Mittal Patel, VSSM team and Sarpanch observing the lake at Benap |
Pragjibhai Rajput, the Sarpanch of Benap is a caring and compassionate human being. Seldom do we come across leaders who consider all villagers as equal and work for their betterment. The poor and marginalised hold a special place in Pragjibhai’s heart.
Mittal Patel addressing a meeting at Benap village |
Lake at Benap Village |
The condition of Benap is extremely distressful, the single rain-fed crop they depended on too is not feasible this year. It has become a challenge for the daily wage earners to find labour. In the given condition it is imperative that we begin relief work as soon as possible in this village. We have decided to get the villagers involved with the excavation works at one of the 8 lakes. This will ensure work and daily wage for the participating labourers. The other lake will be deepened using the JCB.
This lake to be dug at Benap |
ગુજરાતીમાં રૂપાંતર
સૂઈગામ તાલુકાનું છેવાડાનું ગામ બેણપ.
સાવ સીધા સાદા માણસો ગામમાં રહે. સરપંચ પ્રાગજીભાઈ રાજપૂત તો ખુબ ભલા. ગામના તમામ માટે ખુબ લાગણી. પણ વંચિતો માટે જરા વિશેષ પ્રેમ.
બેણપ રણકાંઠાનું છેવાડાનું ગામ. ચોમાસું ખેતી ત્યાં થાય. ગામમાં તળાવોની સંખ્યા આઠેક જેટલી. જો તળાવ ભરાય તો ગામ આખુ ખેતી કરી શકે.પણ આ વિસ્તારમાં વરસાદ ખુબ ઓછો પડે. પણ ઉપરવાસમાં વરસાદ પડે એનું પાણી બેણપમાં થઈને રણને મળે એટલે તળાવો ભરાવવાની શક્યતાઓ ખરી.
આમ તો નર્મદાની માઈનોર કેનાલ ગામની નજીકથી પસાર થાય પણ તેમાં ખાસ પાણી છોડવામાં આવતું નથી. આમ પણ આ વખતે ગુજરાતમાં પાણીની અછત છે. પણ જો વ્યવસ્થિત આયોજન થાય તો બેણપનું તળાવ કેટલાય હેક્ટરમાં ફેલાયેલું છે અેને ભરી શકાય. વળી તળાવ ઊંડુ હોય તો ચોમાસા દરમ્યાન ગામમાં આવતા પાણીનો સંગ્રહ પણ સારો થાય. પણ ગામના તળાવો છીછરા છે.
વર્ષ 2018નું ચોમાસુ આ વિસ્તારમાં બેઠુ જ નહીં. વરસાદ ના થતા આખા વિસ્તારની હાલત કથળી. ખેતી પણ થવાની નહીં. આવામાં મજુરી તો ક્યાંથી મળે.
સમગ્ર સ્થિતિ જોયા પછી આ વિસ્તારમાં રાહતના કામો શરૃ કરવાનો વિચાર આવ્યો.
ગામનું એક તળાવ લોકો હાથમજુરી કરીને ખોદાવે તેવું આયોજન કરવાનું કર્યું. જેથી લોકોને કામ મળે ને બીજુ ખુબ તળાવ જેસીબીથી ખોદીશું. જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. કાર્યકર નારણ અને ભગવાનની દેખરેખમાં આ કામો કરીશું.
મુંબઈમાં રહેતા નંદીતાબહેન પારેખ, ભાનુબહેન ને અન્ય સ્વજનો આ કામમાં સહયોગ કરશે પણ આ વિસ્તારના ગામોની હાલત અત્યંત ખરાબ છે. ખુબ પછાત એવા આ વિસ્તાર માટે ખુબ કામ કરવાની જરૃર છે.
VSSM તો સહયોગ કરશે પણ આ વિસ્તારના લોકો જેઓ ગામ છોડીને કામ ધંધા અર્થે બહાર રહે છે તેઓ મદદ કરે તો પણ ઘણું મોટુ કામ થાય.
બેણપ ગામના લોકો સાથે થયેલી બેઠક ને તળાવો ફોટોમાં જોઈ શકાય છે.