Friday, February 12, 2021

VSSM facilitates the process of desilting and deepening of lake in Bhadvel village…

Mittal Patel discusses Water Management with the Sarpanch
of Bhadvel village and the farmers

 

Banaskantha’s Bhadvel village.

“Our village lake needs to be deepened. Can you please come and have a look at it?”

It surprises us when someone approaches us with such a request. We keep writing about the value of unkept and unattended community lakes and the need to deepen them but it hardly draws the required attention.

So when Kamleshbhai Acharya, the young and sensitive Sarpanch of Bhadvel village approached us with this request,  it did cheer us up. It was not just Kamleshbhai,  but the well-informed farmers of the village also were equally eager to initiate water conservation work in Bhadvel. And all of them participated in the meeting we had in the village.

Under the participatory water conservation efforts, VSSM contributes the cost of JCB machine used to excavate the soil, while the community needs to ferry the excavated soil and each household is also required to contribute in cash for the upkeeping of the deepened lake. The moment we talk about community contribution and their responsibility in facilitating the soil lifting their enthusiasm diminishes. But Bhadvel community absorbed the concept and were prepared to play their part. During the meeting itself, they offered to mobilize Rs. 1 lac for the task.

I am sure if we receive such acceptance from every village all lakes would be deepened within no time. The groundwater tables in Bhadvel have shrunk to 700 feet and below. And the villagers are hopeful that once the lake is excavated,  the groundwater table will rise. The community is also prepared to set apart land for the tree plantation campaign along with a fence and water to irrigate the saplings.

Hope to come across more and more villages that follow Bhadvel’s path…..

વાત #બનાસકાંઠાના #ભડવેલગામની
'અમારા ગામમાં તળાવ ગાળવાની ખાસ જરૃર છે. તમે એક ફેરા તળાવ જોઈ લોને?'
સામેથી કોઈ વ્યક્તિ તળાવ ગળાવવાની વાત કરે એ વાત જ નવાઈ પમાડે. બાકી નોધારા તળાવોનું મહત્વ ને એ કેમ ગાળવું જોઈએ વગેરે બાબતે તો કેટલું લખ્યા અને બોલ્યા કરીએ.ખેર આનંદ થયો
બનાસકાંઠાના વાવના ભડવેલગામના જાગૃત અને યુવા સરપંચ કમલેશભાઈ આચાર્યની તળાવ ગાળવા માટેની લાગણી જોઈને.. જો કે આ લાગણીમાં સહભાગીતા આખા ગામની.. ભડવેલ ગઈ ત્યારે સરપંચ સહીત ગામના જાગૃત ખેડૂતો આ વાત કરવા હાજર હતા.
અમે તળાવ ગાળવા જેસીબી આપીએ, માટી ઉપાડવાનું કાર્ય ગામના શીરે એ ઉપરાંત ગામલોકો યથાશક્તિ ફાળો ભેગો કરે. જેનો ઉપયોગ તળાવ ખોદાવવામાં જ અમે કરીએ.. જેમાં ફાળાની વાત સમજાવવામાં અમને ખુબ મહેનત પડે. પણ ભડવેલગામના ખેડૂતો આ બાબતે એકદમ સહમત થયા. અમે ત્યાં બેઠા હતા એ દરમિયાન જ એમણે 1 લાખનો ફાળો ભેગા કરવાનું કહી દીધું. 
આવો ઉત્સાહ દરેક ગામમાં જોવા મળે તો ગામનું એકેય તળાવ ઊંડુ થયા વગરનું ન રહે. 
ભડવેલમાં પાણીના તળ 700 ફૂટથી વધુ નીચે ગયા છે. જો તળાવ ગળાય ને એમાં પાણી ભરાય તો પાણીના તળ ઉપર આવવાના એ નક્કી... 
ભડવેલમાં વૃક્ષારોપણ માટે પણ જગ્યા ફાળવવા ગામલોકોને વાત કરી ને એ લોકો એ માટે પણ તૈયાર થયા. તારની વાડ અને પાણીની વ્યવસ્થા વૃક્ષારોપણની જગ્યા માટે એ કરી આપશે... 
તળાવના કાર્યો સક્રિય રીતે થાય એ માટે અમારા કાર્યકર નારણ ખુબ જહેમત ઉઠાવે. ગામને શોધવા, તેમની સાથે વાત કરવી વગેરે જેવું થકવાડનારુ કાર્ય એ ઉત્સાહથી કરે. બાકી દરેક ગામ ભડવેલની જેમ જાગૃત થાય એમ ઈચ્છીએ...
#mittalpate #VSSM #waterconservation
#water #savewater #જળસંચય
#savelife #બનાસકાંઠા #ગુજરાત

Bhadvel Water Management site

Lake before digging



Mittal Patel meets Sarpanch, farmers, villagers and leaders
of Bhadvel village

Monday, February 08, 2021

Dhudi Ma receives a ration kit under VSSM's Mavjat Karyakram initiative...

Mittal Patel meets Bhikhabhai and Dhuli Ma 

Bhikhabhai, a Shravan in today’s time...

The modern-day narrative is full of instances of young children/married couples abandoning their parents. Hence, when you come across an instance of a vision-impaired son caring and serving his mother in a way even a normal son wouldn’t, it does melt your heart.

Bhikhabhai stays with his mother Dhuliben in Nadiad’s Daavda village. Bhikhabhai had never had any issues with his sight, but some ailment led to a gradual loss of vision. As we were headed to his house, Bhikhabhai with a dhol hanging over his shoulder and walking with the aid of stick crossed us.  The poverty he endured was written all over him. Dhoodhima was asleep on a charpoy in the aanagan. Their living condition unnerved me. Since Ma had trouble hearing,  our  Rajnibhai loudly announced our arrival and Ma was in tears. “People have beaten me, here and here, can you please share this news with my sister…” she spoke with tears in eyes. Even though she was not very audible,  we could understand her pain. Wonder what people get from harassing handicap beings like her. The society we are part of is brimming with sadists. Bhikhabhai tried consoling her, but Ma was unable to comprehend all of that and kept talking about her pain.

Although Bhikhabhai is in no position to take up the responsibility of anyone else, he is the sole caregiver to frail and bedridden Dhudi Ma.  He bathes her, cook for her and feed her, caring for her mother was a task he performed wholeheartedly.

The support VSSM receives from its well-wishers enables it to take care of 143  destitute and needy individuals. Every month VSSM provides them with a ration kit to help them cook meals and eat well. Dhudi Ma also receives a ration kit under this initiative.

They were unable to avail any benefit from the government schemes as they had lost their ration card and were unaware of the handicap pension benefits. But, Bhikhabhai at least has the ration we provide to fall back on, he very carefully stores it the ration and keeps the house locked to prevent food theft.

We believe in the theory of Karma and it is said that our fate depends on our Karma, but looking at families and individuals like these pains me. I fail to understand what Bhikhabhai and Dhudi Ma karma are that they live under such painful conditions. Prayers to Almighty to never make anyone undergo such traumatic living conditions.

 હું મળી આજના શ્રવણને..

મા-બાપને ત્યજી દેતા સંતાનોની ઘણી વાતો આપણે સાંભળીએ.  ત્યારે એક અંધ દીકરો પોતાની માની આંખે દેખતા દીકરા ન કરી શકે તેવી સેવા ચાકરી કરે એ જોઈને રાજી થવાયું.નડિયાદના દાવડાગામમાં ભીખાભાઈ રાવળને તેમની મા ધૂળી મા રહે. આમ તો ભીખાભાઈની આંખો સાજીનરવી હતી પણ અચાનક આંખમાં તકલીફ થઈ ને પછી ધીમે ધીમે અંધાપો આવ્યો. 

અમે એમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે હાથમાં લાકડીના સહારે ચાલી રહેલા ભીખાભાઈને અમે રસ્તામાં જોયા. દીદાર પરથી જ દરિદ્રતા દેખાય. ઘરના આંગણામાં ધૂળીમાં સુતેલા. હાલત જોઈને હૈયુ દ્રવી ઊઠે. 

અમારા કાર્યકર રજનીભાઈએ ભીખાભાઈને અમે મળવા આવ્યા છેની વાત જરા જોશથી કહી. મૂળે એ ઓછુ સાંભળે એટલે. પણ અમારી વાત સાંભળી એ રડવા માંડ્યા ને રડતા રડતા જ મને લોકોએ માર્યો, અહીંયા ધબ્બો માર્યો, તમે મારી બેનને સમાચાર મોકલજો ને વગેરે વગેરે.. એમના શબ્દો ચોખ્ખા નહોતા સંભળાતા. પણ એમની તકલીફ સમજાતી હતી. આવા વિકલાંગ વ્યક્તિને હેરાન કરીને લોકોને મળે શું? પણ ખેર સમાજમાં વિકૃતિ બધે જ પડેલી છે.. 

ભીખાભાઈને દીલાશો આપવા કોશીશ કરી પણ એ અમારી વાત સ્પષ્ટ સાંભળી શકતા નહોતા. પણ એ સતત કશુંક બોલે જતા હતા.. 

ભીખાભાઈ રોજ ધૂળી માને નવડાવે, રસોઈ બનાવી એમને ખવડાવે ટૂંકમાં ખરા હૃદયથી તેમની ચાકરી કરે.ભીખાભાઈની ક્ષમતા કામ કરવાની નથી.. ને ધૂળી મા તો ખાટલામાંથી કોઈની મદદ વગર ઊભાય નથી થઈ શકતા. 

આવા 143 માવતરોને સાચવવાનું સંસ્થા સાથે સંકળાયેલા સ્નેહીજનોની મદદથી અમે કરીએ.. દર મહિને આ પરિવારોને પેટ ભરીને ખાઈ શકાય તેટલું રાશન અમે આપીએ... એ અંતર્ગત ધૂળી માને પણ રાશન આપીએ.. 

સરકારમાંથી રાશન મળે છે? તેવું બહુ મોટેથી પુછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, રાશનકાર્ડ જ ખોવાઈ ગયું છે... વિકલાંગ સહાય મળે છે કે કેમ ખબર નહીં.. પણ અમે અનાજ આપીએ એ અનાજ ભીખાભાઈ ઘરમાં સાચવીને મુકે ને મોટુ તાળુ ઘરના દરવાજે મારે જેથી એ અનાજ કોઈ ચોરી ન જાય...

આવી સ્થિતિમાં જીવતા લોકોને જોઈને જીવ બળે. 

લોકો કહે દરેક પોતાના કર્મનું ફળ ભોગવે... 

આ મા - દીકરો ક્યાં જન્મનું કર્મ ભોગવી રહ્યા છે એ ખબર નહીં પણ ભગવાનને આવી તકલીફ કોઈન ન આપની પ્રાર્થના..

#mittalpate #vssm #mavjat

#elderly #elderlycare

#ration #foodsecurity

#kheda #Gujarat

Bhikhabhai cooks meal for her mother



VSSM provides ration kit every month to help them
cook meals

Bhikhabhai is the sole caregiver to frail and bedridden
Dhuli Ma