Mittal Patel with the nomadic families |
“You are such fortunate beings to have a job that has the potential to change the lives of people just by signing a piece of paper!” I tell government officers whenever I happen to meet them. As a result of my work in social sector, I have had numerous opportunities to meet many officers and administrators who have changed the lives of the poor for the better. The compassion and empathy these officials showcase towards the marginalised and vulnerable are awe-inspiring.
The District Collector of Morbi Shri J. B. Patel is one such officer.
For years, VSSM has remained perseverant in its efforts to ensure that the nomadic families scattered across Morbi obtain residential plots and have an address they can call home. Yet the efforts never found the desired outcome.
Shri J B Patel’s empathy towards the poor has accelerated the movement of pending applications. He instructed his team to speed up the allotment of plots to nomadic families staying on the village boundaries of Habtiyadi, Mitana, Hadmatiya, Tankara, Morbi, Ravapar, Rafadeshwar, Nichi Mandal and other villages, and diligently follows up the progress made on the instructions he has given.
Meanwhile, Shri Bhupendrabhai Patel took charge as the Chief Minister of Gujarat. A very compassionate individual, he had called a meeting to understand what impedes the resolutions of long pending issues of the marginalised communities. After our interaction, swift meetings were called with the District Collectors to understand their administrative limitations, instructing them to quickly resolve the problems and report immediately.
Such push from higher authorities enthused proactive officers like Shri J. B. Patel. As District Collector, within a month of Chief Minister’s instructions, he released orders of allotment of plots to all the nomadic families settled in Morbi awaiting residential plots. We were amazed at the speed at which the work was done and allotment orders were released. And glad that finally progress was made.
I hope this inspires the officials from other districts to find solutions to the pending files. If that happens, our respected Prime Minister’s dream of home for homeless could be realised soon.
We are grateful to our respected Prime Minister, Chief Minister, Morbi District Collector and officials for being instrumental in the welfare of the marginalised nomadic communities.
These homeless families will soon have a home and an address of their own; no one will compel them to vacate and move their baggage.
Once again, thank you, respected Shri Piyushbhai Kothari, Shri Kiritbhai Shah (USA), Smt Dakshaben Shah, for the financial assistance to help us carry on such endeavours.
We help birds build their nests, let's also help humans build their happy abodes. The recent plot allotment orders have benefited almost 800 families; you also can choose to help these families make a home by donating Rs. 85,000 to 1 lac per family.
અધિકારીઓ સાથે જ્યારે પણ વાત કરવાનું થાય ત્યારે હંમેશાં કહેતી હોવું, તમે ખરેખર ખુબ નસીબદાર છો. કુદરત તમને એવી નોકરી આપી છે જ્યાંથી તમે એક કાગળ પર સહી કરીને કોઈની પણ જીંદગી બદલી શકો.
આમ તો સમાજકાર્યો સાથે વર્ષોથી સંકળાયેલી હોવાના નાતે કોઈની જીંદગી બદલી નાખનાર અનેક અધિકારીને હું મળી છું. આવા અધિકારીઓની કાર્ય કરવાની પદ્ધતિ, વંચિતો પ્રત્યે તેમની અનુકંપા ઊડીને આંખે વળગે તેવી.
આવા જ એક અધિકારી મોરબીના કલેક્ટર શ્રી જે બી પટેલ. મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને રહેવા પોતાની જગ્યા, સરનામુ મળે તે માટે VSSM વર્ષોથી મથે. પ્લોટની માંગણી કરતી દરખાસ્તો પણ થઈ ગયેલી. પણ કોણ જાણે કામને વેગ ન મળે.
કલેક્ટર શ્રીની વંચિતોના કાર્યો થાય તે માટે લાગણી ઘણી તે એમણે હરબટિયાળી, મીતાણા, હળમતિયા, ટંકારા, મોરબી, રવાપર, રફાળેશ્વર, નીચી માંડલ વગેરે ગામોની સીમમાં કે પાઘરમાં પડાવ નાખી રહેતા ઘર વગરના પરિવારોને સ્તવરે પ્લોટ ફાળવવા તંત્રને સૂચના આપી. વળી તેઓ સૂચના આપીને અટક્યા નહીં એ કાર્ય પાર પડે તે માટે કડક ઊઘરાણી કરી.
આવામાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યભાર સંભાળ્યો. તેઓ પણ ખુબ લાગણીશીલ. એમને વિચરતી જાતિઓના પ્રશ્નો સંદર્ભે મળવાનું થયું ત્યારે કાર્ય કેમ થતા નથી તે અંગે તેમણે વિગતે જાયજો લીધો. ને બીજા દિવસથી જ જે તે જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીમાં વંચિત પરિવારોના કામો કેમ અટક્યા છે? કામ સત્વરે પૂર્ણ કરી રીપોર્ટ કરોની સૂચના...
ક્યાંક જે બી પટેલ જેવા અધિકારી કે જેમણે પોતાની રીતે કાર્યો કરવાનું શરૃ કરી દીધેલું તેમનો ઉત્સાહ વધ્યો.
ને મોરબી જિલ્લામાં વસતા ને અમારા ધ્યાને હતા તે તમામ પરિવારોને પ્લોટની ફાળવણીનો હુકમ કલેક્ટર શ્રીએ એક જ મહિનામાં કર્યો.
નવાઈ લાગે છે. આટલું ઝડપથી કોઈ કાર્ય થાય? પણ થયું.
અન્ય જિલ્લાના અધિકારી પણ આ શીખે તેમ ઈચ્છીએ.. જો આવી ત્વરાથી કામ થાય તો આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન ઘરવિહોણા તમામ પરિવારોને ઘર આપવાનું ઝડપથી પૂર્ણ થશે..
વંચિત વિચરતી જાતિઓના કલ્યાણમાં નિમિત્ત બનનાર આપણા વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી તેમજ મોરબી વહીવટીતંત્રનો ઘણો આભાર...
ઘર વગરના આ પરિવારોને હવે પોતાનું સરનામુ મળશે જ્યાંથી કોઈ તેમને જતા રહો એવો જાકારો નહીં આપે...
ફરી આભાર ને આ કાર્ય કરવા માટે અમને આર્થિક સહયોગ કરનાર આદણીય શ્રી પિયુષભાઈ કોઠારી, શ્રી કીરીટભાઈ શાહ(યુએસએસ), શ્રી દક્ષાબહેન શાહની હું આભારી છું.
#mittalpatel #vssm
Shri Bhupendrabhai Patel |
Collector Shri J.B.Patel |
The current living condition of nomadic families |
Mittal Patel meets nomadic families of Morbi |
No comments:
Post a Comment