Tuesday, April 26, 2022

Aarab Ma gets food with the help of VSSM...

Mittal Patel meets Aarab Ma in Harij


Aarab Ma. Stays in Harij.

“We have to meet Aarab Ma,” Mohanbhai tells me while we were in Harij,  recently.

Accompanied by two friends, we walk down to her house after parking the car at a bit of a distance.

Watching us arrive, Aarab Ma laid down a charpoy. And both of us sit on it. While we were talking, many women walked up to her house. Almost 15-20 people gathered. Everyone remained quiet. But one of the talkative ones spoke,

“I left all my work and came here; I thought someone was here to…”

“We also thought so!” some replied in chorus.

The Hindu neighbours of Aarab Ma take good care of her. Her husband had passed away when their daughter was six years old. So she single-handedly raised her daughter and married her off.

“My neighbours are my family; they have stood beside me through thick and thin. They have helped me financially, even to build this house. I am fortunate. I don’t have a son, but this Pareshbhai compensates for it. Even in the middle of the night, he brings me to the doctor when I am unwell.” Aarab Ma tells me.

This was so amazing.

VSSM had supported Pareshbhai in buying an auto-rickshaw. He is someone who puts aside some money to help individuals like Aarab ma. Our team member Mohanbhai too, is someone who shares similar sentiments. Due to her age, Aarab ma is unable to work. Pareshbhai requested us to give her the monthly ration kit. We provide her with that, but the neighbours take good care of her. Old age can be lonely, but the beautiful neighbours of Aarab Ma provide her warm and loving company.

It was a delight to witness such pure and beautiful relations held together by nothing but love.

VSSM provides a ration kit worth Rs. 1600 to 225 elders like Aarab Ma. You may also choose to sponsor an elderly. Do call us on 9099936013 – 9099936019 for further details.

હારીજમાં આરબમાં રહે. હું હારીજ ગઈ ત્યારે અમારા કાર્યકર મોહનભાઈએ કહ્યું, બેન આપણે આરબમાંને મળવાનું છે. ને હું ને મારી સાથેના બે મિત્રો અમે પહોંચ્યા આરબમાં જયા રહેતા ત્યાં. અમારી ગાડી થોડી છેટે ઊભી રાખી અમે સૌ પહોંચ્યા આરબ મા પાસે. 

અમને જોઈને આરબ માએ ખાટલો પાથર્યો હું ખાટલે બેઠી ને મારી સાથે એ પણ બેઠા. અમે વાતો કરતા હતા ત્યાં ધીમે ધીમે ઘણા બહેનો એક પછી એક આરબમાના ફળિયામાં આવ્યા. લગભગ પંદર વીસ લોકો આવી ગયા. પણ અમને જોઈને કોઈએ કશું કહ્યું નહીં. પણ એક બેન જરા બોલકણા તે એમણે કહ્યું, 

'લો હું મુ તો બધુ કોમ પડતું મેલી આઈ.. મન ઈમક્ આરબ માન કોક....

બધાએ એમની સામે જોયું ને પછી કહયું, 'અમન પણ ઈમજ થ્યું...'

આ આરબમાના પડોશી હીંદુ જે એમનું ઘણું ધ્યાન રાખે. આરબમાંની એકની એક દીકરી છ વર્ષની થઈ ને એમના ઘરવાળાએ આ દુનિયામાંથી વિદાય લીધી. એકલા હાથ મહેનત કરી એમને દીકરી મોટી કરી એને પરણાવી. 

આરબ મા કહે, 'મારા પડોશી મારો પરિવાર. આ ઘર ઊભુ કરવાથી લઈને મારા સુખ, દુઃખમાં બધા મારી પડખે રહ્યા. સૌએ આર્થિક મદદ પણ કરી. હું નસીબવાળી. દીકરો નથી પણ મને આ પરેશભાઈ દીકરાની કમી વર્તાવા ન દે. રાતવરત બિમાર પડુ તો એની રીક્ષામાં નાખી દવાખાને લઈ જાય...'

કેવી ઉત્તમ વાત... પરેશભાઈ રાવળ અમે એમને રીક્ષા ખરીદવા લોન આપેલી. એ જે પણ કમાય એમાંથી થોડું ધર્માદુ કરે ને આ રીતે આરબ મા જેવાની સેવા પણ.. અમારા કાર્યકર મોહનભાઈ પણ એવા જ લાગણીવાળા...

આરબમાથી કામ ન થાય. તે એમને દર મહિને રાશન આપવા પરેશભાઈએ વિનંતી કરી ને અમે આપીયે. પણ ખરુ  ધ્યાન તો પડોશી જ રાખે.. ઘડપણમાં એકલું વધુ લાગે પણ આરબમાના નસીબે એમને સરસ પડોશ મળ્યો છે જે એમને એકલું લાગવા જ નથી દેતો.  

એક અનોખી પ્રેમની સગાઈ જોઈને જીવ રાજી થયો... 

આરબમા જેવા 255 માવતરોને અમે દર મહિને 1400 રૃપિયાનું રાશન આપીયે.. તમે આવા માવતરોના રાશન ખર્ચ આપીને કે આવા માવતરોના પાલક બની મદદરૃપ થઈ શકો એ માટે 9099936013 - 9099936019 પર સંપર્ક કરવા વિનંતી. 

#MittalPatel #vssm





Water Management program takes place in Shera village of Banaskantha with exceptional support from the village..

Mittal Patel visits Shera WaterManagement site

We cannot afford to make hue and cry about the water woes only during the summers and remain blissfully unaware of it for the rest of the year. It is high time we acknowledge the importance of water and pours our hearts and soul into saving this precious natural resource. It is our collective responsibility to work towards conserving water before it is too late.

The groundwater tables in north Gujarat have dropped to alarmingly low levels. We are drawing more water from the earth than we recharge. We must focus on creatingi new water bodies in each village.

Our wise old ancestors had been very mindful in their approach towards consuming water; they have handed us the rich legacy of community lakes, with each village having 5-7 lakes. It is the legacy they left for their next generation, but what are we planning to hand over to our coming generation is for us to decide.

These lakes were the best containers to hold water and recharge the groundwater tables. Unfortunately, the lakes began to fill up with soil, and we ignored to desilt them. We did not consider it necessary to maintain these water bodies because it was easier for us to draw underground water. The rural communities have now realised that if we will not recharge the groundwaters, leaving the village is the only option left.

After VSSM launched its Participatory Water Management efforts in 2017, it has desilted 170 lakes through its relentless efforts to conserve rainwater.

Recently, I was in Dhanera’s Shera village. Rameshbhai, the Sarpanch of the village, wanted to ensure that the largest lake of their village be deepened to be able to hold maximum water. One precondition VSSM puts forward is that the excavated soil should be ferried away by the community while VSSM bears the JCB expense to excavate the soil. Rameshbhai and the community mobilised the funds to transport the excavated soil,  and our well-wishing friends at Ajmera Reality enabled us to realise Rameshbhai’s wish. We are grateful to Ajmera Group for their thoughtful support.

We hope for each village to wake up to this urgent need to conserve rainwater and work towards repairing the traditional sources of water. We owe it to our coming generations!! Our responsibility is to save each drop of water falling from the sky.

VSSM’s Naranbhai from Banas-team has remained persistent in mobilising awareness and sensitizing village leadership to deepen the lakes of their village. If you wish to support the initiative, do call us on +919099936035

પાણીના ટીપે ટીપાને બચાવવાની જહેમત કરવાનો સમય આવી ગયો છે..

ખાલી ઉનાળો આવે એટલે પાણી પાણીની રાડો પાડીયે એ નહીં ચાલે.. પેલું પાણી પહેલાં પાળ બાંધવાનું પણ કરવું પડશે..

ઉત્તર ગુજરાત ભૂગર્ભજળ જોખમી સ્થિતિએ પહોંચ્યા. રીચાર્જ થાય એની સામે ઉલેચાવાનું બહુ થાય. આવામાં એક ગામમાં મોટા મોટા જળાશયો પાણી માટેના નિર્માણ થાય તે જરૃરી. 

આપણા ઘૈડિયા બહુ સમજદાર એટલે એક એક ગામમાં ઓછામાં ઓછા પાંચ સાત તળાવો એમણે ગાળ્યા.  ભાવી પેઢી એમને ગાળો ન ભાંડે એ માટે તળાવરૃપી વારસો આપણને એમણે આપ્યો. હવે આ વારસો આપણે આપણી આગલી પેઢીને આપવો કે નહીં તે આપણે નક્કી કરવાનું...

આ તળાવો પાણી રીચાર્જ - ભૂગર્ભમાં ઉતારવાનું ઉત્તમ વાસણ.. પણ આપણે આ વાસણની દશા બગાડી દીધી. તળાવો કાંપથી પુરાયા ને આપણે એને ફરી ખોદવાનું માંડી વાળ્યું મૂળ પેલું ભૂગર્ભમાંથી બોરવેલ વાટે પાણી મળતુ ને એટલે.. પણ હવે ખેડૂતોને સમજાયું કે ઉલેચેલું પાછુ નહીં આપીએ તો ગામ ખાલી કરી જવાનો વારો આવશે..

બસ તળાવો ગળાવવાનું આ અભીયાન અમે 2017થી સધન રીતે શરૃ કર્યું. 170 થી વધુ તળાવો ગાળ્યા ને આજેય આ કાર્ય અવીરત ચાલુ.

હમણાં ધાનેરાના શેરાગામમાં જવાનું થયું. ત્યાના સરપંચ રમેશભાઈ જાગૃત તે એમણે પોતાના ગામનું તળાવ કે જ્યાં મહત્તમ પાણી ભરાય છે એ છીછરુ થઈ ગયેલું ગળાવવાની ખેવના રાખી. તળાવની માટી એવી ફળદ્રુપ પણ નહીં ખેડૂતો નહીં ઉપાડે તો અમે તળાવ નહીં ગાળીએ એવી અમારી શરત. રમેશભાઈને ગ્રામજનોએ માટી ઉપાડવા ફાળો કરીને પૈસા ભેગા કર્યા. આમ અમારા સ્વનજ અજમેરા રીઆલ્ટી એન્ડ ઈન્ફ્રા ઈન્ડિયા લી.ની મદદથી સરસ રીતે તળાવ ગળાઈ રહ્યું છે..આભાર અજમેરા ગ્રુપની આ લાગણી માટે..

દરેક ગામ આ કાર્ય માટે જાગૃત થાય પોતાની રીતે પોતાના વરસાદી પાણી સંગ્રહ કરવાના વાસણો સરખા કરે તે ઈચ્છનીય. નહીં તો આવનારી પેઢી આપણને વઢશે.. ને કહેશે, મારા દાદા તમારા માટે તળ સાબદા મૂકીને ગયા પણ તમે શું કર્યું?  આવો વખત આવે તે પહેલાં ચેતીએ પાણીના ટીપે ટીપાને બચાવવા તળાવો ગળાવીએ..

તળાવોના આ કાર્યો થાય તે માટે અમારી બનાસટીમ નારણભાઈ રાવળના નેતૃત્વમાં સખત પ્રયત્નશીલ તમને તળાવ ગળાવવાની બનાસકાંઠામાં જ ઈચ્છા હોય તો 9099936035 પર સંપર્ક કરી શકાય.



Mittal Patel visits Ongoing Water Management site

Mittal Patel discusses watermanagement with the villagers

Ongoing lake deepening work

Mittal Patel discusses water mangement

Shera Water Management site