Monday, March 18, 2024

VSSM hopes that in near future the saraniya families of himmatnagar will get their piece of land...

Mittal Patel visits saraniya families of
himmatnagar

"We have been desperately waiting for you.  You are the only one who understands our poor people's problems".

The Saraniya families staying in Himmatnagar of Sabarkantha District expressed this with deep anguish.

We work for the nomadic tribes including Saraniya families in Gujarat & help them get a permanent address by constructing houses for them. The Saraniya family of Himmatnagar know that we have constructed houses for many nomadic families. So with some hope that we will be able to get them the houses too, they pleaded.. We definitely will help them . They are our loved ones. 

Fortunately, the collector of Sabarkantha, Shri Naimesh Dave is a very kind person. He is aware of the work VSSM does. He instructed his officers  to start the process of allocating the plot to about 125 families staying at different places in Himmatnagar. There is a hope that In near future the families will get their piece of land.

We also talked with the families about education for their children. This year we are commencing the operations of our Pansar Hostel near Gandhinagar. The children will come from their settlements and stay at the hostel.

To identify families in distress & ensure that the benefit of government schemes for such people reach them is what we constantly strive for. It is because of our associates like Shri Tohidbhai in Sabarkantha that we are able to identify such families.

Shri Pratulbhai Shroff  helps us a lot in this work and I express my gratitude to him for his benevolence.

Wish that God makes us instrumental always in such noble work.

 'કાગડોળે તમારી વાટ જોતા'તા. તમારા સિવાય અમાર ગરીબ ગરબાનું કુણ હોભળ?'

સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા સરાણિયા પરિવારોએ ભાવ સાથે કહ્યું.

ગુજરાતમાં વસતા વિચરતી જાતિમાંના સરાણિયા પરિવારોને કાયમી સરનામુ અપાવવાનું અમે કરીએ. ઘણા પરિવારોની વસાહતો અમે બાંધી એ વાત હિંમતનગરમાં રહેતા આ પરિવારો જાણે માટે અમને પણ સ્થાયી સરનામુ અપાવવામાં મદદરૃપ થાવ તેવું એક આશા અને ભાવ સાથે એમણે કહ્યું..

મદદરૃપ થવાનું જ હોય. આમ પણ આ બધા અમારા વહાલા પરિવારો..

નસીબજોગે સાબરકાંઠાના કલેક્ટર શ્રી નૈમેશ દવે પણ ભલા. એ VSSM ના કામોથી પરિચીત. એમણે અધિકારીઓને હિંમનતગરમાં ઠેકઠેકાણે રહેતા 125થી વધારે પરિવારોને સ્થાયી પ્લોટ આપવાની કામગીરી આરંભી દીધી. નજીકના ભવિષ્યમાં આ પરિવારોને પોતાની જગ્યા મળશે તેવી આશા છે..

બાળકોને ભણાવવાની વાત પણ થઈ. આ વર્ષે ગાંધીનગર પાસેના પાનસરમાં શરૃ થનાર અમારી હોસ્ટેલમાં આ વસાહતમાંથી પણ બાળકો ભણવા આવશે. 

તકલીફમાં હોય તેવા પરિવારોને શોધવા તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તે માટે અમારી ટીમ સતત મથે. સાબરકાંઠામાં પણ અમારા કાર્યકર તોહીદભાઈ સતત મથે. એટલે જ આવા પરિવારોની વાત VSSM સુધી પહોંચે.

અમને વિચરતી જાતિ તેમજ વંચિત પરિવારોના માનવ અધિકારના કાર્યો માટે આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ખુબ મદદ કરે તેમની લાગણી માટે આભારી છું..

ઈશ્વર સૌના શુભમાં કાયમ નિમિત્ત બનાવે તેવી શુભભાવના..

#MittalPatel #vssm #saraniya #communityupliftment #samajsewa #samajseva #himmatnagar

Saraniya families desparately waiting for Mittal Patel

Mittal Patel meets nomadic families of Sabarkantha

Mittal Patel assures that VSSM will help them 



Mittal Patel talked with the families about
education for their children






No comments:

Post a Comment