Mittal Patel meets Hakimbha Dafer |
Some connections are arranged by God.
My relations with Hakimbha who stays with his family In the village of Bhadwana in Surendranagar District are similar.
They are called "Dafers". Their reputation is not good. In 2005 when I used to search for this community, I was warned not to go amongst them. However this "Dafer" community has given me lots of love.
Hakimbha calls me up at least 3 times a week. He has been doing this for the last 17 years. Our conversation normally goes like this :
Namaste, Benba
Namaste Hakimbha
Benba when will our work get done?
Wait for some more time. All good will happen
But now even hands and legs have stopped working
True Bha. it is in my destiny to do your work. I am working on it. We have already got the plots allotted. Very soon the houses will also be built.
Please take care of us. We have no one except you.
I am there, do not worry Bha.
This talk between us has been going on since long time.. Often the police department also comes into play. If police come to inquire then they would request me to see that police do not harm them.
Sometimes they are asked whether they still do the stealing and theft. They would reply that " We do not indulge in such things. We are answerable to Benba. We will not do anything that will hurt Benba"
The families of "Dafer" community now have confidence that I am with them. & therefore they have started to invite others in marriage functions and even during deaths. Earlier they used to avoid getting together. Our relationship is very pious. They would not lie in my presence. They would also do what I tell them to do.
They got plots in Bhadvana. To construct the house, the government will give Rs 1.20 lakhs. However, that is not enough to construct the house. They have no resources to help themselves. With authority they would tell me to help in the construction of homes. They would also say that build proper houses. People should not laugh seeing them. They say this with full ownership.
They love me like their daughter. All ladies of the community bless me. Whenever I sit with Hakimba, he would say many times that " Allah rasool will do good to you."
Relations like this are defined by nature. In the eyes of society this community is very dangerous. But they bestow lots of love on me. Ummarbhai, Hamirbhai, Allahrakha are like my own. When I meet them I feel that I am the richest person on this planet.
કેટલાક સંબંધો ઈશ્વરીય..
સુરેન્દ્રનગરના ભડવાણામાં રહેતા હકીમભા અને એમના પરિવાર સાથે પણ એવો જ સંબંધ.
ડફેરનો ઈતિહાસ કાંઈ ઉજળો નહીં. 2005માં જ્યારે આ સમુદાયને શોધતી ત્યારે લોકો એમની વચ્ચે ન જવાયની વાતો કરતા.
પણ મને આ સમુદાયે ખુબ પ્રેમ આપ્યો..
હકીમભાનો અઠવાડિયામાં ત્રણેક વખત ફોન આવે. એ પણ આજ કાલથી નહીં 17 વર્ષથી. એમની અને મારી વચ્ચે એક જ પ્રકારનો ડાયલોગ થાય...
એ નમસ્તે બેનબા.
નમસ્તે હકીમભા..
બેનબા અમારુ બધુ કે'દી થાસે?
થોડી વાટ જુઓ.. બધુ સારુ થશે.
પણ હવે તો હાથ પગેય કામ કરતા બંધ થાસે.
સાચુ ભા,પણ મારા ભાગમાં તમારા માટે પ્રયત્ન કરવાનું.. ને એ પ્રયત્નો હું કરુ..પ્લોટ એ પ્રયત્નોથી મળ્યા. તે હવે ઘરેય થશે..
એ તમે ધ્યાન દેજો.. તમારા સિવાય અમારુ કોઈ નથી.
હું છું...
અમારી વચ્ચે આ વાતો વર્ષોથી થાય. આમાં ક્યાંક પોલીસની માથાકૂટ આવે તો.
પોલીસ હમણાં પુછવા આવી તી બેન બા.. તે તમે ધ્યાન દેજો.. આવી એક લીટીનો ઉમેરો થાય..
મારી સાથે આવનાર પુછે કે હવે લૂંટ કે ચોરી એવું કાંઈ કરો..
તો કહે, એવું બધુ કાંઈ નો કરીએ.. કરીએ તો બેનબાને જવાબ હું દઈએ... એમને નીચાજોણું થાય એવું અમે કાંઈ નો કરીએ..
પણ આ બધા પરિવારોને અમે એમની સાથે છીએ નો ભરોષો એટલે હવે લગ્નોમાં મહેમાનો બોલાવતા થયા. મરણમાં પણ સગા વહાલને બોલાવે.. એક સમય હતો કે લગ્ન કે મરણ જેવા પ્રસંગે ભેગા થવાનું એ ટાળતા. પણ હવે એ નિર્ભય થયા..
અમારી વચ્ચેનો સંબંધ પવિત્ર. મારી સામે એ ખોટુ ન બોલે.. ને કહુ એ વાત માને પણ ખરા..
ભડવાણામાં એમને પ્લોટ મળ્યા. ઘર બાંધવા સરકાર 1.20 લાખની મદદ કરશે પણ આમાં ઘર ન થાય. એમની સ્થિતિ તો એક સાંધો ત્યાં તેર તુટે એવી. એટલે હકથી બેન બા ઘર તમારે કરવાના થાશે.. એવું એમને મળુ એટલે એ કહે..
હું હા પાડુ એટલે કે, હરખા કરજો હો.. લોકો દાંત કાઢે એવા નો થાય એ જોજો...
આવું કહે ત્યારે થાય કેવો અધિકાર ભાવ છે... આ બધાને...
એમની દીકરી હોવું એવું હેત વર્ષાવે. મળુ ત્યારે એમના ઘરના ને વસાહતા અન્ય બહેનો દુઃખણા લે.. હકીમભા પાસે જેટલી વાર બેઠી હોવું એટલી વારમાં કોણ જાણે કેટલી વાર અલ્લા રસુલ તમારુ ભલુ કરે એવું બોલે...
કેટલાક સંબંધ કુદરત નક્કી કરે.. અમારો સંબંધ પણ એવો જ... બાકી સમાજની નજરે આ બધા બહુ માથાભારે ગણાય. પણ મારા માટે તો આ બધા લખલૂટ પ્રેમ વર્ષાવે.. અમારા ઉમરભાઈ, હમીરભા, અલ્લારખા કેટલાય છે જે પોતિકા છે...
આ બધાને મળુ ત્યારે થાય મારુ બેંક બેલેન્સ બહુ મોટુ છે...
#MittalPatel #vssm #Dafer #vichartijati #surendranagar #housing #Ghar
Hakimabha dafer asks Mittal Patel to help them in construction of houses |
Mittal Patel visits Plot site which is alloted to dafer families in Bhadvana village |
Mittal Patel meets Hakimabha dafer in bhadvana |
Dafer Families of Bhadvana village |
The current living condition of Dafer families |