Mittal Patel meets Manjuben and his son |
All of sudden, Manjuben began experiencing discomfort in her throat. A visit to the doctor revealed a tumour in her thyroid gland.
Manjuben is. A resident of Kheda's Dabhan town. Her husband and son run a chai kiosk in Dabhan; although the family had insufficient financial resources, they decided to leave no leaf unturned for Manjuben's treatment. The treatment began in a private clinic. The tumour was surgically removed, but the cost of the treatment was high and ate up all their savings. The family had to sell off their jewellery and automobile. "We will be able to have all of this again if my mother is alive; she must survive." Manjuben's son had shared.
Manjuben's son dedicated his time and efforts towards his mother's treatment and recovery. Gradually Manjuben started recovering.
Life was getting back to normal for the family when Manjuben complained of pain in her throat; this time, the doctor detected cancer. The diagnosis had left the entire family heartbroken.
By now, they had spent all their money on the initial treatment of Manjuben's condition. "How do we take it from here?" the family struggled to find answers.
Rajnibhai, VSSM's team member in Kheda learnt about this family's condition decided to send Manjuben to Ahmedabad Civil hospital for further treatment. They were also assured complete assistance from our team member Kiranbhai. Initially, the family remained hesitant of getting treatment from a government hospital, but Rajnibhai's counselling convinced them to come to the civil hospital in Ahmedabad. While the family was at Civil hospital, Kiran remained at their back and call, to ensure the family did not face anxious moments while navigating through the system.
The treatment was a little longer than expected, but Manjuben was completely well at its end. The expenses were not very high, but they did incur some, which VSSM offered to support.
"I was not hopeful of recovering and returning from the civil hospital; I am glad I was proved wrong. Kiranbhai was right beside us whenever we needed him. The treatment was good, and I am feeling so much better. If. Rajnibhai had not convinced us; my son would have found it difficult to get me treated." Manjuben had shared when she was at the office to meet us after her discharge from the hospital and her way back home.
Manjuben was much relieved now.
The medical assistance VSSM helps with happens under Sanjeevani Arogya Setu and support program supported by respected Shri Krishnakant Uncle and Indira Auntie. Their support has helped us treat 120 individuals suffering from severe medical conditions in the past few months. We are immensely grateful for your support, dear uncle and auntie.
Suppose you know any patients suffering from severe conditions and willing to receive treatment from Ahmedabad Civil hospital. In that case, we will be happy to help them and be with them during the entire treatment. Don't hesitate to contact our Kiranbhai +91 7016794447 for further assistance.
મંજુબહેન ખેડાના ડભાણમાં રહે. એમને અચાનક ગળામાં તકલીફ શરૃ થઈ. ડોક્ટર ને બતાવ્યું તો થાઈરોઈડની ગાંઠ હોવાનું નિદાન થયું.
મંજુબહેનના પતિ ને દીકરો બેઉ મળીને ડભાણમાં ચાની લારી ચલાવે. ઝાઝા પૈસા પાસે નહોતા પણ મંજુબહેનની સારવાર સારી રીતે કરાવવામાં કોઈ કચાસ નહીં રાખીયેનું તેમના પતિ ને દિકરાએ નક્કી કર્યું. એમણે ખાનગી હોસ્પીલમાં થાઈરોઈડની દવા શરૃ કરાવી. ઓપરેશન થયું. ખર્ચો વધતો ચાલ્યો. બચત ખતમ થઈ છેવટે મંજુબહેને ઘડાવેલા દાગીના કાઢવાનો વખત આવ્યો ને છેલ્લે પોતાનું વાહન પણ કાઢવું પડ્યું.
પણ મંજુબહેનનો દીકરો કહે, 'મારી મા જીવતી હશે તો આ બધુ તો અમે ફેર ભેગુ કરી લઈશું.. પણ એ રહેવી જોઈએ..'
મંજુબહેનનો દીકરો શ્રવણ જેવો.. એણે મંજુબહેનની સેવા ચાકરીમાં કોઈ કચાસ ન રાખી. પછી તો શું મંજૂબહેન ધીમે ધીમે સાજા થયા.
બધુ રાબેતા મુજબ ગોઠવવા કોશીશ કરતા હતા ત્યાં પાછો ગળામાં દુઃખાવો થયો. ડોકટરને બતાવ્યું ને ડોક્ટરે બીજા રીપોર્ટ કરાવવા કહ્યું. જેમાં નિદાન થયું કેન્સરનું..
સાંભળીને આખો પરિવાર મનથી ભાંગી પડ્યો.
આર્થિક રીતે કમર તૂટી જ ગયેલી ત્યાં આ કેન્સર હવે કેવી રીતે સારવાર કરાવીશુની મૂંઝવણ.
અમારા ખેડાના કાર્યકર રજનીભાઈને આ અંગે ખ્યાલ આવતા તેમણે સિવીલમાં મજુબહેનને સારવાર માટે મોકલવા કહ્યું ને ત્યાં કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા VSSM ના કાર્યકર કિરણભાઈ હાજર રહેશેનું કહ્યું.
શરૃઆતમાં સિવિલમાં સારવારનો ભરોષો ન પડ્યો. પણ રજનીભાઈની સતત સમજાટથી આખરે મંજુબહેન અમદાવાદ સિવીલ આવ્યા.
અહીંયા અમારો કિરણ તેમની સાથે સતત રહ્યો. જેથી તેમને ક્યાંય મૂંઝારો ન થાય.
સારવાર થોડી લાંબી ચાલી પણ મંજુબહેન એકદમ ઠીક થઈ ગયા. સિવીલમાં સારવાર દરમ્યાન કાંઈ ઝાઝો ખર્ચ નથી થતો છતાં જે પણ ખર્ચ થયો એને પહોંચી વળવા અમે નાનકડી મદદ કરી.
મંજુબહેન ઓફીસ પર અમને મળવા આવ્યા. એ કહે, 'મને હતું કે સિવીલ જઈશ તો પાછી ઘરે નહીં આવું પણ મારી માન્યતા ખોટી પડી. અમે સિવીલમાં અટવાત પણ કીરણભાઈ સતત પડખે રહ્યા. ને સારવાર પણ સરસ થઈ એટલે હું આજે હેમખેમ ઘરે પાછી જવું છું. જો રજનીભાઈએ ન સમજાવી હોત તો મારો દીકરો ક્યાંથી મારી સારવારા કરાવત?
મંજુબહેનના જીવને હવે હાશકારો હતો.
આ કાર્ય અમારા સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આદરણીય ક્રિષ્ણકાંત મહેતા તેમજ ઈન્દિરા મહેતાની મદદથી થાય છે. એમની મદદથી અમે ગંભીર પ્રકારની બિમારીથી પીડાત 120 દર્દીઓની છેલ્લા થોડા મહિનામાં સારવાર કરાવી શક્યા છીએ. આભાર અંકલ આન્ટી...
આપના ધ્યાનમાં ગંભીર બિમારીથી પીડાતા દર્દી હોય, જેમની પાસે સારવારના પૈસા ન હોય ને એ અમદાવાદ સિવીલમાં સારવાર કરાવવા રાજી હોય તો અમે અહીંયા એમની પડખે રહી સારવાર કરાવીશું.. આ માટે અમારા કાર્યકર કીરણભાઈનો સંપર્ક 7016794447 કરવા વિનંતી.
#MittalPatel #vssm
Manjuben and his son came to VSSM office to meet Mittal Patel |
No comments:
Post a Comment