Monday, April 05, 2021

Hansaben gets food with the help of VSSM...

Mittal Patel meets Hansaben 


“Hansaben, will you feed me?”

Hanasaben did not respond to my question, she did not even blink as she kept watching me. 

“She has difficulties with hearing!” Chayaben tells me. 

“Didi is asking will you feed her?” Chayaben repeated my question to Hansaben. 

“Of course. Will feed her Dal-Bhaat and Shaak!” Hansaben gave a gentle smile and responded with a stammer. 

Hansaben wears a very calming smile, it was she stood with us while we talked for about 10 minutes. 

Hansaben, a resident of Rajkot’s Kubaliyapara must have been God’s favourite child, so were her 2 sons. They all begged as means to feed themselves. All three of them intellectually weak, they found difficulties with finding work and bothered the least about the world at large. The sons she had raised on begged food, continued begging as they grew. 

Setting out to beg at the beginning of the day was a daily ritual the trio followed. One day one of her sons did not return home, Hansaben kept searching for him but how would she have conveyed with her speech disability. How would she have convinced herself that her son is gone!? The wound of losing the first son was still fresh and the second son left the nest. The same search followed but in vain…

Hansaben also began forgetting her way back home, for hours she would remain seated at one place. Residents of the settlement would bring her back and leave her at the shanty she called home. 

Along with the fellow residents of Kubliyapara, we applied for a residential plot for Hansaben. The Kubaliyapara residents were allotted a plot at Ramparabeti. When the residents shifted their base to Ramparatbeti they also brought Hansaben along. 

It was difficult to sustain on begging in Ramparabeti as the living condition of the residents is not sound enough to give away food to people in need. We had not known about Hansaben’s existence it was Jeevabhai and Dungarbhai who lead our attention to Hansaben. 

The government assistance for building a decent house was substantiated by our dear Krishnakant Uncle and Indira Auntie, who donated Rs. 1.05 lacs to provide Hansaben with a proper roof over her head. 

The highest priority for Hansaben was ration, under the Maavjat program VSSM began supporting her with a monthly ration kit. The women in the neighbourhood help Hansaben prepare her meals. 

VSSM supports 150 needy elders with ration kits. Many of our well-wishers have chosen to become sponsors of elders in need. It is your support and well-wishes that enables us to meet the needs of thousands of families in need. 

 Grateful for your support.

 'હંસાબહેન મને જમાડશો?'

મારી વાતનો હંસાબહેને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. એ અનિમેષ નજરે મને જોઈ રહ્યા.. 

અમારા છાયાબહેને મને કહ્યું, 'એમને ઓછુ સંભળાય છે..' એ પછી છાયાબહેને જ કહ્યું, 'દીદી પુછે છે તમે એમને જમાડશો?'

થોડું હસીને થોથવાતી જીભે એમણે કહ્યું, 'હા દાળ ભાત અને બટાકાનું શાક ખવડાવીશ..'

અમે એમની સાથે દસેક મીનીટ ઊભી રહ્યા. અમે ઘણું બોલ્યા ને એ બસ સુંદર સ્મિત સાથે અમારી સામે ઊભા રહ્યા.. હંસાબહેન ભગવાનના માણસ ને એમનું સ્મિત પણ નિજાનંદી. આમ તો તેમના બેય દીકરા પણ તેમના જેવા જ. દુનિયા સાથે આ ત્રણેયને ઝાઝી લેવા દેવા નહીં. 

હંસાબહેન રાજકોટના કુબલિયાપરામાં રહેતા. માનસીક સ્થિતિ નબળી ને કામ કરવાની સુઝ નહીં તે ભીખ માંગીને ખાય. બે દિકરાઓ પણ ભીખમાં માંગેલા ખાવાનાથી જ એમણે મોટા કર્યા. દીકરા પણ મોટા થતા માંગવા જતા. પણ એક દિવસ ઘરેથી નીકળેલા ત્રણેમાંથી મોટો દિકરો ઘરે પરત ન આવ્યો.  

હંસાબહેન થોડા દિવસ રધવાયા ફર્યા પણ ફરિયાદ કોને કરવી.. સરખુ બોલવાનુંયે ન ફાવે ને મન તો ચકળવકળ.. એમણે કેમ કરીને પોતાની જાતને સમાધાન આપ્યું હશે?

હજુ આ ઘા રુઝાયો નહોતો ત્યાં બીજો દિકરોય ચાલ્યો ગયો. હંસાબહેનની આંખોયે એનેય ઘણો શોધ્યો પણ...

બે નિજાનંદી કોણ જાણે કોના સાનિધ્યમાં હશે.. ખેર ઈશ્વરનું સાનિધ્ય તો આ ત્રણેયને હંમેશાં રહેવાનું...

આવા હંસાબહેન હવે ઘરનો રસ્તો ભૂલવા માંડ્યા. જ્યાં બેઠા હોય ત્યાં બેસી રહે. આ તો વસાહતના લોકોમાંથી કોઈ એમને ભાળી જાય તો સાથે તેડતા આવે ને એમના છાપરે જઈ બેસાડે. 

આવા હંસાબહેનને રહેવા પોતાનો પ્લોટ- ઘર મળે તે માટે કુબલિયાપરામાં રહેતા અન્ય પરિવારો સાથે અમે અરજીકરી ને તેમને રામપરા બેટીમાં પ્લોટ મળ્યો. કુબલિયાપરામાંથી સૌ રામપરા રહેવા આવ્યા ને હંસાબહેને પણ સાથે લાવ્યા. રામપરામાં માંગવા જવાય એમ નહોતું.  વિસ્તાર અજાણ્યો. એ બહુ મૂંઝાય. લોકો ખાવાનું આપે પણ બધાની સ્થિતિ એવી સદ્ધર નહીં.. 

અમને હંસાબહેનની સ્થિતિનો ખ્યાલ નહીં પણ જીવાભાઈ, ડુંગરભાઈએ  એ તરફ અમારુ ધ્યાન દોર્યું. 

ઘર બાંધવામાં સરકારના પૈસા ઉપરાંત 1.05 લાખ અમારા ખુબ પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈન્દિરા આંટીએ આપ્યા. 

આ સિવાય જેની સૌથી વધુ જરૃર હતી તે રાશન આપવાનું અમે શરૃ કર્યું. આજુબાજુની બહેનોના ટેકાથી એ રાંધીને ખાય છે.

અમે આવા તકલીફમાં હોય ને પોતાનાથી થઈ શકતુ ન હોય તેવા 150  માવતરોને દર મહિને રાશન આપીયે..

ઘણા લોકો આવા માવતરો- વ્યક્તિઓના પાલક બન્યા છે.. આપ સૌની લાગણી અને શુભભાવનાથી આ કાર્યો થાય છે.

આપ સૌને પ્રણામ ને હંસાબહેનને તો કુદરતનું સાનિધ્ય.. એમને તો વહાલ જ કરાય્ ને હા, એક દિવસ એમના હાથનું બટેકાનું શાક ખાવાનું મારે બાકી..

#MittalPatel #vssm #elderly

#elderlycare #elderlypeople

#housing #humanity #humanrights

#Gujrat #rajkot #india



No comments:

Post a Comment