Tuesday, March 22, 2022

Efforts of providing well-being to the elders like Ram Ma and Mafat Kaka in need bring goodness to us...

Mittal Patel meets Ram Ma and Mafat Kaka

Of all the initiatives we undertake for the welfare and empowerment of nomadic communities, Mavjat remains a favourite with the entire team of VSSM.

The elders we support are not related by blood, but practising the value of the 'entire universe is one family' makes them our family, and the affection they shower warms our heart and soul.

Recently, while I was in Patan's Harij, my teammate Mohanbhai took me to meet Ram Ma and Mafat Kaka. Their's was a house with two doors, and both these elderly were seated at each door; they looked gloomy. "Ben is here to meet you," Mohanbhai informed.

"Please come, what do I offer you?" they said on seeing me come to them.

The couple lived in great scarcity; still, they did not forget their courtesy.

The couple has grown old; they have no one to look after them. Age prevents them from working as labour, so they depend on others to give them food. So VSSM began providing a monthly ration kit so that they do not have to rely on others for food.

Since they cook food on chula their house is covered with soot from inside, the tin roof had numerous holes, "How do you spend monsoons?" an obvious question escaped my mouth.

"One roof is still intact; both of us lie under that roof on a single charpoy," Kaka responded.

I think the house must be built under government assistance; there was no electricity. A kerosene lamp is lit up during the evenings, and the lights from the houses surrounding them light up their home.

Kaka has breathing issues, so he needs to take medicine regularly. "I try to run the expenses from the elderly pension we get, but it becomes challenging. We had to depend on people bringing us food, or I had to go out and beg. Now that you provide us with ration, we need not worry about food." Kaka had shared how much relief the ration kit has been.

These efforts of providing well-being to the elders in need bring goodness to us.

One can choose to adopt an elder for Rs. 1400 a month; many have chosen to adopt the, and we are grateful for your compassion.

If you wish to adopt an elder or support this cause, do not hesitate to call on 9099936013, 9099936019  or Paytm on 90999-36013.

Gratitude always. 

વિચરતી જાતિઓના કલ્યાણનું કાર્ય અમે વર્ષોથી કરીએ પણ માવજત કાર્યક્રમ અમારા બધા કાર્યકરોનો સૌથી ચહીતો...

એવા માવતરો જેમની સાથે આમ લોહીનો કોઈ સંબંધ નહીં પણ વસુદૈવ કુટુંબના નાતે જેમને અમે પોતાના માન્યા એ માવતરોને મળીએ ત્યારે એમના હેતથી અમને ભીંજવી નાખે..

પાટણના હારીજમાં રહેતા રામમા અને મફતકાકાને અમારા કાર્યકર મોહનભાઈ મળવા લઈ ગયા. એક ઘરને બે દરવાજા આ બેય દરવાજે આ બેય માવતર ઘેરી નિરાશા સાથે બેઠેલા..મોહનભાઈએ કહ્યું, 'બેન મળવા આવ્યા છે' તો એકદમ ઊભા થયા ને 'ભલે આવ્યા બાપલા, તમારી હું મનવાર કરુ?' એમ એમણે કહ્યું...

અભાવ છે છતાં મનવારનો વિવેક એ ન ચુક્યા.. 

અવસ્થા થઈ સંભાળ રાખનાર કોઈ નથી.. કોઈ આપે ને ખાય તેવી દશા... ઓશિયાળી ઘણી વેઠવાની થાય એટલે જ અમે દર મહિને રાશન આપવાનું કર્યું.

એમનું ઘર અંદરથી આખુ કાળુ કાળુ. મૂળ ઘરમાં ચૂલો અને ધુમાડિયું એમાં નહીં તે આખુ ઘર કાળુ.. મે ઘરમાં જરા ઝાંખીને જોયું તો પતરામાં નાના ઘણા કાણા દેખાયા. એટલે અનાયાસે જ કાકાને પુછાઈ ગયું, 'કાકા ચોમાસુ?'

તો કાકાએ કહ્યું, 'એક પતરુ સાજુ છે જેમાંથી ચુવા નથી થતા તે એક ખાટલામાં અમે બે એ પતરાની નીચે પડ્યા રહીએ.. ' 

ઘર સરકારી રાહતમાં બન્યું હશે.. પણ એમાં લાઈટની સુવિધા નથી. સંધ્યા થતા કેરોસીનનો દિવો એ ઘરમાં રોજ સળગે. એમના ઘરની આજુબાજુ સરસ પાક્કા ઘર ને વિજળી પણ ખરી....

કાકાને શ્વાસ ઘણો ચડે તે દવાઓ પણ લેવી પડે. કાકા કહે, 'સરકારનું પેન્શન આવે તેમાંથી દવા ને ઘર ચલાવવા કોશીશ કરીએ... પુરુ નતુ થતું, લોકો દયા કરીને આપી જાય કે હું માંગી આવતો પણ હવે મને હખ છે તમે આપો છો તે આખો મહિનો નિરાંતે ખવાય છે..'

નિરાધાર માવતરોને સાતા આપવાનું આ ઉત્તમ કાર્ય અમને સૌને સાતા આપે.. 1400 રૃપિયા એક માવતરનો મહિનાનો નિભાવ ખર્ચ થાય.

ઘણા લોકો આવા માવતરોના પાલક બન્યા છે. આવા પાલક બનનાર સૌને પ્રણામ..

તમે પાલક બનવા ઈચ્છો, આ સેવાકાર્યમાં મદદ કરવા ઈચ્છો તો 9099936013, 9099936019 પર સંપર્ક કરી શકો...

અથવા 90999-36013 પર પેટીએમ કરી શકો...

આભાર...



VSSM supports these elderly couple under its
Mavjat Karyakram

VSSM provides monthly ration kit
to these elderly couple


Under the Sanjivani Aarogya Setu program VSSM supports Manjuben's medical treatment...

Mittal Patel meets Manjuben and his son

All of sudden,  Manjuben began experiencing  discomfort in her throat. A visit to the doctor revealed a tumour in her thyroid gland.

Manjuben is. A resident of  Kheda's Dabhan town. Her husband and son run a chai kiosk in Dabhan; although the family had insufficient financial resources, they decided to leave no leaf unturned for Manjuben's treatment. The treatment began in a private clinic. The tumour was surgically removed, but the cost of the treatment was high and ate up all their savings. The family had to sell off their jewellery and automobile. "We will be able to have all of this again if my mother is alive; she must survive." Manjuben's son had shared.

Manjuben's son dedicated his time and efforts towards his mother's treatment and recovery. Gradually Manjuben started recovering.

Life was getting back to normal for the family when Manjuben complained of pain in her throat; this time, the doctor detected cancer. The diagnosis had left the entire family heartbroken.

By now, they had spent all their money on the initial treatment of Manjuben's condition. "How do we take it from here?" the family struggled to find answers.

Rajnibhai, VSSM's team member in Kheda learnt about this family's condition decided to send  Manjuben to Ahmedabad Civil hospital for further treatment. They were also assured complete assistance from our team member Kiranbhai. Initially, the family remained hesitant of getting treatment from a government hospital, but Rajnibhai's counselling convinced them to come to the civil hospital in Ahmedabad. While the family was at  Civil hospital, Kiran remained at their back and call, to ensure the family did not face anxious moments while navigating through the system.

The treatment was a little longer than expected, but Manjuben was completely well at its end. The expenses were not very high, but they did incur some, which VSSM offered to support.

"I was not hopeful of recovering and returning from the civil hospital; I am glad I was proved wrong. Kiranbhai was right beside us whenever we needed him. The treatment was good, and I am feeling so much better. If. Rajnibhai had not convinced us; my son would have found it difficult to get me treated." Manjuben had shared when she was at the office to meet us after her discharge from the hospital and her way back home.

Manjuben was much relieved now.

The medical assistance  VSSM helps with happens under Sanjeevani Arogya Setu and support program supported by respected Shri Krishnakant Uncle and Indira Auntie. Their support has helped us treat 120 individuals suffering from severe medical conditions in the past few months. We are immensely grateful for your support, dear uncle and auntie.

Suppose you know any patients suffering from severe conditions and willing to receive treatment from Ahmedabad Civil hospital. In that case, we will be happy to help them and be with them during the entire treatment. Don't hesitate to contact our Kiranbhai +91 7016794447 for further assistance.

મંજુબહેન ખેડાના ડભાણમાં રહે. એમને અચાનક ગળામાં તકલીફ શરૃ થઈ. ડોક્ટર ને બતાવ્યું તો થાઈરોઈડની ગાંઠ હોવાનું નિદાન થયું. 

મંજુબહેનના પતિ ને દીકરો બેઉ મળીને ડભાણમાં ચાની લારી ચલાવે. ઝાઝા પૈસા પાસે નહોતા પણ મંજુબહેનની સારવાર સારી રીતે કરાવવામાં કોઈ કચાસ નહીં રાખીયેનું તેમના પતિ ને દિકરાએ નક્કી કર્યું. એમણે ખાનગી હોસ્પીલમાં થાઈરોઈડની દવા શરૃ કરાવી. ઓપરેશન થયું. ખર્ચો વધતો ચાલ્યો. બચત ખતમ થઈ છેવટે મંજુબહેને ઘડાવેલા દાગીના કાઢવાનો વખત આવ્યો ને છેલ્લે પોતાનું વાહન પણ કાઢવું પડ્યું. 

પણ મંજુબહેનનો દીકરો કહે, 'મારી મા જીવતી હશે તો આ બધુ તો અમે ફેર ભેગુ કરી લઈશું.. પણ એ રહેવી જોઈએ..'

મંજુબહેનનો દીકરો શ્રવણ જેવો.. એણે મંજુબહેનની સેવા ચાકરીમાં કોઈ કચાસ ન રાખી. પછી તો શું મંજૂબહેન ધીમે ધીમે સાજા થયા. 

બધુ રાબેતા મુજબ ગોઠવવા કોશીશ કરતા હતા ત્યાં પાછો ગળામાં દુઃખાવો થયો. ડોકટરને બતાવ્યું ને ડોક્ટરે બીજા રીપોર્ટ કરાવવા કહ્યું. જેમાં નિદાન થયું કેન્સરનું..

સાંભળીને આખો પરિવાર મનથી ભાંગી પડ્યો. 

આર્થિક રીતે કમર તૂટી જ ગયેલી ત્યાં આ કેન્સર હવે કેવી રીતે સારવાર કરાવીશુની મૂંઝવણ.

અમારા ખેડાના કાર્યકર રજનીભાઈને આ અંગે ખ્યાલ આવતા તેમણે સિવીલમાં મજુબહેનને સારવાર માટે મોકલવા કહ્યું ને ત્યાં કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા VSSM ના કાર્યકર કિરણભાઈ હાજર રહેશેનું કહ્યું.

શરૃઆતમાં સિવિલમાં સારવારનો ભરોષો ન પડ્યો. પણ રજનીભાઈની સતત સમજાટથી આખરે મંજુબહેન અમદાવાદ સિવીલ આવ્યા. 

અહીંયા અમારો કિરણ તેમની સાથે સતત રહ્યો. જેથી તેમને ક્યાંય મૂંઝારો ન થાય.

સારવાર થોડી લાંબી ચાલી પણ મંજુબહેન એકદમ ઠીક થઈ ગયા. સિવીલમાં સારવાર દરમ્યાન કાંઈ ઝાઝો ખર્ચ નથી થતો છતાં જે પણ ખર્ચ થયો એને પહોંચી વળવા અમે નાનકડી મદદ કરી. 

મંજુબહેન ઓફીસ પર અમને મળવા આવ્યા. એ કહે, 'મને હતું કે સિવીલ જઈશ તો પાછી ઘરે નહીં આવું પણ મારી માન્યતા ખોટી પડી. અમે સિવીલમાં અટવાત પણ કીરણભાઈ સતત પડખે રહ્યા. ને સારવાર પણ સરસ થઈ એટલે હું આજે હેમખેમ ઘરે પાછી જવું છું. જો રજનીભાઈએ ન સમજાવી હોત તો મારો દીકરો ક્યાંથી મારી સારવારા કરાવત?

મંજુબહેનના જીવને હવે હાશકારો હતો.

આ કાર્ય અમારા સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આદરણીય ક્રિષ્ણકાંત મહેતા તેમજ ઈન્દિરા મહેતાની મદદથી થાય છે. એમની મદદથી અમે ગંભીર પ્રકારની બિમારીથી પીડાત 120 દર્દીઓની છેલ્લા થોડા મહિનામાં સારવાર કરાવી શક્યા છીએ. આભાર અંકલ આન્ટી...

આપના ધ્યાનમાં ગંભીર બિમારીથી પીડાતા દર્દી હોય, જેમની પાસે સારવારના પૈસા ન હોય ને એ અમદાવાદ સિવીલમાં સારવાર કરાવવા રાજી હોય તો અમે અહીંયા એમની પડખે રહી સારવાર કરાવીશું.. આ માટે અમારા કાર્યકર કીરણભાઈનો સંપર્ક 7016794447 કરવા વિનંતી. 

#MittalPatel #vssm



Manjuben and his son came to VSSM office to meet
Mittal Patel 


We have decided to launch the water conservation efforts to deepen lakes, wells and khet talavdi at Aambamahuda village...


Mittal Patel visits water management site in Sabarkantha

It has been a few years since we began water conservation efforts in Banaskantha. As of today, we have deepened 163 lakes. It is not just  Banaskantha that requires such interventions; with the depleted water tables, other districts also need intensive water conservation efforts. However, we have our limitations; hence, despite communities calling us to their regions, we cannot reach them.

Amidst all the requests and denials, we had the opportunity to meet respected Shri Pratulbhai Shroff, who invited us to initiate water harvesting and conservation efforts in Sabarkatha’s Poshina.

Shri Pratulbhai is the founder of Dr K. R. Shroff Foundation, an organisation working extensively in education. Poshina is the region where the organisation has been actively involved; we visit and survey the area to understand the ground realities to help us plan better interventions. Eventually, a collective visit to the region also happened.

Poshina is a prominent tribal town towards the east of Gujarat. Although the region receives good rains during the monsoon, sourcing even drinking water becomes challenging during summers. The villagers own agricultural land, but the water insufficiency means there is no means to earn a living during summers when the region becomes dry.

As we transverse through 5 villages, each village shared their water woes and the need to find a solution so that they do not have to escape to the cities. The population here is forced to migrate to urban areas in search of living during the summer months. If there is sufficient water, they can engage in dairy farming and earn a decent living.

We visited Aambamahuda, Tuta-bungalow, Tadhivedhi, Kajawas and Mathasara to have meetings with the village community. We also surveyed the areas capable of holding water. 

We have decided to launch the water conservation efforts to deepen lakes, wells and khet talavdi at Aambamahuda village. We also plan to rope in government support in these efforts.

Thank you, Pratulbhai, for inviting and supporting such efforts for a new region. I am hopeful that our collective efforts will have a more significant impact!!

બનાસકાંઠામાં જળસંચયના કાર્યો અમે ઘણા વખતથી કરીએ 163 તળાવો અમે અત્યાર સુધી ઊંડા કર્યા. બસ આ કાર્યો જોઈને અન્ય જિલ્લામાં વસતા ને પાણીના મહત્વને સમજતા લોકો અમારા વિસ્તારમાં પણ જળસંચયનું કાર્ય કરોનું કહે પણ અમારી મર્યાદાના લીધે એ થતું નહોતું.

આવામાં એક દિવસ અચાનક આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફને મળવાનું થયું ને એમણે સાબરકાઠાના પોશીના વિસ્તારમાં જળસંચયના કાર્યો કરવા માટે આમંત્રણ આપ્યું. 

પ્રતુલભાઈ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક. શિક્ષણ ક્ષેત્રે એમની સંસ્થા ખુબ કાર્ય કરે. પોશીના વિસ્તારમાં પણ એમનું ઘણું કાર્ય. પોશીના વિસ્તારને સમજી ત્યાં શું કરવું તે નક્કી કરીશુંનું  અમે કહ્યું ને પછી પોશીના એમની ને અમારી ટીમ સાથે જવાનું થયું. 

આદિવાસી વિસ્તાર વરસાદ સારો પડે. લોકો પાસે ખેતીલાયક જમીનો પણ ખરી પણ ચોમાસા અને શિયાળામાં પાણી મળે જ્યારે ઉનાળામાં આખો વિસ્તાર સુક્કો ભઠ્ઠ. પીવાનું પાણી મેળવવાય સાંસા.

અમે લગભગ પાંચ ગામો ફર્યા ને દરેક ગામના લોકોએ પાણીની સમસ્યાનું સમાધાન થાય તો અમારે શહેરમાં નાહવું ન પડે એવું કહ્યું. 

શહેરમાં નાહવાનું રોજગાર અર્થે થાય. પણ પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તો પશુપાલન પણ સારો વિક્લપ બની શકે ને લોકોને પોતાનું વહાલું વતન છોડવું ન પડે એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું.

અમે આંબામહુડા, ટુટા-બંગ્લો, ટાઢીવેડી,કાજાવાસ, મથાસરા ગામમાં ગ્રામજનો સાથે બેઠક કરી ને ગામમાં પાણીનો સંગ્રહ ક્યાં થઈ શકે તે વિસ્તાર જોયો.

મુલાકાત લીધેલા બધા ગામોમાંથી આંબામહુડામાં તળાવ ઊંડા કરવાથી લઈને, કૂવા ગાળવાનું, ખેતતલાવડી બનાવવાનું કાર્ય હાથ પર લેશું.

આ સિવાય તળાવના કાર્યો સઘન થાય એ માટે સરકારને પણ સાથે જોડીશું. 

આભાર પ્રતુલભાઈ એક નવા વિસ્તારમાં કાર્ય કરવા કહેણ મોકલવા. સાથે રહી સરસ કરીશું એ નક્કી...

#vssm #mittalpatel #watermanagement



Mittal Patel meets Shri Pratulbhai Shah and Others for
Water Management

Mittal Patel discusses water managemnet with 
village community

Mittal Patel with Shri Pratulbhai Shah who invited
us to initiate water harvesting and conservation efforts
 in Sabarkatha’s Poshina.

We also surveyed the areas capable of holding water. 


VSSM do not stop at planting trees but also care for them to they are raised well...

Mittal Patel visits tree plantation site in Juna Deesa

We have embarked on a massive campaign of planting and raisin trees, an imminent need of the current times…

As a human race, we are staring at difficult times if we do not pull our act together and begin planting and raising trees.

It is important to think in the direction of introducing diverse trees to the otherwise arid or ganda-baval packed village wasteland and crematorium compound.

VSSM has selected Banaskantha district for the implementation of its tree plantation campaign, and as part of our program, we do not stop at planting trees but also care for them to they are raised well.

In August 2021, with the help of the forest department and village community, we planted trees around Ramdevpir temple in Juna Deesa. The attached image shares a glimpse of how well the trees are growing. Within coming  3-4 years, these trees will have a canopy to provide shade to other living beings.

We are grateful to Rosy Blue Pvt. Ltd for financially supporting the plantation at Juna Deesa, gratitude to the forest department and the village community as well.

You can also choose to support our ongoing efforts of making Banaskantha green and water sufficient.

વૃક્ષો ઉછેરવાનું અમારુ અભીયાન. આમ જુઓ તો આજના સમયની આ તાતી જરૃરિયાત.

 નવા વૃક્ષો નહીં વાવીએ ને જે વાવેલા છે એનું જતન નહીં કરીએ તો આવનારો વખત વધારે કઠીન આવવાનો..

ગામના ગૌચર, સ્મશાનભૂમી આજે બંજર અથવા ગાંડાબાવળથી ભર્યા પડ્યા છે ત્યારે આ ગૌચર જમીન અને સ્મશાનભૂમીને હરિયાળી કરવાનું આપણે કેવી રીતે કરી શકીએ તે દિશામાં ઝાઝુ વિચારવાની જરૃર છે. 

અમે બનાસકાંઠામાં વૃક્ષો વાવી ને ત્રણ વર્ષ સુધી તેની માવજત એટલે કે સરખી રીતે ઉછરે તે જોવાનું નિર્ધારીત સંકલ્પ સાથે કરી રહ્યા છીએ.

જૂના ડીસાના રામદેવપીરના મંદિરમાં ગામ અને વનવિભાગની મદદથી અમે ઓગષ્ટ 2022માં વૃક્ષો વાવ્યા. અમે વાવેલા વૃક્ષો કેવા સરસ ઉછર્યા તે ફોટોમાં જોઈ શકાય છે.

આ વૃક્ષો ઘટાટોપ થાય ને એના માંડવા નીચે સૌ જીવ સુખેથી બેસી શકે તેવું આવનારા ત્રણેક વર્ષમાં થશે. 

રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. એ અમને જૂના ડીસામાં વૃક્ષો ઉછેરવા મદદ કરી. તેમનો ગામલોકોનો અને વનવિભાગનો ઘણો આભાર. 

તમે પણ અમારા વૃક્ષ ઉછેર અભીયાનમાં જો઼ડાવ. 

ચાલો સાથે મળીને મા ધરાને લીલુડો શણગાર ચડાવીએ



Tree Plantation Site

We planted trees around Ramdevpir temple in Juna Deesa

Planted trees are growing well

We planted trees around Ramdevpir temple in Juna Deesa

Mittal Patel visits tree plantation site


Sunday, March 20, 2022

VSSM has decided to provide warmth and support to elders like Balu Ma in need and will continue to do so…

Mittal Patel meets Balu Ma

Balu Ma stays in a tattered tin-roofed house perched between two pucca homes in Harij town of Patan district.

“Ben, we have to go meet Balu Ma.” Mohanbhai, my team-mate tells me. Balu Ma was walking around in her front yard we called her,  but she could not hear us. We walked up to her and asked her something that she would love. She was delighted to see us, she kissed my hands and just like a mother,  she showered me with great affection.

“If  I am in Harij,  how can I not come and meet you?” I chat with  her.

“Glad you did, Mohanbhai had mentioned about your visit to Harij, but he had told me that you would be at the city centre, so I walked with great difficulty to come see you, but couldn’t find you!!

“You did not have to come to see me, I was going to come to meet you.”

“You have eased my life, but I pray to God to call me to him. I am tired of living like this.”

Balu Ma’s eyes well up while saying this, and so did ours. I had met Balu Ma second time. Mohanbhai, Pareshbhai, I and others take care of Balu Ma and have become her family now, that is the reason she opens up with us to shares her joys and pain.

The more we work with the elderly the more we realise that it is challenging to spend old age without the care and support from loved ones. Elders like Balu Ma reaffirm that realisation. VSSM has decided to provide warmth and support to elders in need and will continue to do so…

બાલુ મા...

પાટણના હારીજમાં બે પાક્કા ઘરની વચ્ચે પતરાંવાળા કાચા ઘરમાં રહે. અમારા કાર્યકર મોહનભાઈએ કહ્યું, બેન આપણે એમને મળવા જવાનું છે. તે અમે એમના ઘરે પહોંચ્યા. ઘરની ઓશરીમાં એ આમ તેમ ઘીમે પગલે ફરતા હતા. અમે એમને બુમ પાડી પણ એમને કાને ઓછુ સંભળાય. છેવટે એમની ઓશરીમાં જઈને બાલુમા મજામાં એવું પુછ્યું. 

અમને જોઈને એ રાજી રાજી થઈ ગયા. મારો હાથ એમણે ચૂમ્યો. મારા ગાલ અને શરીર પર એમણે વહાલથી હાથ ફેરવ્યો. એમનું વહાલ મા એના બાળક માટે હેત વર્ષાવે એવું.

મે એમને કહ્યું, 

'હારીજ આવી હતી તે તમે આવ્યા તે મળવા આવી'

'બહુ હારુ કર્યું. મને મોહનભાઈએ કહ્યું તુ કે તમે આવશો. પણ એ તો કે'તાતા કે તમે બજાર આવશો તે હું તો ધેમ ધેમ છેક બજાર પોગી. થાકી ગઈ.. પણ તમે ના મલ્યા'

'હું અહીંયા આવવાની હતી. તમારે બજાર નહોતું આવવાનું...'

'તમે મને હખ કરી દીધું.. પણ હવે ભગવાન ઝટ લઈ જાય તો સારુ.. થાકી છું...'

બાલુ મા બોલતા હતા તે વેળા એમની આંખોના ખૂણા ભીના થઈ ગયા ને એમને જોઈને અમારા પણ.. એમને હું બીજીવાર મળી રહી હતી. પણ હવે હું, મોહનભાઈ, પરેશભાઈ વગેરે જે એમને સાચવે છે એમની સંભાળ લે છે એ એમનો પરિવાર બની ગયા છીએ. એટલે એ સુખ દુઃખની વાત અમને કહે છે..

ઘડપણ એ પણ કોઈ સ્નેહીજનના સાથ વગર કાઢવું ઘણું કપુરુ. બાલુ મા જેવા માવતરોને મળુ ત્યારે દર વખતે આ વાત સમજાય... 

ખેર અમારો પ્રયત્ન આવા માવતરોને હૂંફ આપવાનો...

આવા માવતરોના પાલક બનવા 9099936013 અથવા 9099936019 પર સંપર્ક કરવા વિનંતી.

ફરી મને ગમતી પ્રાર્થના...

જીવન સુંદર બનાવું તો તુજ ને ગમે...

ખુદ ખીલું ને ખીલાવું તો તુજ ને ગમે..

પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જ્યાં, 

તો પછી એક બીજાની ફરિયાદ ક્યાં...

સૌને મારા બનાવું તો તુજ ને ગમે.. 

જીવન સુંદર...

#MittalPatel #vssm

A journey that began with 5 elderly has reached 240 as we identify more elderly in need of support...

VSSM provides monthly ration kits to elders 
in need

Destitute is a word that gives away an individual’s vulnerability and helplessness.

An individual surrounded by society, family, village yet lonely..

An able-bodied individual hardly needs or seeks help from others, but once the age catches up and the body refuses to function as desired the need for support arises.

The ability to work reduces with age but the biological need to fill up hungry belly doesn’t go away. How do people who have no one to support feed themselves? Well, they depend on ration from our PDS with some help from the elderly pension. Some beg or wait for neighbours to give away extra food.

The painful survival conditions of such elderly was heart-wrenching to witness. VSSM decided to provide monthly ration kits to elders in need. The elderly pension helps them buy milk and vegetables. VSSM also pitches in when there is a need for medical support. We recently learnt that many seniors had lost access to PDS ration because the biometric machines could not read their fading fingerprints.

Of course, VSSM will help bridge this technical gap.  In nutshell, VSSM tries its best to bring well-being back into the lives of such elders in need.

A journey that began with 5 elderly has reached 240 as we identify more elderly in need of support. We try and ensure that the ration kit reaches them between the 1st  to 5th of each month so that they do not become anxious over food. The images shared here are from this month’s ration kit distribution.

Many of you have chosen to adopt an elderly, the images shared here are to give you a glimpse of the elders benefiting through your support and to inspire others to contribute towards this initiative of Elderly support.

You may call us on  90999-36013 for further details.

I am grateful to all for the support you have extended, excuse me for not mentioning individual names here because it’s a long list… 

નિરાધાર શબ્દ જ કેવો વેધક છે..સમાજ, કુટુંબ, ગામ બધાની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં એકલા..  

હાથ પગ ને મગજ બધુએ સાબદુ હોય તો કોઈની ક્યાં જરૃર પડે. પણ પ્રશ્ન ધીમે ધીમે અંગો ઢીલા પડે ને પછી કામ કરવાનું જ બંધ જાય ત્યારે ઊભો થાય. 

કામ થાય નહીં પણ વખત થાય એટલે પેટ તો ભાડુ માંગે. શું કરવું? બસ પછી.યાચક બનવાનું. રેશનકાર્ડ પર મળતું રાશન તો જીવવાનો કેવડો મોટો આધાર. થોડું વૃદ્ધ પેન્શન પણ મળે ને રહી જાય તે આસપાસમાં માંગી આવવાનું અથવા પડોશી વઘેલું ઘટેલું આપી જાય એની રાહ...

આવા માવતરોની સ્થિતિ જોઈને આંતરડી કકડી ઊઠી. ને મદદ મહિનો ચાલે એટલા રાશનની કરવાની નક્કી કર્યું. પેન્શન ને સરકારી રાશનમાંથી એ શાક, દૂધ લાવે. જો કે હમણાં ખ્યાલ આવ્યો કે, ઘણા માવતરોના અંગૂઠા આંગળીઓની છાપ ઘસાઈ ગઈ છે તે રાશન એમને મળતું નથી.. 

ખેર એ માટે કોશીશ કરીશું આ સિવાય ક્યાંક કોઈને દવાનો ખર્ચ વધુ હોય તો એય મદદ કરીએ તો.ટૂંકમાં આ માવતરોના જીવને સાતા થાય કે એમનું કોઈ છે એ બધુ કરવા કોશીશ કરીએ. 

પાંચ માવતરોથી શરૃ કરેલો આ કાર્યક્રમમાં નીત માવતરો જોડાતા જાય છે. આજે સંખ્યા 240 પહોંચી. દર મહિનાની 1 થી 5 તારીખમાં અમે કોશીશ કરીએ રાશન આપી દેવાની જેથી એમન ચિંતા નહીં..આ મહિને રાશનની વહેંચણી થઈ રહી છે તેમાંથી કેટલાક માવતરોના ફોટો એમને મળેલી રાશનકીટ સાથે મુકી રહી છું.

મૂળ આપમાંથી ઘણા આ માવતરોના પાલક બન્યા છો. પાલક થકી આપ દર મહિનાનો રાશન ખર્ચ આપો છો.આથી તેમને ખ્યાલ આવે માટે ખાસ ફોટો ને જેઓ હજુ પલક નથી બન્યા  તે જોડાઈ શકે એક માવતરના પાલક બની શકે તે માટે પ્રોત્સાહીત થઈ શકે માટે. વધુ વિગત માટે  90999-36013 પર સંપર્ક કરવા વિનંતી...

મદદ કરનાર સૌ સ્નહીજનોના નામ નથી લખતી. મૂળ એ યાદી ઘણી લાંબી છે પણ તમે સૌ મદદ કરો છો માટે જ આ થઈ શકે છે માટે આપ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું.

#MittalPatel #vssm #elderlycare

#elderlypeople #mavjat #help

#donatenow #donate #gujrati

#Gujarat, #rationkits #parents

VSSM provides monthly ration kits to elderly in need

VSSM provides monthly ration kits to
elderly in need

VSSM provides monthly ration kits to
elderly in need

VSSM provides monthly ration kits to elderly
in need

VSSM provides monthly ration kits to elderly 
in need

VSSM provides monthly ration kits to elderly in need

VSSM provides monthly ration kits to
elderly in need

VSSM provides ration kits to elderly in need

VSSM provides monthly ration kits to elderly
in need

VSSM provides monthly ration kits to
elderly in need

VSSM provides monthly ration kits to elderly in need