Mittal Patel meets Muktaba and Jagdishkaka |
This smile on our faces is fake; we pretend to look happy. The beggars can beg for food, and we cannot even do that. We have no choice but to endure the pain poverty brings along. If there is no food, we drink water and spend the night but cannot stretch our hands...” Muktaba was in tears as she narrated their anginous living condition.
Muktaba and Jagdishkaka’s son used to fend for them, but last year the couple lost her only son to a freak accident. Somehow the marriage of their son did not last long, but the income he earned helped sustain Muktaba and Jagdishkaka. The family lived in a rented house, and life just rolled on until the tragedy struck. Their daughter is married into a joint family and her financial condition too is fragile, so she also could not help her parents financially.
With no choice left, Muktaba began working as domestic help in the neighbourhood. Even though it was difficult for her to work as domestic help because of her age and body condition, she continued working because the couple had no other choice. Kaka had suffered a stroke that had paralysed his half body, Muktaba also had the added responsibility of tending to his needs.
After the death of their son, the couple had no resources to pay the rent; hence they reached out to a builder and requested a place to stay against taking care of the premises. The builder sympathised and gave them refuge. This eased their living situation for a year. But as the apartments reached the completion stage, they were asked to move out.
The family had a house in Lodhika, but their nephew cheated with them and made Kaka stamp on the transfer document pretending it be a pension application. The couple has no money to fight a case or hire a lawyer.
When they learnt about a room for a cleaner at a building, they approached the residents and requested a place to stay. They were allowed to move into the room on the condition that Muktaba would sweep the premises for free. Which she does apart from cleaning dishes at a couple of houses. The remuneration from these odd jobs is meagre; hence, meeting the medical and food expenses is difficult.
When our Chayabahen and Kanubhai learnt about the condition of this couple, they immediately brought them under Mavjat’s care program, and a ration kit began reaching them every month.
I made it a point to go and see them recently. It was heart-wrenching to learn how greedy individuals take no mercy and lynch such destitute elderly.
VSSM provides ration kits to 225 such elderly in need of care and support. It helps bring food on their plate. You, too, can choose to support the elderly by donating Rs. 1400/- a month.
Please call on 9099936013 for further details.
'લાફો મારી ગાલ રાતો રાખવો પડે એવી અમારી હાલત છે. માંગણિયાર લોકો તો ગામ પાહે માંગી હકે પણ અમે તો એમેય નથી કરી હકતા. ખાવા ના હોય તો પાણી પીને પડ્યા રેવાનું પણ કોઈ પાહે...'
આટલું બોલતા બોલતા મુક્તા બાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.
તેમનો દિકરો એક વર્ષ પહેલાં જ ગુજરી ગયો. દિકરાના લગ્ન કરાવેલા પણ કોઈક કારણસર એનું છુટુ થઈ ગયું. દીકરો દસ હજાર કમાવી લાવતો જેમાંથી તે મુક્તા બા ને જગદીશ કાકાને ખવડાવતો.
ભાડાના ઘરમાં એ રહેતા. હખેડખે જિંદગી નીકળતી. ત્યાં અચાનક દીકરો ગૂુજરી ગયો. માથે આભ ફાટ્યું. એમને દીકરી ખરી પણ એ સંયુક્ત કુટુંબમાં રહે વળી એનીયે સ્થિતિ નાજુક એટલે એ કાંઈ એવડી મોટી મદદ ન કરી શકે.
આખરે મુક્તા બાએ લોકોના ઘરે કચરા પોતા, વાસણ માંજવાનું શરૃ કર્યું. પણ આ કામ એમનાથી થાય નહીં. મૂળ શરીર ભારે, ઘૂંટણમાં પણ તકલીફ એટલે ભોંય પર બેસી કામ કરવામાં તોબા થઈ જાય પણ એ બધુ અવગણીને એ કામ કરે.
વળી પાછુ કાકાને અડધા શરીરે લકવા થઈ ગયો. તે એમનેય ઉપાડી ઉપાડીને ફેરવવા પડે.
આવામાં દિકરો ગયા પછી ભાડું આપી શકાય તેવા પૈસા રહ્યા નહીં. આથી નવા બંધાઈ રહેલા ફ્લેટના માલીકને માલ- સામાનની મુક્તાબા પોતે ચોકી કરશેનું કહી આશરો આપવા કહ્યું. બીલ્ડ઼રે વગર પગારે રહેવા સહમતી આપી ને એમનું વરસ નીકળી ગયું.
ફલેટ બંધાઈ જતા જગ્યા ખાલી કરવાનું કહેણ આવ્યું. હવે પ્રશ્ન હતો રહેવા ક્યાં જશું નો? લોધિકામાં એમનું ઘર હતું પણ દીકરો ગુજરી ગયા પછી ભત્રીજો આવીને પેન્શનના કાગળ તૈયાર કરુ છુ અહીંયા સહી કરો એમ કહીને મકાનના કાગળ પર કાકાનો અંગૂઠો કરાવી લીધો ને મકાન એમના નામે કરાવી લીધું. એટલે એ રસ્તો બંધ થયો. હા કેસ કરવાનું મુકતાબા એ કહ્યું. પણ એ માટે એમની પાસે પૈસા નહીં.
આમ રહેવાનો મોટો પ્રશ્ન ઊભો થયો. ત્યાં અચનાક એક બીલ્ડીંગમાં રહીશોએ એક નાનકડી ઓરડી બિલ્ડીંગનું સફાઈ કામ તેમજ વોચમેનનું કામ કરનાર માટે બનાવી હોવાનો ખ્યાલ આવ્યો...
મુક્તા બા ત્યાં પહોંચ્યા ને પોતાને એ ઓરડીમાં રહેવા દેવા વિનંતી કરી. બિલ્ડ઼ીંગના રહેવાસીઓએ બિલ્ડીંગમાં કચરો વાળવાનું કામ વિનામુલ્યે કરશો તો રહેવા દઈશુંનું કહ્યું. બુઢા માવતરોને તો આસરો જોતો હતો. એમણે એ કાર્ય માથે લીધું.
મુક્તા બા સવારે બિલ્ડીંગમાં કચરો વાળે. ને પછી બે ત્રણ ઘરના વાસણ ઘસવા જાય ને હજાર પંદરસો કમાઈ લે. પણ એમાંથી દવાઓ સાથે ઘરનું પુરુ કરવું મુશ્કેલ. એમની આ વિપદા અમારા કાર્યકર છાયાબહેન અને કનુભાઈના ધ્યાને આવી. તેઓ બેય માવતરોને મળ્યા ને તુરત સ્થિતિ સમજી અમે રાશનકીટ આપવાનું શરૃ કર્યું.
હું હમણાં ગઈ ત્યારે એમને મળવા ખાસ ગઈ એ વખતે એમણે આ બધુ કહ્યું. સાંભળીને હૃદયદ્રવી ઊઠે. કેવો ફરેબ એમના પોતાના લોકોએ એમની સાથે કર્યો.
ખેર આવા 225 થી વધુ માવતરોને અમે દર મહિને રાશન આપીએ છીએ જેથી એ પેટ ભરીને ખાઈ શકે.
તમે આવા માવતરનો માસીક ખર્ચ રૃા.1400 આપીને તેમના પાલક બની શકો.
આ માટે 9099936013 પર સંપર્ક કરવા વિનંતી.
#MittalPatel #vssm
No comments:
Post a Comment