Nomadic and deprived elders at L.P.Savaninagar Deesa |
Mittal Patel with elderly woman |
In Nava Deesa’s L. P. Savani Nagar there are 12 elderly who have no one to look after them. These people have worked hard, earned and raised families, they also begged when they were too weak to work but now they can barely get up and move. If someone is kind enough she/he comes and gives them food otherwise they just sleep with empty bellies. Some have lost their vision, some can’t walk, some have children who too are extremely poor to be able to take care of parents.
It is always said, that it is a blessings to be born as human however, after watching the pain and misery of these elders a prayers escapes from within requesting almighty to not be born as human again.
Community Kitchen for elderly at Deesa |
We have initiated a community kitchen to provide lunch and dinner to these elderly of L. P. Savani Nagar. The cost per individual is Rs. 1600 per month.
Yes, we are aware of government schemes for the destitute, widow and elderly hence, please refrain from advising on them.
Dependence of OldAge |
The elderly pension helps them with medication and clothing. We are requesting for grains.
For further details please call Ms. Dimple Parikh on 9099936019.
Make your donations to 'Vicharta Samuday Samarthan Manch' or 'VSSM' .
Our bank details are
Bank Name & Branch : Dena Bank, Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
IFSC Code : BKDN0110857
If using PAYTM the number is : 9909087669. The number belongs to VSSM’s Finance Manager.
The images shared here will help throw light on the narrative above.
Mittal Patel having food at community kitchen at Deesa |
માવતર અનાથ થયા છે. એમને જીવનની પાછલી અવસ્થા સુખેથી જીવવા મદદની જરૂર છે.
અનાથ અથવા તકવંચિત બાળકોના પાલક આજે ઘણા બને છે અને એ બાળકનો નિભાવ ખર્ચ પણ ઘણા આપે પણ આજે આપને એવા માવતરના પાલક બનવા વિનંતી કરી રહી છું. જેમનું આ દુનિયામાં કોઈ નથી.
નવા ડીસામાં એલ.પી. સવાણી નગરમાં 12 વડિલો રહે છે. જેમની સંભાળ રાખનાર કોઈ નથી. કામ થતુ તુ ત્યાં સુધી એમણે કર્યું. હાથ પગ નબળા પડ્યા પછી ભીખ માંગવાનું કર્યું. પણ હવે તો ચલાતુયે નથી. વસાહતમાંથી કોઈને દયા આવેને કોઈ ખવડાવી દે તો ચાલે. બાકી ભૂખ્યા રહેવાનું.
તમામ જીવ સૃષ્ટિમાં માણસનો અવતાર સૌથી શ્રેષ્ઠ એવું માનવામાં આવે પણ આ વડિલોને જોયા પછી આવો અવતાર જો શ્રેષ્ઠ કહેવાય તો ભગવાનને ફરી માણસ તરીકે જનમ ના આપવા વિનંતી કરુ..
કોઈ આંખે અંધ છે, કોઈ ચાલી શકતુ નથી. કોઈને દિકરા છે પણ એ પોતાનુ પુરુ કરી શકતા નથી એવામાં વડીલો તો પ્રાથમિકતામાં ક્યાંથી આવે?
અમે બપોર અને સાંજ આવા વડિલોને જમાડવાનું શરૃ કર્યું છે. એક વૃદ્ધનો માસીક ખર્ચ લગભગ 1600 આવે છે.
આપને બાળકની જેમ આ વડિલોના પાલક બનવા વિનંતી કરી રહી છું.
મહેરબાની કરી સરકારની વૃદ્ધ પેન્શન યોજના કે ફલાણી યોજનામાં જોડવાની સલાહ ના આપવા વિનંતી.
વૃદ્ધ પેન્શન મળે તો એમને દવા અને કપડાં કાજ કામ આવે.
વધુ માહિતી માટે ડિમ્પલબેન પરીખ - 9099936019 પર સંપર્ક કરવા વિનંતી.
આપને અનાજનું દાન કરવા પણ વિનંતી.
આપના અનુદાનનો ચેક 'Vicharta Samuday Samarthan Manch' અથવા 'VSSM' ના નામનો લખશો.
અમારા બેંક એકાઉન્ટની વિગતો નીચે મૂજબ છે:
Bank Name & Branch : Dena Bank, Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
IFSC Code : BKDN0110857
આપ આપનું અનુદાન પેટીએમ પર આ નંબર પર પણ મોકલી શકો છો: 9909087669. આ નંબર સંસ્થાના ફાયનાન્સ મેનેજરનો છે.
ફોટોમાં જેમની સવાર સાંજ જમવાની વ્યવસ્થા કરી છે એ માવતર દેખાય છે.
#mittalpatel #vssm #nomadictribes #nomadsofinfia