Friday, October 14, 2016

103 nomadic families of Banaskantha got residential plots by the attempts of VSSM

The current living condition of these families 

“Enable the nomadic and de-notified tribes lead a life with dignity” is the goal VSSM has been striving to achieve through these years.  The activities at grassroots, a continuous dialogue with the society, sensitising the government machinery on the special needs of the nomadic communities and interventions to influence the policy so as to make them more inclusive for the nomadic communities are the tools VSSM uses to achieve this goal. 

One of the most radical change that has swept across all these 40 or more nomadic and de-notified communities is the termination of their itinerant lifestyles because of obsoleteness of their traditional occupations. As a result, these communities who until now had never felt the urge to lead sedentary lifestyles now desire to settle down. It is very obvious that to settle down they will need a house and to build a house they’ll need some land. VSSM has been working on mammoth scale to ensure that thousands to homeless nomadic families receive residential plots from the government and when the plots get allotted the team of VSSM shares the same joy as the recipient families do. Hence it is with great joy that we share with you the news of allotment of 100 sq. mt. plots in Lavana village in Lakhni, Banasantha to each of the 103 nomadic families staying in Banaskantha’s Lakhni and Diyodar. 

Plot Allotment Letter-Page1
Each and every applications in the government needs to be followed up and that too repeatedly. The team of VSSM makes hundreds of rounds of various government offices to ensure that the applications result in positive development. It is a daunting task but the team just keeps going. It is also the support and encouragement that we receive from our friends and donors keeps us motivated and makes us push our boundaries farther. We are grateful for your unflinching support and faith in team VSSM, it is your support that helps us sustain such dedicated and hard-working team and enables us to share with you all such delightful developments. Our heartfelt gratitude to all the government officials who have been instrumental in helping these families realise their dream of a home!!

Once again many thanks to our well-wishing friends and compassionate authorities.

વિચરતી – વિમુક્ત જાતિઓને આ દેશના નાગરિક તરીકેના તમામ અધિકાર અને સૌથી અગત્યનું માણસ હોવા તરીકેનું સન્માન તેમને મળે સૌ તેમને સ્વીકારે તે માટે vssm સતત પ્રયત્નશીલ છે. સંસ્થા દ્વારા નિયમિત વિચરતી જાતિઓના કામો માટે સરકારમાં ખૂબ લખવામાં આવે છે તથા જરૃર પડે અધિકારીગણ અને મંત્રીગણ સાથે બેઠક પણ કરવામાં આવે છે.
Plt Allotment Letter-Page2
આમ તો વિચરતી જાતિ હવે પોતાનું સ્થાયી સરનામું અને સાથે પોતાના ઘરની ઝંખના રાખે છે. ઘર માટે રહેણાંક અર્થે પ્લોટ મળે તે સૌથી અગત્યનું છે. સરકાર પાસે આપણે હજારો પરિવારોને પ્લોટ મળે તે માટેની રજૂઆતો કરી છે. જેમાંથી તાજેતરમાં બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણાગામમાં વિચરતી જાતિના 103 પરિવારો જેમાંના કેટલાક દિયોદર તથા કેટલાક લાખણીમાં રહે છે તેમને રહેણાંક અર્થે 100 ચો.મી.ના પ્લોટ ફાળવાયા છે. 
સરકાર દ્વારા આ પરિવારોને પ્લોટ ફાળવાયા તે માટે અને આ પરિવારોને પ્લોટ મળે તે માટે સતત vssmટીમ કાર્યરત રહી આ ટીમને કાર્ય કરવા માટે બળ પુરુ પાડનાર આપ સૌ સ્વજનોના અમે આભારી છીએ. સતત ફોલોઅપ વગર કામ સંભવ બનતું નથી અને ફોલોઅપ માટે ખર્ચ પણ ઘણો થાય.. પણ આપ સૌની મદદથી અમે સતત લાગ્યા રહ્યા અને આ પરિવારોને પ્લોટ ફાળવાયા હવે તેમનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે...

ફરી એક વખત સરકાર અને આપ સૌ સ્વજનોનો આભાર...

જે પરિવારોને પ્લોટ ફાળવાયા તે પરિવારો જે સ્થિતિમાં રહે છે તે જોઈ શકાય છે. આવી પરિસ્થિતિમાં રહેતા પરિવારોને હવે પોતાનું ઘર મળશે... 







Thursday, October 13, 2016

Once again VSSM talks about the challenges of getting caste certificates issued...

Webpage of Janseva Kendra
The lack of clarity on part of the authorities results in the persistent issue of: Who is responsible for issuing caste certificates to the nomadic communities? Hence whenever the members of any of these communities approach the officials with their applications for issuance of caste certificates the first thing the officer does is conduct his own online research on the GOG’s digital Gujarat initiative’s webpage of Janseva Kendra. And surprisingly no one from the government's thousands of officials are assigned the responsibility of issuing the caste certificate to nomads ( as seen in the picture) and neither does the government have the updated list of these communities. 

The gaps are much evident in the way the communities are named on this website. For example - the Raval are called Ravaliya, which is a rather derogatory way of addressing this community. The community collectively expressed their  displeasure and the policymakers had changed it to Raval and it was also decided that the caste  certificates will bare the name Raval. But somehow till today Ravaliya instead of Raval is prevalent on government records hence when VSSM’s Naran applied for caste certificates for Raval families it came as a total shock to us when the authorities processing the applications said they would be unable to issue the caste certificates bearing Raval because that surname does not feature in the list. 

Inspite of our repeated requests to erase the duplications, include the sub-sects, change the names where ever necessary and most importantly include the numerous nomadic communities that have still been left out of the government’s list of nomadic communities not much progress has happened. The communities continue to run pillar to post for a basic document like a caste certificate and such gaps does not suit the image of digital and progressive Gujarat!!

સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવાની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. પરંતુ, વિચરતી જાતિના લોકો જ્યારે જાતિ પ્રમાણપત્ર મેળવવા જાય ત્યારે અધિકારી કમ્પ્યુટરમાં ડિજીટલ ગુજરાત અંતર્ગત જનસેવા કેન્દ્ર, ગુજરાતસરકારની વેબસાઈટ પર વિચરતી અને વિમુક્ત જાતિની યાદી તથા પ્રમાણપત્ર આપવાની સત્તા કોની તે તપાસવાનું કરે. ત્યારે ફોટોમાં દેખાય છે તેમ વિચરતી અને વિમુક્ત જાતિઓના કિસ્સામાં પ્રમાણપત્ર આપવાની જવાબદારી નક્કી કરવામાં આવી નથી. ના જાતિનું અપડેટ લીસ્ટ સરકાર પાસે છે.

દા.ત. રાવળ સમુદાયનો ઉલ્લેખ સરકારે યાદીમાં રાવળિયા તરીકે કરેલો. રાવળિયા શબ્દ સમગ્ર રાવળ સમુદાય પ્રત્યે તીરસ્કાર દર્શાવતો લાગતો. આ અપમાનજનક શબ્દ રાવળ સમુદાયની રજૂઆતોના અંતે સરકારે કાઢી નાખ્યો અને આ સમુદાયને રાવળ તરીકે સંબોધવાનું તથા રાવળના નામના જાતિ પ્રમાણપત્ર આપવાનું નક્કી થયું પણ હજુ સુધી રાવળિયા શબ્દ સરકારની યાદીમાં ચાલતો હોવાથી vssmના કાર્યકર નારણે જ્યારે રાવળ સમુદાયનું જાતિ પ્રમાણપત્ર મેળવવા અરજી કરી ત્યારે દિયોદર મામલતદાર કચેરીએ ફોટોમાં દેખાય છે તે આંટીઘૂંટી દર્શાવી તથા રાવળ સમુદાયનો ઉલ્લેખ યાદીમાં નથી રાવળિયા છે એટલે પ્રમાણપત્રના મળે તેમ કહ્યું જે આધાતજનક છે.

સરકારે વખતો વખત બહાર પાડેલા ઠરાવો ચકાસી તેને અપડેટ કરવાની જરૃર છે. સાથે જ જાતિ પ્રમાણપત્ર મેળવવાની સત્તા પણ ફીક્સ કરવાની જરૃર છે. નહીં તો આ જાતિઓ બિચારી પ્રમાણપત્ર મેળવવા ધક્કા જ ખાધા કરવાની જે ડીજીટલ અને ગતિશીલ ગુજરાતમાં યોગ્ય બરાબર નથી...


VSSM proposes for allotment of plots to Dafer families…...

The current living conditions of these families is much
evident in the picture
Historically the  Dafer community is identified as a tribe involved in looting and robbing.Their  second name Dafer always invites stares, curious looks and outright rejection.To shun away the stigma associated with their surname  the 136 Dafer families living in Amrapur Pati in Patan’s Sami block decided to do away with the Dafer as their surname instead use Maghra, Sindhi and Miyana as their  second name on all their documents of identity like Voter ID card, ration card etc. 

The Dafer families did hope of a better and promising future but as we all know  life seldom smiles back so easily on the deprived and marginalised sections of society.  As bitter as it may sound but changing names does not promise any magical beginnings, it does not guarantee that the stigma attached with the past identity will wane out!!! Hence, even today the mention of these families attracts curious stares, scorns and suspicion. And the fact also is that some families in this village still continue to practice unlawful activities because they have no other options left to earn their living. The families survive in absolutely inhumane conditions with no roof on their head except a tarpaulin supported by few twigs and branches!!! Under such conditions the officials and authorities should be reaching upto them to offer some government assistance so as to elevate them from abject poverty instead it is the police that makes frequent rounds of this settlement. 

“Even the cattle here have some dignity in this society than why not us?? In 2011 our former chief minister  Smt. Anandiben Patel  had announced allotment of plots to all the 136 families and yet only 11 were allotted with the plots and first instalment  of the assistance  to build their houses. But the rest of the families were left out and those 11 families never received their second instalment. And nobody knows what is the reason behind such disregard of a promise made by senior minister of Government of  Gujarat. 

These families like all the other Dafer families need to be included in the government policies, treating them as outlaws is not going to resolve any issues. These are the occupations they no longer practice and hence need inclusive programs by government and society, keeping them at a distance will only aggravate the condition and push them to take up the activities they have abandoned long back!!

VSSM has made presentation for allotment of residential plots to these families. All we need to do is hope for the best!!

VSSM’s Tohid and Mohanbhai paid visit to these families promising them VSSM’s support as much as possible. 

ડફેર પરિવારોને પ્લોટ મળે તે માટે vssm દ્વારા રજૂઆત..

પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર પાટીમાં ડફેર સમુદાયના 136 પરિવારો રહે. ડફેરની છાપ સમાજમાં ગુનેગાર તરીકેની એટલે આ પરિવારોએ પોતાની ઓળખ ડફેર તરીકેની ભૂંસી નાખવાનું નક્કી કર્યું હોય તેમ તેમના તમામ આધાર પુરાવા મતદારકાર્ડ, રેશનકાર્ડમાં જાતિમાં મધરા, સીંધી અને મિયાણા લખાવ્યું. 

જોકે જાતિ જુદી લખાવવાથી છાપ તો ભૂંસાઈ નહીં. અલબત આજે પણ અમરાપુર પાટીનું નામ સમી પંથકમાં લઈએ તો લોકો શંકાની નજરે જ આપણી સામે જુએ. આ ગામના કેટલાક હજુ પણ ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તદન અમાનવીય સ્થિતિમાં આ પરિવારો રહે છે. ગામની પડતર ખરાબાની જગ્યામાં ઘાસ અને સાંઠીઓના છાપરાં બનાવીને જિંદગી પુરી કરવાની હોય તેમ તેઓ જીવે છે. સરકારી અધિકારીઓ ઓછા પણ પોલીસ વારે ઘડીએ આવીને આ ગામમાં આંટા મારી જાય છે. 

આ ગામના લોકો કહે છે, ‘ઢોરનીયે ગણતરી થાય તો અમારી કેમ કોઈ ગણતરી નથ? અમને સરકારની કોઈ મદદ કેમ મળતી નથી? 2011માં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સમીમાં અમને (136 પરિવારોને) પ્લોટ આપવાની જાહેરાત કરી પણ પછી 11ને જ પ્લોટ આપ્યા અને મકાન સહાયનો પહેલો ચેક પણ. બાકીના પરિવારોને કેમ પ્લોટ ફાળવાયા નહીં તે અંગે કશી ખબર નથી. તો મકાન સહાયનો બીજો હપ્તો પણ ચુકવાયો નથી.’

જાતિની આંટીઘુંટી દૂર કરીને આ પરિવારોને વહેલી તકે પ્રાથમિક સુવિધા સાથે ઘર આપવા જોઈએ તો જ તેઓ સામાન્ય સમાજ સાથે ભળશે. નહીં તો આ રીતે તેમને વેગળા રાખીશું તો ગુનાહીત પ્રવૃતિ ઘટવાની નથી. જે અસંતોષ તેમના મનમાં આવી રહ્યો છે તેનું વહેલીતકે નિરાણકરણ કરવાની જરૃર છે. નહિ તો....
vssmએ આ પરિવારોને પ્લોટ મળે તે માટેની રજૂઆત કરી છે. જોઈએ શું થાય છે.

vssmના કાર્યકર તોહીદ અને મોહનભાઈએ આ પરિવારોની મુલાકાત લીધી vssm આ પરિવારોને શક્ય મદદરૃપ થવાની કરે છે. સફળ થઈશું તેવી આશા છે.

આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે.