Saturday, April 10, 2021

With the help of VSSM Mavjat Karyakram Devi Ma , Dalabhai and Tadshi do not go to sleep hungry...

Mittal Patel meets Devi Ma

Meeting Dalabhai reminded me of filial Shravan Kumar…

60 years old Dalabhai stays with his mother Devibahen and Tadsi, his mentally challenged nephew in Rajkot’s Ramparabeti.

Our team members Kanubhai and Chayaben mentioned about challenges this family faced in securing daily meals.

‘Why would they have problems, aren’t Dalabhai and his wife taking care of Devima and Tadshi? Why  should we support them?” I had countered back.

“Will discuss during your next visit to Ramparabeti!” Kanubhai had replied.

And so on my next visit to Ramparabeti, I met Dalabhai.

“Devima has three sons, Dalabhai is the middle one. The two sons married and began living independently, both looked away from the needs of their mother. In fact, one of them left Tadshi in Devima’s lap as they could not look after him. Both Devima and Dalabhai could not refuse to take him in. They have since nurtured and looked after Tadshi,  who is around 22 years old now. Dalabhai could not bring himself to get married, apprehensions on what if the partner might not want to look after the mother nephew made him choose bachelorhood. Dalabhai earns his living from making rope muzzles, the earnings barely provides enough to eat for the three of them.  Devima would set out to beg if there wasn’t enough food to feed the three of them, but she has grown old and weak to walk and beg. Tadshi too cannot be left alone for long. Begging for food is something they do out of no choice. They try to work whenever possible.”  Community leader Jivabhai briefed me on the family’s living condition.

VSSM provides monthly ration kits to 150 elderly in need of support. Adding Devima’s family to it wasn’t going to pinch us in any way. We included them in our Maavjat program, the ration kits have started arriving at their doorstep so that they do not have to stretch their hand to beg for food.

Tadshi’s condition was painful, he was unable to speak. We discussed his case with our dear Dr Krupaliben who immediately started treating him. Jivabhai has taken up the responsibility of feeding him the medicines on time. Tadshi, who unable to speak a single word,  wished me Jai Shree Krishna when I was at their doorstep recently. Thank you so much,  Krupaliben.

Devi Ma has had a hard life, she has spent most of it wandering around Rajkot. We helped her get a plot at Ramparabeti. The government assistance to build a house is Rs. 1.20 lacs while building a decent VSSM designed house requires Rs. 2.25 lacs. There is always this deficit of Rs. 1.05 lacs for which VSSM reaches out to its well-wishing friends. The 71 families who had been allotted plots at Ramparabeti have received the support of Rs. 55,000 each from VSSM’s donors. Devi Ma also received Rs. 55,000 but needed another Rs. 55,000 to accomplish the construction of her house. VSSM decided to do the needful. Our respected and dear Krishnakant Uncle and Indira Auntie and Mukundbhai and Dhirabahen have extended support to meet the need of balance amount. As seen in the images shared here, the construction of Devi Ma’s house is underway.

Devi Ma, Dalabhai and Tadshi are doing well now, they do not go to sleep hungry now and community leaders like Jivabhai ensure they are cared for.

It is the support of large-hearted friends and donors that enables us to be instrumental in bringing happiness to the doorstep of thousands of poor families. 

Gratitude always.  

હું મળી શ્રવણ જેવા દલાભાઈને.. 

ઉંમર લગભગ 60થી વધારે. તેઓ તેમની મા દેવીબહેન અને માનસીક રીતે વિકલાંગ ભત્રીજા તળશી સાથે રાજકોટના રામપરાબેટીમાં રહે. 

અમારા કાર્યકર કનુભાઈ - છાયાબહેને દેવી મા અને તળશીને ખાવાનાની ઘણી તકલીફ હોવાની વાત કહી. પણ દલાભાઈ દેવી માનો દીકરો તે દલાભાઈને એમની ઘરવાળી દેવીમાનું અને તળશીનું ધ્યાન નથી રાખતા? આપણે કેમ મદદ કરવાની? એવું મે કનુભાઈને પુછ્યું,

કનુભાઈએ 'તમે રામપરા આવો ત્યારે વાત કરીશું' એમ કહ્યું.

એ પછી રામપરા ગઈ ને દલાભાઈને મળી. વસાહતના આગેવાન જીવાભાઈએ કહ્યું, દેવી માને ત્રણ દીકરા એમાં આ દલાભાઈ વચોટ. બે ભાઈના લગ્ન થયા ને એ એમની ઘરવાળીઓને લઈને જુદા રહેવા જતા રહ્યા. માની ચાકરી કરવાનું બેમાંથી કોઈએ ન કર્યું. દલાભાઈને થયું શ્રવણ જેવા ભાઈ ઘરવાળી આવીને બદલાયા. હું લગ્ન કરીશ ને ક્યાંક મારેય.... એટલે એમણે લગ્ન કરવાનું જ માંડી વાળ્યું'

દલાભાઈ રાંઢવા, મોળિયા બનાવવાનું કરે ને મા- દીકરાનું ગુજરાન ચાલે. 

એક દિવસ દલાભાઈનો એક ભાઈ જે કચ્છ રહેતો. તે માનસીક રીતે વિકલાંગ પોતાના દીકરા સાથે આવ્યો ને દેવી માના ખોળામાં એને મૂકીને જતો રહ્યો. દેવી મા વિરોધ ન કરી શક્યા ના દલાભાઈ. એ દીકરો એટલે તળશી આજે તો એ 22 - 23 વર્ષનો થયો. 

દલાભાઈની ઉંમર થઈ અને જે કારીગરી એમને આવડતી એની માંગ ઓછી થઈ. મૂળ ઘરે ઘર નળ આવ્યા એટલે કુવામાંથી પાણી ખેંચવાનું બંધ થયુ એટલે રાંઢવાની માંગ ઘટી. ને બળદથી ખેતી તો હવે ક્યાં થાય છે? તે મોળિયાની માંગ પણ ઘટી. ત્રણ જણનું પુરુ ન થાય. 

દેવી મા ઘરમાં ખાવાનું ન હોય તો ભીખ માંગવા જાય..પણ હવે દેવી માને આંખે દેખાતુ નથી. તળશીની સ્થિતિ પણ વીકટ એટલે એને મૂકીને ક્યાં જવું? દલાભાઈએ કહ્યું, 'કોઈ આપે ને ખાવું એ ગમે નહીં પણ હવે મજબૂરી છે' છતાં એ નાનુ મોટુ શક્ય કામ કરે જેથી ઘરમાં થોડો ટેકો રહે.  

VSSM અશક્ત કામ ન કરી શકે તેવા 150 માવતરો - વ્યક્તિઓને દર મહિને રાશન આપે છે એમને સાચવે છે..   તેમાં દેવીમાના પરિવારને સાચવવાનું ક્યાં અઘરુ થવાનું.  અમે આ ત્રણેયને આખો મહિનો ચાલે એટલું રાશન આપવાનું શરૃ કર્યું જેથી એમને લાચારી વેઠવી ન પડે.  

તળશીની માનસીક સ્થિતિ બહુ ખરાબ. એ બોલી ન શકે. અમારા પ્રિયજન ડો.કૃપાલીબહેનને તળશીની સ્થિતિ અંગે કહ્યું એમણે એની દવા ચાલુ કરી. આગેવાન જીવાભાઈને તળશીને ત્રણે ટંક દવા ખવડાવવાની જવાબદારી સોંપી. તળશી બીલકુલ બોલતો નહોતો પણ નિયમીત દવા લેવાથી હું એના ઝૂંપડે ગઈ તો એણે મને જય શ્રી કૃષ્ણ કહ્યું... કૃપાલીબેન આપનો આભાર..

દેવી મા આખી જીંદગી રાજકોટમાં આમથી તેમ રઝળ્યા. અમે પ્રયત્ન કર્યો ને એમને રહેવા રામપરાબેટીમાં પ્લોટ મળ્યો. મકાન બાંધવા સરકાર 1.20 લાખ આપે જ્યારે મકાન તો 2.25ના થાય. આમ 1,05લાખ એમને ઉમેરવાના થાય. ક્યાંથી લાવવા? આમ પણ રામપરામાં જેમને પ્લોટ ફળવાયા તે પરિવારોમાંથી પ્રથમ તબક્કામાં 71 પરિવારોને અમે સંસ્થા સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી પ્રત્યેક પરિવારને 55,000ની મદદ કરી. દેવીમાને 55,000ની મદદ તો મળી પણ બાકીની 50,000ની જરૃર હતી. જે પણ કરવાનું અમે નક્કી કર્યું. આદરણીય ક્રિષ્ણકાંત અંકલ - ઈન્દિરા આંટી અને આદરણીય મુકુંદભાઈ -ધીરાબહેને દેવી માના ઘરબાંધકામમાં ખૂટતી રકમ 1.05 લાખની મદદ કરી. ને દેવી માનું ઘર બંધાવાનું શરૃ થયું. જે ફોટોમાં જોઈ શકાય છે.

આ ત્રણે જીવને હવે સાતા છે. ભૂખ્યા સુવુ નથી પડતું ને જીવાભાઈ જેવા એમનાથી થતી ચાકરી કરે. 

આવા કેટલાય પરિવારોને મદદ કરવાનું સૌભાગ્ય સંસ્થા સાથે સંકળાયેલા સ્નેહીજનોના લીધે સાંપડ્યું છે. 

આપ સૌનો આભાર.. 

#MittalPatel #vssm #mavjat

#medical #medicalrelief #Care

#elderlycare  #elderlypeople

#nomadic #denotified #families

#housing  #HousingForAll



Mittal Patel visits Dalabhai his mother DeviMa and
his nephew Tadshibhai

VSSM initiated construction of 71 houses 

Rampara beti housing settlement



Tuesday, April 06, 2021

VSSM efforts received government support enabling us speed up the work...

Mittal Patel handed over caste certificates to 143 nomadic
families


Many nomadic families stay over the government wasteland in Morbi. Our team members Kanubhai and Chayaben work round the clock to help these families attain the documents of their identity, link them to the benefits of various government schemes for poverty elevation and much more. Our efforts received government support enabling us speed up the work. The district administration led by the respected District Collector remains on toes to address the issues of these communities.

Recently, I had the opportunity to hand over caste certificates to 143 nomadic families, very soon these families will also be allotted residential plots.

We are grateful to the officials and administration for their support, our well-wishers who are constantly by our side. It means a world to us!

Gratitude!

મોરબી તાલુકામાં વિચરતી જાતિઓના ઘણા પરિવારો સરકારી પડતર અને ખરાબાની જમીનમાં રહે...

આ બધાને રહેવા જમીન, અનાજ મળે તેવું રેશનકાર્ડ ને સૌથી અગત્યનું વંચિતોના કલ્યાણ અર્થે બનાવેલી સરકારની કલ્યાણકારી યોજનાઓની મદદ મળે તે માટે જોઈતું જાતિ પ્રમાણપત્ર મળે તે માટે અમારા કાર્યકર કનુભાઈ, છાયાબહેન ઘણું મથે..

પણ અમારી મથામણમાં સરકારી ટેકો ભળ્યો ને કામ ઝડપથી થવા માંડ્યું.. 

મોરબીનું સમગ્ર વહીવટીતંત્ર આદરણીય કલેક્ટર શ્રી જે બી પટેલની અધ્યક્ષતામાં વંચિતોના કાર્યો માટે ખડે પગે...

મોરબીમાં રહેતા વિચરતીજાતિના પરિવારો ને જાતિ પ્રમાણપત્ર આપવાનો મોકો મળ્યો. આમાંના 143 પરિવારોને ટૂંક સમયમાં રહેણાંક અર્થે પ્લોટ પણ ફળવાશે.

આમ જુઓ તો આમાં અમે નિમિત્ત માત્ર..

પણ મદદ કરનાર સૌ અધિકારીગણ, સ્વજનોનો આભાર.. આપે મદદ ન કરી હોત તો આ બધુ ક્યારેય સંભવ થવાનું નહોતું. 

આપ સૌને પ્રણામ...

#MittalPatel #vssm #humanrights

#humanity #livelihood #Government

#people #education #india #Gujarat

Mittal Patel meets nomadic families of Morbi


Nomadic girl welcomes Mittal Patel by doing tikka

Nomadic families gathered to meet Mittal Patel for their issues



Monday, April 05, 2021

Hansaben gets food with the help of VSSM...

Mittal Patel meets Hansaben 


“Hansaben, will you feed me?”

Hanasaben did not respond to my question, she did not even blink as she kept watching me. 

“She has difficulties with hearing!” Chayaben tells me. 

“Didi is asking will you feed her?” Chayaben repeated my question to Hansaben. 

“Of course. Will feed her Dal-Bhaat and Shaak!” Hansaben gave a gentle smile and responded with a stammer. 

Hansaben wears a very calming smile, it was she stood with us while we talked for about 10 minutes. 

Hansaben, a resident of Rajkot’s Kubaliyapara must have been God’s favourite child, so were her 2 sons. They all begged as means to feed themselves. All three of them intellectually weak, they found difficulties with finding work and bothered the least about the world at large. The sons she had raised on begged food, continued begging as they grew. 

Setting out to beg at the beginning of the day was a daily ritual the trio followed. One day one of her sons did not return home, Hansaben kept searching for him but how would she have conveyed with her speech disability. How would she have convinced herself that her son is gone!? The wound of losing the first son was still fresh and the second son left the nest. The same search followed but in vain…

Hansaben also began forgetting her way back home, for hours she would remain seated at one place. Residents of the settlement would bring her back and leave her at the shanty she called home. 

Along with the fellow residents of Kubliyapara, we applied for a residential plot for Hansaben. The Kubaliyapara residents were allotted a plot at Ramparabeti. When the residents shifted their base to Ramparatbeti they also brought Hansaben along. 

It was difficult to sustain on begging in Ramparabeti as the living condition of the residents is not sound enough to give away food to people in need. We had not known about Hansaben’s existence it was Jeevabhai and Dungarbhai who lead our attention to Hansaben. 

The government assistance for building a decent house was substantiated by our dear Krishnakant Uncle and Indira Auntie, who donated Rs. 1.05 lacs to provide Hansaben with a proper roof over her head. 

The highest priority for Hansaben was ration, under the Maavjat program VSSM began supporting her with a monthly ration kit. The women in the neighbourhood help Hansaben prepare her meals. 

VSSM supports 150 needy elders with ration kits. Many of our well-wishers have chosen to become sponsors of elders in need. It is your support and well-wishes that enables us to meet the needs of thousands of families in need. 

 Grateful for your support.

 'હંસાબહેન મને જમાડશો?'

મારી વાતનો હંસાબહેને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. એ અનિમેષ નજરે મને જોઈ રહ્યા.. 

અમારા છાયાબહેને મને કહ્યું, 'એમને ઓછુ સંભળાય છે..' એ પછી છાયાબહેને જ કહ્યું, 'દીદી પુછે છે તમે એમને જમાડશો?'

થોડું હસીને થોથવાતી જીભે એમણે કહ્યું, 'હા દાળ ભાત અને બટાકાનું શાક ખવડાવીશ..'

અમે એમની સાથે દસેક મીનીટ ઊભી રહ્યા. અમે ઘણું બોલ્યા ને એ બસ સુંદર સ્મિત સાથે અમારી સામે ઊભા રહ્યા.. હંસાબહેન ભગવાનના માણસ ને એમનું સ્મિત પણ નિજાનંદી. આમ તો તેમના બેય દીકરા પણ તેમના જેવા જ. દુનિયા સાથે આ ત્રણેયને ઝાઝી લેવા દેવા નહીં. 

હંસાબહેન રાજકોટના કુબલિયાપરામાં રહેતા. માનસીક સ્થિતિ નબળી ને કામ કરવાની સુઝ નહીં તે ભીખ માંગીને ખાય. બે દિકરાઓ પણ ભીખમાં માંગેલા ખાવાનાથી જ એમણે મોટા કર્યા. દીકરા પણ મોટા થતા માંગવા જતા. પણ એક દિવસ ઘરેથી નીકળેલા ત્રણેમાંથી મોટો દિકરો ઘરે પરત ન આવ્યો.  

હંસાબહેન થોડા દિવસ રધવાયા ફર્યા પણ ફરિયાદ કોને કરવી.. સરખુ બોલવાનુંયે ન ફાવે ને મન તો ચકળવકળ.. એમણે કેમ કરીને પોતાની જાતને સમાધાન આપ્યું હશે?

હજુ આ ઘા રુઝાયો નહોતો ત્યાં બીજો દિકરોય ચાલ્યો ગયો. હંસાબહેનની આંખોયે એનેય ઘણો શોધ્યો પણ...

બે નિજાનંદી કોણ જાણે કોના સાનિધ્યમાં હશે.. ખેર ઈશ્વરનું સાનિધ્ય તો આ ત્રણેયને હંમેશાં રહેવાનું...

આવા હંસાબહેન હવે ઘરનો રસ્તો ભૂલવા માંડ્યા. જ્યાં બેઠા હોય ત્યાં બેસી રહે. આ તો વસાહતના લોકોમાંથી કોઈ એમને ભાળી જાય તો સાથે તેડતા આવે ને એમના છાપરે જઈ બેસાડે. 

આવા હંસાબહેનને રહેવા પોતાનો પ્લોટ- ઘર મળે તે માટે કુબલિયાપરામાં રહેતા અન્ય પરિવારો સાથે અમે અરજીકરી ને તેમને રામપરા બેટીમાં પ્લોટ મળ્યો. કુબલિયાપરામાંથી સૌ રામપરા રહેવા આવ્યા ને હંસાબહેને પણ સાથે લાવ્યા. રામપરામાં માંગવા જવાય એમ નહોતું.  વિસ્તાર અજાણ્યો. એ બહુ મૂંઝાય. લોકો ખાવાનું આપે પણ બધાની સ્થિતિ એવી સદ્ધર નહીં.. 

અમને હંસાબહેનની સ્થિતિનો ખ્યાલ નહીં પણ જીવાભાઈ, ડુંગરભાઈએ  એ તરફ અમારુ ધ્યાન દોર્યું. 

ઘર બાંધવામાં સરકારના પૈસા ઉપરાંત 1.05 લાખ અમારા ખુબ પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈન્દિરા આંટીએ આપ્યા. 

આ સિવાય જેની સૌથી વધુ જરૃર હતી તે રાશન આપવાનું અમે શરૃ કર્યું. આજુબાજુની બહેનોના ટેકાથી એ રાંધીને ખાય છે.

અમે આવા તકલીફમાં હોય ને પોતાનાથી થઈ શકતુ ન હોય તેવા 150  માવતરોને દર મહિને રાશન આપીયે..

ઘણા લોકો આવા માવતરો- વ્યક્તિઓના પાલક બન્યા છે.. આપ સૌની લાગણી અને શુભભાવનાથી આ કાર્યો થાય છે.

આપ સૌને પ્રણામ ને હંસાબહેનને તો કુદરતનું સાનિધ્ય.. એમને તો વહાલ જ કરાય્ ને હા, એક દિવસ એમના હાથનું બટેકાનું શાક ખાવાનું મારે બાકી..

#MittalPatel #vssm #elderly

#elderlycare #elderlypeople

#housing #humanity #humanrights

#Gujrat #rajkot #india



Water, the joy to access this elixir is truly matchless!!

Mittal Patel visits trajpar settlement to view the sight of 
taps being installed


 “Ben, finally we have water at our settlement and  we can now bathe daily. We were always remarked and shooed by people for our body odour, they would keep us at a distance and tell we stink. It was not possible to bathe daily with water fetched from 3-kilometers away. Thankfully, we now  have water running through the tap at the settlement, please come to see it!!”

It will surprise anyone if called to view the sight of taps being installed at settlement. The Saraniya families of Morbi’s Trajpar had been requesting water for years. Despite frequent appeals access to water remained a dream. Every time Kanubhai, Chayaben or I would visit the settlement there was always hue and cry for water.

The Morbi District Collector is a compassionate officer, after we shared with him the plight of these families, his prompt instructions led to the installation of taps at the settlement. The water flows through them for 3 hours a day. Thankfully,  the families can now bathe daily.

It is after meeting such people you realise that bathing daily is a privilege not all can afford.

We are grateful to Morbi District Collector and the respected Chief Minister. It is your compassion that has enabled the resolution of such long-standing issues.

Of course, there was this mandatory photo-op with the tap!!

Water, the joy to access this elixir is truly matchless!!

'અમારી વસાહતમાં પાણી આવ્યું બેન.. અધમણ મેલના ભરેલા અમે હવે રોજ નાઈએ છીએ.. લોકો પહેલાં કહેતા તમારી પાહે બેહીએ તો વાસ આવે. પણ હું કરીએ માથે ઉપાડીને ત્રણ કી.મી.દૂરથી પાણી લાવવાનું એમાં રોજ રોજ નાવાનું આખા ઘરનાને ક્યાંથી પોહાય? પણ બેન હવે અમારી વસાહતમાં નળ આવ્યા તે તમે  નળ જોવા હાલો..'

કોઈ પાણીના નળ જોવા બોલાવે તો નવાઈ તો લાગે જ.. 

મોરબીના ત્રાજપરમાં સરાણિયા પરિવારો વર્ષોથી રહે. પણ પાણીથી એમને ઘણું છેટું. ઘણી રજૂઆતો કરી પણ પાણીનો મેળ ન પડે..

હું અને અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન જ્યારે પણ વસાહતમાં જઈએ કે બહેનો પાણી માટેનું કાંક કરી દ્યોની રામાયણ કરે.

કલેક્ટર શ્રી મોરબી બહુ ઉમદા અધિકારી. એમને આ પરિવારોની સ્થિતિની વાત કરી.. એમણે સૂચના આપી ને થોડા વખતમાં પાણીના નળ નંખાયા.

દિવસમાં ત્રણ કલાક પાણી મળતું થઈ ગયું. હવે આ પરિવારો રોજ નહાય છે.

રોજ નાહવું એય કાંઈ બધાના નસીબમાં નથી હોતું..એ આવા પરિવારોને મળીયે ત્યારે સમજાય.

આભાર કલેક્ટર શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીનો...

તમારી લાગણીના કારણે વર્ષોથી પડતર પડેલા કાર્યો હવે થવા માંડ્યા છે.

બહેનોએ કહ્યું બેન નળ હારે ફોટો પાડીએ તો એ પાડ્યો.. 

#MittalPatel #vssm #waterfall

#humanity #humanity #rights

#rajkot #morbi #trajpar #gujrat

#nomadic #denotified  #families


Nomadic women showing the tap to Mittal Patel that had been
recently installed