Thursday, March 03, 2022

We are grateful to GACL and community members for allowing us to drape the soil of your village in green…

Mittal Patel with the community members of Vakha

Vakha village's crematorium for Mali community

We want to change the face of our crematorium," village elders tell us.

And then they launched the massive operation of clearing the 'ganda-baval' trees around the crematorium. They also constructed a boundary wall and fence. Supported by GACL, we planted the trees, installed drip irrigation facility and appointed a vriksh mitra.

The committed efforts of the tree committee ensured most of the planted trees survived.

If each village strives to work as dedicatedly as Vakha village, each of our village can turn into 'nandanvan'

We are grateful to GACL and community members for allowing us to drape the soil of your village in green…

વખાની માળી સમાજની સ્મશાનભૂમી..

ગામના વડીલોએ કહ્યું, અમારે અમારુ સ્મશોન અસલ કરવું હ્.

પછી તો શું ગાંડાબાવળથી ભરેલા આ સ્મશાનભૂમીની સફાઈ એમણે જાતે કરી. દિવાલ, વાડ બધુયે કર્યું ને અમે VSSM થકી વૃક્ષો વાવ્યા સાથે ડ્રીપની વ્યવસ્થા ને વૃક્ષોની સંભાળ રાખી શકે તેવા વૃક્ષમિત્રની નિમણૂક કરી. 

આ કાર્ય માટે મદદ કરી GACL સંસ્થાએ.. 

ગામની વૃક્ષમંડળીની ધગશ ઘણી એટલે વાવેલા વૃક્ષોમાંથી મહત્તમ ઉછરી રહ્યા છે. 

દરેક ગામ વખા જેવી ધગશથી કાર્ય કરે તો દરેક ગામ નંદનવન બની જાય..

આભાર GACL અને ગ્રામજનોનો તમે અમને ધરતીમાને હરિયાળી કરવાનો મોકો આપ્યો.

#MittalPatel #vssm



Mittal Patel discusses tree plantation with the community
members

Vakha tree plantation site

VSSM planted tree and installed drip irrigation facility

The committed efforts of the tree committee ensured
most of the planted trees survived.


GACL organisation supports our tree plantation drive in Banaskantha...

Mittal Patel discusses tree plantation in
meeting

“Is Banaskantha your native, or  is  it the only region you work in?” I have often been asked.

I am a believer of  Vasudhaiva Kutumbakam. VSSM’s various initiatives are implemented in 22 districts, but the tree plantation campaign and the deepening of lakes are only implemented in Banaskantha. If we focus our resources and energy on one region, its far-reaching impact will be felt in 10-15 years.

Many get upset at our stance of focusing our environmental activities only in Banaskantha. They invite us to come and work in their region.

GACL organisation supports our tree plantation drive in  Banaskantha. They requested us to implement our tree plantation drive in 10 villages of Baroda while assuring financial support for the same.

There is an urgent need for such massive efforts in all the regions, and ‘if GACL supports, we can work in other regions,” the team opined.

We had an introductory meeting at the GACL office chaired by Shri Sanjaybhai Bhatt and the Sarpanchs of 10 shortlisted villages. We shall now arrange to visit these villages and launch our tree plantation campaign in the region.

We are delighted our universe expanded a little more; I am sure this must have delighted Mother Earth as well.

ઘણી વખત લોકો મને કહે, બેન તમારુ વતન બનાસકાંઠા? અથવા ફક્ત બનાસકાંઠામાં જ તમે કાર્ય કરો?

સાંભળીને હું તો વસુદૈવ કુટુંબમાં માનુ એમ કહુ. આમ તો અમે 22 જિલ્લામાં વિધવિધ પ્રવૃતિઓ કરીએ. પણ વૃક્ષોઉછેરવાનું ને તળાવો ઊંડા કરવાનું કાર્ય ફક્ત બનાસકાંઠામાં કરીએ. મૂળ એક જિલ્લામાં કાર્ય કરીએ તો દસ પંદર વર્ષે પછી એની ઈમ્પેક્ટ જોઈ શકીએ માટે..

પણ આ નિર્ણયથી ઘણા નારાજ પણ થાય. અમારા વિસ્તારમાં પણ તમે આ કાર્ય માટે આવો અમે મદદ કરીશુંનું કહેણ પણ ઘણા મોકલે..

#GACL સંસ્થા અમને #બનાસકાંઠામાં વૃક્ષો ઉછેરવામાં મદદ કરે. એમણે આ વખતે વડોદરામાં દસેક ગામોમાં વૃક્ષો ઉછેરવા અમને કહેણ મોકલ્યું ને આર્થિક મદદની ખાત્રી આપી. 

આમ તો પર્યાવરણનું કાર્ય ગામે ગામ થાય તે આજના સમયની તાતી જરૃર. વળી GACL મદદ કરે તો નવા વિસ્તારમાં પણ જઈએ એવું ટીમ સાથે નક્કી થયું.

બસ નક્કી થયાના ભાગરૃપે જે દસ ગામોમાં વૃક્ષો ઉછેરવાનું કરવાનું છે તે ગામના સરપંચો સાથે GACLના કાર્યાલય પર શ્રી સંજયભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક બેઠક થઈ. હવે ગામોની મુલાકાત ગોઠવીશું ને જુન 2022 પછી ત્યાં વૃક્ષો ઉછેરવાનું આયોજન કરીશું.

ફલક બહોળુ થયાનો આનંદ... ને મા ધરતી રાજી થશે એ નક્કી...

#MittalPatel #vssm



Mittal Patel had an introductory meeting at the GACL office

Mittal Patel had an introductory meeting at the GACL office
chaired by Shri Sanjaybhai Bhatt 


43 Nomadic families living at various locations in Harij received papers to their plots from the District Collector of Patan...

Mittal Patel with the nomadic families of Harij who recieved
their plot allotment documents

Finally, we will have a pucca house!!

"We had been waiting for years to break free from this living condition, but however hard we may try, things happen when they are destined to happen. They were not meant to be until now, but good times have arrived, and it has brought us residential plots. We are grateful to the government and VSSM." Leelabahen, a resident of Harij was elated when she and 43 other families living at various locations in Harij received papers to their plots from the District Collector of Patan.

It took constant efforts and follow-up on VSSM's Mohanbhai's part to make the allotment of residential plots a reality for these families.

We are grateful to everyone who has supported these efforts.

The images shared here give a glimpse of the current living conditions of the families allotted the plots.

And the families are all smiles on receiving documents for their plots. 

 'હાશ હવે પાક્કુ ઘર થશે...

વર્ષોથી રાહ જોતા ક્યારે આ દશામાંથી છુટકારો મળે પણ સમય પહેલાં લાખ કોશીશ કરીએ તોય કશું થતું નથી. બસ અમારો સમય નહોતો. પણ હવે અમારો સમય આવ્યો. તે અમને રહેવા પોતાની જગ્યા - પ્લોટ મળ્યો. સરકારનો ઘણો આભાર ને VSSM સંસ્થાનો પણ આભાર..'

લીલાબહેન બજાણિયા હારીજમાં રહે એમણે પ્લોટની સનદ લેતા આ હરખ વ્યક્ત કર્યો. 

હારીજના જુદા જુદા વિસ્તારમાં રહેતા ઘર વિહોણા 43 પરિવારોને આદરણીય કલેક્ટર શ્રી દ્વારા પ્લોટ ફળવાયા. 

સંસ્થાના કાર્યકર મોહનભાઈનું સતત ફોલોઅપ જેના લીધે આ પરિવારો પોતાના પ્લોટવાળા થયા. 

આ કાર્યમાં મદદ કરનાર સૌનો ઘણા આભાર.

જેમને પ્લોટ ફળવાયા છે તે પરિવારો જે સ્થિતિમાં રહે છે એ એક ફોટોમાં જોઈ શકાય છે. 

બાકી પ્લોટની સનદ- દસ્તાવજ સાથે પરિવારો..

#MittalPatel #vssm

Mittal Patel handing over plot allotment documents to
nomadic families



Nomadic families with thier plot allotment documents

The nomadic families are all smiles on receiving documents
for their plots. 

The current living condition of nomadic families


VSSM began providing a ration kit to Dhudi Ma through our Mavjat initiative...

Mittal Patel meets Dhudi Ma in Harij

Dhudi Ma resides in Harij. But because she has a daughter, she does not fit into our category of needy elderly, but the daughter needs her support.

Dhudi Ma's daughter was happily married, but for some reason, at the age of 50, she lost her mental balance, and the in-laws decided to send her back to her mother.

Dhudi Ma tries hard to feed the two of them on the grains she receives through her ration card and elderly pension, but it is hard to provide two bellies on a few hundred rupees a month. They would wait for someone to come and give them some food.

VSSM began providing a ration kit to Dhudi Ma. "May God shower you with abundance," an elated Dhudi Ma had told me when I met her recently.

I have always mentioned, "we don't  provide anything; our role is of a facilitator here." I have always said. And we pray for a better life in the next birth for 225 elders like Dhudi Ma whom we support through our Mavjat initiative. It is a painful existence for them. 

Some elders cannot even speak well; VSSM tries to ensure their neighbours cook and feed them.Dhudi Ma resides in Harij.

Dhudi Ma tries hard to feed the two of them on the grains she receives through her ration card and elderly pension, but it is hard to provide two bellies on a few hundred rupees a month. They would wait for someone to come and give them some food.

The number of elderly we support has not stopped at 225, it keeps growing. Rs. 1400 is not a huge amount for anyone who wishes to support  an elderly, apart from food  it also provides the comfort of being looked after.

We are grateful to everyone who has supported this initiative and appeal for more well-wishers to join in and adopt the elderly...

Please call us on 9099936013 -9099936019 for assistance.You may also Paytm your donation amount for adopting an elderly on 9099936013

ઘુડી મા.. હારીજમાં રહે.

નિરાધાર તો ન કહી શકાય. એક દીકરી છે એમને. પણ હા એ દીકરીને માના આધારની જરૃર.

દીકરીને પરણાવેલી. એનો સંસાર સુખી હતો પણ અચાનક એની માનસીક અવસ્થા બગડી તે પચાસ વર્ષે સાસરીયા એને પાછી ધુડી મા પાસે પાસે મુકી ગયા. 

રેશનકાર્ડ પર અનાજ ને વૃદ્ધ પેન્શન મળે તેમાંથી ધુડીમા પોતાનું ને દીકરીનું ભરણ પોષણ કરવા કોશીશ કરે. પણ પુરુ થાય?

આવામાં કોઈ આપી જાય એની વાટેય ઘણી વાર જુએ..

ખેર આવા એકલા અટૂલા માવતરોને જોઈને જીવ બળી જાય.. દર મહિને 1400નું રાશન અમે આપવાનું શરૃ કર્યું તે ખુબ રાજી થયા. ભગવોન તમને ઘણું આપે એવું એમને મળી ત્યારે એમણે કહ્યું...

હું કહુ હું ક્યાં આપુ હું કે અમે તો નિમિત્ત માત્ર પણ હે ઈશ્વર ધુડીમા જેવા 225 માવતરોને અમે દર મહિને રાશન આપીયે તે અને તેમના જેવા અન્ય માવતરોને આવતો જનમ નોંધારો ન આપતો..

કેવું વલવલતું જીવન ક્યારેક કેટલાક માવતરો તો શું બોલે એય ન સમજાય. ત્યારે પડોશીને રાશન આપી એ એમને ખવડાવે તેવું ગોઠવીએ...

હા 225 માવતરોએ સંખ્યા અટકી નથી એ વધી રહી છે ને અમને જરૃર છે આવા માવતરોના પાલકની જે તેમનો માસીક ખર્ચ ઉપાડી લે. 

1400 રકમ કાંઈ એવડી મોટી નથી કે ન કરી શકાય. ને આ થઈ જાય તો એક રીતે એ નોંધારા નથી એવો અહેસાસ પણ એમને કરાવી શકાય..

ખેર આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્વજનોનો આભાર ને નવા સ્વજનો આવા માવતરોના પાલક બને તે માટે આહવાન..

વધારે વિગત માટે 9099936013 -9099936019 પર વાત કરી શકાય.

આપનું અનુદાન 9099936013 પર પેટીએમ પણ કરી શકાય.

#MittalPatel #vssm

#MittalPatel

#vssm


We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022...

Mittal Patel with the Vruksh Mitra 

 

“Ben, trust us, we shall raise all the trees we will plant!”  Bhikhabhai and Haribhai from Banaskantha’s Bharkavada had mentioned this firmly.

In July 2021, after it was decided to raise trees in the village amidst a partnership between VSSM and the village community, 501 couples had planted 2300 trees at the village crematorium.

As a result of the enthusiasm of village youth, retired forest officer and the specially appointed Vruksh Mitra, all the planted trees are growing well.

We are grateful for the support from  Rosy Blue (India) Pvt Ltd towards this plantation

It is fitting to mention the proactiveness of the village community towards ensuring the trees are well looked after and grow well. The villagers have volunteered to plough the soil around the trees so that the roots breathe well.

We have pledged to plant 5 lac trees in various villages of Banaskantha for the upcoming planting season in June 2022. Of course, we will be partnering with the local community and administration.

The local administration has joined hands to fulfil this pledge; we want more companies/corporates like Rosy Blue to partner with the cause and adopt one or two village woodland.

We request you join hands to help us cover our mother Earth in green. The trees will be home to thousands of living species. And that means being drenched in an abundance of blessings. I hope you choose to be showered with such blessings!!

'બેન ભરોસો રાખજો જેટલા વૃક્ષો વાવશો એ બધાય ઊછરશે..'

બનાસકાંઠાના ભરકાવાડાના ભીખાભાઈ અને હરીભાઈએ દૃઢતાથી આ કહેલું.

જુલાઈ 2021માં VSSM અને ગામની ભાગીદારીથી વૃક્ષો ઉછેરવાનું અમે નક્કી કર્યું.ને ગામના સ્મશાનમાં 501 દંપતી સાથે અમે સૌએ પૂજન કરીને 2300 થી વધુ વૃક્ષો વાવેલા. ગામના ઉત્સાહી યુવાનો, નિવૃત વન અધિકારી અને વૃક્ષોની માવજત માટે અમે રાખેલા વૃક્ષમિત્રની ઘણી માવજતના લીધે વાવેલા તમામ વૃક્ષો આજે સરસ ઉછરી રહ્યા છે. 

રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી. એ અમને વૃક્ષો ઉછરેવા માટે આર્થિક સહયોગ કર્યો. જે માટે અમે એમના આભારી છીએ. 

સાથે ગામ પણ એવું સજ્જ. એક વર્ષમાં લગભગ ચારેક વખત તો એમણે સ્વખર્ચે વૃક્ષોની વચ્ચે ખેડાણ કર્યું જેથી વૃક્ષોને ઓક્સિજન સતત મળે ને એનો ગ્રોથ સરસ થાય. 

જુન 2022 થી બનાસકાંઠાના વિવિધ ગામોમાં બનાસકાંઠા વહીવટીતંત્ર સાથે રહીને 5 લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ છે. 

આ સંકલ્પને પૂર્ણ વહીવટીતંત્ર તો સાથે આ્વ્યું. હવે રોઝી બ્લ(ઈન્ડિયા) પ્રા. લી. જેવી વધુ કંપનીઓ જોડાય તેમ ઈચ્છીએ. એક એક કંપની - વ્યક્તિ એક એક ગામમાં ઉપવન ઊભુ કરવા આર્થિક મદદ કરે તો આ લક્ષાંક એવડો મોટો નથી કે પૂર્ણ ન થાય..

વૃક્ષો ઉછેરવા, ઘરતી માને એનો લીલુડો શણગાર આપવા આપ સૌને મદદ કરવા વિનંતી.. મૂળ આ લીલુડો શણગાર હજારો જીવોનું ઘર થશે ને એ સુખી થશે તો આપણે પણ સુખી થઈશું.

#vssm #MittalPatel

Tree Plantation site at Bharkavada village



Tree Plantation site at Bharkavada village

Mittal Patel with Bhikhabhai and Haribhai discusses
Tree Plantation

Mittal Patel at Tree Plantation site

VSSM recieved support from Rosy Blue (India) Pvt Ltd
towards this plantation.




Monday, February 28, 2022

We are grateful to our respected Prime Minister, Chief Minister, Morbi District Collector and officials for being instrumental in the welfare of the marginalised nomadic communities...

Mittal Patel with the nomadic families

“You are such fortunate beings to have a job that  has the potential to change the lives of people just by signing a piece of paper!” I tell government officers whenever I happen to meet them. As a result of my work in social sector, I have had numerous opportunities to meet many officers and administrators who have changed the lives of the poor for the better. The compassion and empathy these officials showcase towards the marginalised and vulnerable are awe-inspiring.

The District Collector of Morbi Shri J. B. Patel is one such officer.

For years,  VSSM has remained perseverant in its efforts to ensure that the nomadic families scattered across Morbi obtain residential plots and have an address they can call home. Yet the efforts never found the desired outcome.

Shri J B Patel’s empathy towards the poor has accelerated the movement of pending applications. He instructed his team to speed up the allotment of plots to nomadic families staying on the village boundaries of  Habtiyadi, Mitana, Hadmatiya, Tankara, Morbi, Ravapar, Rafadeshwar, Nichi Mandal and other villages, and diligently follows up the progress made on the instructions he has given.

Meanwhile, Shri Bhupendrabhai Patel took charge as the Chief Minister of Gujarat. A very compassionate individual, he had called a meeting to understand what impedes the resolutions of long pending issues of the marginalised communities. After our interaction,  swift meetings were called  with the District Collectors to understand their administrative limitations, instructing them to quickly resolve the problems and report immediately.

Such push from higher authorities enthused proactive officers like Shri J. B. Patel. As District Collector, within a month of Chief Minister’s instructions,   he released orders of allotment of plots to all the nomadic families settled in Morbi awaiting residential plots. We were amazed at the speed at which the work was done and allotment orders were released. And glad that finally progress was made.

I hope this inspires the officials from other districts to find solutions to the pending files. If that happens, our respected Prime Minister’s dream of home for homeless could be realised soon.

We are grateful to our respected  Prime Minister, Chief Minister, Morbi District Collector and officials for being instrumental in the welfare of the marginalised nomadic communities.

These homeless families will soon have a home and an address of their own; no one will compel them to vacate and move their baggage.

Once again, thank you, respected Shri Piyushbhai Kothari, Shri Kiritbhai Shah (USA), Smt Dakshaben Shah, for the financial assistance to help us carry on such endeavours.

We help birds build their nests, let's also help humans build their happy abodes. The recent plot allotment orders have benefited almost 800 families; you also can choose to help these families make a home by donating Rs. 85,000 to 1 lac per family.


અધિકારીઓ સાથે જ્યારે પણ વાત કરવાનું થાય ત્યારે હંમેશાં કહેતી હોવું, તમે ખરેખર ખુબ નસીબદાર છો. કુદરત તમને એવી નોકરી આપી છે જ્યાંથી તમે એક કાગળ પર સહી કરીને કોઈની પણ જીંદગી બદલી શકો. 

આમ તો સમાજકાર્યો સાથે વર્ષોથી સંકળાયેલી હોવાના નાતે કોઈની જીંદગી બદલી નાખનાર અનેક અધિકારીને હું મળી  છું. આવા અધિકારીઓની કાર્ય કરવાની પદ્ધતિ, વંચિતો પ્રત્યે તેમની અનુકંપા ઊડીને આંખે વળગે તેવી. 

આવા જ એક અધિકારી મોરબીના કલેક્ટર શ્રી જે બી પટેલ. મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને રહેવા પોતાની જગ્યા, સરનામુ મળે તે માટે VSSM વર્ષોથી મથે. પ્લોટની માંગણી કરતી દરખાસ્તો પણ થઈ ગયેલી. પણ કોણ જાણે કામને વેગ ન મળે. 

કલેક્ટર શ્રીની વંચિતોના કાર્યો થાય તે માટે લાગણી ઘણી તે એમણે હરબટિયાળી, મીતાણા, હળમતિયા, ટંકારા, મોરબી, રવાપર, રફાળેશ્વર, નીચી માંડલ વગેરે ગામોની સીમમાં કે પાઘરમાં પડાવ નાખી રહેતા ઘર વગરના પરિવારોને સ્તવરે પ્લોટ ફાળવવા તંત્રને સૂચના આપી. વળી તેઓ સૂચના આપીને અટક્યા નહીં એ કાર્ય પાર પડે તે માટે કડક ઊઘરાણી કરી. 

આવામાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યભાર સંભાળ્યો. તેઓ પણ ખુબ લાગણીશીલ. એમને વિચરતી જાતિઓના પ્રશ્નો સંદર્ભે મળવાનું થયું ત્યારે કાર્ય કેમ થતા નથી તે અંગે તેમણે વિગતે જાયજો લીધો. ને બીજા દિવસથી જ જે તે જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીમાં વંચિત પરિવારોના કામો કેમ અટક્યા છે? કામ સત્વરે પૂર્ણ કરી રીપોર્ટ કરોની સૂચના...

ક્યાંક જે બી પટેલ જેવા અધિકારી કે જેમણે પોતાની રીતે કાર્યો કરવાનું શરૃ કરી દીધેલું તેમનો ઉત્સાહ વધ્યો.  

ને મોરબી જિલ્લામાં વસતા ને અમારા ધ્યાને હતા તે તમામ પરિવારોને પ્લોટની ફાળવણીનો હુકમ કલેક્ટર શ્રીએ એક જ મહિનામાં કર્યો.

નવાઈ લાગે છે. આટલું ઝડપથી કોઈ કાર્ય થાય? પણ થયું. 

અન્ય જિલ્લાના અધિકારી પણ આ શીખે તેમ ઈચ્છીએ.. જો આવી ત્વરાથી કામ થાય તો આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન ઘરવિહોણા તમામ પરિવારોને ઘર આપવાનું ઝડપથી પૂર્ણ થશે..

વંચિત વિચરતી જાતિઓના કલ્યાણમાં નિમિત્ત બનનાર આપણા વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી તેમજ મોરબી વહીવટીતંત્રનો ઘણો આભાર...

ઘર વગરના આ પરિવારોને હવે પોતાનું સરનામુ મળશે જ્યાંથી કોઈ તેમને જતા રહો એવો જાકારો નહીં આપે...

ફરી આભાર ને આ કાર્ય કરવા માટે અમને આર્થિક સહયોગ કરનાર આદણીય શ્રી પિયુષભાઈ કોઠારી, શ્રી કીરીટભાઈ શાહ(યુએસએસ), શ્રી દક્ષાબહેન શાહની હું આભારી છું. 

#mittalpatel #vssm



Shri Bhupendrabhai Patel 

Collector Shri J.B.Patel

The current living condition of nomadic families

Mittal Patel meets nomadic families of Morbi