથી આવતા...'

'ગણતરીમાં?  મને સમજાયું નહીં...'

'બળ્યું..'

એમ કહીને મારી સાથે વાત કરનાર ખેડાના કપડવંજના બહેન ચુપ થઈ ગયા. મે પુછ્યું તમારી જાતિ કઈ? આમ તો કોઈને જાતિ પુછવી મને જરાય ગમે નહીં પણ અહીંયા એના વગર છુટકો નહોતો..

એમણે કહ્યું, 'મલ મકવાણા!'

મલ મકવાણા એવી કોઈ જાતિ OBCમાં નથી.. એટલે સહાય નથી મળતી.. એ હું સમજી.

ગણતરીમાં નથી એવા આ પરિવારો ને ગણતરીમાં લાવવા ઘણી લાંબી કવાયત કરવાની થશે..

ભોળુડા માણસોની તકલીફોય નિરાળી છે... ને આ તકલીફોનો નિવેડો આવતા વર્ષો લાગવાના છે એય સાચુ છે...

મને પુ.લ.દેશપાંડેનું ભાતભાત કે લોગ યાદ આવ્યું.

અને રહી વાત આ લોકોને પ્લોટ ને ઘર આપવાની તો સરકાર #વિચરતીજાતિમાં ન આવતા હોય તેવા ગરીબ માણસોને ગામતળમાં પ્લોટ આપવાનું કરે છે 

એ અંતર્ગત પ્લોટ ને ઘર આપી જ શકે છે.. 

ખેર એ માટે સરકારને વિનંતી. 



The current living condition of these families

How strange are the issues of such humble human beings...