Tuesday, April 26, 2022

Aarab Ma gets food with the help of VSSM...

Mittal Patel meets Aarab Ma in Harij


Aarab Ma. Stays in Harij.

“We have to meet Aarab Ma,” Mohanbhai tells me while we were in Harij,  recently.

Accompanied by two friends, we walk down to her house after parking the car at a bit of a distance.

Watching us arrive, Aarab Ma laid down a charpoy. And both of us sit on it. While we were talking, many women walked up to her house. Almost 15-20 people gathered. Everyone remained quiet. But one of the talkative ones spoke,

“I left all my work and came here; I thought someone was here to…”

“We also thought so!” some replied in chorus.

The Hindu neighbours of Aarab Ma take good care of her. Her husband had passed away when their daughter was six years old. So she single-handedly raised her daughter and married her off.

“My neighbours are my family; they have stood beside me through thick and thin. They have helped me financially, even to build this house. I am fortunate. I don’t have a son, but this Pareshbhai compensates for it. Even in the middle of the night, he brings me to the doctor when I am unwell.” Aarab Ma tells me.

This was so amazing.

VSSM had supported Pareshbhai in buying an auto-rickshaw. He is someone who puts aside some money to help individuals like Aarab ma. Our team member Mohanbhai too, is someone who shares similar sentiments. Due to her age, Aarab ma is unable to work. Pareshbhai requested us to give her the monthly ration kit. We provide her with that, but the neighbours take good care of her. Old age can be lonely, but the beautiful neighbours of Aarab Ma provide her warm and loving company.

It was a delight to witness such pure and beautiful relations held together by nothing but love.

VSSM provides a ration kit worth Rs. 1600 to 225 elders like Aarab Ma. You may also choose to sponsor an elderly. Do call us on 9099936013 – 9099936019 for further details.

હારીજમાં આરબમાં રહે. હું હારીજ ગઈ ત્યારે અમારા કાર્યકર મોહનભાઈએ કહ્યું, બેન આપણે આરબમાંને મળવાનું છે. ને હું ને મારી સાથેના બે મિત્રો અમે પહોંચ્યા આરબમાં જયા રહેતા ત્યાં. અમારી ગાડી થોડી છેટે ઊભી રાખી અમે સૌ પહોંચ્યા આરબ મા પાસે. 

અમને જોઈને આરબ માએ ખાટલો પાથર્યો હું ખાટલે બેઠી ને મારી સાથે એ પણ બેઠા. અમે વાતો કરતા હતા ત્યાં ધીમે ધીમે ઘણા બહેનો એક પછી એક આરબમાના ફળિયામાં આવ્યા. લગભગ પંદર વીસ લોકો આવી ગયા. પણ અમને જોઈને કોઈએ કશું કહ્યું નહીં. પણ એક બેન જરા બોલકણા તે એમણે કહ્યું, 

'લો હું મુ તો બધુ કોમ પડતું મેલી આઈ.. મન ઈમક્ આરબ માન કોક....

બધાએ એમની સામે જોયું ને પછી કહયું, 'અમન પણ ઈમજ થ્યું...'

આ આરબમાના પડોશી હીંદુ જે એમનું ઘણું ધ્યાન રાખે. આરબમાંની એકની એક દીકરી છ વર્ષની થઈ ને એમના ઘરવાળાએ આ દુનિયામાંથી વિદાય લીધી. એકલા હાથ મહેનત કરી એમને દીકરી મોટી કરી એને પરણાવી. 

આરબ મા કહે, 'મારા પડોશી મારો પરિવાર. આ ઘર ઊભુ કરવાથી લઈને મારા સુખ, દુઃખમાં બધા મારી પડખે રહ્યા. સૌએ આર્થિક મદદ પણ કરી. હું નસીબવાળી. દીકરો નથી પણ મને આ પરેશભાઈ દીકરાની કમી વર્તાવા ન દે. રાતવરત બિમાર પડુ તો એની રીક્ષામાં નાખી દવાખાને લઈ જાય...'

કેવી ઉત્તમ વાત... પરેશભાઈ રાવળ અમે એમને રીક્ષા ખરીદવા લોન આપેલી. એ જે પણ કમાય એમાંથી થોડું ધર્માદુ કરે ને આ રીતે આરબ મા જેવાની સેવા પણ.. અમારા કાર્યકર મોહનભાઈ પણ એવા જ લાગણીવાળા...

આરબમાથી કામ ન થાય. તે એમને દર મહિને રાશન આપવા પરેશભાઈએ વિનંતી કરી ને અમે આપીયે. પણ ખરુ  ધ્યાન તો પડોશી જ રાખે.. ઘડપણમાં એકલું વધુ લાગે પણ આરબમાના નસીબે એમને સરસ પડોશ મળ્યો છે જે એમને એકલું લાગવા જ નથી દેતો.  

એક અનોખી પ્રેમની સગાઈ જોઈને જીવ રાજી થયો... 

આરબમા જેવા 255 માવતરોને અમે દર મહિને 1400 રૃપિયાનું રાશન આપીયે.. તમે આવા માવતરોના રાશન ખર્ચ આપીને કે આવા માવતરોના પાલક બની મદદરૃપ થઈ શકો એ માટે 9099936013 - 9099936019 પર સંપર્ક કરવા વિનંતી. 

#MittalPatel #vssm





No comments:

Post a Comment