Friday, February 25, 2022

We hope these plots brings a permanent address and a place to call home for these gadaliya families...

Mittal Patel with the Gadaliya families of Nichi Mandal

Thank you, Mr Chief Minister and District Collector Morbi.

Thanks to your empathy, the families belonging to nomadic and de-notified communities scattered and living under inhumane conditions on wasteland will now have a permeant address as they begin to receive residential plots.

Living under the open sky, the Gadaliya families of Nichi Mandal have endured harsh living conditions for generations. If winters and summers are unbearable, monsoons remain filled with anguish. The families have always dreamt of a pucca house, but no one represented their needs.

After VSSM came into contact with these families, it filled applications on their behalf. Years of constant follow-ups by our Kanubhai and Chayaben resulted in the allotment of plots. Our Prime Minister has pledged ‘housing for all the homeless’; hence, we were hopeful that the families would receive the plots, but the time it took for the files to move forward exhausted us.

When we brought the condition of these homeless families to the notice of our Chief Minister Shri Bhupendra Patel, the government machinery acted swiftly, and allotments happened as soon as possible. The compassionate district collector was trying his best to ensure the families were allotted the plots. Still, instructions from the Chief Minister’s office speeded the process and orders to allot plots to the Gadaliya families of Nichi Mandal were issued. The families were elated with the development.

The process for allotment  of plots to families living in other makeshift settlements in Morbi district is also underway. 

We are grateful to the Chief Minister, the Morbi District Collector and the entire district administration. And to the relentless efforts poured in by Kanubhai and Chayaben.

Our heartiest congratulations to the families who have received the plots. I hope these plots bring you a permanent address and a place to call home.

આભાર મુખ્યમંત્રી શ્રી તેમજ મોરબી કલેક્ટર શ્રી,

તમારી લાગણીના લીધે આજે મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં સરકારી ખરાબામાં અમાનવીય સ્થિતિમાં પડ્યા રહેતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારો કે જેઓ કાયમી સરનામુ નહોતા ધરાવતા તેમને પ્લોટ મળવાની શરૃઆત થઈ. 

નીચી માંડલમાં ગાડલિયા પરિવારો પતરામાંથી બનાવેલા છાપરાંમાં રહે. ટાઢ, તડકો બેઉ આ છાપરાંમાં કાઢવો મુશ્કેલ ને ચોમાસુ પણ એવું જ આકરુ. આવામાં અમારુ પોતાનું ઘર થાય એવી એષણા વર્ષોથી આ પરિવારો રાખે પણ એમના વતી રજૂઆત કોણ કરે?અમે આ પરિવારોના સંપર્કમાં આવ્યા ને તેમને પ્લોટ ફળવાય તે માટેની દરખાસ્ત કરી. પરિણામ મળે તે માટે અમારા કાર્યકર કનુભાઈ છાયાબહેનનું સતત ફોલોઅપ.વળી આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન ઘરવિહોણા પરિવારોને ઘર આપવાનું .બસ એટલે આ પરિવારોને ઘર મળશે તેવો ભરોષો હતો જ. જો કે સમય જઈ રહ્યો હતો એટલે થાક્યા પણ હતા. 

ત્યાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ધ્યાને આ સમુદાયના ઘરવિહોણા પરિવારોની વિગત મુકીને તેમણે તંત્રને સાબદુ કર્યું. 

કલેક્ટર શ્રી સંવેદનશીલ હતા એ પ્રયત્ન કરી રહ્યા હતા. બસ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય થી વેગ મળ્યો ને મોરબીના નીચી માંડલમાં રહેતા ગાડલિયા પરિવારોને પ્લોટ ફાળવવાનો હુકમ થયો..આ પરિવારો રાજી રાજી..

સાથે મોરબી જિલ્લાની અન્ય વસાહતોમાં અસ્થાયી પડાવોમાં રહેતા પરિવારોને પણ સત્વરે પ્લોટ ફળવાય તેવી કાર્યવાહી થઈ રહી છે. 

આભાર સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી તેમજ કલેક્ટર શ્રી ને મોરબીના સમગ્ર વહીવટીતંત્રનો... કાર્યકર તરીકે કનુભાઈ અને છાયાબહેનની પણ અથાગ મહેનત...જેમને પ્લોટ ફળવાય તેમને ઘણી શુભેચ્છા... બસ હવે આ પરિવારોના પગને વિશ્રામ મળશે. કાયમી સરનામુ મળશે...




The current living condition of Gadaliya families

 Order to allot plots to the Gadaliya families
 of Nichi Mandal were issued.

Collector Shri Morbi

The current living condition of Nomadic families





No comments:

Post a Comment